My Ration Card Ration Details | જાણો તમારા રેશનકાર્ડમાં કેટલું રાશન મળે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

My Ration Card Ration Details

My Ration Card Ration Details : મિત્રો, હાલ તહેવારના દિવસોમાં તમામ પરીવારોને વધુ રેશન મળવાપાત્ર થશે. જેમાં ઘણા પરીવારોને બજાર કિંમત કરતા ઘણી સસ્તી કિંમતે અનાજ મળશે. સાથે-સાથે કોઠોળ, તેલ તથા ખાંડ જેવી વસ્તુઓ પણ બજારભાવ કરતા ઘણી ઓછી કિંમતે મળશે. હાલ તહેવારોની સિઝન આવી રહી છે. તેમાં લાભાર્થીને વધારાનો રાશનનો જથ્થો પણ મળશે. મિત્રો આજના આર્ટિકલ My Ration Card Ration Details માં લાભાર્થીઓને વધુ અનાજ મફત તેમજ સસ્તી કિંમતે મળવાપાત્ર જથ્થાની વિગતો મેળવીશું.

Bullet Point of My Ration Card Ration Details

આર્ટિકલનો વિષય રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થાની વિગત.
લાભાર્થી દરેક રેશનકાર્ડ ધરાવતા લાભાર્થી
રેશનકાર્ડ લાભાર્થીઓ N.F.S.A, BPL અને અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને
તહેવારના દિવસોમાં મળવાપાત્ર રાશન ચાણા, તુવેરદાળ, ખાંડ, તેલ, ઘઉં, અને ચોખા
રાશન ક્યાંથી મળશે આપની નજીકની રેશનની દુકાનેથી
હેલ્પલાઈન નંબર 18002335500

મળવાપાત્ર રાશનની વિગતો

મિત્રો, રાજ્યમાં જુદી-જુદી કેટેગરીના લોકોને જુદા-જુદા પ્રકારના રેશનકાર્ડ ફાળવવામાં આવ્યા છે. જેમાં N.F.S.A, BPL અને અંત્યોદય રેશન કાર્ડ નો સમાવેશ થાય છે. જેમાં દર મહિને ઘઉં તથા ચોખાનો જથ્થો વિનામુલ્યે આપવામાં આવે છે. સાથે-સાથે નક્કી કરેલ રાશનમાં ચણા, તુવેરદાળ, સિંગતેલ, અને ખાંડ પણ આપવામાં આવે છે

રેશનકાર્ડમાં કુટુંબદીઠ વિનામુલ્યે  મળવાપાત્ર રાશનની વિગત.

જુદી-જુદી કેટેગરીના રેશનકાર્ડમાં જુદા-જુદા પ્રમાણમાં રાશન મળતું હોય છે. જેમાં જેની નીચેના કોઠામાં વિગતો આપેલ છે.

ક્રમ અનાજ રેશનકાર્ડની કેટેગરી મળવાપાત્ર જથ્થો
1 ઘઉં અંત્યોદય કાર્ડ ધરાવતા કુટુંબો માટે કાર્ડ દીઠ 15 કિ.ગ્રા
અગ્રતા ધરાવતા કુટુંબો વ્યક્તિ દીઠ 2 કિ.ગ્રા
2 ચોખા અંત્યોદય કાર્ડ ધરાવતા કુટુંબો માટે કાર્ડ દીઠ 20 કિ.ગ્રા
અગ્રતા ધરાવતા કુટુંબો વ્યક્તિ દીઠ 3 કિ.ગ્રા
3 બાજરી અંત્યોદય કાર્ડ ધરાવતા કુટુંબો માટે કાર્ડ દીઠ 5 કિ.ગ્રા
અગ્રતા ધરાવતા કુટુંબો વ્યક્તિ દીઠ 1 કિ.ગ્રા

રાહત દરે મળવાપાત્ર રાશનની વિગત.

