માનવ ગરિમા યોજના 2024 ફોર્મ, અરજીપત્રક, ટુલકીટ | Manav Garima Yojana 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Manav Garima Yojana Application Status |માનવ ગરિમા યોજના 2024 |Manav Garima Yojana 2024 Last Date |Manav Garima Yojana Kit List |માનવ ગરિમા યોજના Online ફોર્મ 

જાણવા જેવુ: મિત્રો, સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના કલ્યાણ માટે વિવિધ વ્યસાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.  જેમાંની એક માનવ ગરિમા યોજના  Manav Garima Yojana નો સમાવેશ થાય છે. જેના વિશે આ લેખમાં વિગતે માહિતી મેળવીશુ.  આ યોજના હેઠળ  અરજદારને કુલ- 28 જેટલા વ્યવસાય કરવા માટે કીટ સ્વરૂપે વિના મુલ્યે સાધન સહાય આપવામાં આવે છે. જેના થકી આ સાધનોનો ઉપયોગ કરી કોઈ વ્યવસાય ધંધો કરી શકે છે અને પોતાના પરિવારનું સન્માન સાથે ગુજરાન કરી શકે, સાથે સાથે પોતાની જાત-મહેનત દ્વારા અર્થિક સમૃદ્ધતા તરફ આગળ વધી શકે છે. આ આર્ટિકલમાં આપણે માનવ ગરિમા યોજના યોજનાનો ઉદે્શ , લાભાર્થીની પાત્રતાનો ધોરણો, અરજી ક્યાં કરવાની?, અરજદારની આવક મર્યાદા શું છે? તેમાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે? વગેરે વિશે વિગતે ચર્ચા કરીશુ.તો ચાલો કંઈક નવું જાણીએ.

Contents hide

Important Points of Manav Garima Yojana 2024

યોજનાનું નામ માનવ ગરિમા યોજના
અમલીકરણ કર્તા સરકારી વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
આપવામાં આવતી સહાય 28 પ્રકારના વ્યવસાયલક્ષી કીટની સહાય  ₹ 25,000/- ની મર્યાદામાં
લાભાર્થીની પાત્રતા 18 થી 60 વર્ષ
આવક મર્યાદા વાર્ષિક આવક ₹ 6,00,000/-

ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે.

અરજી ક્યા કરવાની રહેશે? esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર

Manav Garima Yojana નો ઉદ્દેશ.

કુશળ કારીગર વર્ગ પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે રોજગાર માટેના સાધનો ખરીદી શકતા નથી. કારીગર વર્ગ પોતાના ધંધાનો વિકાસ તેમજ વિસ્તાર કરી શકે તે માટે સરકાર  માનવ ગરીમા સહાય યોજના હેઠળ કીટ સહાયમાં ખરીદીમાં સહાય કરવામાં આવે છે.  સમાજના પછાત વર્ગના લોકો પોતાની જાત મહેનત દ્વારા સમાજમાં સન્માન ભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે ₹ 25,000/- મર્યાદામાં 28 પ્રકારના વ્યવસાયલક્ષી કીટની સહાય ની કીટ આપવામાં આવે છે.

માનવ ગરીમા યોજના 2024 લાભાર્થીના પાત્રતા

માનવ ગરીમા યોજના હેઠળ સરકાર દ્વારા કુલ – 28 પ્રકારના વ્યસાય કરનારા કારીગરોને ટુલકીટ સહાય આપવામાં આવે છે. જેના પત્રતાના ધોરણો નીચે મુજબના છે.

  • આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના નાગરિકોને સહાય મળવા પાત્ર છે.
  •  લાભાર્થીની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ.
  •  લાભાર્થી દ્વારા આ યોજના હેઠળ પહેલા લાભ મેળવ્યો હોય તો ફરી આ યોજના હેઠળ લાભ મળશે નહી.

આવક મર્યાદા.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે વાર્ષિક આવક ₹. 6,00,000/-  રહેશે. અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઈ આવક મર્યદા લાગુ પડશે નહી.

Manav Garima Yojana 2024 હેઠળ મળનાર સહાય.

અરજદારની ઓનલાઈન અરજી મંજૂર થયા બાદ તેઓને પોતાના અનુભવ તથા વ્યવસાયને અનુરૂપ ₹ 25,000/- ની મર્યાદામાં 28 પ્રકારના વ્યવસાયલક્ષી કીટમાંથી કોઈ એક સહાય ની કીટ વિના મુલ્યે આપવામાં આવે છે. જેના દ્વારા અરજદાર પોતાનો સ્વ વ્યવસાય શરૂ કરી શકે છે.

