ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2024 ફોર્મ, ડોક્યુમેન્ટ, હયાતીની ખરાઈ | Ganga Swarupa Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ganga Swaroop Yojana | Ganga Swaroop Yojana Gujarat | ગંગા સ્વરૂપ યોજના ફોર્મ pdf | Ganga Swarupa Yojana Form Pdf | Ganga Swarupa Yojana In Gujarati | Ganga Swarupa Yojana Online Apply | Gujarat Ganga Swarupa Yojana | Ganga Swarupa Yojana Online | Ganga Swaroop Yojana Status | Ganga Swaroop Yojana Official Website | Ganga Swaroop Yojana Gujarat Form Pdf | ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Ganga Swarupa  Arthik Sahay Yojana Gujarat

જાણવા જેવું: ગંગા સ્વરૂપા બહેનોને તેઓના પતિના મૃત્યુ પછી કોઈ સહારો હોતો નથી. આવી સ્ત્રીઓને જીવન જીવવા માટે ઘણી બધી નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગંગા સ્વરૂપા બહેનો એટલે વિધવા બહેનો સમાજમાં સન્માનપુર્વક જીવી શકે અને તેઓને આર્થિક ટેકો મળી રહે તે માટે Women and Child Development Department દ્વારા  ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને ₹ 1,250/- ની આજીવન સહાય આપવામાં આવે છે. મિત્રો, આજના Ganga Swarupa Yojana Gujarat આર્ટિકલમાં ગંગા સ્વરૂપા યોજના હેઠળ અરજી ક્યાં કરવી? સહાય ક્યારથી ચાલુ થશે અને આજીવન સહાય ચાલુ રાખવા માટે શું કરવું? તેની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.Ganga Swarupa Yojana Gujarat

Contents hide

Bullet Point of Ganga Swarupa Yojana Gujarat 2024

યોજનાનું નામ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (આ યોજનાનું જુનું નામ વિધવા સહાય યોજના હતું.)
સંબંધિત વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
યોજનાનો હેતું ગંગા સ્વરૂપા બહેનોને સન્માનભેર જીવન જીવવા માટે આર્થિક સહાય.
લાભાર્થીની પાત્રતા 18 વર્ષથી ઉપર કોઈપણ વિધવા સ્ત્રીને આ યોજના હેઠળ સહાય મળશે.
મળનાર સહાય દર મહિને ₹ 1,250/- ની આજીવન પેન્શન રૂપે સહાય.
અરજી ક્યાં કરવી? ગ્રામ કક્ષાના લાભાર્થીઓ માટે ગામના ઈ-ગ્રામના V.C.E મારફતે.

શહેરી કક્ષાના લાભાર્થીઓ માટે તાલુકા મામલતદારશ્રીની કચેરી ખાતે.

અરજી મંજૂર કરનાર અધિકારી મામલતદારશ્રી
ઓફિસિયલ વેબસાઈટ https://wcd.gujarat.gov.in/

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો ઉદ્દેશ.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના. સરકાર દ્વારા વિધવા બહેનોને સમાજમાં સન્માન મળે અને ભેદભાવ દુર થાય તે માટે તા. 23/12/2019 થી વિધવા સહાય યોજનાને બદલે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યુ છે. ગંગા સ્વરૂપા બહેનોની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને તેઓને સહાય આપવા તથા સમાજમાં બહેનોનું પુન:સ્થાપન થઈ શકે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. Ganga Swarupa Yojana Gujarat  માં લાભાર્થીને દર માસે પેન્શનના રૂપમાં નિશ્ચિત સહાય આપવામાં આવે છે. જેમાં વિધવા બહેનને તેનું ગુજરાન ચલાવવામાં થોડી મદદ મળે છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ મળનાર સહાય.

ગંગા સ્વરૂપા બહેનો સમાજમાં સન્માન ભેર જીવન વિતાવી શકે તે માટે વિવિધ તબક્કે આર્થિક મદદ તેમજ નિયમોમાં છુટછાટ મળે છે.

