NMMS Exam Gujarat 2024 | નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NMMS Exam Gujarat 2024: ગુજરાતમાં ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ પરીવારની આર્થિક પરિસ્થિતિને કારણે આગળ અભ્યાસ કરી શકતા નથી. સરકાર દ્વારા આવા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ઘણી બધી સ્કોલરશીપની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મિત્રો, આજે એવી જ  એક યોજના N.M.M.S એટલે કે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 વિશે માહિતી મેળવીશું. આ યોજના હેઠળ ગુજરાતના કુલ 5097 વિદ્યાર્થીને દર વર્ષે ₹ 12,000/- ચાર વર્ષ સુધી સહાય આપવામાં આવશે. તા.14/02/2024ના રોજ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 માટે ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? તથા પરીક્ષાની તારીખ, NMMS Exam Gujarat 2024 અભ્યાસક્રમ અને કસોટીના પ્રકાર વિશે વિગતે માહિતી મેળવીશું.

NMMS Exam Gujarat 2024

Contents hide

Bullet Point of NMMS Exam Gujarat 2024

યોજનાનું નામ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના NMMS 2024
મળવાપાત્ર લાભ વિદ્યાર્થીને દરવર્ષે ₹ 12,000/- ચાર વર્ષ સુધી સ્કોલરશીપ અપાશે
કોને લાભ મળશે હાલ ધોરણ-8 માં ભણતા વિદ્યાર્થીને
સ્કોલરશીપ કેવી રીતે મળશે? ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી NMMS Exam આપી ઉત્તિર્ણ થયેથી ધોરણ-9 થી 12 માટે દર વર્ષ ₹ 12,000/- સહાય.
અરજી ક્યાં કરવી? www.sebexam.org વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
અરજી કરવાનો સમયગાળો તા.20/02/2024 થી તા. 02/03/2024 સુધી
પરીક્ષા તારીખ તા.07/04/2024
Helpline Number (079) 232 48461

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ વિશે જાણો | NMMS Exam Gujarat 2024

વિદ્યાર્થીના જીવન માટે કારકિર્દીના ઘડતર માટે પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ઘણા ગરીબ ઘરના તેજસ્વી વિદ્યાર્થીઓ પરિવારની આર્થિક નબળી પરિસ્થિતિને કારણે પોતાનો આગળનો અભ્યાસ ઘણો સંઘર્ષમય રીતે પુરો કરે છે. આવા વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે ભારત સરકાર દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ મારફતે આર્થિક સહાય આપવામાં આવે છે. જેથી તેઓ પોતાનો ઉચ્ચ અભ્યાસ પુર્ણ કરીને સારા ક્ષેત્રમાં કારકિર્દીનું ઘડતર કરી શકે છે.

NMMS Scholarship Amount | N.M.M.S હેઠળ મળવાપાત્ર સ્કોલરશીપ

N.M.M.S સ્કોલરશીપ યોજના હેઠળ સ્કોલરશીપ મેળવવા માટે હાલ ધોરણ-8માં ભણતા વિદ્યાર્થીએ NMMS Exam પાસ કરવાની હોય છે. આ પરીક્ષા પાસ થયેથી વિદ્યાર્થીને આગળના અભ્યાસ માટે નીચે મુજબની સ્કોલરશીપ આપવામાં આવે છે.

ક્રમ

ધોરણ

મળવાપાત્ર સ્કોલરશીપ

1

ધોરણ-9 ₹ 12,000/-
2 ધોરણ-10

₹ 12,000/-

3

ધોરણ-11 ₹ 12,000/-
4 ધોરણ-12

₹ 12,000/-

TOTAL

₹ 48,000/-

NMMS Exam Gujarat 2024 માટે વિદ્યાર્થીની લાયકાત

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ મેળવવા માટે શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા નીચે મુજબની લાયકાત નક્કી કરવામાં આવી છે.

  • વિદ્યાર્થીથી હાલ ધોરણ-8 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • વિદ્યાર્થી સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાંટેડ પ્રાથમિક શાળા તથા લોકલ બોડીની ( જિલ્લા પંચાયત, મહાનગર પાલિકા કે નગરપાલિકા શાળા)શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા જ વિદ્યાર્થીઓ M.M.S સ્કોલરશીપ 2024 માટે પરીક્ષા આપી શકશે.
  • વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક ₹ 50,000/- થી વધુ હોવી જોઈએ નહી.
  • જનરલ કેટેગરીના તથા E.B.C કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-7 માં ઓછામાં ઓછા 55% માર્કસ મેળવેલ હોવા જોઈએ.
  • SC અને ST વર્ગના વિદ્યાર્થીએ વિદ્યાર્થીએ ધોરણ-7 માં ઓછામાં ઓછા 50% માર્કસ મેળવેલ હોવા જોઈએ.

