રેશનકાર્ડ માટે ઘરેબેઠા મોબાઈલથી કેવાસી પ્રોસેસ કરો | My Ration Gujarat eKyc Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

My Ration Gujarat eKyc Online : મિત્રો, આપ જાણો છો કે સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજના હેઠળ મધ્યમવર્ગના પરીવારો માટે ઘઉં તથા ચોખા મફત આપવામાં આવે છે. લાભાર્થીઓને નિયત રાશનનો જથ્થો સમયસર મળતો રહે તે માટે લાભાર્થીઓની હયાતીની ખરાઈ કરવી જરૂરી છે. લાભાર્થી ઘરે બેઠા જ પોતાની હયાતીની ખરાઈ કરી શકે તે માટે જેથી સરકાર દ્વારા મોબાઈલ દ્વારા My Ration Gujarat eKyc Online પ્રોસેસ શરૂ કરેલ છે. આજના આર્ટિકલમાં લાભાર્થીએ રેશનકાર્ડ માટે કેવાયસી પ્રોસેસ કેવી રીતે કરવી? તેની વિગતવાર માહિતી મેળવીશું.

My Ration Gujarat eKyc Online

Bullet Point of My Ration Gujarat eKyc Online

આર્ટિકલનો વિષય રેશનકાર્ડ માટેની કેવાસી પ્રોસેસ
કોને કરવાનું રહેશે eKyc જે નાગરીક રેશનકાર્ડ દ્વારા રાશન મેળવે છે તેઓએ
ઈ કેવાયસી શેના દ્વારા થશે My Ration Mobail Application મારફતે
કોણ હયાતીની ખરાઈ કરી શકશે? લાભાર્થી જાતે જ પોતાના મોબાઈલ દ્વારા રેશનકાર્ડ માટે કેવાયસી કરી શકશે.

રેશનકાર્ડ કેવાયસી પ્રોસેસ

હાલ નાગરીકોને ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ’’  74 લાખ જેટલા નાગરીક પરીવારોને દર મહિને સરકાર દ્વારા મફત ઘઉં તથા ચોખા આપવામાં આવે છે. નાગરીકોને સમયસર પોતાના રાશનનો જથ્થો નિયમિત મળતો રહે તે માટે હયાતીની ખરાઈ કરવી જરૂરી છે. હાલ સરકાર દ્વારા હયાતીની ખરાઈ માટે MY Ration Gujarat એપ્લીકેશન શરૂ કરેલી છે. જેના દ્વારા નાગરીક જાતે જ ઘરે બેઠા પોતાની હયાતીની ખરાઈ કરી શકે છે. જેની વિગતો આગળ જાણીશું.

My Ration Gujarat Login

મિત્રો, રાશનકાર્ડ માટે હાયતીની ખરાઈ માટે સૌ પ્રથમ વ્યક્તિ પાસે મોબાઈલ હોવો જરૂરી છે.

  • સૌ પ્રથમ Google Play Store માંથી MY Ration Gujarat Mobail Application Download કરવાની રહેશે.
  • ત્યાર બાદ સૌ પ્રથમ રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની રહેશે. જેમાં લાભાર્થીએ મોબાઈલમાં પુરું નામ તથા ત્યાર બાદ મોબાઈલ નંબર નાંખવાનો રહેશે.
  • હવે મોબાઈલ પર આવેલ OTP નાંખવાનો રહેશે અને વેરીફાઈ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આપનો રેશનકાર્ડ નંબર નાંખવાનો રહેશે અને દર્શાવેલ કોડ નાંખવાનો રહેશે. જેથી આપનું રજીસ્ટ્રેશન થઈ જશે.

