જમીન ખરીદવા માટે મળશે ₹ 2 લાખની સહાય. ફોર્મ ,ડોક્યુમેન્ટ અને અરજી પ્રોસેસ | Khedut Jamin sahay Yojana Gujarat 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Khedut Jamin sahay Yojana Gujarat 2024 : ગુજરાતના રહેવાસી પોતાના જિલ્લામાં જમીન ખરીદીને ખેતી તથા પશુપાલન જેવો વ્યાવસાય કરી શકે તે માટે સરકાર દ્વારા જમીન ખરીદવા માટે અર્થિક સહાય કરવામાં આવે છે. સરકારની આ યોજના ગુજરાતમાં ખેતરમાં કામ કરતા કામદારો તથા ખેડૂતોને ઘણી ઉપયોગી થશે. જેઓ પોતાની જમીન ખરીદીને પોતે જ જમીનમાલિક બની શકશે. મિત્રો, આજના Khedut Jamin sahay Yojana Gujarat અર્ટિકલમાં ખેડૂતને જમીન ખરીદવા કઈ રીતે સહાય મળશે અને અરજી પ્રક્રિયા વિશે વિગતે માહિતી મેળવીશું.

Khedut Jamin sahay Yojana Gujarat

Bullet Point of Khedut Jamin sahay Yojana Gujarat 2024

યોજનાનું નામ ખેડૂતને જમીન ખરીદવા માટેની સહાય યોજના
યોજના હેઠળ મળવાપાત્ર લાભ જમીન ખરીદવા માટે ₹  2 લાખની સહાય
લાભાર્થીની પાત્રતા અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને
અરજી ક્યાં કરવી? e samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/

ખેડૂતને જમીન ખરીદવા સહાય યોજના વિશે જાણો.

ગુજરાતમાં ઘણા લોકો જમીન વિહોણા છે. જેઓ હાલ ગુજરાન ચલાવવા મજૂરી કરે છે. આવા લોકો પોતાની જમીન ખરીદીને ખેતી તથા પશુપાલનનો વ્યવસાય કરીને રોજગારી મેળવે તે માટે સરકાર દ્વારા ખેડૂતને જમીન ખરીદવા માટે ₹  2 લાખ સુધીની સહાય કરવામાં આવશે. જેમાં ખેડૂતને અરજદાર દીઠ એક એકર જમીન ખરીદાવા માટે ₹  1 લાખ તથા બે એકર જમીન ખરીદવા માટે ₹ 2 લાખની સહાય આપવામાં આવશે.

કોને મળશે જમીન ખરીદવા માટે સહાય

સમાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ હેઠળના નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતને જમીન ખરીદવા માટે સહાય આપવામાં આવશે. જે અરજદાર જમીન ખરીદીની સહાય મળ્યા બાદ જમીન ખરીદવા સક્ષમ હોય તેવા જ અરજદારને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે.

Khedut Jamin sahay Yojana Gujarat માટે જરૂરી ડોક્યુમેન્ટ

ખેડૂતને જમીન ખરીદવા માટે સહાય મેળવવા માટે e Samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટનું લીસ્ટ નીચે મુજબનું છે.

  • અરજદારનું આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • અરજદાર ખેડૂત / ખેતમજૂર છે. તે બાબતનો તલાટી કમ મંત્રીનો દાખલો.
  • બાનાખત અને અરજી ફોર્મ
  • આવકનો દાખલો
  • 7/12 ના ઉતારા અને 8-અની નકલ
  • જમીન વેચવા માટે મહેસુલ ખાતાની મંજૂરી
  • રેશનકાર્ડની નકલ
  • બેંક પાસબુકની કોપી

જમીન ખરીદવા માટે ઓનલાઈન અરજી પ્રક્રીયા

ખેડૂતને જમીન ખરીદવા માટે ઓનલાઈન ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જેની વિગત નીચે મુજબ છે.

  • અરજદારે સૌ પ્રથમ ગુગલ પર e samaj kalyan gov in ટાઈપ કરીને ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • જો આપ આ પોર્ટલ પર પ્રથમ વખત જ અરજી કરતા હોવ તો આપને રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની રહેશે. જેમાં હોમ મેનું પર આવેલ ‘‘Register Yourself’’ બટન પર ક્લિક કરીને નામ, સરનામું, આધાર, મોબાઈલ, જાતિ, જન્મતારીખ વગેરે માંગ્યા મુજબની વિગતો ભરીને ‘‘Register’’ બટન પર ક્લિક કરવાથી રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે આપના મોબાઈલ પર યુઝર આઈ.ડી અને પાસવર્ડ મોકલવામાં આવશે. જેનાથી આપ e samaj Kalyan Portal Login થઈને ઓનલાઈન અરજી કરી શકશે.
  • એકવાર લોગીન થયા પછી આપની નિયામકશ્રી અનુસૂચિત જાતીની કચેરી દ્વારા અમલમાં મુકવામાં આવેલ યોજનાઓનું લીસ્ટ ખુલશે.
Khedut Jamin sahay Yojana Gujarat 2024
Image Credit Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)
  • જેમાંથી ‘‘અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના’’ પસંદ કરવાની રહેશે.
  • ત્યાર બાદ અરજી માટે ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં દર્શાવેલ બધી વિગતો ભરીને, ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી પ્રક્રિયા પુર્ણ કરવાની રહેશે.