નોંધ- ખાગી શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદર વિદ્યાલય, તથા કેન્દ્ર કે રાજ્ય સરકારની નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે અરજીફોર્મ ભરી શકશે નહી.

NMMS Exam 2024 Time Table

NMMS Exam Gujarat 2024  માટે વિદ્યાર્થીએ ઓનલાઈન www.sebexam.org પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.

ક્રમ

વિગત તારીખ

1

 જાહેરનામુ બહાર પાડ્યાની તારીખ તા. 14/02/2024

2

ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.20/02/2024 (13.00 કલાકથી) થી તા.02/03/2024 (23.59) સુધી

3

ઓનલાઈન પરીક્ષા ફી કરવા માટેનો સમયગાળો તા.20/02/2024 થી તા.04/03/2024 સુધી

NMMS Exam Date 2024 Class 8 | NMMS પરીક્ષા તારીખ

ઓનલાઈન ફોર્મ ભરાવવાની તથા પરીક્ષા ફી ભરવાની પ્રક્રિયા પુરી થયા બાદ નક્કિ કરેલ અભ્યાસક્રમ મુજબ MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી કસોટી લેવામાં આવશે.

વર્ષ 2024 ના જાહેરનામાં મુજબ  NMMS પરીક્ષા તા.07/04/2024 જાહેર કરવામાં આવી છે.

NMMS Exam Syllabus | નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપનો અભ્યાસક્રમ

પ્રશ્નપત્રનું માળખું.

ક્રમ

પ્રશ્નો ગુણ સમય
1.    બૌદ્ધિક યોગ્યતા કસોટી 90 90

90 મિનિટ

2.   શૈક્ષણિક યોગ્યતા કસોટી

90 90

90 મિનિટ

NMMS Exam Gujarat 2024 Syllabus | નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 અભ્યાસક્રમ

વિદ્યાર્થીએ NMMS Exam Gujarat 2024 હેઠળ આપવાની થતી કસોટીનો અભ્યાસક્રમ નીચે મુજબનો છે.

  • બૌદ્ધિક કસોટી 90 માર્કસની જેમાં ગાણિતક તાર્કીક ગણતરીના પ્રશ્નો હશે. જેમાં સાદ્રશ્ય, વર્ગીકરણ, પેટર્ન, છુપાયેલી આકૃતિ, સંખ્યાક્ષેણી જેવા પ્રશ્નો હશે.
  • શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં ધોરણ-7 અને ધોરણ-8 ગણીત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયને લગતા પ્રશ્નો હશે. ધોરણ-7 નો ગતવર્ષનો અભ્યાસક્રમ અને ધોરણ-8નો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે.
  • જેમાંથી સ્કોલરશીપ માટે લાયક માટે જનરલ અને ઓ.બી.સી વર્ગના વિદ્યાર્થીઓને બંને પરીક્ષાના કુલ મળીને 40% માર્કસ અને SC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓને બંને પરીક્ષાના કુલ મળીને 32% માર્કસ લાવવાના રહેશે. જે જિલ્લાવાર નક્કી થયેલ ક્વોટા મુજબના મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.

NMMS  Scholarship Documents | નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ માટે જરૂરી ડોક્યુમેન્ટ

ઓનલાઈન અરજી માટે વિદ્યાર્થીને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે.

  • વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ
  • આવકના દાખલાની પ્રમાણિત કોપી
  • ધોરણ-7ના માર્કશીટ નકલ
  • જાતિ પ્રમાણપત્ર
  • જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
  • ઓનલાઈન ભરેલ ફીના ચલણની નકલ.

વધુ જાણો:- 

નમો સરસ્વતી યોજના 2024 વિદ્યાર્થીને મળશે કુલ ₹25,000/- સ્કોલરશીપ

નમો લક્ષ્મી યોજના 2024 વિદ્યાર્થીને મળશે કુલ ₹50,000/- સહાય.

