પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર યોજના 2024| PM Kisan Samriddhi Kendra Yojana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PMKSK | Pradhan Mantri Kisan Samriddhi Kendra Apply Online | Pradhan Mantri Kisan Samriddhi Kendra Yojana | PM Kisan Samriddhi Kendra Registration

PM kisan samriddhi kendra Yojana : ખેડૂતને સરળતાથી ખેતીવાડીના સાધનો, બિયારણ તથા ખેતીવાડીને લગતું બાંધકામ માટેના લાગત ખર્ચ માટે સબસિડી આપતી ઘણી યોજનાઓ અમલામાં મુકાયેલ છે. ખેડૂતને ખેતી વિષયક સાધનોની માહિતી તથા રાહતના દરે ખાતર તથા  દવાઓ મળી રહે તે માટે વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર શરૂ કરવાની યોજના શરૂ કરવામાં આવી છે. જ્યાંથી ખેડૂતને રાહત દરે ખાતર, દવાઓ તથા ખેતી વિષયક સાધનો સરળતાથી પણ મળી રહેશે. મિત્રો, PM kisan samriddhi kendra  કેવી રીતે શરૂ કરવું? અરજી ક્યાં કરવી? વગેરે વિશે આજના આ આર્ટિકલમાં વિગતે માહિતી મેળવીશું.

PM kisan samriddhi kendra Yojana

Bullet Point of PM kisan samriddhi kendra Yojana

યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર યોજના
આ કેન્દ્ર કોણ શરૂ કરી શકે? 18 વર્ષથી ઉપરના કોઈપણ ભારતીય નાગરિક
યોજનાનો લાભ ખેડૂતને ખાતર, દવાઓ તથા સાધનો સરળતાથી મળી રહેશે અને યુવાનોને રોજગારી મળશે.
કિસાન સમુદ્ધિ કેન્દ્ર શરૂ કરવા અરજી ક્યાં કરવી? જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી કે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો સંપર્ક કરવાનો રહેશે.

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર યોજના 2024 વિશે જાણો.

ખેડૂતોને રાહત દરે રાસાયણીક ખાતર, દવાઓ તથા સાધનો મળી રહે તે  માટે આખા ભારત દેશમાં ૩ લાખથી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો ખોલવાનું આયોજન છે. 18 વર્ષથી ઉપરના કોઈપણ ભારતીય નાગરિક PM kisan samriddhi kendra Yojana હેઠળ કિસાન કેન્દ્ર શરૂ કરી શકે છે. જેનાથી રાહત દરે ખાતર, સસ્તી દવાઓ અને સાધનો સરળતાથી મેળવી શકાશે. ‘‘એક રાષ્ટ એક ખાતર’’ યોજના હેઠળ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવામાં આવે છે.  જેનાથી યુવાનોમાં રોજગારી તકો પણ વધશે.

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર કોણ શરૂ કરી શકશે?

  • પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર શરૂ કરવા માટે ભારતીય નાગરિક હોવા જરૂરી છે.
  • 18 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ કિસાન કેન્દ્ર શરૂ કરી શકશે.
  • વ્યક્તિ પાસે પોતાની કે ભાડેથી દુકાન હોવી જોઈએ.
  • વ્યક્તિ પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જરૂરી છે.

PM kisan samriddhi kendra Yojana નું મહત્વ

‘‘એક રાષ્ટ એક ખાતર’’ યોજના હેઠળ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરાશે. જેનાથી ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા ક્ષેત્રે PM kisan samriddhi kendra શરૂ કરી શકાશે. કિસાન કેન્દ્ર શરૂ કરનાર યુવાનને રોજગારીનો તકો મળશે. કેન્દ્રમાં માટી, બિયારણ અને ખાતરના પરિક્ષણ માટેની સુવિધા વિકસાવી શકાશે. ખેડૂતને એક જ જગ્યાએથી તમામ ખેતી વિષયક વસ્તુઓ ખરીદી શકાશે. પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતેથી ખેડૂતને પોતાની જમીનની અનુરૂપ પાક તથા કૃષિને લગની વિવિધ યોજનાઓની માહિતી પણ મળી રહેશે.

