Guda Awas Yojana Online Form | Guda Awas Yojana | Gandhinagar Guda Awas Yojana | Guda Awas Yojana Gandhinagar | Gandhinagar Urban Development Authority Awas Yojana | પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) EWS-II | પ્રધાનમંત્રી આવાસ યોજના EWS | પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 ગાંધીનગર | Pradhan Mantri Awas Yojana Gandhinagar
જાણવા જેવુ: શહેરીકરણ અને વધતી જતી વસ્તીને કારણે શહરી વિસ્તારમાં રહેવાલાયક મકાનો બહું મોંધા થયા છે. આર્થિક રીતે નબળી નાણાકીય પરિસ્થિતિ ધરાવતા લોકોને ભાડાના મકાનો પોષાય તેમ નથી. આવા નાગરિકો માટે શહેરી વિસ્તારમાં રાહતના દરે મકાન મળી શકે તે માટે ગુડા (Gandhinagar Urban Development Authority) દ્વારા ગુડા આવાસ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેના માધ્યમથી ગરીમ તેમજ મધ્યમવર્ગીય પરિવાર માટે પોતાના ઘરનું આવાસ મળી રહેશે.
મિત્રો, આજના આ અર્ટિકલ Guda Awas Yojana Online Form Gandhinagar માં આવાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તથા આ યોજનાના નિયમો અને શરતો વિશે વિગતે જાણકારી મેળવીશું. તો આ લેખને સંપુર્ણ વાંચવા વિનંતી.
Bullet Point of Guda Awas Yojana Online Form Gandhinagar
યોજનાનું નામ | ગુડા આવાસ યોજના ગાંધીનગર |
યોજનાનું કોના દ્વારા સંચાલન કરવામાં આવે છે. | ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ |
મળવાપાત્ર લાભ | ₹ 5.50 લાખ કિંમતમાં રહેવાલાયક મકાન |
અરજી કોણ કરી શકે? | ઘર વિહોણા ગુજરાતના તમામ નાગરીકો |
અરજી ક્યાં કરવી | ઓફીસિયલ વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી |
ઓફિસિયલ વેબસાઇટ | www.guda.gujarat.gov.in |
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો | હવે પછી જાહેર કરવામાં આવશે. |
ગુડા આવાસ યોજના 2024 વિશે જાણો | Guda Awas Yojana 2024
ગુડા આવાસ યોજના સંબંધિત શહેરના શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નાગરિકોને ઘણા સસ્તા દરે મકાન પુરા પડતી યોજના છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા નાગરિકો જે પોતાનું મકાન ખરીદી શકતા નથી તેવા લોકો માટે રાજયના શહરી વિકાસ સત્તા મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ઘણી જ કીફાયત દરે રહેવા લાયક મકાન ફાળવવામાં આવે છે. જેના માટે Guda Awas Yojana Online Form Gandhinagar આવાસ સહાય માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગુડા આવાસ યોજના ફાળવણી પ્રોસેસ
Guda Awas Yojana Online Form Gandhinagar હેઠળ મકાન ફાળવવા માટે જાહેરાત આપ્યા બાદ અરજદારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવે છે. ઓનલાઈન અરજીઓ મળ્યા બાદ તૈયાર મકાન ફાળવવા માટે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવે છે. આ ડ્રોમાં પસંદ થયેલ અરજદારોને મકાનની નિયત થયેલ કિંમતની ભરપાઈ કર્યેથી આવાસ ફળવાણી કરવામાં આવે છે.
Guda Awas Yojana Online Form Gandhinagar માટે જરૂરી ડોક્યુમેન્ટ
ગુડા આવાસ યોજના હેઠળ મકાન ફળવવા માટે ગુુુડા આવાસ યોજનાની ઓફિસિયલ ઓનલાઈન અરજી કરવાની રહે છે . જે માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરી પડશે.
- ઓળખાણનો પુરાવો (અધારકાર્ડ અથવા પાનકાર્ડ અથવા ચૂંટણીકાર્ડની નકલ)
- અરજદારના રેશનકાર્ડની નકલ.
- હાલના મકાનનો ફોટોગ્રાફ
- કુટુંબના તમામ સભ્યોની આધારકાર્ડની નકલ
- અરજદાર ભાડે રહેતા હોય તો ભાડા કરાર
- હાલમાં જ્યાં રહેતા હોય તે સ્થળનું લાઇટ બીલ અથવા મ્યુનિસીપલ પ્રોપર્ટી ટેક્ષ બીલ અથવા પંચાયત વેરા બીલ
- જાતિ પ્રમાણપત્રની સ્વ પ્રમાણિત નકલ.