NMMS Scholarship 2024 Apply Online | ઓનલાઈન અરજી પ્રક્રિયા

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાના તા.20/02/2024 બપોરે 3.00 વાગ્યા પછી શરૂ થશે. ઓનલાઈન અરજી અરજી ફોર્મ ફક્ત અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે. જે ઓફિસિલય વેબસાઈટ  www sebexam org પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની અરજીપ્રક્રિયા નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

Step -1 NMMS Login Website

  • વિદ્યાર્થીએ ઓફિસિલય વેબસાઇટ sebexam.org જવાનું રહેશે.
  • જેથી નીચે દર્શાવ્યા ઈમેજ મુજબની ઓફિલિયલ વેબસાઈટ ઓપન થશે. જેમાંથી હોમપેજ પર આવેલ ‘‘Apply Online’’ મેનું ટીક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ‘‘National Means Cum Merit Scholarship Scheme’’ (STD-8) પર સામે આવેલ ‘‘Apply Now’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
NMMS Exam Gujarat 2024 Date
Image Credit Government Official Website (www.sebexam.org)

Step-2 NMMS Registration Online

  • હવે આગળ નવા પેજમાં NMMS 2024 Application Form ખુલશે. જેમાં દર્શાવેલ તમામ વિગતો અંગ્રેજીમાં ભરવાની રહેશે.
  • વિદ્યાર્થીની વિગતો U-Dise Number પરથી ભરવાની રહેશે.
  • વિદ્યાર્થીનું નામ આધારકાર્ડ મુજબ જ લખવાનું રહેશે. અને આધારકાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે.
  • વિદ્યાર્થીએ જાતિ પ્રમાણપત્રની નકલ, આવકનો દાખલો, વગેરે માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
NMMS Exam Gujarat 2024 Online Apply
Image Credit Government Official Website (www.sebexam.org)

Step-3 NMMS Exam Gujarat 2024 Submit Application

  • માંગ્યા મુજબની બધી વિગતો ભરાઈ ગયા બાદ છેલ્લે Submit પર ક્લિક કરવાનું રહેશે. જેથી Application Number Generate થશે. જે આગળની પ્રોસેસ માટે સાચવીને રાખવાનો રહેશે.
  • ત્યાર બાદ આગળના Upload Photograph સ્ટેપમાં વિદ્યાર્થીની સહી અને ફોટો jpg format માં અપલોડ કરવાના રહેશે.
  • હવે આગળ ‘‘Conform Application’’ માં અરજી નંબર અને જન્મ તારીખ નાંખીને અરજી કંન્ફર્મ કરવાની રહેશે.
  • જેથી Confirmation Number આપવામાં આવશે. ત્યાંથી અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

જાણવા જેવુ:

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2024

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024

Important Links of NMMS Exam Gujarat 2024

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

સમાજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને NMMS નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 વરદાનરૂપ સાબિત થયેલ છે. જેમાં ગુજરાતના કુલ- 5097 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. NMMS Exam Gujarat 2024 હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ-9 થી ધોરણ-12 સુધી દર મહિને ₹ 1,000/- એમ ચાર વર્ષના સમયગાળામાં કુલ ₹ 48,000/- જેટલી સહાય આપવામાં આવશે. મિત્ર, આજના આર્ટિકલમાં આ યોજના હેઠળ અરજી કરવા માટેની સંપુર્ણ સમજ આપવામાં આવી છે. આપને અરજી બાબતે કોઈ સમસ્યા હોય તો દર્શાવેલ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) NMMS Full Form જણાવો

NMMS પુરું નામ National Means Cum Merit Scholarship Scheme નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ છે.

(2) NMMS Scholarship 2024 કોના દ્વારા આપવામાં આવે છે?

NMMS સ્કોલરશીપ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે.

(3) NMMS Exam 2024 માટે કેટલી પરીક્ષા ફી ચુકવાની રહેશે.

જનરલ, ઓ.બી.સી તથા E.W.S કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹ 70 તથા P.H, ST અને SC વિદ્યાર્થીઓ માટે ₹ 50 રહેશે.

(4) NMMS Exam Gujarat 2024 Apply Online Date કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા તા.20/02/2024 થી તા. 02/03/2024 સુધીની છે.

(5) NMMS Exam Date 2023-24 જણાવો.

NMMS Exam Gujarat 2024 માટે પરીક્ષા તા.07/04/2024 છે.

Leave a comment