કુંવરબાઈનું મામેરું યોજના 2024 | Kuvarbai Nu Mameru Yojana Online Apply

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Kuvarbai Nu Mameru Yojana  2024| કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ | Kuvarbai Nu Mameru Yojana Details In Gujarati | Kuvarbai Nu Mameru Yojana  Online Apply |Kuvarbai Nu Mameru Yojana  Online Form | કુંવરબાઈનું મામેરું યોજના online

Kuvarbai Nu Mameru Yojana Online Apply : સરકાર દ્વારા દિકરીઓના કલ્યાણ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સમાજિક ન્યાય અને અધિકારિત વિભાગ દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે. દીકરીઓને લગ્ન વખતે    ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે સહાય કરતી યોજના એટલે  કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજના હેઠળ દીકરીને લગ્ન વખતે ₹ 12,000/- ની સહાય આપવામાં આવે છે. મિત્રો આજના આર્ટિકલમાં Kuvarbai Nu Mameru Yojana Online Apply કેવી રીતે કરવું? તથા કુંવરબાઈનું મામેરું યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વિગતે મહિતી મેળવીશું.

Kuvarbai Nu Mameru Yojana Online Apply

Contents hide

Bullet Point of Kuvarbai Nu Mameru Yojana Online Apply

યોજનાનું નામ કુંવરબાઈનું મામેરું યોજના 2024
યોજનાનો હેતું કન્યાને લગ્ન પ્રસંગે  નાણાકીય સહાય
લાભાર્થીની પાત્રતા સમાજિક શૈક્ષણિક રીતે પછાત, SC અને ST જ્ઞાતીઓ, તથા આર્થિક રીતે પછાત વર્ગની તમામ કન્યાઓને
આપવામાં આવતી સહાય તા. 01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો કન્યાને લગ્ન સહાય તરીકે ₹ 12,000/- ની સહાય
અરજી ક્યારે કરવાની લગ્નના થયાના બે વર્ષના સમયગાળામાં
ઓનલાઈન અરજી માટેની Official Website https://esamajkalyan.gujarat.gov.in

કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતું

આ યોજના હેઠળ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને તેમજ અર્થિક રીતે પછાત વર્ગોની તમામ  દીકરીઓના લગ્ન પ્રસંગે આર્થિક સહાય આપવાનો મુખ્ય ઉદ્દેશ છે. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કુટુંબની બે દીકરીઓને આ સહાય મળવાપાત્ર થશે. કન્યાને પરિવારને ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે આર્થિક સહાય આપવામાં આવે છે. કન્યાના લગ્ન થયાના બે વર્ષના સમયમર્યાદામાં Kuvarbai Nu Mameru Yojana Online Apply કરવાનું હોય છે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024 હેઠળ મળવાપાત્ર સહાય

ગુજરાત સરકારના સમાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા SEBC, ST, SC તથા અન્ય પછાત વર્ગની કન્યાઓને લગ્ન સહાય તરીકે નીચે મુજબની સહાય મળવાપાત્ર થશે.

  • તા. 01/04/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ ₹ 12,000/- ની સહાય મળવાપાત્ર થશે.
  • કુટુંબમાં બે દીકરીઓની મર્યાદામાં સહાય ચુકવામાં આવશે.

Kuvarbai Nu Mameru Yojana Details In Gujarati | કુંવરબાઈનું મામેરું યોજના

કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લાભાર્થીની સહાય ચુકવવા માટે નીચે મુજબના નિયમો અને શરતો નક્કી કરવામાં આવ્યા છે.

  • લગ્ન સમયે કન્યાની વયમર્યાદા 18 વર્ષની તથા યુવકની ઉંમર વયમર્યાદા 21 વર્ષની હોવી જોઈએ.
  • કુંવરબાઈનું મામેરું યોજના 2024 નો લાભ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, તેમજ અર્થિક રીતે પછાત વર્ગો જે ગુજરાત રાજ્યના મૂળ વસવાટ કરતા હોય તેમને મળવાપાત્ર છે.
  • કુંટંબની કુલ 02 પુખ્ય વયની દીકરીઓના લગ્ન પ્રસંગ સુધી સહાય મળશે.
  • કન્યાના લગ્ન થયે 02 વર્ષની સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • જો દીકરીના લગ્ન સમાજના સમુહ લગ્નમાં કરવામાં આવે છે તો કન્યાને સાત ફેરા સમુલ લગ્ન યોજના સાથે સાથે કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ પણ સહાય મળવાપાત્ર થશે.