ક્રમ ચીજ વસ્તુ રેશનકાર્ડની કેટેગરી મળવાપાત્ર જથ્થો કિંમત
1 ચણા N.F.S.A કુટુંબો કાર્ડ દીઠ 1 કિ.ગ્રા ₹ 30
2 તુવેરદાળ N.F.S.A કુટુંબો કાર્ડ દીઠ 1 કિ.ગ્રા ₹ 50
3 ખાંડ અંત્યોદય કુટુંબો 3 વ્યક્તિ સુધી 1 કિ.ગ્રા ₹  15
બીપીએલ કુટુંબો વ્યક્તિ દીઠ 0.350 કિ.ગ્રા ₹  22
4 મીઠું N.F.S.A કુટુંબો કાર્ડ દીઠ 1 કિ.ગ્રા ₹  1

તહેવારના દિવસોમાં મળતું વધારાનું રાશન.

ક્રમ ચીજ વસ્તુ રેશનકાર્ડની કેટેગરી મળવાપાત્ર જથ્થો કિંમત
1 સિગતેલ N.F.S.A કુટુંબો કાર્ડ દીઠ 1 લીટરનું પાઉચ ₹  100
2 ખાંડ અંત્યોદય કુટુંબો કાર્ડ દીઠ 1 કિ.ગ્રા ₹  15
બીપીએલ કુટુંબો કાર્ડ દીઠ 1 કિ.ગ્રા ₹  22

Ration Card Helpline Number

મિત્રો, સરકાર દ્વારા વખતો-વખત તહેવાર તથા અન્ય દિવસે વધારાનો તથા રેગ્યુલર રાશનનો જથ્થો આપવામાં આવતો હોય છે. જેમાં આપના કાર્ડ પર કેટલું રાશન મળવાપાત્ર થાય છે. તેની વિગતો તમે હેલ્પલાઈન નંબર 1800 233 5500 કોલ કરી શકો છો. અથવા અન્ય હેલ્પલાઈન નંબર 1967 તથા 14445 પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો.

My Ration Card Ration Details Gujarat
Image Credit Government Official Add

વધુ જાણો:

રેશનકાર્ડમાં e-KYC કરાવો અને મેેેેળવો રેગ્યુલર રાશનનો જથ્થો. 

પીએમ આવાસ યોજના 2.0 ની જાહેરાત કરાઈ. જાણો શું મળશે?  

Important Links of My Ration Card Ration Details

ઓફિસિલય વેબસાઇટ

Click Here

ઓનલાઈન રેશનકાર્ડની જથ્થો જાણવા માટે.

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, સરકાર દ્વારા કુટુંબની આવકને ધ્યાને રાખીને જુદી-જુદી કેટેગરીના રેશનકાર્ડ આપવામાં આવે છે. જેમાં રેશનકાર્ડ પ્રમાણે દર મહિને મળવાપાત્ર રાશનનો જથ્થો નિયત થયેલો હોય છે. આગામી સમયમાં આવનારા વિવિધ તહેવારોને ધ્યાને રાખીને ઘણા જ રાહત દરે બજાર કિંમત કરતા ઓછી કિંમતે ગુણવત્તાવાળો અનાજનો જથ્થો આપવામાં આવે છે. આજના આ My Ration Card Ration Details આર્ટીકલમાં આપના રેશનકાર્ડને અનુરૂપ કેટલો રાશનનો જથ્થો મળે છે. તેની વિગતો આપવામાં આવી છે. રાશનના જથ્થો મળવામાં આપને કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબર 18002335500 પર સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) રેશનકાર્ડ ધારકને કેટલો રેશનનો જથ્થો મળશે? તેની My Ration Card Ration Details ક્યાંથી મળશે?

લાભાર્થીને My Ration App દ્વારા અને ઓનલાઈન ઓફિસિલય વેબસાઈટ દ્વારા મળવાપાત્ર રાશનના જથ્થા વિશે જાણી શકાય છે.

(2) તહેવારના દિવસોમાં વધારાનો કેટલો જથ્થો મળવાપાત્ર છે?

તહેવારોના દિવસોમાં રેશનકાર્ડ દીઠ સિંગતેલ તથા ખાંડ બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે મળવાપાત્ર છે.

(3) રેશનકાર્ડ બંધ થવાના કિસ્સામાં અથવા રાશન ન મળવાના કિસ્સામાં કોનો સંપર્ક કરવો?

રાશન બંધ થવાના કિસ્સામાં લાભાર્થીએ તાલુકા મામલતદારશ્રીની કચેરીના પુરવઠા શાખાનો સંપર્ક કરવાનો રહેશે.

Leave a comment