Namo Laxmi Yojana Online Registration : ગુજરાતના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાનો અભ્યાસ પુર્ણ કરીને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાના અભ્યાસક્રમ માટે સરકાર દ્વારા સહાય આપતી યોજના એટલે નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025ના સત્રથી અમલમાં મુકવામાં આવી છે. જેમાં ધોરણ-9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ ₹ 50,000/- ની સ્કોલરશીપ આપવામાં આવશે.
મિત્રો હાલ વર્ષ 2025 માટે ધોરણ-9 ની વિદ્યાર્થીનીઓ માટે Namo Laxmi Yojana Online Registration ની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આજના આર્ટિકલમાં નમો લક્ષ્મી યોજના 2024 રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની વિગતે માહિતી આપવામાં આવી છે. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of Namo Laxmi Yojana Online Registration
આર્ટિકલનો વિષય | નમો લક્ષ્મી યોજના 2024 રજિસ્ટ્રેશન |
કોણ રજીસ્ટ્રેશન કરી શકશે? | ધોરણ-9 માં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીનીઓને |
યોજના હેઠળ મળનાર લાભ | ધોરણ-9 થી 12માં અભ્યાસ માટે કુલ ₹50,000/-ની સહાય |
ઓનલાઈન રજિસ્ટ્રેશન ક્યાંથી કરવું? | જે શાળામાં ધોરણ-9માં પ્રવેશ મેળવ્યો હોય તે શાળાના માધ્યમથી. |
ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયા તારીખ | તા.27/05/2024 |
Namo Laxmi Yojana 2024 | નમો લક્ષ્મી યોજના 2024 નો હેતું.
પ્રાથમિક શિક્ષણ બાદ દીકરીઓ ધોરણ-9 માં પ્રવેશ મેળવી માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક કક્ષાનું શિક્ષણ મેળવે તથા દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાતની સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ-8 નો અભ્યાસ પુર્ણ કરીને ધોરણ-9 માં પ્રવેશ મેળવે ત્યારે વિદ્યાર્થીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્મિકના અભ્યાસ માટે કુલ- ₹50,000/-ની સહાય કરવામાં આવે છે. જે માટે વિદ્યાર્થીને Namo Laxmi Yojana Online Registration ની પ્રોસેસ પુર્ણ કરવાની રહેશે.
નમો લક્ષ્મી યોજના 2024 રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીની પાત્રતા.
સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને Namo Laxmi Yojana Online Registration માટે નીચે મુજબની લાયકાત નક્કી કરવામાં આવી છે.
- ગુજરાત રાજ્યની સરકારી અથવા ગ્રાંટેડ શાળામાં ધોરણ-8 પુર્ણ કરીને ધોરણ-9 માં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનીઓને.
- RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવનાર ધોરણ-1 થી 8 નો અભ્યાસક્રમ પુરો કરીને ધોરણ-9 માં પ્રવેશ મેળવે તેને સહાય મળવાપાત્ર થશે.
- આ સિવાય ખાનગી શાળામાં ધોરણ-9 પ્રવેશ મેળવનાર જે વિદ્યાર્થીની ના વાલીની આવક ₹. 6 લાખથી ઓછી હોય તેવી તમામ વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજના 2024 રજિસ્ટ્રેશન કરી શકાશે.
નમો લક્ષ્મી યોજના 2024 સ્કોલરશીપ.
વર્ષ 2024 ના શૈક્ષણિક સત્રથી ધોરણ-9ના ગુજરાતની તમામ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા વર્ષ 2024-25 માં કુલ ₹ 1250 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.
- સરકારી, અનુદાનિત કે ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નમો લક્ષ્મી યોજના સ્કોલરશીપ રૂપે સહાય આપવામાં આવશે. જેની વિગતો નીચે મુજબની છે.
ક્રમ | ધોરણ | મળનાર સ્કોલરશીપ | શરતો |
1 | ધોરણ-9 | ₹ 10,000/- ની રકમ | હાજરીના આધારે દર મહિને ₹500*10 = 5000/- બાકીના 50% ધોરણ-10ની પરીક્ષા પાસ કર્યા બાદ વિદ્યાર્થીની માતાના ખાતામાં ચુકવાશે. |
2 | ધોરણ-10 | ₹ 10,000/- /- ની રકમ | |
3 | ધોરણ-11 | ₹ 15,000/-/- ની રકમ | હાજરીના આધારે દર મહિને ₹750*10 = 7500/- બાકીના 50% ધોરણ-12ની પરીક્ષા પાસ કર્યા બાદ વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં ચુકવાશે. |
4 | ધોરણ-12 | ₹ 15,000/-/- ની રકમ | |
કુલ | ₹ 50,000/- |
Namo Laxmi Yojana Documents
Namo Laxmi Yojana Online Registration માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.
- વિદ્યાર્થીના અધાર કાર્ડની નકલ આગળ અને પાછળની કોપી.
- વિદ્યાર્થીના માતાની આધારકાર્ડની નકલ આગળ અને પાછળ કોપી.
- વિદ્યાર્થીના માતાની નેશનલ બેંક ખાતાની પાસબુકની નકલ.
- માતા હયાત ના હોય તો વિદ્યાર્થીના બેંક ખાતાની નકલ.
- કુટુંબની વાર્ષિક આવકનો દાખલો 6 લાખની માર્યાદા.
