Ayushman Bharat PMjay Card Pdf Download | પીએમ જય એપ | PMjay App Login | આયુષ્યમાન કાર્ડ PDF | PM Jay App Download | Ayushman Card Download | PM Jay Card Download | PMjay Card Download
જાણવા જેવુ, ગુજરાતમાં ₹ 10 લાખની મફત આરોગ્ય સારવારનો લાભ આપતી યોજના આયુષ્યમાન ભારત યોજના ભારત સરકારનું જાહેર આરોગ્યક્ષેત્ર એક ક્રાંતિકારી પગલું છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે. જેના અધારે માન્ય થયેલ હોસ્પિટલ કે દવાખાનામાં મફત સારવાર લઈ શકાય છે. મિત્રો, આજે આપણે આયુષ્યમાન કાર્ડ મોબાઈલમાં ડાઉનલોડ કરવાનો એક સરળ ઉપાય PMjay Card Pdf Download વિશે આ આર્ટિકલમાં વિગતે માહિતી મેળવીશું. પીએમ જય એપ દ્વારા આપ અને આપના પરિવારના સભ્યોનું આયુષ્યમાન કાર્ડ PDF સરળતાથી ડાઉનલોડ કરી શકો છે. પરિવારના અન્ય સભ્યોના Ayushman Card બનાવવાની વિગતે માહિતી મેળવીશું. તે માટે આપને આ આર્ટિકલ અંત સુધી વાંચવા વિનંતી છે. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Points of PMjay Card Pdf Download
આર્ટિકલનું નામ | મોબાઈલમાં PMjay Card Pdf Download કેવી રીતે કરવુુ. |
PMjay Card Pdf કોના દ્વારા બનાવવામાં આવી | National Health Authority |
આયુષ્યમાન કાર્ડ pfd નો ફાયદો | મોબાઈલમાં હાથ વગુ રહે છે. જરૂર પડેે ત્યારે તરત મળી શકે. |
ગુજરાતમાં અપાતી મફત સારવાર | ₹ 10 લાખની મફત સારવાર. |
હેલ્પલાઈન નંબર | 14555 |
PMjay App વિશે જાણો.
મિત્રો, આપ જાણો છો કે આયુષ્યમાન ભારત યોજના દ્વારા ગુજરાત રાજ્યમાં લાભાર્થીઓને ₹ 10 લાખની મફત સારવારનો લાભ આપવામાં આવે છે. લાભાર્થીઓ આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકે અને ઘરે બેઠા પોતાનું આયુષ્યમાન ભારત કાર્ડ બનાવી શકે તે માટે આયુષ્યમાન ભારત યોજના હેઠળ PM jay App બનાવવામાં આવી છે. આપના મોબાઈલમાં PMjay App Download કરી આપ PMjay Card Pdf Download કરી શકો છો અને આપના પરિવારના નવા આયુષ્યમાન કાર્ડ પણ બનાવી શકો છો. પરિવારના સભ્યોનું e KYC તથા મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા પણ આ એપ્લિકેશનમાં આપવામાં આવી છે. PMjay Card Pdf Download ની વિગતે માહિતી મેળવીશું.
Ayushman Card Pdf Download કેવી રીતે કરવું?
PMjay Card Download કરવા માટે ઓફિસિયલ પીએમ જય એપ નો ઉપયોગ કરવાનો રહેશે. લાભાર્થએ આયુષ્યમાન ભારત PM jay App મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે આપે Google Play Store માંથી PMjay App Download કરવાની રહેશે. મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા આપે નીચે આપેલ સિમ્બોલ જોવા મળે તે જ આયુષ્યમાન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
PMjay Card Pdf Login
- આપ સૌ પ્રથમ જ્યારે મોબાઈલ ડાઉનલોડ કર્યા બાદ સૌ પ્રથમ હોમ પેજ ઓપન થશે.
- ત્યાર બાદ ડેટા પ્રાઇવેટ્સ પોલીસી દેખાશે જેના પર ટીક માર્ક કર્યા બાદ, આપણે આગળ વધવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ ભાષાની પસંદગી કરવા માટે નીચે સ્ક્રોલ કરવાનો રહેશે અને ભાષા સિલેક્ટ કરીને આપે લોગીન બટન પર ક્લિક કરવાથી આપ આયુષ્યમાન ભારત એપમાં લોગીનમાં લોગીન થઈ જશો.