  • લાભાર્થી બહેનોને અરજી કર્યા તારીખથી આજીવન દર મહિને ₹1,250/- સહાય આપવામાં આવે છે.
  • Ganga Swarupa Yojana Gujarat હેઠળ લાભાર્થીઓને પહેલા ₹1000/- ની સહાય આપવામાં આવતી હતી. જે તા. 01/04/2019 થી વધારીને ₹1,250/- ની કરવામાં આવી છે.
  • ગંગા સ્વરૂપા બહેનોને જુથ વીમા યોજનાનો લાભ મળશે. લાભાર્થી બહેનનું અકસ્માતના કારણે અવસાન થાય તો કાયદેસરના વારસદારને ₹2,00,000/- ની વિમા રકમ મળશે
  • બહેનોને આર્થિક રીતે પગભર થવા માટે નજીકના તાલીમ કેન્દ્ર મારફતે રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે.
  • ગંગા સ્વરૂપા બહેનોને મફત રાશન મળી રહે તે માટે NFSA રેશન કાર્ડ કાઢી આપવામાં અગ્રતા આપવામાં આવશે.
  • ગંગા સ્વરૂપા બહેન જો સરકારી નોકરી માટે તૈયારી કરતા હોય તો ફોર્મ ભરવાની  વયમર્યાદામાં છુટછાટ મળે છે.

Ganga Swaroop Yojana 2024 માટે લાભાર્થીની પાત્રતા.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Ganga Swarupa Yojana Gujarat હેઠળ સહાય માટેની લાભાર્થીની પાત્રતા નક્કી કરવામાં આવેલ છે. જે નીચે મુજબની છે.

  • જે બહેનો ગુજરાતમાં લાંબા સમય સુધી વસવાટ કરતા હોય એટલે કે ગુજરાતના મુળ રહેવાસી હોય તેવા બહેનોને આ યોજનાનો લાભ મળશે.
  • કુટુંબનો કોઈ સભ્ય સરકારી નોકરી ના કરતા હોવા જોઈએ.
  • જે બહેનને કોઈપણ જાતનું પેેેેેેન્શનની જમા થતુંં હશે તે બહેનોને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે નહી.
  • 18 વર્ષથી ઉપરની કોઈપણ નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે બહેના કુટુંબની વાર્ષિક આવક નીચે મુજબની રહેશે.
ગ્રામ્ય કક્ષાના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક ₹1,20,000- કરતા વધુ ના હોવી જોઈએ.
શહેરી કક્ષાના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક ₹1,50,000/- કરતા વધુ ના હોવી જોઈએ.

નોંધઃ- પહેલા 21 વર્ષનો પુત્ર હોય તો સહાય મળવાપાત્ર નહોતી, તે નિયમમાં સુધારો કરીને હવે બહેનને 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હશે તો પણ Ganga Swarupa Yojana Gujarat હેઠળ સહાય મળવાપાત્ર થશે.

વધુ જાણોઃ-

વહાલી દીકરી યોજના.

પ્રસુતિ સહાય યોજના હેઠળ  ₹37,000-ની સહાય.

ગંગા સ્વરૂપા યોજના માટેના ડોક્યુમેન્ટ | Ganga Swarupa Yojana Gujarat Document

વિધવા સહાય એટલે ગંગા સ્વરૂપા અર્થિક સહાય યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવા માટે નિયત કરેલા ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે.  ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભ લેવા માટે લભાર્થીએ રજુ કરવાના થતા ડોક્યુમેન્ટનું લીસ્ટ નીચે મુજબનું છે.

  • પતિના અવસાનનો દાખલો.
  • ઉંમરનો પુરાવો.
  • BPL સ્કોરનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ
  • પુન:લગ્ન કરેલ નથી. તે બાબતનું પ્રમાણપત્ર. (તલાટીશ્રી આપશે)
  • બેંક ખાતાની ચોપડીની નકલ.
  • સ્વ ધોષણાપત્ર.
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

 અરજી કેવી રીતે કરવી? | Ganga Swarupa Yojana Online Apply

Ganga Swarupa Yojana Gujarat  હેઠળ લાભાર્થીઓને ઓનલાઈન અરજી કરવાની રહે છે. જેમાં

  • શહેરી વિસ્તારમાં રહેતા લાભાર્થીઓને સંબંધિત તાલુકા મામલતદારશ્રીની કચેરી મારફતે ઓનલાઈન અરજી કરવાની થશે.
  • ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓને ગ્રામ પંચાયતના C.E મારફતે ઓનલાઈન અરજી કરવાની થશે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અરજી કરવાની કાર્યપદ્ધતિ.