My Ration Gujarat  eKyc Online

  • ઉપરની પ્રોસેસથી આપના રેશનકાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે જયારે પ્રથમ વખત My Ration Mobail App માં લોગીન કરશો ત્યારે રેશનકાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર નાંખવાનો રહેશે. ત્યારબાદ Get OTP પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી મોબાઈલ પર આવેલ OTP નાંખવાનો રહેશે. જેથી માય રાશન મોબાઈલ એપના બધા મેનું ખુલી જશે. જેમાંથી ‘‘Aadhar e-KYC’’ મેનું પસંદ કરવાનું રહેશે.
My Ration Gujarat eKyc
Image Credit Official MY Ration application
  • ત્યાર બાદ આગળ નવું પેજ ખુલશે. જેમાં Download AadharfaceRd App ડાઉનલોડ કરવાની લીંક આપેલી હશે. જેના ક્લિક કરીને ફેસ રીડર એપ ડાઉનલોડ કરી લેવાની રહેશે. છેલ્લે નીચે આપેલ બોક્સમાં ટીક કરીને Get Details પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આગળના પેજમાં રેશનકાર્ડ નંબર બતાવશે. જેમાં બાજુ પર દર્શાવેલ કોડ નાંખીને Get Details પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી આપના રેશન કાર્ડમાં જે નામ હશે તે બધાની વિગતો દેખાશે.તેમાંથી જે વ્યક્તિનું ઈ-કેવાયસી કરવાનું હોય તે પસંદ કરવાનુ રહેશે.
  • હવે આધાર સાથે લીંક મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. જે નાંખવાથી AadharfaceRd App ચાલુ થઈ જશે. અને આપનો ચહેરો કેમેરા સામે રાખવાનો રહેશે. જેથી આપનો ફોટો સેવ થઈ જશે.
  • આગળની પ્રોસેસમાં Details Sent કરવાનું લીલા રંગનું બટન પર ક્લિક કરવાનું રહેશે. જેથી આ ફોટો સાથેની માહિતી આપના તાલુકા મામલતદારશ્રીની કચેરીને ઓનલાઈન મળી જશે.
  • કચેરી દ્વારા આ માહિતી વેરીફાઈ કરીને My Ration Gujarat eKyc Online પ્રોસેસ પુરી કરશે.

વધુ જાણો:- 

વિધવા સહાય યોજનામાં હયાતીની ખરાઈની પ્રોસેસ જાણો. 

પીએમ કિસાન યોજના માટે ઓનલાઈન KYC ની પ્રોસેસ જાણો.  

Important Links of My Ration Gujarat eKyc Online

My Ration ની ઓફિસિલય વેબસાઈટ

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, લાભાર્થીઓને સમયસર પોતાના રાશનનો જથ્થો મળી રહે તે માટે My Ration Gujarat eKyc Online કરાવવું જરૂરી છે. જેનાથી લાભાર્થીના હયાતીની ખાતરી થાય છે. લાભાર્થીએ Ration card KYC કરાવવા માટે મામલતદારશ્રીની કચેરીએ જવું ના પડે તે માટે ઓનલાઈન જાતે જ MY Ration App દ્વારા કેવાયસીની પ્રોસેસ કરી શકો છો.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) Ration card KYCની શું પ્રોસેસ હોય છે?

લાભાર્થી મોબાઈલથી My Ration Gujarat એપના માધ્યમથી ઓનલાઈન ઘરેબેઠા Ration card KYCની પ્રોસેસ કરી શકે છે.

(2) My Ration Gujarat eKyc Online કોઈ સમસ્યા આવે તે શું કરવુ?

ઓનલાઈન કેવાયસી કરતાં કોઈ સમસ્યા આવે તો ફરી બે-ત્રણ વાર પ્રયત્ન કરવો. છેવટે કંઇ નિરાકરણ ના આવે તો મામલતદારશ્રીની પુરવઠાશાખાનો સંપર્ક કરવો.

(3) શું રેશનકાર્ડમાં બધાના સભ્યોના નામ હોય તેઓનું Ration card kyc કરવું જરૂરી છે?

હા, બધા સભ્યોનું હયાતીની ખરાઈ કરવી હિતાવહ છે.

Leave a comment