પંડિત દીનદયાળ આવાસ યોજનાનું ફોર્મ, ડોક્યુમેન્ટ, અરજી પ્રોસેસ | Pandit Dindayal Awas Yojana 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pandit Dindayal Awas Yojana 2024 : મિત્રો, ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર મકાન બનાવવા માટે દરેક નાગરીકને સારી એવી મુડીની જરૂર પડતી હોય છે. જે લોકોને ગામમાં કે શહેરમાં પોતાનો પ્લોટ છે તેવા લોકોને પંડિત દીનદયાળ આવાસ યોજના 2024 હેઠળ મકાન બનાવવા માટે ₹  1,20,000/- ની આર્થિક સહાય કરવામાં આવે છે. જેના કારણે મકાન બનાવવા માટે થોડી મદદ મળી રહે છે. મિત્રો, આજના લેખમાં Pandit Dindayal Awas Yojana 2024 હેઠળ સહાય મેળવવા માટે અરજી ક્યાં કરવી, ફોર્મ, ડોક્યુમેન્ટ અને લાભાર્થીની પાત્રતા વિશે વિગતે માહિતી મેળવીશું.

Pandit Dindayal Awas Yojana 2024

Bullet Point of Pandit Dindayal Awas Yojana 2024

યોજનાનું નામ પંડિત દીનદયાળ આવાસ યોજના 2024
આ યોજના ક્યા વિભાગ દ્વારા અમલમાં છે. નિયામકશ્રી વિકાસતી જાતિ કલ્યાણ વિભાગ
યોજના હેઠળ મળનાર લાભ મકાન બનાવવા માટે ત્રણ હપ્તામાં ₹  1,20,000/- ની આર્થિક સહાય
લાભાર્થીની પાત્રતા S.E.B.C, E.W.S અને વિચરતી વિમુક્તિ જાતિના લોકો
અરજી ક્યાં કરવી? ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓફિસિલય વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/

પંડિત દીનદયાળ આવાસ યોજના 2024 વિશે જાણો.

સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના કે શહેરી વિસ્તારના નાગરિક હોય તેઓને પોતાનું મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. જે લોકો પાસે પોતાનો પ્લોટ છે અથવા જર્જરિત મકાન જે રહેવા લાયક ના હોય તે માટે Pandit Dindayal Awas Yojana 2024 હેઠળ મકાન બનાવવા માટે ત્રણ હપ્તામાં ₹  1,20,000/-ની સહાય આપવામાં આવે છે. જેમાં શૈચાલય બનાવવા માટે અલગથી વધારાની સહાય આપવામાં આવે છે.

પંડિત દીનદયાળ આવાસ યોજનાનો લાભ કોને મળશે?

રાજ્યની બધી જ જ્ઞાતીના પછાત વર્ગના લોકોને મકાન બનાવવા સહાય મળી રહે તે માટે અલગ-અલગ યોજનાઓ રૂપે સહાય આપવામાં આવે છે. અનુસુચિત જાતિના નાગરિકોને ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ લાભ આપવમામાં આવે છે. Pandit Dindayal Awas Yojana હેઠળ નીચે મુજબની જ્ઞાતીના અરજદારોને લાભ મળવાપાત્ર થશે.

 • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના લાકો
 • આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો
 • વિચરતી વિમુક્તિ જાતીના લોકોને ઓનલાઈન અરજી કરી શકશે.

પંડિત દીનદયાળ આવાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | Pandit Dindayal Awas Yojana Document

આ યોજના હેઠળ લાભ લેવા માટ E Samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

 • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ લાઈટ બિલ/ ડ્રાઈવિંગ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક
 • અરજદારની જાતિ કે પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો આપવાની જરૂર નથી.)
 • અરજદારનું સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ C  (અરજદાર શિક્ષિત હોય તો)
 • અરજદારનો તાજેતરનો આવાકનો દાખલો
 • Pandit Dindayal Awas Yojana Form Pdf
 • પ્લોટની માલિકીનો આધાર /પ્લોટનો દસ્તાવેજ
 • મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે /સિટી તલાટી ક્મ મંત્રી / દ્વારા આપવાનું પ્રમાણપત્ર
 • મકાન બાંધકામ માટેની રજા ચિઠ્ઠી
 • પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ
 • BPLનો દાખલો
 • વિધવા અરજદારના કિસ્સામાં પતિના અવસાનનો દાખલો
 • જે જમીન કે પ્લોટ પર બાંધકામ કરવાનું કે તે જમીન કે પ્લોટની ચતુર્દિશા દર્શાવતા નકશાની કોપી (તલાટીની સહી વાળી)
 • બેંક ખાતાની વિગત
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો

Pandit Dindayal Awas Yojana 2024 હેઠળ મળવાપાત્ર સહાય

પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ લાભાર્થીને ત્રણ હપ્તામાં કુલ ₹  1,20,000/-ની સહાય ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

મકાનનું બાંધકામ સહાયની રકમ
સહાય મંજૂર થયાના હુકમ સાથે ₹ 40,000/- પ્રથમ હપ્તો
લિન્ટર લેવલે પહોંચ્યા બાદ ₹ 60,000/- બીજો હપ્તો
શૈચાલય સહીત બાંધકામ પુરું થયા બાદ ₹ 20,000/- બીજો હપ્તો
કુલ ₹ 1,20,000/-

આ ઉપરાંત શૈચાલય બનાવવા માટે ₹  12,000/- તથા મનરેગા યોજના હેઠળ ₹  16,920/- વધારાની સહાય મળવાપાત્ર થાય છે. શૈચાલય બનાવવા તથા મનરેગા યોજના હેઠળ વધારાનો લાભ ગ્રામ પંચાયત મારફતે તાલુકા પંચાયતમાંથી મેળવવાનો રહેશે.

Pandit Dindayal Awas Yojana Online Applicaion

પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજદારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની થાય છે. જેની સંપુર્ણ વિગતો નીચે મુજબ છે.

 • અરજદારે સૌ પ્રથમ ગુગલ પર gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે. જેથી ઈ સમાજ કલ્યાણની ઓફિસિલય વેબસાઈટ ખુલશે.
 • સૌ પ્રથમ જમણી બાજુ ખુણા પર આવેલા Select Language બટન પરથી ગુજરાતી ભાષા પસંદ કરવાની રહેશે. જેથી વેબસાઈટની તમામ વિગતો ગુજરાતી ભાષામાં ખુલશે.
 • જો આ પોર્ટલ પર પ્રથમ વખત જ અરજી કરતા હોવ તો અરજદાર તરીકે રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની રહેશે. આપ ‘‘રજીસ્ટ્રેુશન પ્રોસેસ’’ ની લિંકથી ઈ સમાજ કલ્યાણ રજીસ્ટ્રેશનની સંપુર્ણ પ્રોસેસ જાણી શકશો.
 • રજીસ્ટ્રેશન કર્યા બાદ અરજદારે યુઝર આઈ.ડી અને પાસવર્ડ આપવામાં આવે છે. જેનાથી e Samaj Kalyan Portal Login કરવાનું હોય છે.
Pandit Dindayal Awas Yojana
Image Credit Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)
 • લોગીન કર્યા બાદ ‘‘નિયામક વિકસતી જાતિ’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • જેથી આગળ નવા પેજમાં નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની યોજનાઓનું લીસ્ટ ખુલશે.
Pandit Dindayal Awas Yojana list
Image Credit Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)
 • જેમાંથી ‘‘પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના’’ પસંદ કરવાની રહેશે.
 • જેથી ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે. જેમાં દર્શાવેલ નામ, સરનામું, બેંકન વિગતો, આધારની વિગતો, તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી Submit કરવાની રહેશે.
 • Application Confirm કર્યા બાદ આપને અરજી નંબર આપવામાં આવશે. અને ત્યાથી અરજીની પ્રિન્ટ કાઢી લઈ રાખવાની રહેશે.