PMjay Card Pdf Download કરવા માટેની સરળ પ્રોસેસ.
મિત્રો, ઘરે બેઠા નીચે સ્ટેપ અનુસરીને મોબાઈલમાં જ પોતાનુ આયુષ્યમાન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકો છો. તે માટે નીચેની પ્રોસેસ અનુસરવાની રહેશે.
Step -1 લોગીન કરવું | Login
- નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ આપે લોગીન કરવા માટે Beneficiary (લાભાર્થી) સિલેક્ટ કરવાનું રહેશે.
- પછી આપનો આધાર નંબર સાથે લીંક થયેલ મોબાઈલ નંબર નાખવાનો રહેશે. કેમ કે તે નંબર પર ઓટીપી મોકલવામાં આવશે.
- મોબાઈલ નંબર મોબાઈલમાં OTP આવશે જે ઓટીપી નાંખવાનો રહેશે.
- જો આપના મોબાઇલમાં ઓટીપી ના આવે તો ત્રણ મિનિટની રાહ જોયા બાદ કરી OTP મોકલવા પર ક્લિક કરવાનું રહેશે.
- OTP નાખ્યા બાદ Captcha Code નાખવાના રહેશે. જો જરૂર જણાય તો ક્લિક કરવાથી કેપ્ચા બદલી શકો છો. કેપ્ચા કોડ નાખ્યા બાદ લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step – 2 પરિવારના સભ્યોની માહિતી | Search Beneficiary
- લાભાર્થી PM Jay App માં લોગીન કર્યા બાદ આપ Search For Beneficiary (લાભાર્થીનું નામ શોધો) ના પેજ ઉપર પહોંચી જશો. અહીંયા તમે અને તમારા પરિવારને સભ્યોને શોધી શકો છો.
- તે માટે આપે આપનું રાજ્ય પસંદ કરવાનું રહેશે.
- ત્યારબાદ યોજના અહીંયા આપણે PM Jay પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સિલેક્ટ કરવાની રહેશે.
- આપે આધાર નંબર નાખવા રહેશે. ત્યારબાદ જીલ્લાનું નામ નાંખીને Search બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ આગળ આપને અને આપના પરિવારના આયુષ્યમાન ભારત યોજનામાં નોંધણી થઈ હોય તો તમામની વિગત જોવા મળશે.
Step -3 પરિવારના સભ્યોની વિગત | Family Members Details
PMjay App Login મારફતે આપ જાણી શકશો કે આપના પરિવારમાં કેટલા લાભાર્થીઓ PM jay Card Pdf Download કરી શકાય છે. જેમાં નીચે દર્શાવેલ ઈમેજ મુજબના કલર કોડ વાળા પરિવારના નામો બતાવશે.
- જે લાભાર્થીઓની વિગત લીલા રંગમાં દર્શાવેલ છે તેવા તમામ લાભાર્થીઓનેના નામની આગળ Approved લખેલ બટન પર ક્લિક કરવાથી તેઓના આયુષ્યમાન કાર્ડ PDF માં ડાઉનલોડ કરી શકાશે.
- લાલ કલરમાં દર્શાવવામાં આવેલ લાભાર્થીઓનું આધાર લીંક નથી.
- જે લાભાર્થીઓ નામ કેસરી કલરમાં બતાવવામાં આવશે. તે લાભાર્થીઓનેનું e KYC બાકી છે.
Step-4 લાભાર્થીની ખરાઈ | Authentication
પરિવારના જે નામોની આગળ ઈમેજમાં દર્શાવ્યા મુજબનું લીલા રંગનુ Approved બટન લખેલું દેખાય છે. તેઓ નીચે મુજબની પ્રોસેસથી પોતાનું PMjay Card Pdf Download કરી શકશે. જેની વિગતે માહિતી નીચે મુજબ છે.
- નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ પીએમ જય એપમાં જે લાભાર્થીઓના નામ સાથે લીલા રંગનું ‘‘Approved’’ બટન દેખાય છે તેના પર ક્લિક કરવાનું રહેશે, જેથી લાભાર્થીની ખરાઈ Authentication કરવાનું પુછશે.
