₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી મહિલા સ્વાવલંબન યોજના | Mahila Swavalamban Yojana 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mahila Swavalamban Yojana Gujarat | મહિલા લોન 2024 | Mahila Swavalamban Yojana Gujarat Pdf | ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ  લોન | Mahila Swavalamban Scheme | મહિલા સ્વાવલંબન યોજના

Mahila Swavalamban Yojana 2024 : મહિલાઓ પુરુષની સમોવડી બનીને પોતાનો સ્વ રોજગાર શરૂ કરી શકે તે માટે સરકાર દ્વારા ઘણી બધી આર્થિક સહાય માટેની યોજનાઓ અમલમાં છે. જેનાથી રોજગાર વાંછુ મહિલાઓ ગૃહ ઉદ્યોગ શરૂ કરીને પોતાનો વ્યવસાય શરૂ કરી છે. મહિલાઓને રોજગાર શરૂ કરવા માટે ગુજરાત મહિલા સ્વાલંબન યોજના હેઠળ મહિલાઓને બેંકમાંથી સરળતાથી લોન મળી રહે તે માટે ભલામણ કરવામાં આવે છે. Mahila Swavalamban Yojana 2024  મારફતે મહિલાઓને બેંકમાંથી મળનાર લોન પર જુદી-જુદી કેટેગરીના વર્ગની માહિલાને ₹ 80,000/- સુધીની સબસિડી આપવામાં આવે છે. આજના આર્ટિકલ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ ક્યાં વ્યાવસાય માટે લોન મળશે?  અને અરજી ક્યાં કરવાની વિગતે માહિતી મેળવીશું. તો ચલો કંઈક નવું જાણીએ.

Mahila Swavalamban Yojana

 

Contents hide

Bullet Point of Mahila Swavalamban Yojana 2023

યોજનાનું નામ મહિલા સ્વાવલંબન યોજના
સંબંધિત સરકારી વિભાગ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ
યોજનાનો હેતું મહિલાઓને સ્વરોજગાર માટે ₹ 2 લાખ સુધીની લોન
મળવાપાત્ર લાભ રોજગાર માટે મળનાર લોન ઉપર 30%  અથવા ₹ 80,000/- બંનેમાંથી જે ઓછુ હોય તે સબસિડી
અરજી ક્યાં કરવી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે અરજીપત્રક ભરી અરજી કરવાની રહેશે.
ઓફીસિયલ વેબસાઈટ https://mela.gwedc.gov.in/

Mahila Swavalamban Yojana 2024

મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ગ્રામ્ય કક્ષાએ તથા શહેરી વિસ્તારની સ્વ રોજગારવાંછુ મહિલાઓના આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં મહિલાઓ દ્વારા ઉત્પાદિક કરેલ વસ્તુઓનું વેચાણ માટે યોગ્ય બજાર પુરું પાડવું તથા મહિલાઓને સ્વ રોજગાર માટે બેંક મારફતે ₹ 2 લાખ સુધીની મહિલા લોન સહાય સાથે ₹ 80,000/- સુધીની સબસિડી આપવામાં આવે છે. મહિલા સ્વાવલંબન યોજના હેઠળ બેંક મારફતે લોન મળી રહે તે માટે ભલામણ કરવામાં આવે છે.

મહિલા લોન 2024 યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા.

સ્વરોજગાર માટે લોન મેળવવા મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા લાભાર્થીની નક્કિ થયેલ પાત્રતા નીચે મુજબ છે.

  • મહિલા લાભાર્થી ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
  • ગ્રામ્યકક્ષાના લાભાર્થીની વાર્ષિક આવક ₹ 1,20,000/- સુધીની હોવી જોઈએ
  • શહેરી વિસ્તારના લાભાર્થીઓની વાર્ષિક આવક ₹ 1,50,000/- સુધીની હોવી જોઈએ
  • લાભાર્થી મહિલાની ઉેંમર 18 વર્ષથી 65 સુધીની હોવી જોઈએ.
  • લાભાર્થી મહિલા લોનની રકમ ભરી શકે એટલા સક્ષમ હોવા જોઈએ.

કેટેેેેગરી વાઈઝ મહિલાઓ માટે સબસિડીનું ધોરણ

ગુજરાતની માહિલાઓને સ્વરોજગાર માટે 2 લાખની લોન આપવામાં આવશે. જેમાં કેટેગરી વાઈઝ સબસિડીનું પ્રમાણ નીચે મુજબ છે.

ક્રમ મહિલાની કેટેગરી લોનની રકમ મળનાર સબસિડી.

