મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2024 | Mukhyamantri Gyansetu Merit Scholarship

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mukhyamantri Gyansetu Merit Scholarship 2024 : ગુજરાત સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે આમૂલ ફેરફારો કરીને, પ્રાથમિક તથા માધ્યમિક કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ સાથે સ્કોલરશીપ મળે તેવી ઘણી યોજનાઓ અમલમાં છે. સરકાર દ્વારા જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, તથા મોડેલ સ્કુલો પણ શરૂ કરવામાં આવી છે. જેમાં વિનામુલ્યે શિક્ષણ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ આર્થિક સહાય પણ કરવામાં આવે છે. જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ કુલ-30,000 જેટલા વિદ્યાર્થીને પસંદ કરીને ધોરણ-6 થી ધોરણ-12 માટે દર વર્ષે ₹ 25,000/- સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલમાં આ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તથા યોજનાના ધારા-ધોરણો વિશે વિગતે મહિતી મેળવીશું. તો આ આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી છે.

Mukhyamantri Gyansetu Merit Scholarship

Contents hide

Bullet Point of Mukhyamantri Gyansetu Merit Scholarship 2024

યોજનાનું નામ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
યોજના હેઠળ મળતા લાભ ધોરણ-6 થી 12 વિદ્યાર્થીઓને વાર્ષિક ₹ 25,000/- સુધીની સ્કોલરશીપ
કોણ અરજી કરી શકશે ધોરણ-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
અરજી ક્યાં કરવી? www.sebexam.org  પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો

તા.29/01/2024 થી 09/02/2024

પરીક્ષા તારીખ

તા.30/03/2024

Help Line Number

(079) 232 48461

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના વિશે જાણો.

રાજ્યની સરકારી કે અનુદાનીત કે સ્વ નિર્ભર શાળાઓમાં ધોરણ-1 થી 5 સુધી અભ્યાસ કરી, હાલ ધોરણ-5 નો અભ્યાસ કરતા  હોય તેવા વિદ્યાર્થીઓને આગળ ધોરણ-6 થી 12 સુધીના અભ્યાસ માટે Mukhyamantri Gyansetu Merit Scholarship દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી ધોરણ-6 થી ધોરણ-12 સુધીનું શિક્ષણ મેળવી શકે તે  માટે સરકારી કે સ્વ નિર્ભર શાળામાં પ્રવેશ માટે પણ નિયમોનુસાર છુટછાટ આપવામાં આવે છે.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો હેતું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મુકવમાં આવેલ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના હેતું નીચે મુજબ છે.

 • આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં આર્થિક રીતે મદદરૂપ થવું.
 • ધોરણ-5 બાદ દર વર્ષે કુલ- 30,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે આ યોજના હેઠળ લાભ આપવો.
 • 50% કન્યા વિદ્યાર્થીનીઓની પસંદગી કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું.

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ કોને મળશે? | Mukhyamantri Gyansetu Merit Scholarship

 જે વિદ્યાર્થીઓ સરકારી,અનુદાનિત તથા સ્વનિર્ભર શાળામાં ધોરણ-5 સુધી અભ્યાસ કરીને, ધોરણ-6 થી 12 સુધી સરકારી શાળાઓ કે સ્વ નિર્ભર શાળાઓ અભ્યાસ કરી શકે તે માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મુકાયેલ છે. જે માટે વિદ્યાર્થીની પાત્રતા નિચે મુજબની છે.

 • વિદ્યાર્થી સરકારી કે અનુદાનીત કે સ્વ નિર્ભર શાળામાં ધોરણ-1 થી 5 સુધી અભ્યાસ કરેલ હોવો જોઈએ.
 • ધોરણ-5 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ આગળના ધોરણ માટે લાભ મેળવી શકશે.
 • વિદ્યાર્થીઓની પસંદગી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે, જેમાં દર વર્ષે કુલ 30000 વિદ્યાર્થીઓની પસંદગી થશે.
 • CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) પાસ કર્યા બાદ જરૂરી ખરાઈ કરીને વિદ્યાર્થીના વાલી કે વિદ્યાર્થીના ખાતામાં સ્કોલરશીપ જમા કરવામાં આવશે.
 • સહાય માટે લાયક ઠરેલ વિદ્યાર્થીની દરેક સત્રમાં 80% હાજરી ફરજીયાત હોવી જોઈએ.

Mukhyamantri Gyansetu Merit Scholarship હેઠળ મળતી સહાય.