મિત્રો, નીચેે દર્શાવેલ કાર્ય પદ્ધતિથી લાભાર્થી Ganga Swarupa Yojana Gujarat હેઠળ સરળતાથી અરજી કરી શકે છે.

  • સૈા પ્રથમ અરજદાર દ્વારા ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટ ભેગા કરી તેની એક નકલ રાખીને, ગ્રામ પંચાયતના C.E કે તાલુકા મામલતદારશ્રીની કચેરી ખાતે જવાનું રહેશે.
  • તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ C.E કે મામલતદારશ્રીની કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનું ફોર્મ આપવામાં આવશે.
  • આ ફોર્મ દર્શાવેલ તમામ વિગતો ચકાસણી કરીને યોગ્ય રીતે ભરવાની રહેશે.
  • ભરાયેલ ફોર્મ સાથે તમામ દસ્તાવેજોની નકલ જોડીને C.E કે મામલતદારશ્રીની કચેરી ખાતે અરજીપત્રક જમા કરવાની રહેશે.
  • ત્યાર બાદ સંબંધિત કચેરીના ઓપરેટર દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરવામાં આવશે. જે ઓનલાઈન અરજી કર્યાના પુરાવા રૂપે પહોંચ આપવામાં આવશે.
  • અરજદાર દ્વારા ગ્રામ પંચાયત મરફતે કરેલ અરજીના તમામ ડોક્યુમેન્ટ C.E દ્વારા મામલતદારશ્રીની કચેરી ખાતે જમા કરવામાં આવે છે.
  • મામલતદારશ્રીને ઓનલાઈન અરજી મળ્યા બાદ, જોડેલ તમામ દરસ્તાવેજોની ચકાસણી કરીને સહાય મંજૂરીનો હુકમ કરે છે.
  • સહાય મંજૂર થયા બાદ લભાર્થીએ ગ્રામ પંચાયતની કચેરીના C.E કે મામલતદારશ્રી કચેરીના ઓપરેટર પાસેથી મંજૂરી હુકમ મેળવી લેવાનો રહેશે.

નોંધ- Ganga Swarupa Yojana Gujarat હેઠળ લાભાર્થી પોતે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે નહી, ઓનલાઈન અરજી કરવા માટે ફક્ત ગ્રામ્ય લેવલે અને મામલતદારશ્રીની કચેરી ખાતે જ સરકારી યુઝર આઈ.ડી અને પાસવર્ડ આપવામાં આવેલ છે.

જાણવા જેવું:-

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના દીકરીને નામે ₹ 25,000/- ના બોન્ડ

મહિલાઓને મળશે ₹2 લાખની લોન સાથે 80,000ની સબસિડી મહિલા સ્વાવલંબન યોજના

Ganga Swarupa Yojana Gujarat Status Check

મિત્રો, જે લાભાર્થીઓની અરજી મંજૂર થઈ ગઈ છે. તેઓને  મંજૂરી હુકમ પર દર્શાવેલ GJ-A…. થી શરૂ થતો આઠ આંકડાનો એપ્લિકેશન નંબર આપવામાં આવશે. જેના મારફતે આપ ઘરે બેઠા ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકો છો. તથા GJ-A- શરૂ થતો આઠ આંકડાનો મંજૂર થયેલ અરજીનંબરથી આપ આપના ખાતામાં છેલ્લે જમા થયેલ સહાયની વિગતો મેળવી શકો છો. તે માટે આપે નીચે મુજબના સમાન્ય સ્ટેપ અનુસરવાના રહેશે.

  • અરજદારે સૌ પ્રથમ ગુગલ પર nsap.nic.in ટાઈપ કરવાનું રહેશે. જેથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું National Social Assistance Programme નામનું સરકારી NSAP Portal ઓપન થશે.
  • ત્યાર બાદ લાભાર્થી દ્વારા Report પર ક્લિક કરવાનું રહેશે.
Ganga Swarupa Yojana Gujarat online
Image Credit Government Official Website (https://nsap.nic.in/)
  • Report પર ક્લિક કર્યા બાદ અરજીની સ્થિતિ જોવા માટે Application Tracker પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ લાભાર્થીનો GJ-A- થી શરૂ થતો આઠ આંકડાનો એપ્લિકેશન નંબર નાંખી, દર્શાવેલ કોડ નાંખવાનો રહેશે.
  • પછી Submit બટન પર ક્લિક કરવાથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબ લાભાર્થી Application Status બતાવશે. જેમાં લાભાર્થીનું નામ, અરજી નંબર, અરજીનું સ્ટેટ્સ, અરજી કર્યા તારીખ અને અરજી મંજૂર કર્યા તારીખ વગેરેની વિગતો ચકાસણી કરી શકાશે.
Ganga Swarupa Yojana Gujarat Application Status
Image Credit Government Official Website (https://nsap.nic.in/)

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આજીવન ચાલુ રાખવા શું કરવુ?