- માતાનું જન્મ પ્રમાણપત્ર.
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો.
Namo Laxmi Yojana Online Registration | નમો લક્ષ્મી યોજના 2024 રજિસ્ટ્રેશન
નમો લક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થીઓને લાભ આપવા માટે તા.27/05/2024 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તે માટે વિદ્યાર્થીઓને સમયમર્યાદામાં ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટ સાથે પોતાની શાળાની સંપર્ક કરવાનો રહેશે. જેથી સમયમર્યાદામાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા થઈ શકે.
Namo Lakshmi Yojana Official Website | નમો લક્ષ્મી યોજના વેબસાઈટ
મિત્રો, આપને જણાવીએ હાલ નમો લક્ષ્મી યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ફક્ત શાળામાંથી ઓફિસિલય ચેટબોટ વેબસાઈટ પરથી જ કાર્યરત છે. જેમાં શાળાનો કોડ જેવી વિગતોનાંખવાની હોવાથી હાલ વિદ્યાર્થી કે વાલી જાતે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. સ્કોલરશીપ માટે સહાય મેળવવા માટે હાલ શાળામાંથી જ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જેથી સત્વરે આપની શાળાનો સંપર્ક કરવાનો રહેશે.
વધુ જાણો:–
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 વિશે જાણો.
જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ ધોરણ-6 થી 12ના વિદ્યાર્થીને મળશે દર 25,000/-
How To Apply Namo Laxmi Yojana Gujarat | નમો લક્ષ્મી યોજના ફોર્મ
નમો લક્ષ્મી યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રીયા તા. 27/05/2024 થી શરૂ થઈ ગઈ છે. નમો લક્ષ્મી યોજના ફોર્મ ફક્ત વિદ્યાર્થીએ જે શાળામાં પ્રવેશ મેળવ્યો હોય તે જ શાળામાંથી ભરી શકાશે. એટલે વિદ્યાર્થીએ શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરીને Namo Laxmi Yojana Online Registration કરાવવાનું રહેશે.
Namo Laxmi Yojana Gujarat Online Apply Last Date
વિદ્યાર્થી મિત્રો, હાલ નમો લક્ષ્મી યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ શાળાના માધ્યમથી જ ભરાય છે. હાલ શાળાઓમાં વેકેશન ચાલતું હોવાથી Namo Laxmi Yojana Gujarat Online Apply Last Date જાહેર કરવામાં આવી નથી. પણ દરેક વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ આપવાનો હોવાથી વિદ્યાર્થીએ દર્શાવેલ ડોક્યુમેન્ટ લઈને શાળાના મુખ્ય શિક્ષકશ્રીનો સંપર્ક કરવો.
Namo Laxmi Yojana Gujarat Form Pdf | નમો લક્ષ્મી યોજના pdf
આ યોજના હેઠળ ઓફલાઈન કોઈ જ ફોર્મ ભરાતા નથી. ફક્ત ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જેથી નમો લક્ષ્મી યોજના pdf ની ઓફિસિલય નકલ ક્યાંય ઉપલબ્ધ થશે નહી. જે માટે વિદ્યાર્થીએ શાળામાં રૂબરૂ જાઈને ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ કરવાની રહેશે.
જાણવા જેેેેેવું:-
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના સ્કોલરશીપ વિશે જાણો.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2024
Important Links of Namo Laxmi Yojana Online Registration
ગુજરાત શૈક્ષણિક બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ | |
નમો લક્ષ્મી યોજનાની વિગતો | |
Home Page |
Conclusion
વિદ્યાર્થી મિત્રો, આપ જેની આતુરતાથી રાહ જોતા હતા તે નમો લક્ષ્મી યોજના 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આપે ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટ સાથે ધોરણ-9 માં જે શાળામાં પ્રવેશ લીધો હોય તે શાળાનો સંપર્ક કરવાનો છે. જેથી Namo Laxmi Yojana Online Registration સમયમર્યાદામાં થઈ શકે. આ યોજના હેઠળ વિદ્યાર્થીને ધોરણ-9 થી 12માં અભ્યાસ માટે કુલ ₹50,000/-ની સહાય મળનાર હોય વિદ્યાર્થીને મફત શિક્ષણ સાથે સારી એવી મદદરૂપ બનશે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
(1) શું વિદ્યાર્થીને અન્ય સ્કોલરશીપ મળતી હોય તો Namo Laxmi Yojana નો લાભ મળશે?
હા, જો વિદ્યાર્થીને અન્ય યોજના હેઠળ સ્કોલરશીપ મળતી હશે તો પણ આ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ તો મળશે.
(2) Namo Laxmi Yojana Online Registration ક્યાંથી થઈ શકે?
આ યોજના હેઠળ હાલ શાળામાંથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ છે. જેથી વિદ્યાર્થીઓ ધોરણ-9 માં પ્રવેશ મેળવ્યો હોય તે શાળાનો સંપર્ક કરવાનો રહેશે.
(3) નમો લક્ષ્મી યોજના 2024 માટે કોણ ફોર્મ ભરી શકશે?
આ યોજના હેઠળ જે વિદ્યાર્થીનીઓ ધોરણ-8 પાસ કરીને ધોરણ-9 માં પ્રવેશ મેળવે છે. તેઓ નમો લક્ષ્મી યોજના ફોર્મ ભરી શકશે.