Manav Garima Yojana Documents | માનવ ગરિમા યોજના ડોક્યુમેન્ટ.

આ યોજના  હેઠળ નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

  • અરજદારનું આધાર કર્ડ
  • આવકનો દાખલાની નકલ
  • અરજદારના અભ્યાસનો પુરાવો.
  • અરજદારનો ફોટો.
  • સ્વધોષણા પત્ર.
  • રહેઠાણના પુરાવો (રેશન કાર્ડ, લાઈટ બીલ, લાઈસન્સ, ચૂંટણી ઓળખપત્ર, જમીનના દરસ્તાવેજ પૈકી કોઈપણ એક)
  • અરજદારનો જાતિનો દાખલો.
  • અરજદારે કોઈ વ્યવસાયિક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર.
  • બાહેધરી પત્રક
  • અરજીપત્રક 
  • બાંહેધરી પત્રક Download અહી ક્લિક કરો.
  • સ્વ ઘોષણા પત્ર Download કરવા અહી ક્લિક કરો

Manav Garima Yojana Kit List

માનવ ગરીમા યોજના હેઠળ નિયામકશ્રી અનુજાતિ કલ્યાણ વિભાગ દ્વારા કલ- 28 પ્રકારના વ્યવસાય માટે  સાધન સહાયની કીટ આપવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.

  • સેન્‍ટીંગ કામ
  • કડીયાકામ
  • કુંભારીકામ
  • પ્લમ્બર કામ માટે
  • સાવરણી સુપડા બનાવનાર
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • બ્યુટી પાર્લર મહિલાઓ માટે
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • ફ્લોર મીલ બનાવવા માટે
  • મોબાઇલ રીપેરીંગની કીટ
  • વિવિધ પ્રકારની ફેરી માટે સહાય
  • ધોબીકામ માટે
  • ભરતકામ
  • દરજીકામ
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • પંચર કીટ માટે
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • દુધ-દહી વેચનાર
  • પાપડ બનાવટ માટેની કીટ
  • સુથારીકામ માટે
  • માછલી વેચનાર
  • મસાલા મીલ
  • હેર કટીંગ માટેની કીટ

માનવ ગરિમા યોજના online ફોર્મ | Manav Garima Yojana Online form

માનવ ગરિમા યોજના હેઠળ અરજદારે esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર  ઓનલાઈન અરજી કરીને સરળતાથી લાભ મેળવી શકશે. માનવ ગરિમા યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે તમે  અહી નીચે દર્શાવ્યા મુજબના સ્ટેપને અનુસરશો તો તમે જાતે જ e Samaj Kalyan પોર્ટલ પર અરજી કરી શકો છો.

Step-1 e samaj kalyan portal Login

  • સૌ પ્રથમ તમારે ગુગલ પર e Samaj Kalyan ની ઓફિશિયલ પોર્ટલની સાઈટ esamajkalyan.gujarat.gov.in પર લોગીન થવાનું રહેશે.
  • તેમાં નીચે મુજબનુ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલનું ડેસબોર્ડ ખુલશે.
Manav Garima Yojana Registration
Source of Image Government WebSite (esamajkalyan.gujarat.gov.in)

Step-2 e samaj Kalyan Registration 

  • ઈ-સમાજ કલ્યાણમાં જો આપે User Id ના બનાવેલ હોય તો આપે અહી ક્લીક કરીને નામ, આધાર કાર્ડ નંબર , મોબાઈલ નંબર અને આપે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલમાં લોગીન થવા જે પાસવર્ડ રાખવાનો હોય તે પાસવર્ડ બે વખત નાંખવાનો રહેશે અને સમબીટ કરવાનું રહેશે.
  • સબમીટ કર્યા બાદ આપને  યુઝર આઈ ડી  તરીકે 9 અંકનો નંબર આપવામાં આવશે.
  • જે આપનું યુઝર આઈ.ડી રહેશે અને આપે જે પાસવર્ડ નાંખ્યો હશે તે પાસવર્ડ વડે લોગીન કરવાનું રહેશે.
Manav Garima Yojana Registration Process
Source of Image Government WebSite (esamajkalyan.gujarat.gov.in)

Step- 3 Manav Garima Yojana Details

  • લોગીન કર્યા બાદ આપે અરજદારની વિગતોમાં ફોટો , અરજદારનું હાલનું સરનામું, કાયમી સરનામું, બેંક ખાતાની વિગતો, પોતાના વ્યવસાયની વિગતો કાળજીપૂૂૂૂૂર્વક ભરવાની.
  • ત્યાર બાદ છેલ્લે અપડેટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

Step- 4 Print Application

  • અપડેટ કર્યા બાદ આપે  આ યોજનાના ડોક્યુમેન્ટ અપલોડ કરી છેલ્લે સબમીટ આપવાનું રહેશે.
  • સબમીટઆપ્યા બાદ આપને અરજી નંબર જનરેટ થશે. જે સાચવીને રાખવાનો રહેશે.
  • અરજી સબમીટ કર્યા બાદ આપે અરજીની પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે.