લાભાર્થીને સહાય મંજૂર થયેથી આજીવન દર મહિને ₹1,250/- ની સહાય મળવાનું શરૂ થાય છે. આ સહાય લાભાર્થીએ અરજી કર્યાની તારીખથી મળવાપાત્ર થાય છે. સહાય આજીવન ચાલુ રહે તે માટે નક્કિ થયેલ સામાન્ય શરતોનું પાલન કરવાનું રહેશે.

  • લાભાર્થીએ દર વર્ષ જુલાઈ મહિનામાં પોતે ‘‘પુન:લગ્ન કર્યા નથી.’’તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર મામલતદાશ્રીની કચેરી ખાતે જમા કરાવાનું રહેશે.
  • દર ત્રણ વર્ષ જુલાઈ મહિનામાં કુટુંબની વાર્ષિક આવકનો દાખલો પણ મામલતદાશ્રીની કચેરી ખાતે જમા કરાવાનો રહેશે.
  • લાભાર્થીનું આધારકાર્ડ અને મોબાઈલ નંબર જો મામલતદાર કચેરી ખાતે વેરીફાઈ કરાવેલ ના હોય તો સત્વરે વેરીફાઈ કરાવી લેવા સુચન છે.
  • દર વર્ષ સરકાર દ્વારા નક્કિ કરવામાં આવેલ વાર્ષિક હયાતીની ખરાઈ કરવાની રહેશે.

Important Links of Ganga Swarupa Yojana Gujarat

ગંગા સ્વરૂપ યોજના ફોર્મ pdf

 Click Here

ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ ચેક કરવા

Click Here

મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ

Click Here

Home page

Click Here

Conclusion

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના મારફતે બહેનોને આર્થિક સંકટ ભર્યા જીવનમાં મદદરૂપ બનવા માટે દર માસે પેન્શનના રૂપમાં ₹ 1,250/- સહાય આપવામાં આવે છે. આ રકમ બહેનોના જીવન નિર્વાહમાં ટેકા રૂપ સાબિત થાય છે. મિત્રો, Ganga Swarupa Yojana Gujarat આર્ટિકલ હેઠળ આપને ગંગા સ્વરૂપા યોજનાની ઓનલાઈન અરજી થી લઈને સહાય આજીવન ચાલુ રાખવા શું કરવું પડે? તેની માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે બહેનોને સહાય મળતી નથી અથવા અધવચ્ચેથી સહાય બંધ થઈ ગઈ છે. તેવા બહેનોએ પોતાના તાલુકાના મામલતદારશ્રીની કચેરી અથવા જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે રૂબરૂ મુલાકાત કરવાનું સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો. 

(1) ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ સહાય કોણ મંજૂર કરે છે?

જવાબ- Ganga Swarupa Yojana Gujarat હેઠળ તાલુકા મામલતદારશ્રી આ સહાય મંજૂર કરે છે.

(2) Ganga Swarupa Yojana Gujarat હેઠળ આવક મર્યાદા જણાવો

જવાબ- Ganga Swarupa Yojana Gujarat હેઠળ ગ્રામ્ય કક્ષાના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક ₹1,20,000/- કરતા વધુ ના હોવી જોઈએ તથા શહેરી કક્ષાના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક ₹1,50,000/- કરતા વધુ ના હોવી જોઈએ

(3) Ganga Swaroop Yojana Official Website ?

જવાબ- www.wcd.gujarat.gov.in એ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની ઓફિસિયલ વેબસાઈટ છે.

(4) Ganga Swarupa Yojana Form Pdf  ક્યાંથી મળશે?

જવાબ- ગંગા સ્વરૂપ યોજના ફોર્મ pdf અરજદારને ગ્રામ કક્ષાએ ગામ પંચાયત ખાતેથી, તાલુકા કક્ષાએ મામલતદાશ્રીની કચેરી ખાતેથી મળી શકશે.

Leave a comment