- નિયત નમૂનાનું બાંહેધરી પત્ર.
- અરજદારે બેંક એકાઉન્ટનો કેન્સલ કરેલ ચેક તથા બેંક એકાઉન્ટની પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ સામેલ કરવાની રહેશે.
- દિવ્યાંગ અરજદારે વિકલાંગનાનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર. (40% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર)
ગુડા આવાસ યોજના ઓનલાઈન અરજી | Guda Awas Yojana Gandhinagar Online Form
ગુડા (Gandhinagar Urban Development Authority) દ્વારા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ સત્તા મંડળની હદમાં રહેતા, મકાનની જરૂરિયાતવાળા લોકો પાસેથી ઓનલાઈન અરજી મંગાવામાં આવે છે. પહેલા તા. 04/11/2024 ના રોજથી શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) EWS-II હેઠળ જુદી-જુદી ટી.પી સ્કિમના વિસ્તારોમાં કુલ- 2663 જેટલા આવાસો બનાવવા માટેની યોજના બહાર પાડેલ હતી. જેના ફોર્મ ભરાઈ ગયા છે. અને જે લોકોને ડ્રો મારફતે આવાસની ફાળવણી કરવામાં આવી છે. તેઓનું ઓનલાઈન લીસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે.
વધુ જાણોઃ-
ડૉ.આંબેડકર આવાસ યોજના ₹1,20,000/- ની સહાય
Guda Awas Yojana Gandhinagar Online Application
મિત્રો, ગુડા આવાસ યોજના હેઠળ મકાન મેળવવા માટે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ સત્તા મંડળની વેબસાઈટ www guda gujarat gov in પર ઓનલાઈન અરજી કરવાની રહે છે.
- જે માટે અરજદારે ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટ સાથે તૈયાર રાખીને ઓનલાઈન અરજી કરશો તો સમયમર્યાદામાં ઝડપથી અરજી શકાશે.
- ઓનલાઈન અરજી માટે ગુગલ પર gudapmay.project247.in ટાઈપ કરવાનું રહેશે.
- જેથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની ગુડા આવાસ યોજનાની ઓફીસિયલ વેબસાઈટ ખુલશે.
- જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ઈ.ડબલ્યુ.એસ-2 પર ક્લિક કરવાનું રહેશે.
- આગળ નીચે ઈમેજ મુજબના ખુલેલા પેજમાં અરજદારનો આધાર નંબર અને મોબાઈલ નંબર નાંખીને Get OTP પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ નાંખેલ મોબાઈલ નંબર પર OTP આવશે જેના માધ્યમથી રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રકિયા કરવાની રહેશે.
- ઓનલાઈન અરજીમાં લાભાર્થીની વ્યક્તિગત માહિતી, સરનામું, ડોક્યુમેન્ટ અપલોડ તથા ડીપોજીટની રકમની ચુકવણી કરીને અરજીની પ્રક્રિયા પુરી કરવાની રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) EWS-II વિશે જાણકારી.
- ઓનલાઈન ફોર્મની તમામ વિગતો સંપુર્ણ ભરવાની રહેશે.
- આ યોજના હેઠળ મકાનો લાભાર્થીને મળતી તમામ સરકારી (કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર) સહાય બાદ કરીને લાભાર્થીને ₹ 5.50 લાખ પ્રતિ મકાન લેખે કિંમત નક્કી કરેલ છે.
- પઝેશન વખતે મેઈન્ટેનન્સ ડીપોઝીટ માટે પ્રથમ બે વર્ષ માટે ₹ 55,000/- અલગથી ગુડાની કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.
- પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત આવાસની ફાળવણી થયેલ હોવાથી નીચેની યોજનાઓ હેઠળ પહેલા મકાન સહાયનો લાભ લીધેલ હશે તો ફાળવણી રદ્દ કરવામાં આવશે.નીચેમાંથી એક જ ઘટકમાં સહાય મળવાપાત્ર છે.
- AHP (અફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેક્ટ),
- BLC (બેનીફીશીયરી લીડ કન્સ્ટ્રક્શન),
- CLSS (ક્રેડીટ લીન્ક સબસીડી),
- ISSR (ઇન સીટુ સ્લમ રીહેબીલીટેશન)
- Guda Awas Yojana Online Form Gandhinagar હેઠળ અરજદાર દ્વારા બેંક પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત લાભાર્થી લોન મેળવી શકશે.
