Mini Tractor Sahay Yojana Gujarat | મિનિ ટ્રેક્ટર સહાય યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mini Tractor Sahay Yojana Gujarat : સરકાર દ્વારા ખેત ઉત્પાદન વધે અને ખેડૂતને સાધન ખરીદવા માટે કોઈ નાણાકીય મુશ્કેલી ના પડે તે માટે ખેડૂતને ખેતી વિષયક સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. જેમાં ટ્રેક્ટર દરેક ખેડૂતને ઘણું ઉપયોગી સાધન છે. ખેડૂત પોતાના ઘરનું મિનિ ટ્રેકટર વસાવી શકે તે માટે સરકાર દ્વારા 20 HP Mini Tractor Sahay Yojana Gujarat હેઠળ  ₹ 2.00 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. ખેડૂતને પોતાનું ટ્રેકટર વસાવવા માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી? તથા કઈ રીતે સબસિડી મળશે. તેની વિગતે માહિતી જાણીશું.

Mini Tractor Sahay Yojana Gujarat

Bullet Point of Mini Tractor Sahay Yojana Gujarat

યોજનાનું નામ મિનિ ટ્રેક્ટર સહાય યોજના 2024
યોજના હેઠળ મળનાર લાભ ટ્રોલી સાથેનું મિનિ ટ્રેકટર ખરીદવા માટે ₹ 2.00 લાખ સુધીની સબસિડી અથવા 40% સહાય. બંનેમાંથી જે ઓછું હોય તે
લાભ કોને મળશે ઓઈલપામનું વાવેતર કરતા તમામ ખેડૂતોને લાભ મળશે
અરજી ક્યાં કરવી? I Khedut Portal પર ઓનલાઈન અરજી
અરજી કરવાનો સમયગાળો તા.11/05/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

મિનિ ટ્રેક્ટર સહાય યોજના 2024 વિશે જાણો.

સરકાર દ્વારા તેલીબીયાનું ઉત્પાદન વધે અને ખેડૂતની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા ઓઈલપામનું વાવેતર કરતા તમામ ખેડૂતોને ટ્રોલી સાથે મિનિ ટ્રેક્ટર ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. ટ્રેકટરથી ખેડૂતનું ખેતી કામ ઝડપી થાય છે. ખેડૂતની બીજી જગ્યાએ ભાડે ટ્રેકટર લાવવું પડતું નથી. તેમજ ખેડૂત પોતાનું ટ્રેકટર ભાડે આપીને પણ વધારાની આવક મેળવી શકે છે. સરકાર દ્વારા નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ એટલે કે ખાધ્ય પામ ઓઈલ ઉત્પાદન કાર્યક્રમ હેઠળ સહાય આપવામા આવશે.

Mini Tractor Sahay Yojana Gujarat હેઠળ મળનાર સબસિડી.

ખેડૂતને ટ્રોલી સાથેનું ટ્રેકટર ખરીદવા માટે સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આર્થિક સહાય આપવામાં આવનાર છે. જેમાં ઓઈલપામનું વાવેતર કરતા ખેડૂતને 20 HP સુધીના મિનિ ટ્રેકટર ખરીદવા માટે ₹ 2.00 લાખ સુધીની સબસિડી અથવા ટ્રેકટર ખરીદીના 40% ટકા બંનેમાંથી જે ઓછું હોય તે આર્થિક સહાય કરવામાં આવશે.

સહાય માટે લાભાર્થીની પાત્રતા.

સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહાકાર વિભાગ દ્વારા આ યોજના હેઠળ સહાય મેળવવા માટેની લાભાર્થીની નીચે મુજબની પાત્રતા નક્કી કરવામાં આવી છે.

  • ખેડૂતઓએ Mini Tractor Sahay Yojana Gujarat યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Application Form ભરવાનું રહેશે
  • ગુજરાત રાજ્યના મહિલા ખેડૂતોને અને નાના, સિમાંત તથા SC,ST, અને જનરલ અને અન્ય ખેડૂતોને આ ટ્રેકટર સહાય  યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત પોતાની જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • અરજદાર ખેડૂત ત્રણ વર્ષથી વધુ 5 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરતા હોવા જોઈએ.
  • આ યોજના હેઠળ ખેડૂતને 7 વર્ષમાં એક વખત સહાય મળવાપાત્ર થશે.
  • સહાય મંજુર થયેથી ખેડૂતને અધિકૃત વિક્રેતાઓ પાસથી મિનિ ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.