- જેમાં Aadhaar OTP ઓપશન પસંદ કરવાનો રહેશે.
- જેથી એપમાં ઓટોમેટીક આપનો આધાર નંબર અપડેટ થશે અને તેની સામે લખેલ VERIFY બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step-5 આધાર ઉપયોગની પરવાનગી | Consent
- ત્યાર બાદ આગળના પેજમાં આપના આધારના ઉપયોગની અનુમતી માંગશે.
- જે વાંચ્યા બાદ આપે બોક્સ પર ક્લિક કરીને Allow બટન પર ક્લિક કરી આપના અધાર ઉપયોગની અનુમતી આપવાની રહેશે.
- જેથી આપના અધાર નંબર આગળ વાદળી કલરનું ટીક માર્ક આવશે.
- જેથી આપ આગળની પ્રોસેસ કરી શકશો. ત્યાર બાદ આપના અધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર OTP મોકલવામાં આવશે. જે ઓટીપી નાંખવાનો રહેશે.
વધુ જાણોઃ-
₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી મહિલા સ્વાવલંબન યોજના
પીએમ સૂર્ય ઘર યોજના મળશે 300 યુનિટ સુધી મફત વીજળી
Step-6 આયુષ્યમાન કાર્ડ PDF Download.
- ત્યાર બાદ આગળના સ્ટેપમાં આપને આપના પરિવારના બધા સભ્યોના જે વાદળી કલરમાં નામ બતાવતા હતા તે તમામ સભ્યોના આયુષ્યમાન કાર્ડ PDF માં ડાઉનલોડ કરી શકાશે.
- જેમાં નામ પર ક્લિક કરવાથી તે સભ્યનું આયુષ્માન કાર્ડ જનરેટ થયેલું દેખાશે. જેની ડાઉનલોડ કરવા માટે નીચે સ્ક્રોલ કરવાની Download કરવાનો ઓપશન બતાવશે.
- જેના ટીક કરવાથી આપનું PMjay Card Pdf Download થઈ જશે.
આ રીતે સરળ પ્રોસેસ દ્વારા આપનું PMjay Card Pdf Download આપના મોબાઈલમાં આવી થઈ જશે. આપ જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.
પરિવારન જે સભ્યોનું નામ એપમાં નારંગી કલરનું બતાવે છે. તે લાભાર્થીઓનુ e KYC બાકી છે અને લાભાર્થીઓના કાર્ડ બનેલા નથી. તેઓની ઓળખની પ્રક્રિયા પુરી કરીને તે સભ્યોના પણ આયુયષ્માન બનાવી શકાશે. આવા સભ્યોના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે નીચે સ્ટેપ બાય સ્ટેપની પ્રોસેસ આપેલી છે. જેના માધ્યમથી આવા સભ્યોનુ e KYC કરીને જાતે જ PMjay Card Pdf Download કરી શકશો.
Step-1 pm Jay e KYC
- સૌ પ્રથમ જે લાભાર્થીઓ સામે કેસરી કલરનું Identified લખેલું બોક્સ દેખાય તેના પર ક્લિક કરવાનું રહેશે.
- આપ આધાર ઓટીપી થી ઓળખ કેવાયસી કરવા માંગો છો ત્યારે આપના આધાર કાર્ડ લિંક મોબાઈલ સાથે OTP મોકલવામાં આવશે.
- લાભાર્થીની ફિંગર પ્રિન્ટ અને ચહેરાથી e KYC કરવા માટે આધાર કીટની જરૂર હોય છે. જેથી આપણે આધાર ઓટીપી ઓપ્શન પસંદ કરીશું.
- આપનો આધાર નંબર નાખવાનો રહેશે ત્યારબાદ આધાર ઉપયોગની અનુમતી આપવાની રહેશે.
- આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ પર આવેલ OTP નાખવાનું રહેશે. OTP નાખ્યા બાદ આપના મોબાઇલમાં મેસેજ આવશે કે આપે સફળતાપૂર્વક e KYC કરેલ છે.
- PMjay Card Pdf Download કરવા માટે આગળની પ્રોસેસ માટે આપને e KYC ના પેજ પર લઈ જવામાં આવે છે.