- પાણી પુરવઠો અને ગટર લાઈન જેવી પાયાની સગવડ આપવામાં આવશે..
- મકાન સહાય સિવાય અન્ય કોઈ કાયદાકીય ખર્ચ થતો હોય તો તે લાભાર્થીએ પોતે ભોગવવાનો રહેશે.
- અરજદાર ફોર્મમાં જણાવેલ સરનામું બદલે તો, તે અંગેની ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળને લેખિતમાં જાણ કરવાની રહેશે.
- વ્યક્તિદીઠ એક ફોર્મ ભરી શકાશે. એકથી વધુ ભરેલા ફોર્મના કિસ્સામાં ભરેલ ડીપોઝીટની રકમ જપ્ત કરવાપાત્ર થશે.
ગુડા આવાસ યોજના હેઠળ અનામત અરજદારોની માટેની ટકાવારી.
ક્રમ |
જુથ |
આવાસ માટે અનામતની ટકાવારી |
રજુ કરવાનું પ્રમાણપત્ર |
1 |
સંરક્ષણ |
10% |
સચિવશ્રી જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ અથવા જિલ્લા સૈનિક કલ્યાણની કચેરી અથવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટની કચેરી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર |
2 |
અનુસૂચિત જાતિના અરજદાર |
7% |
ગુજરાત સરકારના સક્ષમ અધિકારીશ્રી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર. |
3 |
અનુસૂચત જનજાતિના અરજદાર |
14% |
|
4 |
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદાર(બક્ષીપંચ) |
10% |
|
5 |
દિવ્યાંગ અરજદાર |
5% |
સિવિલ સર્જન દ્વારા અપાયેલ પ્રમાણપત્ર. |
- આરક્ષણ કેટેગરીમાં સમાવેશ થયેલ અરજદારે પોતાની જાતિ અંગેની વિગત કાળજીપૂર્વક ભરવી.
- ઓનલાઈન અરજીમાં કોઈ ભૂલ કે ફેરફાર હશે તો અરજી રદ્દ કરવાપાત્ર થશે.
Guda Awas Yojana Online Form Gandhinagar | આવાસ ફળવણી માટે કોમ્પ્યુટરાઇઝ્ડ-ડ્રો સિસ્ટમ
- Guda Awas Yojana Online Form Gandhinagar માટે મકાનોની ફાળવણી “કોમ્પ્યુટરાઇઝ્ડ-ડ્રો” થી કરવામાં આવશે.
- “ડ્રો” પછી વેઇટીંગ યાદીમાં સામેલ સિવાયની અરજીઓ સાથે ભરવામાં આવેલી ડીપોઝીટની રકમ લાભાર્થીએ સૂચવેલ બેંક એકાઉન્ટમાં વ્યાજ વગર પરત કરવામાં આવશે.
- અરજદારનું નામ વેઇટીંગ યાદીમાં સામેલ હોય તે કેસમાં વેઇટીંગ યાદીમાંથી નામ રદ કરાવવા અરજી કરેથી ભરેલ ડીપોઝીટની પૂરેપુરી રકમ વ્યાજ સિવાય લાભાર્થીના ખાતામાં પરત કરવામાં આવશે.
- કોમ્પ્યુટરરાઇઝડ ડ્રો થયા તારીખથી ચાર મહિના સુધીમાં લાભાર્થી ઇચ્છે તો આ યોજનાની ફાળવણી રદ કરવા અરજી કરી શકશે તથા આવા કિસ્સામાં ડીપોઝીટની રકમમાંથી વહીવટી ખર્ચ ₹ 1,000/- બાદ કરીને બાકીના ₹ 6,500/- વ્યાજ સિવાય લાભાર્થીને પરત ચુકવવામાં આવશે.
- વ્યક્તિદીઠ એક જ ફોર્મ ભરી શકાશે. કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો મારફતે અરજદારને જે જગ્યાએ અને કોઈપણ માળે તેમજ કોઇપણ બ્લોકમાં મકાન ફાળવવામાં આવશે તેને માન્ય રાખવાનું રહેશે. તે ફાળવેલ મકાન સિવાય બીજી જગ્યાએ કે માળે ટ્રાન્સફર કરી આપવાની કોઈ માંગણી સ્વીકારવામાં આવતી નથી.
