Pm Awas Yojana Urban 2.0 Gujarat Apply Online : મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ જે નાગરીકો પોતાનું ઘર નથી. તેઓ પોતાનું ઘરનું ઘર મેળવી શકશે. કેન્દ્રિય કેબિનેટ દ્વારા 9 ઓગષ્ટ 2024 ના રોજ Pm Awas Yojana Urban 2.0 ને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અરજદારની આવકના અધારે EWS/LIG /MIG કેટેગરીના આવાસો ઘણી ઓછી કિમતે તૈયાર કરી આપવામાં આવશે. જે લોકો પાસે પોતાનું ઘર નથી તેઓને Pm Awas Yojana Urban 2.0 Gujarat Apply Online કેવી રીતે કરવું? તથા આ યોજનામાં કેટેગરી વાઈઝ લાભાર્થીઓની પાત્રતા વિશે વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Pm Awas Yojana Urban 2.0 Gujarat Apply
યોજનાનું નામ | પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 |
યોજનાની જાહેરાત | કેન્દ્રિય કેબિનેટ દ્વારા 9 ઓગષ્ટ 2024 ના રોજ |
કોને લાભ મળશે? | શહેરી વિસ્તારમાં વસતા જે લોકોને પોતાનું મકાન નથી તેવા નાગરીકોને. |
કેવા પ્રકારના આવસ મળશે? | EWS/LIG /MIG કેટેગરીના આવાસો. |
અરજી કેવી રીતે કરવી? | જાહેરાત થયેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
ઓફિસિલય વેબસાઈટ | https://pmay-urban.gov.in/ |
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 વિશે જાણો.
જે લોકોને પોતાનું મકાન નથી અથવા મધ્યમ વર્ગના પરીવારો જે મકાન લેવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ માટે આ લેખ ઉપયોગી થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ સરકાર દ્વારા અરજદારની આવક મર્યાદાને ધ્યાને રાખીને અલગ-અલગ કેટેગરીના કુલ ૩ કરોડ જેટલા મકાનો બનવવામાં આવનાર છે. જેમાથી 2 કરોડ મકાન ગ્રામિણ વિસ્તારમાં અને 1 કોરડ ઘરો શહેરી વિસ્તારમાં તૈયાર કરવામાં આવશે. જેમાં અગાઉના વર્ષોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વડોદરા અને પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ જેવી યોજનાઓની જાહેરાત કરવામાં આવેલી છે.
Pradhanmantri awas yojana Gujarat Beneficiary
- ભારતના નાગરિક હોવા જોઈએ.
- અરજદારને પોતાનું બીજે ક્યાંય મકાન ન હોવું જોઈએ.
- અરજદારે માન્ય આવકનો દાખલો રજુ કરવાનો રહેશે.
વધુ જાણો:-
પ્રધાનમંત્રી આવાસ યોજના ગાંધીનગર, ગુડા આવાસ યોજના.
પ્રધાનમંત્રી આવાસ યોજનાની ડીઝાઈન અને કારપેેટ અરિયાની વિગતો જાણો.
Pm Awas Yojana Urban 2.0 કેટેગરી વાઈઝ મકાનની વિગતો.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજદારની જરૂરિયાત તથા આવકના ધોરણને ધ્યાને લઈને જુદી-જુદી કેટેગરીના મકાન બનાવવામાં આવનાર છે. જેની જાહેરાત થયેથી Pm Awas Yojana Urban 2.0 Gujarat Apply Online દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આવાસની કેટેગરી નીચે મુજબની છે.
મકાનની કેટેગરી | આવક મર્યાદા |
E.W.S 1 અને E.W.S 11 | ₹ 3,00,000/- સુધી |
L.I.G | ₹ 3,00,000/- થી ₹ 6,00,000/- સુધી |
M.I.G 1 | ₹ 6,00,000/- થી ₹ 12,00,000/-સુધી |
M.I.G 2 | ₹ 12,00,000/- થી ₹ 18,00,000/- |
Pm Awas Yojana Urban 2.0 Gujarat Apply Online
સમયાંતરે જુદી-જુદી મહાનગર પાલીકાઓ દ્વારા તથા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા Pm Awas Yojana Online Form ભરવાની જાહેરાત થતી હોય છે. જેમાં કઈ કેટેગરીના કેટલા મકાનો બનાવવામાં આવશે તથા આવક મર્યાદા અને કયા વિસ્તારમાં મકાન બનાવાવમાં આવશે? તેની વિગતવા માહિતી આપવામાં આવે છે. આવી માહિતી મેળવવા તથા જાહેરાતની વિગતો માટે અમારી વેબસાઈટ જોતા રહેવા વિનંતી છે.
Important Link of Pm Awas Yojana Urban 2.0 Gujarat Apply
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિશે જાણો. | |
ઓફિસિલય વેબસાઈટ | |
Home Page |
Conclusion
મિત્રો, તાજેતરમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 મંજૂરી આપવામાં આવી છે. જેનો લાભ મધ્યમવર્ગના પરીવારો તથા જે નાગરીકોને પોતાનું મકાન નથી તેઓને પોતાનું ઘર મળશે. આ યોજનાનો લાભ લેવા માટે જાહેરાત થયેથી ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. દરેક શહેરી વિસ્તાર માટે મહાનગર પાલીકા દ્વારા અલગ-અલગ જાહેરાત આપવામાં આવે છે. જેમાં કેટેગરી વાઈઝ આવસોની વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. કોઈપણ મહાનગરપાલીકા તે નગરપાલીકા દ્વારા જાહેરાત થયેથી અમારી વેબસાઈટ પર મુકવામાં આવશે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
(1) પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ની શરૂઆત ક્યાર્થી કરવામાં આવી?
Pm Awas Yojana Urban 2.0 ની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા તા.09/08/2024 ના રોજ જાહેરાત કરવામાં આવી.
(2) Pm Awas Yojana Urban 2.0 Gujarat Apply ક્યાંથી કરવાનું રહેશે?
જ્યારે મહાનગર પાલીકા કે શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જે-તે જિલ્લા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવે ત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થશે.
(3) પીએમ આવાસ યોજનામાં મકાનની કિંમત કેટલી હોય છે?
પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીની આવકને ધ્યાને રાખીને EWS/LIG /MIG કેટેગરીના આવાસો તૈયાર કરવામાં આવે છે. જેમાં જાહેરાત સમયે મકાનની કિંમત પણ દર્શાવવામાં આવે છે.