- આ પેજમાં આપનો આધાર નંબર, આધાર આઈડી, પરિવાર આઈડી, મોબાઈલ નંબર અને સરનામું, ઉમર અને જાતી વિશેની માહિતી બતાવશે.
- ત્યાર બાદ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે આધાર ઓટીપી ઓપશન પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ સહમતિ આપવાની રહેશે.
- ત્યારબાદ આપના મોબાઈલ પર ઓટીપી મોકલવામાં આવશે આ આધાર ઓટીપી નાખવાનો રહેશે.
Step-3 ફોટો અને વિગતો અપલોડ
- ત્યારબાદ આપે આપનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
- આપના દ્વારા અપલોડ કરેલ ફોટાને આધાર ફોટા સાથે ઓટોમેટીક એપ દ્વારા સરખામણી કરવામાં આવશે. તમારું e KYC માટેનું સરખામણી લેવલ 80% થી વધુ હોવું જોઈએ.
- જેમાં આપને આપનો મોબાઈલ નંબર બદલી શકો છો. ત્યારબાદ જન્મ તારીખ નાંખવાની રહેશે. પીનકોડ નંબર નાખવાનું રહેશે, જેથી રાજ્ય અને જિલ્લોની વિગતો ઓટોમેટીક અપડેટ થઈ જશે.
- ત્યાર બાદ આપે ગ્રામીણ કે શહેરી વિસ્તાર પસંદ કરવાનો રહેશે જો આપ શહેરી વિસ્તાર પસંદ કરો છો તો આપે જિલ્લા અને વિસ્તાર પસંદ કરવામાં રહેશે. ગ્રામ્ય વિસ્તાર પસંદ કરેથી તાલુકો અને ગામ પસંદ કરવાનો રહેશે.
- બધી જ વિગતો ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step-4 PMjay Card Pdf Download
- ત્યારબાદ એક મેસેજ ઉપર અપડેટ થશે કે આપનું એ e KYC અપડેટ થઈ ગયું છે અને આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તૈયાર છે.
- ત્યારબાદ આપે ડાઉનલોડ કાર્ડ લિંક પર ક્લિક કરવાનું રહેશે. જેથી ડાયરેક્ટ આપણે મોબાઈલ પર આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ થઈ જશે.
ડાઉનલોડ કાર્ડ પર ક્લિક કરવાથી પણ ભારત ડાઉનલોડ કરી શકશો પરિવારના દરેક સભ્યનું આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે એ કેવાયસી પ્રક્રિયા પસંદ કરીને આવી રીતે PMjay Card Pdf Download કરી શકશો.
મિત્રો, આપે જોયુ કે કેટલી સરળ પદ્ધતિથી મોબાઈલ દ્વારા આપ આપના પરિવારના સભ્યોનું આયુષ્યમાન કાર્ડ ઘરે બેઠા બનાવી શકો છો.
જાણવા જેવુઃ-
આયુષ્યમાન કાર્ડના ફાયદા,હોસ્પીટલનું લીસ્ટ જાણો.
પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024 તમારા ગામના લભાાર્થીઓનું નામ ચેક કરો.
Important Links of Ayushman Bharat PMjay Card Pdf Download
ઓફિસિયલ વેબસાઈટ | |
નજીકની હોસ્પિટલનું લિસ્ટ જાણો. | |
Home Page |
FAQ
(1) Ayushman Bharat યોજના હેઠળ ગુજરાતમાં કેટલા રૂપિયાની મફત સારવાર મળે છે?
Ayushman Bharat Yojana હેઠળ ગુજરાતમાં ₹ 10 લાખની મફત આરોગ્ય સારવાર જાહેર કરેલ છે.
(2) શું PMjay Card Pdf Download કરી તેનો સારવાર માટે ઉપયોગ કરી શકાય છે?
હા, પી એમ જય કાર્ડ માં ફોટો તથા નંબર સાથેનું કાર્ડ ડાઉનલોડ થતું હોવાથી સારવાર માટે માન્ય ગણાય છે.
(3) આયુષ્યમાન ભારત કાર્ડ નો હેલ્પલાઈન નંબર ક્યો છે.
આયુષ્યમાન ભારત યોજના હેઠળ હેલ્પલાઈન નંબર 14555 જાહેર કરેલો છે.