જાણવા જેેેેેેવુંઃ-
નમો શ્રી યોજના હેઠળ ડિલેવરી માટે મળશે ₹ 12000
લખપતિ દીદી યોજના પાત્રતા, લાભો અને અરજી પ્રક્રિયા
Guda Awas Yojana Rusls and Regulation | ગુડા આવાસ યોજનાના નિયમો અને શરતો.
અરજદારને Guda Awas Yojana Online Form Gandhinagar માટે અરજી કરતા પહેલા અહીં દર્શાવેલ ગુડા આવાસ યોજનાના નિયમો અને શરતો વાંચીને પછી અરજી કરવા સુચન છે.
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ પુર્ણની હોવી જોઈએ.
- કુટુંબનો પુખ્ત વયનો સભ્ય જમીનનો પ્લોટ કે પાકુ મકાન ધરાવતો ના હોવો જોઈએ.
- અરજદાર ભારત દેશના નાગરીક હોવા જોઈએ અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળમાં સમાવેશ વિસ્તારના રહેવાસી હોવો જોઇએ.
- અરજદાર ભાડે રહેતા હોવાના કિસ્સામાં, અરજદારે હાલનો અધ્યતન ભાડા કરાર રજુ કરવાનો રહેશે.
- Guda Awas Yojana Online Form Gandhinagar હેઠળ ઓનલાઈન અરજીમાં અરજદારના લાઈટબીલમાં દર્શાવેલ સરનામુ લખવાનું રહેશે.
- અરજદાર જો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો અન્ય સભ્યોની સંમતીનું સોગંધનામુ રજુ કરવાનું રહેશે. Guda Awas Yojana Online Form Gandhinagar માટે કુટુંબદીઠ માત્રને માત્ર એક વ્યક્તિ અરજી કરી શકશે.
- અરજીપત્રકમાં અરજદારના કુટુંબના તમામ સભ્યોની વિગતો દર્શાવવાની રહેશે.
- અરજદારે ઓનલાઈન અરજી ફોર્મ સાથે ડીપોઝીટની રકમ ₹ 7500/- ભરવાના રહેશે.
- પતિ/ પત્નીના સંયુક્ત નામે આવાસ મેળવવા મેળવવાની અરજી કરી શકાશે. જેમાં મકાનની ફાળવણી તથા મિલકત દસ્તાવેજ સંયુક્ત નામે મળશે.
- લાભાર્થી દ્વારા 20 % રકમ જે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીના 80% રકમ ભરવાની રહેશે.
- અરજદારની વાર્ષિક આવક ₹ 3,00,000/- ની મર્યાદામાં હોવી જોઈએ.( મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રી અથવા તલાટી કમ મંત્રીશ્રી દ્વારા અપાયેલ આવકનો દાખલો રજુ કરવાનો રહેશે)
- ડ્રો માં મકાન મળ્યા બાદ મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રકમ (અરજી સાથે ભરપાઈ કરેલ ડીપોઝીટની રકમ બાદ કરતાં) જાણ કર્યેથી 3 માસમાં ભરવાનીર રહેશે.
- બાકી રહેતી 80% રકમ મકાનનું પઝેશન મેળવતા પહેલાં ગુડા ખાતે જમા કરાવવાના રહેશે. જેની સાથે વીજ જોડાણની તથા મેઇન્ટેનન્સ ડીપોઝીટ તથા લાભાર્થીઓના સોસાયટી/એસોસીએશન/ મંડળીની રચના વિગેરેની ફી સહીત નક્કિ થયેલ અન્ય ખર્ચ પણ ભરવાનો રહેશે.
- પઝેશન આપવાની પ્રક્રિયા ચાલુ થયા બાદ વધુમાં વધુ છ માસમાં લાભાર્થી દ્વારા સંપુર્ણ રકમ ભરવાની રહેશે.
- આવાસ યોજનાનું બાધકામ પુરું થયા પછી મકાનની નક્કી થયેલ પૂરેપૂરી કિંમત જે તે મહિનાની 1 થી 15 તારીખ સુધી ભરપાઈ થયા પછી જ લીઝ ડીડની પ્રક્રિયા પુરી થયેથી લાભાર્થીને તેમને ફાળવવામાં આવેલ મકાનનો કબ્જો સોંપવામાં આવશે.
- આ મુજબ આવાસ મેળવનારે, ટેક્ષ સહિતનો તમામ આનુષંગિક ખર્ચ ભોગવવાનો રહેશે.