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ

E Samaj Kalyan Portal પર Kuvarbai Nu Mameru Yojana  Online Apply કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરુરિયાત રહેશે.

  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર.
  • અરજદાર કન્યાનું આધારકાર્ડ
  • કન્યાનો જન્મ તારીખનો આધાર તરીકે LC અથવા જન્મ પ્રમાણપત્ર
  • કન્યાનો જાતિનો દાખલો (ચીફ ઓફિસરશ્રી અથવા મામલતદારશ્રી તથા ગ્રામ પંચાયતના તલાટી પાસેથી મેળવેલ હોવો જોઈએ)
  • કન્યા સાથે લગ્ન કરનાર યુવકનો ઉંમરનો પુરાવો તથા જાતિનો દાખલો
  • અરજદાર કન્યાના પિતા/વાલીનું આધારકાર્ડની નકલ
  • રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ, લાઈસન્સ, ચુંટણી કાર્ડ, લાઈટબીલ, પૈકી કોઈપણ એક)
  • કન્યાના પિતા/ વાલીનો વાર્ષિક આવકનો દાખલાની નકલ.
  • કન્યાના બેંક ખાતાની વિગત.
  • જો પિતાનું અવસાન થયેલ હોય તો પિતાના મરણનું પ્રમાણપત્ર.
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામુ તથા બાંહેધરી પત્રક સામેલ રાખવાનું રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024 માટે  આવક મર્યાદા

  • આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે તમામ વર્ગો માટે વાર્ષિક આવક મર્યાદા ₹ 6,00,000/- ( છ લાખ રૂપિયા) છે.
  • ઓનલાઈન અરજી સંદર્ભે કન્યાના પરિવારનો આવકનો દાખલો રજુ કરવાનો રહેશે.

વધુ જાણો:- 

મહિલાઓ માટ ₹ 2 લાખ સુધીની લોન સાથે ₹ 30,000/- સુધીની સબસિડી યોજના 

નમો શ્રી યોજના 2024 હેઠળ ડિલેવરી માટે મળશે ₹ 12000

How to Kuvarbai Nu Mameru Yojana  Online Apply  | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

 મિત્રો , કુંવરબાઈનું મામેરું યોજનામાં સહાય મેળવવા માટે e Samaj Kalyan Portal   પર કન્યાના લગ્ન બાદ 02 વર્ષની સમયમર્યાદામાં  ઓનલાઈન અરજી કરવાની રહે છે. અહિં ઓનલાઈન અરજી માટે સ્ટેપ બાય સ્ટેપ મહિતી મેળવીશું, જેથી આપ ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકશો.

Step-1 Kuvarbai Nu Mameru Yojana Online Apply Login

  • અરજદારે સૈા પ્રથમ ગુગલ પર esamajkalyan gujarat gov in ટાઈપ કરવાનું રહેશે. જેથી ઓનલાઈન અરજી કરવા માટે ઓફિસિલય વેબસાઈટ ખુલશે.
  • જેમાંથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ સૌ પ્રથમ જમણી બાજુના ખુણા પર ‘‘Select Language’’ પરથી ગુજરાતી ભાષા પસંદ કરવાની રહેશે. જેથી વેબસાઈટ પરની તમામ મહિતી ગુજરાતી ભાષામાં જ મળી રહે.
Kuvarbai Nu Mameru Yojana Details
Image Credit Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in)

Step-2 eSamaj Kalyan Registration

  • જો અરજદાર દ્વારા e Samaj Kalyan Portal પર  પહેલા ક્યારેય રજીસ્ટ્રેશન ના કરાવ્યુ હોય તો, સૌ પ્રથમ રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની રહેશે.
  • વેબસાઈટના Home Menu પર આવેલા ‘‘જાતે નોંધણી કરો’બટન પર ક્લિક કરવાથી આગળ રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે. જેમાં દર્શાવેલ તમામ વિગતો કાળજીપુર્વક ભરીને ‘‘Register’’ પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી આપના મોબાઈલ પર User Id અને Password મોકલવામાં આવશે.
  • મળેલ આઈ.ડી પાસવર્ડથી ઈ સમાજ કરલ્યાણ પોર્ટલ પર લોગીન કરવાનું રહેશે.
Kuvarbai Nu Mameru Yojana Online Form
Image Credit Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in)