જે વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવશે તેવા વિધાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ 6 થી ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે.

ક્રમ

અભ્યાસનું ધોરણ

મળવાપત્ર વાર્ષિક સ્કોલરશીપ.

1

ધોરણ-6  ₹ 20,000/-
2 ધોરણ-7

₹ 20,000/-

3

ધોરણ-8 ₹ 20,000/-
4 ધોરણ-9

₹ 22,000/-

5

ધોરણ-10 ₹ 22,000/-
6 ધોરણ-11

₹ 25,000/-

7

ધોરણ-12

₹ 25,000/-

જે વિધાર્થીઓ સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવીને ધોરણ 6 થી 12 નો અભ્યાસ આ શાળાઓમાં મફત અભ્યાસ ઉપરાંત  નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.

 • ધોરણ 6 થી 8 નો અભ્યાસ કરવા માટે દર વર્ષે ₹ 5,000/-
 • ધોરણ 9 થી 10 નો અભ્યાસ કરવા માટે દર વર્ષે ₹ 6,000/-
 • ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે દર વર્ષે ₹ 7,000/-

વધુ જાણો:- 

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 , કુલ ₹ 90,000/-સુધીની સ્કોલરશીપ.

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024 જાહેર થયુ.

Mukhyamantri Gyan setu Merit Scholarship માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા.

 • હાલ ધોરણ-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ લેવા માટે CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) ની પરીક્ષા પાસ કરવાની રહેશે.
 • પરીક્ષા પાસ કર્યા બાદ જરૂરી ખરાઈ કરીને કુલ-30,000/- જેટલા વિદ્યાર્થીઓને ધોરણ-6થી ધોરણ-12 સુધી Mukhyamantri Gyansetu Merit Scholarship યોજનાનો લાભ આપવામાં આવશે.
 • આ ટેસ્ટમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, તથા મોડેલ સ્કુલોમાં ધોરણ-6 માં પ્રવેશ મેળવી શકશે.
 • આખરી યાદી તૈયાર કરતી વખતે સરકારશ્રીના નિયમોમુજબ અનુસૂચિત જનજાતિ તથા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે.
 • Mukhyamantri Gyansetu Merit Scholarship Yojana માં દરેક કેટેગરીમાં 50% વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરવામાં આવશે.

CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2024 કસોટીનું મળખું.

Mukhyamantri Gyansetu Merit Scholarship માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CAT)  બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question- MCQ Based)  રહેશે.

 • કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નું પ્રશ્નપત્ર 120 માર્કસનું તથા સમય 150 મિનિટનો રહેશે.
 • કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
 • કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ-5 ના અભ્યાસક્રમ પર રહેશે.
 • જેમાં, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નોનો સમાવેશ થશે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CAT) માં નીચે મુજબના વિષય પ્રમાણે માર્કસ રહેશે.

ક્રમ

વિષય પ્રશ્નો

ગુણ

1

ગણિત સજ્જતા 30 30
2 તાર્કિક ક્ષમતા કસોટી 30

30

3

ગુજરાતી 20 20
4 અંગ્રેજી-હિન્દી 20

20

5

પર્યાવરણ 20 20
કુલ 120

120

Mukhyamantri Gyansetu Merit Scholarship Yojana Online Apply | જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે અરજી

Mukhyamantri Gyansetu Merit Scholarship માટે વિદ્યાર્થીએ ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની હોય છે. અહીં દર્શાવેલ માહિતીથી જાતે જ ઓનલાઈન અરજી કરી શકાશે.

સ્વનિર્ભર (ખાનગી)શાળાઓના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે

 • સૌ પ્રથમ ગુગલ પર sebexam.org ટાઈપ કરીને ઓફિસીયલ વેબસાઈટ પર જવું.
 • ત્યાર બાદ  નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ ” ફોર્મ ભરવા માટે અહિંં ક્લિક કરો “ બટન પર ક્લિક કરવું.
Mukhyamantri Gyansetu Merit Scholarship Form
Image Credit Government Official Website ( www.sebexam.org )
 • હવે Apply Now પર Click કરવાનું રહેશે. જેથી ઓનલાઈન અરજી ફોર્મેટમાં પ્રથમ Aadhaar Dayas UID (C.T.S. Child I.D.) નાખ્યા બાદ Submit આપવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ચકાસીને ભરવાની રહેશે.
Mukhyamantri Gyansetu Merit Scholarship login
Image Credit Government Official Website ( www.sebexam.org )
 • આગળના સ્ટેપમાં વિગતો ચકાસી નીચે આપેલ બાંહેધરી પર ટીક કર્યા બાદ સબમીટ અને કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ Application Save કરી એપ્લીકેશની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

નોંધ- સરકારી તથા અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ માટે શાળામાંથી ઓનલાઈન અરજીની પ્રક્રિયા કરવાની રહેશે.

જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજનાના નિયમો અને શરતો.

 • આ યોજનાના લાભ માટે ફક્ત પ્રવેશ પરીક્ષા માટે તા.29/01/2024 થી તા.09/02/2024 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઇન અરજી જ માન્ય રહેશે.
 • ટેસ્ટના મેરીટ મુજબ જ બાળકોને શાળામાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપનો લાભ આપવામાં આવશે.
 • ઓનલાઈન ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
 • અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online માધ્યમથી ભરવાનું રહેશે. નામ, અટક, જાતિ (કેટેગરી ) જન્મ તારીખ, કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી શકાશે નહી.
 • વિદ્યાર્થીને બસ પાસની સુવિધા આપવામાં આવશે.
 • Mukhyamantri Gyansetu Merit Scholarship Yojana માટે સત્રમાં 80% હાજરી ફરજિયાત રહેશે.
 • ધોરણ-6 થી 12 ના અભ્યાસ દરમ્યાન કોઈ ધોરણમાં નાપાસ થાય કે શાળા છોડી દે છે તો વિદ્યાર્થીને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહી.

Mukhyamantri Gyansetu Scholarship 2024 Exam Date | મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા તારીખ

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ-5 પછી ધોરણ-12 સુધી એટલે કે 7 (સાત) વર્ષ સુુુધી સ્કોલરશીપ રૂપેે આર્થિક સહાય આપવાનું આયોજના છે. આ સહાય મેળવવા માટે ધોરણ-5 ના વિદ્યાર્થીએ ફક્ત એકવાર પરીક્ષા આપવાની રહે છે.

વર્ષ 2025 ની પરીક્ષાની તા. 30/03/2024 ના રોજ જાહેર કરવામાં આવી છે

જાણવા જેવું:- 

ખેલ મહાકુંભ 2024 સ્પર્ધાઓનું ટાઈમટેબલ

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 ધોરણ-9 થી 12 સુધી કુલ 48,000/- સ્કોલરશીપ. 

Important Links of Mukhyamantri Gyan setu Merit Scholarship

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા

Click Here

Home Page

Click Here

Conclusion

ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવારોના વિદ્યાર્થીઓ જે પોતાનો આગળ અભ્યાસ કરી શકે તે માટે Mukhyamantri Gyansetu Merit Scholarship યોજના વર્ષ 2023 અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીને ધોરણ-6 થી 12 ના અભ્યાસ દરમ્યાન કુલ ₹ 1,50,000/-જેટલી સહાય કરવામાં આવે છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે  તા.29/01/2024 થી શરૂ થયેલ છે.મિત્રો, આજના લેખમાં જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના હેઠળ અરજી કેવી રીતે કરવી? તેની વિગતે મહિતી આપવામાં આવી છે. ઓનલાઈન અરજી વખતે કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબર (079) 232 48461 પર સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) Mukhyamantri Gyansetu Merit Scholarship માટે ઓનલાઈન અરજી કોણ કરી શકશે?

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના માટે હાલ ધોરણ-5 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ઓનલાઈન અરજી કરી શકશે.

(2) Mukhyamantri Gyan setu Merit Scholarship 2024 માટેની પરીક્ષા તારીખ કઈ છે?

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ માટે તા. 30/03/2024 ના રોજ પરીક્ષા યોજાશે.

(3) મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજનાનો લાભ જણાવો.

આ યોજના હેઠળ વિદ્યાર્થીને ધોરણ-6 થી 12 ના અભ્યાસ દરમ્યાન  કુલ ₹ 1,50,000/-જેટલી સ્કોલરશીપ કરવામાં આવે છે તથા જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, તથા મોડેલ સ્કુલોમાં ધોરણ-6 થી 12 સુધી અભ્યાસ માટે પ્રવેશ મેળવી શકે છે.

(4) જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના 2024 માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો ક્યો છે?

Mukhyamantri Gyansetu Merit Scholarship 2024 માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.29/01/2024 થી 09/02/2024 છે.

Leave a comment