- લાભાર્થીએ સરકાર દ્વારા નિયત કરેલ તમામ પ્રકારના વેરા તથા લાઈટના માસિક વપરાશના ચાર્જીસ ભરવાના રહેશે તેમજ મકાનના રજીસ્ટ્રેશન તથા નોંધણી સંબંધિત તમામ ખર્ચ લાભાર્થીએ ભોગવવાનો રહેશે.
- મકાનનો કબજો સોંપાયા બાદ આવાસ રદ્દ કરવામાં આવશે નહી અને ભરેલ રકમ પરત મળવાપાત્ર રહેશે નહી.
- આ યોજનાના લાભાર્થીએ સોસાયટી/એસોસીએશન/ મંડળીના નામનું બેંકમાં એકાઉનટ ખોલાવવાનું રહેશે. U પરમિશન મળ્યા બાદ સામાન્ય સુવિધાઓના મેઇન્ટેનન્સની રકમ ભરવાની જવાબદારી લાભાર્થીની રહેશે.
- લાભાર્થીઓએ ગેસ કનેકસન પોતાના ખર્ચે મેળવવાનું રહેશે.
આ યોજના હેઠળ આવાસના રજીસ્ટર્ડ દસ્તાવેજની તારીખથી 7 વર્ષ પહેલા ભાડે, વેચાણ, બાનાખત, પાવર એફ એટર્ની, ગીરો કે અન્ય કોઈ પણ રીતે કામચલાઉ કે કાયમી રીતે તબદીલ કરી શકાશે નહીં.
Important Links of Guda Awas Yojana Online Form Gandhinagar
ઓફિસિલય વેબસાઈટ | |
ગુડા આવાસ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા | |
ગુડા આવાસ યોજનાનો નકશો ડાઉનલોડ કરવા | |
આવાસ યોજનામાં વારંવાર પુછાતા પ્રશ્નોની યાદી | |
Home Page |
Conclusion
જે લોકોને પોતાનું રહેવાલાક મકાન નથી. તેવા વર્ગના લોકો માટે સરકાર દ્વારા રહેઠાણની સુવિધા પુરી પાડવા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકેલી છે. આ યોજનાનો લાભ સરળતાથી લોકો સુધી પહોંચે તે માટે શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ગુડા આવાસ યોજના માધ્યમથી ઘણી સસ્તી કિંમતે મકાન પુરા પાડવામાં આવે છે. મિત્રો આ Guda Awas Yojana Online Form Gandhinagar આર્ટિકલ દ્વારા આપને આ યોજનાની સંપુર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરતી વખતે એક વખત યોજનાના નિયમો અને શરતો જરૂરી વાંચી લેવા સુચન છે.
FAQ
(1) Guda Awas Yojana Online Form Gandhinagar યોજનામાં મકાન સહાય માટે અરજી કરવાની સમયમર્યાદા કેટલી છે.
ગુડા આવાસ યોજના ગાંધીનગર માટે મકાન સહાય માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા હવે જાહેર કરવામાં આવશે.
(2) ગુડા આવાસ યોજના હેઠળ ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે?
www.guda.gujarat.gov.in વેબસાઈટ પર ગુડા આવાસ યોજનાની ઓનલાઈન અરજી કરવાની રહેશે.
(3) ઓનલાઈન ફોર્મ ભરવા ડીપોઝિટ અને ફાર્મ ફીની રકમ કેટલી છે?
ઓનલાઈન અરજી કરવા માટે ફોર્મ ફી ₹ 200 (નોન રિફંડેબલ) + ₹ 7,500/- ડોપોઝિટ (રિફંડેબલ) ભરવાની રહેશે.
(4) Guda Awas Yojana Online Form Gandhinagar હેઠળ EWS-II આવાસની કિંમત કેટલી છે?
આવાસની કિંમત ₹ 5,50,000/- + મેન્ટેન્સ ₹ 50,000/- એમ કુલ ₹ 6,05,000/- રહેશે.
Disclaimer
ગુડા આવાસ યોજના હેઠળ ગાંધીનગરમાં મકાન ફાળવણી માટેની યોજનાની માહિતી આરજદારને બેઝિક જાણકારી મળી રહે તે માટે અહી મુકવામાં આવી છે. આ લેખમાં માનવીય ભૂલની શક્યતા છે જે ધ્યાન દોરવા વિનંતી.જેથી સુધારી શકાય. આ યોજનાની વિગતે માહિતી માટે યોજના અમલીકરણ વેબસાઈટનો આધાર લેવા વિનંતી છે.