Mini Tractor Sahay Yojana Gujarat Document | મિનિ ટ્રેક્ટર સહાય યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ

ખેડૂતને ટ્રેકટર સહાય યોજના 2024 હેઠળ સહાય મેળવવા માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. તે માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • અરજદારનું આધારકાર્ડ
  • સરનામાના પુરાવા તરીકે રેશનકાર્ડ
  • 7/12 ના ઉતારા 8-અની નકલ
  • ખેડૂત સહકારી ડેરીના સભ્ય હોય તો તેની વિગત
  • ઓઈલપામનું છેલ્લા ત્રણ વર્ષથી ઉત્પાદન કરતા હોવાનો પુરાવો.
  • દિવ્યાંગ અરજદારના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
  • જાતીનો દાખલો.
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારનું બાંહેધરી પત્ર.
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

વધુ જાણો:- 

જમીન ખરીદવા માટે મળશે ₹ 2 લાખની સહાય. ફોર્મ ,ડોક્યુમેન્ટ અને અરજી પ્રોસેસ

ફળો તથા શાકભાજી માટે  એર કંડીશનર વાહન માટે સબસિડી યોજના

મિનિ ટ્રેકટર સહાય માટે ઓનલાઈન અરજી પ્રોસેસ.

Mini Tractor Sahay Yojana Gujarat હેઠળ સબસિડી મેળવવા માટે ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે માટે નીચે મુજબની પ્રક્રિયા હાથ કરવાની રહેશે.

  • સૌ પ્રથમ અરજદારે ઓનલાઈન Ikhedut Portal goj gov.in ટાઈપ કરીને ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • જેમાંથી વેબસાઈટના હોમ પેજના ‘‘યોજનાઓ’’ લખેલ મેનું પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી ખેડૂતને ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, અને બાગાયતી યોજનાઓ મેનું જોવા મળશે.
  • તેમાંથી બાગાયતી યોજનાઓ પસંદ કરીને ‘‘લણણીના સાધનો મીની ટ્રેક્ટર’’ યોજના પસંદ કરવાની રહેશે. જેની નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું નવું પેજ ઓપન થશે.
Mini Tractor Sahay Yojana Subsidy Gujarat
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
  • જેમાં બધી વિગતો વાંચીને ‘‘અરજી કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આપ ઓનલાઈન અરજી તથા રજીસ્ટ્રેશન માટેની સ્ટેપ બાય સ્ટેપની પ્રોસેસ નીચેની લીંકની મદદથી જાણી શકો છે.

I Khedut Registration તથા Online Application પ્રોસેસ માટે અહિં ક્લિક કરો.

ઓનલાઈન અરજી કર્યા બાદ

  • ઓનલાઈન અરજી કર્યા બાદ નિયમોઅનુસારની ચકાસણી કર્યા બાદ અરજી મંજૂર કરવામાં આવે છે. જેની જાણ લાભાર્થીને કરવામાં આવે છે. અરજી મંજૂર થયા બાદ જ લાભાર્થીએ નિયત કરેલ અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ટ્રોલી સહિતના મિનિ ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.
  • ખરીદી કર્યેથી GST વાળું બીલ તથા અરજી પત્રક બાગાયતી અધિકારીશ્રીની કચેરી ખાતે જમા કર્યેથી જરૂરી ચકાસણી બાદ ખેડૂતના બેંક ખાતામાં સીધી સહાય જમા કરવામાં આવશે.

જાણવા જેવું:- 

ટેકાના ભાવ યોજના 2024 

ખેડૂતને ટેકટર સબસિડી 2024ની માહિતી. 

 Important Links of Mini Tractor Sahay Yojana Gujarat

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

ખેડૂતને 20 HP Mini Tractor Sahay માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ હાલ ચાલુ છે. જેની છેલ્લી તારીખ 11/05/2024 છે. અરજદાર પોતાનું ટ્રેકટર ખરીદી શકે તે માટે સરકાર દ્વારા 2.00 લાખની મર્યાદામાં સબસિડી આપવામાં આવે છે. આપને Mini Tractor Sahay Yojana Gujarat યોજના હેઠળ તે માટે આઈ ખેડૂત પોર્ટલ પર વહેલા તે પહેલા ધોરણે અરજી કરી દેવા સુચન છે.

FAQ

(1) Mini Tractor Sahay Yojana Gujarat હેઠળ ટ્રેક્ટર સબસિડી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

મિનિ ટ્રેક્ટર સહાય યોજના 2024 હેઠળ Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તા.11/05/2024 છે.

(2) ટ્રેકટરની ખરીદી કયારે કરવાની રહેશે?

આ યોજના હેઠળ ઓનલાઈન અરજી બાદ અરજી મંજૂર થયેથી અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ટ્રેક્ટરની ખરીદી  કરવાની રહેશે.

(3) આ યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર થશે.

ઓઈલપામની ખેતી કરતા ખેડૂતને ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રોલી સાથેના ટ્રેકટરની કિંમતના 40% અથવા   ₹ 2.00 લાખ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળશે.

Leave a comment