Step-3 Kuvarbai Nu Mameru Yojana Online Form

  • લોગીન થયા બાદ લાભાર્થીને પોતાની જ્ઞાતિ મુજબની યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાંથી Kuvarbai Nu Mameru Yojana પસંદ કરી કરવાની રહેશે.
  • જેથી Kuvarbai Nu Mameru Yojana Online Apply ફોર્મ ખુલશે. ફોર્મમાં માંગ્યા મુજબની માહિતી ભરાબર ચકાસણી કરીને માહિતી ભરવાની રહેશે.
  • માહિતી ભરાયા બાદ SAVE AND NEXT પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આગળ નવું પેજ ઓપન થશે, જેમાં ભરેલ માહિતી ચકાસણી કરીને આગળ SAVE AND NEXT પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આગળના પેજમાં માંગ્યા મુજબના અસલ ડોક્યુમેન્ટની pdf અપલોડ કરવાની રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ વિગતોની ચકાસણી કરીને Application Confirm કરવાની રહેશે.
  • જેથી આપને અરજી નંબર આપવામાં આવશે. અરજી નંબરથી કરેલ ઓનલાઈન અરજીની પ્રિન્ટ લઈ રાખવાની રહેશે.

Kuvarbai Nu Mameru Yojana Payment Status

 અરજદાર દ્વારા Kuvarbai Nu Mameru Yojana Online Apply કર્યા બાદ જરૂરી ચકાસણી કરીને સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

  • ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન અરજીના સ્ટે્ટસની ચકાસણી કરવા માટે વેબસાઈટના હોમ પેજ પર આવેલા “Your Application Status” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ઓપન થશે. જેમાં અરજદારનો અરજી નંબર અને જન્મ તારીખ નાંખીને ‘‘Check Status’’ પર ક્લિક કરવાથી અરજીની સ્થિતિની ચકાસણી કરી શકાશે.
Kuvarbai Nu Mameru Yojana Status
Image Credit Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in)

કુંવરબાઈનું મામેરું યોજના 2024 સંપર્ક નંબર

કુંવરબાઈનું મામેરું યોજનામાં ઓનલાઈન  અરજી ક્યા બાદ આપને સહાય મળતી નથી. તો આપે આપની અરજીનું ઓનલાઈન સ્ટેટ્સ ઉપર મુજબની રીતે ચકાસી લેવું.ત્યાર બાદ સહાય જમા ના થવાના કિસ્સામાં આપના જિલ્લાની ‘‘ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી’’ ની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.

જાણવા જવું:- 

મહિલાઓને ડીલેવરી માટે ₹ 37,500 ની સહાય યોજના.

ઈલેકટ્રિક ટુ વ્હિલર માટે ₹ 12,000/- પ્રતિ વાહન સબસિડી યોજના

Important Link Kuvarbai Nu Mameru Yojana Online Apply

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

ઓનલાઈન અરજીના સ્ટેટ્સની ચકાસણી માટે

Click Here

Home Page

Click Here

Conclusion

કુંવરબાઈનું મામેરું યોજના 2024 માં પાત્રતા ધરાવતી કન્યાઓને લગ્ન બાદ ₹ 12,000/- ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ બક્ષીપંચ, SC, ST તથા અન્ય પછાત વર્ગેને પણ સહાય મળવાપાત્ર છે. જેમાં કન્યાના લગ્ન થયાને 02 વર્ષમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે. મિત્રો આજના આર્ટિકલ Kuvarbai Nu Mameru Yojana Online Apply માં ઓનલાઈન ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કેવી રીતે અરજી કરવી? તેની વિગતે માહિતી આપવામાં આવેલ છે. આપને સહાય જમા થવાના કિસ્સામાં આપના જીલ્લાના સમાજ કલ્યાણ અધિકારીશ્રી ની કચેરી ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે?

કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ  નવા સુધારેલ નિયમ  મુજબ ₹ 12,000/- ની સહાય મળવાપાત્ર છે.

(2) Kuvarbai Nu Mameru Yojana Online Apply  ક્યાં કરવાનું રહે છે?

કુંવરબાઈનું મામેરું યોજનામાં લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈ અરજી કરવાની રહે છે.

(3) આ યોજના હેઠળ અરજદારની આવક મર્યાદા કેટલી છે?

કુંવરબાઈનું મામેરું યોજનામાં સહાય મેળવવા માટે કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો માન્ય રાખવામાં આવે છે.  આ યોજના હેઠળ આવક મર્યાદા  ₹ 6,00,000/- ની છે.

(4) Kuvarbai Nu Mameru Yojana  હેઠળ કુટુંબમાં કેટલી કન્યાને લાભ મળવાપાત્ર થશે?

કુટુંબમાં કુલ 02 પુખ્ત વયની કન્યાઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.

Leave a comment