1

જનરલ ₹ 2,00,000/- પ્રોજેક્ટ કિંમતના 30% અથવા ₹  60,000/- બંનેમાંથી જે ઓછું હોય તે.

2

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની માહિલા ₹ 2,00,000/- પ્રોજેક્ટ કિંમતના 35% અથવા ₹  70,000/- બંનેમાંથી જે ઓછું હોય તે.

3

વિધવા મહિલા તથા 40% વધુ દિવ્યાંગ મહિલા લાભાર્થી ₹ 2,00,000/- પ્રોજેક્ટ કિંમતના 40% અથવા ₹  80,000/- બંનેમાંથી જે ઓછું હોય તે.

Swarojgar Loan Yojana Gujarat હેઠળ મળનાર લોન સબસિડી.

  • ગુજરાતની સ્વરોજગાર ઈચ્છુક મહિલાઓને આર્થિક મદદની જરૂરીયાત રહેતી હોય છે. જે માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓને લોન માટે બેંકને ભલામણ સાથે અરજી મોકલી આપવામાં આવે છે.
  • બેંક દ્વારા અરજદાર મહિલાની આર્થિક સ્થિતિની ચકાસણી કરી તથા અરજીપત્રકમાં ભરેલ વિગતોને આધારે ₹ 2 લાખ સુધીની લોન મંજૂર કરે છે અને તેના પર બેંક દ્વારા જે નક્કી કરેલ વ્યાજ લેવામાં આવશે.
  • લોન મંજૂર થયા બાદ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા જરૂરી કાર્યવાહી કર્યેથી પ્રોજેક્ટ ખર્ચના  30% લોન અથવા ₹ 80,000/-  બંનેમાંથી જે ઓછું હોય તે રકમ સબસિડી માટે લાભાર્થીના ખાતામાં જમાં કરવામાં આવે છે.

વધુ જાણો:-

પ્રસુતિ સહાય યોજના 2024 મહિલાને મળશે 37000 સુધીની સહાય.

દિકરી જન્મ વધામણા માટે મળશે ₹ 25,000/- ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2024

મહિલા લોન યોજના હેઠળના વ્યવસાય ધંધાની યાદી

ક્રમ

ઉદ્યોગ વ્યવસાય ધંધાની વિગત

કુલ વ્યવસાયની સંખ્યા

 1

હસ્તકલા ઉદ્યોગ 16
2 ફરસાણનો વ્યવસાય

20

3

જંગલ પેદાશ આધારિત વ્યવસાય 11
4 ડેરી આધારિત વ્યવસાય

02

5

સોંદર્ય પ્રસાધન અને કેમિકલ ઉદ્યોગ 37
6 સ્ટેશનરી અને પેપર પ્રિન્ટીંગનો વ્યવસાય

11

7

ટેક્ષટાઈલનો વ્યવસાય 29
8 ખેત પેદાશ આધારિત વ્યાસાય માટે

09

9

એન્જિનિયરીંગ વ્યવસાય 44
10 ફરસાણનો વ્યવસાય

20

11

પ્લાસ્ટિક ઉદ્યોગ 21
12 ખનીજ અધારિત વ્યવસાય

07

12

ચર્મ ઉદ્યોગ 05
13 કાચ અને સિરામિક વ્યવસાય માટે

06

14

ઈલેક્ટ્રિક અને ઈલેક્ટ્રોનિક્સ વ્યવસાય 06
15 સેવા પ્રકારના વ્યવસાય

42

16

વેપાર પ્રકારના વ્યવસાય 24
17 અન્ય ધંધોઓ

17

કુલ ઉદ્યોગ વ્યવસાય ધંધાની સંખ્યા

307

મહિલા સ્વાવલંબન યોજના હેઠળ લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ.

અરજદાર મહિલાને Mahila Swavalamban Yojana હેઠળ લોન મેળવવા  માટે અરજીપત્રક સાથે બે નકલમાં  નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • લાભાર્થીનું આધાર કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર.
  • ઉંમરનો પુરાવો.
  • વ્યવાસાય માટે અનુભવ કે અભ્યાસનું પ્રમાણપત્ર.
  • રેશન કાર્ડની નકલ.
  • બેંક ખાતાની વિગત
  • જાતિનો દાખલો
  • જે વ્યાસાય કરવાનો તેના માલસામાનનું ભાવપત્રક (કોટેશન)

નોંધઃ- લાભાર્થીએ બે નકલમાં ડોક્યુમેન્ટ સાથેની અરજી કરવાની રહેશે.

Mahila Swavalamban Yojana form

Mahila Swavalamban Yojana Gujarat Pdf

મહિલા સ્વાવલંબન યોજના હેઠળ લોન મેળવવા માટે આપ નીચે દર્શાવેલ લીંક દ્વારા અરજીપત્રક ડાઉનલોડ કરી શકો છો.