વધુ જાણો:- 

પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના લિસ્ટ 2024

શ્રમયોગી હોમ લોન સબસિડી 2024 હોમ લોન વ્યાજ સહાય

ઓનલાઈન અરજી બાદની પ્રોસેસ

ઓલલાઈન અરજી કર્યા બાદ નિયામકશ્રી વિકસતી જાતિ દ્વારા જરૂરી ચકાસણી કર્યેથી અરજી નિયમોનુસાર મંજૂર કરવામાં આવે છે. Pandit Dindayal Awas Yojana 2024 હેઠળ અરજી મંજૂર થયાની જાણ લાભાર્થીને કરવામાં આવશે. સહાય મંજૂરીના હૂકમ સાથે  ₹ 40,000/- પ્રથમ હપ્તો લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

Pandit Dindayal Awas Yojana 2024 માટેના નિમયો અને શરતો

 • આ યોજના હેઠળ E.B.C, E.W.S અને વિચરતી વિમુક્તિ જાતિના લોકો ફોર્મ ભરી શકશે.
 • ફક્ત E Samaj Kalyan Portal પર ભરેલ ઓનલાઈન ફોર્મ જ માન્ય રાખવામાં આવશે.
 • કુટુંબની વાર્ષિક આવક ₹ 6 લાખથી વધુ હશે તેવા અરજદારોને આ યોજનાનો લાભ મળશે નહી.
 • અરજદારના કુટુંબનો કોઈપણ સભ્ય શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં પોતાનું પાકું મકાન ધરાવતા ના હોવા જોઈએ.
 • ગ્રામ્ય વિસ્તાર ₹ 7,00,000/- થી વધુ નહી અને શહેરી વિસ્તારમાં ₹ 10,00,000/- થી વધુ નહી તેવી રીતે મકાન બાંધકામ માટે ખર્ચ કરવાનો રહેશે.

જાણવા જેવું:- 

EWS પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024ની ડિઝાઈન, કારપેટ એરિયાનું માપ, વિસ્તાર વિશે જાણો.

Important Links of Pandit Dindayal Awas Yojana 2024

E samaj Kalyana Official Website

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, સરકાર દ્વારા નાગરિકોને પોતાનું મકાન બનાવવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે. જેનાથી વિવિધ જ્ઞાતિના લોકોને આર્થિક સહાય આપવામાં આવે છે.તેવી રીતે જ રીતે Pandit Dindayal Awas Yojana 2024 હેઠળ સમાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અન્ય પછાત વર્ગે, તથા વિચરતી વિમુક્ત જાતિના લોકોને કુલ ₹ 1,20,000/- ની સીધી બેંક ખાતામાં સહાય જમા કરવામાં આવે છે. આપની પાસે પ્લોટ કે જર્જિત મકાન હોય તો સહાય મેળવવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા સુચન છે.

FAQ

(1) પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ મકાન બનાવવા કેટલી સહાય મળશે?

Pandit Dindayal Awas Yojana 2024 હેઠળ લાભાર્થીને ત્રણ હપ્તામાં કુલ- ₹ 1,20,000/-  સહાય નિયામકશ્રી વિકાસતી જાતિ કલ્યાણ વિભાગ તથા શૈચાલય બનાવવા માટે ₹  12,000/- તથા મનરેગા યોજના હેઠળ ₹  16,920/- વધારાની સહાય ગ્રામ પંચાયત મારફતે મળવાપાત્ર થાય છે

(2) Pandit Dindayal Awas Yojana 2024 માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની?

આ યોજના હેઠળ e samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

(3) મકાન બાંધકામ પુર્ણ કરવાની સમયમર્યાદા કેટલી હોય છે?

Pandit Dindayal Awas Yojana 2024  હેઠળ સહાય મળ્યેથી કુલ-2 વર્ષની સમયમર્યાદામાં મકાનનું બાંધકામ પુર્ણ કરવાનું રહેશે.

Leave a comment