આપ અહીં દર્શાવેલ લીંકથી ઓનલાઈન અરજી પ્રક્રીયાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણી શકો છો.

ઓનલાઈન અરજી બાદની પ્રક્રિયા

  • ઓનલાઈન અરજી કર્યા બાદ લાભાર્થીની અરજીની નિયમોનુસાર ચકાસણી થશે. અને યોગ્ય જણાતા આપને જમીન ખરીદવા માટેની સહાય મંજૂર કરવામાં આવશે.
  • જમીન ખરીદી બાદ જરૂરી ડોક્યુમેન્ટ સાથેની અરજી નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ખાતે જમા કરાવવાથી ₹ 2 લાખ સુધીની સહાય આપના ખાતામાં નાંખવામાં આવશે.

વધુ જાણો:-

પીએમ સૂર્યઘર યોજના સોલર પેનલ નંખાવવા મળશે ₹ 2 લાખની લોન

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ સહાય યોજના 2024 મળશે 20,000/- ની સહાય.

ખેડૂતને જમીન ખરીદવા માટે મળશે ₹  2 લાખની સહાય માટેના નિયમો અને શરતો.

  • ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં રહેતા ખેડૂત આ યોજના હેઠળ જમીન ખરીદવા સહાય મેળવી શકશે.
  • અરજદાર ખેડૂત/ખેતમજૂર હોવા જોઈએ.
  • ખેડૂતની વાર્ષિક આવક મર્યાદા ₹ 6 લાખ સુધીની હોવી જોઈએે.
  • સહાય મળ્યા બાદ જે ખેડૂત જમીન ખરીદવા સક્ષમ હશે તેને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે.
  • પરિવારના એક જ સભ્યને આ યોજના હેઠળ લાભ મળશે.
  • સહાય ખરીદાયેલ જમીન 15 વર્ષ સુધી વેચી શકાશે નહી.

જાણવા જેવુ:- 

પ્રધાનમંત્રી વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના 2024

પંડિત દીનદયાળ આવાસ યોજનાનું ફોર્મ, ડોક્યુમેન્ટ, અરજી પ્રોસેસ

Important Links of Khedut Jamin sahay Yojana Gujarat 2024

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી માટે

Click Here

Home Page

Click Here

Conclusion

સરકાર દ્વારા ખેડૂતને જમીન ખરીદવા માટે મદદરૂપ થવા Khedut Jamin sahay Yojana  અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતને જમીન ખરીદવા માટે 1 એકર માટે ₹  1 લાખ અને 2 એકર માટે ₹  2 લાખ સહાય કરવામાં આવે છે. મિત્રો આજના આર્ટિકલમાં જમીન ખરીદવા માટેની અરજી પ્રક્રિયા તથા જરૂરી આપવામાં આવી છે. Khedut Jamin sahay Yojana Gujarat 2024 હેઠળ સહાય મેળવવા માટે કોઈ મુશ્કેલી હોય તો નિયામકશ્રી અનુસૂચિત જાતી કલ્યાણની કચેરી ખાતે સંપર્ક કરવા સૂચન છે.

FAQ

(1) ખેડૂતને જમીન ખરીદવા માટે મળશે ₹  2 લાખની સહાય માટે અરજી ક્યાં કરવાની રહેશે.

Khedut Jamin sahay Yojana Gujarat 2024 હેઠળ જમીન ખરીદવા માટે e Samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

(2) Khedut Jamin sahay Yojana Gujarat 2024 હેઠળ જમીન ખરીદવા કોને સહાય મળશે?

આ યોજના હેઠળ જમીન ખરીદવા માટે અનુસૂચિત જાતિના ખેડૂતને સહાય મળશે.

(3) ખેડૂતની આવક મર્યાદા જણાવો

જમની ખરીદવા માટે ખેડૂતની વાર્ષિક આવક મર્યાદા ₹ 6 લાખથી વધુ ના હોવી જોઈએ.

Leave a comment