વધુ જાણો:- 

સૂર્યશક્તિ કિસાન યોજના 2024 ખેડૂતને મફત વીજળી

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024 જાહેર, તમારા ગામની વિગતો તપાસો 

PMKSK Documents | પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર  ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

PM kisan samriddhi kendra Yojana માફરતે કિસાન કેન્દ્ર શરૂ કરવા   માટે અરજદાર વ્યક્તિને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • અરજદારનું આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • આવકનું પ્રમાણપત્ર
  • ભાડે કે પોતાની દુકાનનો પુરાવો
  • સરનામાનો પુરાવો
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માંગવામાં આવે તે ડોક્યુમેન્ટ.

જાણવા જેવું:- 

ખેડૂતને કોલ્ડ સ્ટોરેજ બનાવવા મળશે 50% સુધીની સહાય. 

મધ્યમવર્ગીય પરીવારો માટે હોમ લોન સબસિડી 2024

How to Pradhan Mantri Kisan Samriddhi Kendra Apply? | અરજી ક્યાં કરવી?

  • પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર શરૂ કરવા માટે આપના જિલ્લાના ખેતીવાડી કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે તથા કેન્દ્ર શરૂ કરવા માટેની વધુ જાણકારી માટે આપ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો સંપર્ક કરી શકાશે.
  • જયાં આપને કૃષિ સલાહકારને મળવાનું રહેશે.
  • જ્યાંથી આપને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર શરૂ કરવા માટેનું ફોર્મ આપવામાં આવશે.
  • અરજી ફોર્મની જરૂરી વિગતો ભરીને,
  • જરૂરી ડોક્યુમેન્ટ સાથે એટેચ કરીને પરત આપવાનું રહેશે.
  • અરજી ફોર્મની જરૂરી ચકાસણી થયા બાદ અરજદાર વ્યક્તિને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે.

PM kisan samriddhi kendra Yojana Gujarat

Important Links of PM kisan samriddhi kendra Yojana

ભારત સરકારની ઓફિસિલય વેબસાઈટ

Click Here

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વેબસાઈટ

Click Here

Home Page

Click Here

Conclusion

ખેડૂતને સસ્તાદરે ખાતર, રાહત દરે જંતુનાશક દવાઓ તથા સરળતાથી ખેતી વિષયક આધુનિક જ્ઞાન મળી રહે તે માટે 3 લાખ જેટલા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખોલવામાં આવનાર છે. જેનાથી યુવાનોમાં રોજગારીની તકો પણ વધશે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતી વિષયક સાધનો ખરીદવા સાધન સહાય સબસિડી પણ આપવામાં આવે છે.   મિત્રો આજના આર્ટિકલમાં PM kisan samriddhi kendra Yojana વિશે વિગતે માહિતી આપવામાં આવી છે. આ યોજનાની વધુ માહિતી કે આપને કોઈ પ્રશ્ન હોય તો જિલ્લા પંચાયત ખાતે આવેલ ખેતીવાડીની કચેરી ખાતે રૂબરૂ મુલાકાત કરવા સુચન છે.

FAQ

(1) PMKSK કેન્દ્ર કોણ શરૂ કરી શકશે?

18 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર શરૂ કરી શકશે.

(2) પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતેથી શું મળશે?

PM kisan samriddhi kendra  ખાતેથી ખેડૂત માટે રાહત દરે ખાતર, જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનો મળી રહેશે.

(3) PM kisan samriddhi kendra Yojana શરૂ કરવા માટે અરજી ક્યાં કરવાની?

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર શરૂ કરવા માટે આપના જિલ્લાના ખેતીવાડી કચેરીની ખાતે તથા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના માર્ગદર્શન હેઠળ અરજી કરવાની રહેશે.

Leave a comment