Manav Garima Yojana Application Status

  • અરજી સમમીટ કર્યા બાદ આપને મળેલ Application Number  અને અરજદારની જન્મ તારીખ નાંખીને લાભાર્થીનું સ્ટેટ્સ જાણી શકો છો.
  • નીચે દર્શાવેલ ઈમેજ મુજબ અરજદારે અરજી નંબર અને જન્મ તારીખ નાંખીને ‘‘સબમીટ’’ બટન પર ક્લિક કરતા, અરજીના ઓનલાઈન સ્ટેટસની વિગતો જાણી શકાશે.
manav garima yojana application status
Source of Image Government WebSite (esamajkalyan.gujarat.gov.in)

અરજીનું સ્ટેટ્સ જાણવા અહી ક્લીક કરો.

માનવ ગરિમા યોજના online ફોર્મ Last Date | Manav Garima Yojana 2024 Last Date 

માનવ ગરીમા યોજના હેઠળ સાધન સહાય કીટ મેળવવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. વર્ષ 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા હાલ બંધ છે. જયારે પર ઓનલાઈન અરજી પ્રકિયા શરૂ થશે ત્યારે આ વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે.

Manav Garima Yojana 2023 List Gujarat

માનવ ગરીમા યોજના હેઠળ ઓનલાઈન અરજી બાદ, કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. વર્ષ 2023 માં પસંદ કરાયેલ લાભાર્થીઓનું લીસ્ટ ઓનલાઈન વેબસાઇટ પર મુકવામાં આવ્યુ છે. આપ નીચેની લીંક દ્વારા લાભાર્થીઓની પસંદગીનું લીસ્ટ ડાઉનલોડ કરી શકો છો.

માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ ડાઉનલોડ 

Important Links of Manav Garima Yojana 2024

Manav Garima Yojana Online Application

Click Here

Manav Garima Yojana Application Status

Click Here

Manav Garima Yojana Form

Click Here

અમારા  Whatsapp Grup માં જોડાવા માટે

Click Here

Home

Click Here

 Conclusion

સમાજના પછાત વર્ગોના આર્થિક ઉત્કર્ષ માટે માનવ ગરિમા યોજના   Manav Garima Yojana  યોજના અન્વયે મળતી સાધન સહાય દ્વારા સ્વ રોજગારી મેળવી શકે છે.  મિત્રો, આ આર્ટિકલમાં  ગરિમા યોજના  અન્વયે સંપુર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને આ યોજના હેઠળ લાભ લેવામાં કોઈ પ્રશ્ન હોય તો નીચેની વિગતો સંપર્ક કરશો. અમે આપના પ્રશ્નનું નિરાકણ લાવવાનો પ્રયત્ન કરીશુ.

FAQ

(1) માનવ ગરિમા યોજના હેઠળ કેટલી સહાય મળે છે?

માનવ ગરિમા યોજના હેઠળ સહાય મંજૂર થયે સ્વ રોજગાર માટે ₹. 25,000/- ની મર્યાદામાં વિના મુલ્યે કીટ આપવામાં આવે છે.

(2) માનવ ગરિમા યોજના હેઠળ અરજી ક્યા કરવાની હોય છે?

માનવ ગરિમા યોજના હેઠળ અરજી ઓનલાઈન esamajkalyan પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

(3) માનવ ગરીમા યોજના હેેેઠળ ઓનલાઈન અરજી કરવાની વય મર્યાદા કેટલી છે.

18 થી 60 વર્ષની વ્યક્તિ આ યોજના હેઠળ ટુલકીટ સહાય માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

(4) માનવ ગરીમા યોજનાનો લાભ કેટલી વાર લઈ શકાય છે?

માનવ ગરીમા યોજના હેઠળ લાભ ફક્ત એક જ વાર લઈ શકાય છે.

3 thoughts on “માનવ ગરિમા યોજના 2024 ફોર્મ, અરજીપત્રક, ટુલકીટ | Manav Garima Yojana 2024”

Leave a comment