અરજીપત્ર ડાઉનલોડ pdf

Mahila Swavlamban Yojana  હેઠળ અરજી ક્યાં કરવી?

  • આ યોજનાન હેઠળ લોન સબસિડી મેળવવા માટે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારના તે શહેરી વિસ્તારના તમામ મહિલા અરજદારોએ જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી ઓળખપત્ર બતાવીને અરજીપત્રક મેળવી શકાશે.
  • અરજીપત્રકમાં જરૂરી વિગતો ભરીને, ડોક્યુમેન્ટ એટેચ કરીને બે નકલમાં અરજીપત્રક મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે જ જમા કરાવવાનું રહેશે.
  • ત્યાર બાદ મહિલા અને બાળ અધિકારીશ્રી પોતાની ભલામણ સાથે અરજીપત્રક સંબંધિત બેંકને મોકલી આપશે.
  • બેંક દ્વારા અરજીપત્રની ચકાસણી કરીને લોન મંજૂર કરે છે.
  • લોન મંજૂર થયેથી મળવાપાત્ર સબસિડી લાભાર્થીના ખાતામાં સીધી જમા કરાવાવામાં આવશે.

જાણવા જેેેેેેવુંઃ-

કુંવરબાઈનું મામેરું યોજના લગ્ન માટે ₹ 12,000/-ની સહાય.

ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને ₹ 1,250/- ની આજીવન સહાય આપતી યોજના.

Mahila Swavalamban Yojana Contect Number

લાભાર્થીએ આ યોજના હેઠળ અરજી કરવા તથા અરજી ફોર્મ જમા કરાવવા માટે જિલ્લા કક્ષાની ઓફીસ મહિલા અને બાળ અધીકારીશ્રીની કચેરી, જે મોટે ભાગે જિલ્લા કલેકટરશ્રીની કચેરી ખાતે આવેલ હોય છે ત્યાં સંપર્ક કરવાનો રહેશે.

મહિલા આર્થિક વિકાસ નિગમની મુખ્ય કચેરીનું સરનામું

મહિલા આર્થિક વિકાસ નિગમ લી.

ઉદ્યોગ ભવન, સેક્ટર-11, ગાંધીનગર

ફોન નંબર- 079-23230385, 079-23227287

Important Links of Mahila Swavalamban Yojana

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

અરજીપત્રની pfd ડાઉનલોડ કરવા

Click Here

Home Page

Click Here

Conclusion

દેશની મહિલાઓની સર્વ ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકેલ છે. મહિલાઓ સ્વનિર્ભર બનીને પોતાનો વ્યવસાય કરી શકે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને સ્વરોજગાર અર્થે ₹ 2 લાખની લોન સાથે ₹ 80,000/- ની સબસિડી આપવામાં આવે છે. મિત્રો, Mahila Swavalamban Yojana હેઠળ અરજી ક્યાં કરવી અને કયા રોજગાર માટે લોન તથા સબસિડી મળશે? તેની વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સબસિડી માટે કોઈ સમસ્યા હોય તો આપને જિલ્લાની માહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો

 (1) Mahila Swavalamban Yojana Application form ક્યાંથી મળશે?

જવાબ- મહિલા સ્વાવલંબન યોજનાનું અરજીપત્રક મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે મળશે.

(2) આ યોજના હેઠળ કેટલી સબસિડી આપવામાં આવે છે?

જવાબ- આ યોજના હેઠળ મંજૂર થયેલ લોનના ઉપર 30%  અથવા ₹ 80,000/- સુધીની સબસિડી બંનેમાંથી જે ઓછુ હોય તે સબસિડી તરીકે આપવામાં આવશે.

(3) શું મહિલા લોન યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકાય છે?

જવાબ- ના, મહિલા લોન યોજના એટલે કે મહિલા સ્વાવલંબન યોજના હેઠળ હાલ ફક્ત ઓફલાઈન અરજી કરી શકાય છે.

(4) મહિલા સ્વાલંબન યોજના હેઠળ સબસિડી કોણ આપે છે?

જવાબ- આ યોજના હેઠળ લોન મંજૂર થયેથી મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સબસિડી આપવામાં આવે છે.

(5) આ યોજના હેઠળ લોન કોણ આપે છે?

જવાબ- આ યોજના હેઠળ લાભાર્થીની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને મહિલા અને બાળ અધિકારીશ્રીની ભલામણને અધારે સંબંધિત બેંક દ્વારા લોન આપવામાં આવે છે.

Leave a comment