PURNA Yojana Gujarat 2024 | પૂર્ણા યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PURNA Yojana In Gujarati | PURNA Yojana Full Form | PURNA Yojana  2024 | પુુુુુર્ણા યોજના

જાણવા જેવુ, મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરી તથા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણ અભિયાન, પોષણ માસ અને પોષણ સુધા વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. મિત્રો આ આર્ટિકલમાં આપણે PURNA Yojana Gujarat વિશે વિગતે માહિતી મેળવવાના છીએ. પૂર્ણા યોજના હેઠળ ગુજરાતની કિશોરીઓમાં કુપોષણ, એનિમિયા ધટાડવા અને પોષણ અને કાયદાકીય જ્ઞાનમાં વધારો કરી શારિરીક અને માનસિક રીતે શસક્ત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પૂર્ણા યોજના શું છે? આ યોજનાનો ઉદ્દેશ શું છે? લાભાર્થી જુથ અને મળવાપાત્ર લાભો વિશે વિગતે જાણકારી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

PURNA Yojana Gujarat

Bullet Point of PURNA Yojana Gujarat 2024

યોજનાનું નામ પૂર્ણા યોજના 2024
યોજનાનો ઉદ્દેશ 15 થી 18 વર્ષ વય જુથની  કિશોરીઓના શારિરીક, માનસિક અને બૌદ્ધિક વિકાસ.
અમલીકરણ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
ઓફિસિયલ વેબસાઈટ wcd.gujarat.gov.in
લાભાર્થીના નામની નોંધણી નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે.

પૂર્ણા યોજના વિશે જાણો | PURNA Yojana In Gujarati

પૂર્ણા યોજના ની શરૂઆત ગુજરાત પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. PURNA Yojana Gujarat હેઠળ  મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા  15 થી 18 વર્ષ વય જુથની જે કિશોરીઓ શાળાએ જાય છે તથા જે કિશોરીઓ શાળાએ નથી જતી,  તેમના ઉત્કર્ષ માટે ખાસ આ યોજના અમલમાં મુકેલ છે.શાળાએ ન જતી કિશોરીઓને શાળામાં પુન: પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.આ યોજના હેઠળ કોઈપણ આવક મર્યાદા ધ્યાને લીધા વિના કિશોરીઓને પોષણ, આરોગ્ય અને સ્વવિકાસમાં સક્ષમ બનાવવામાં આવે છે.

પૂર્ણા યોજનાનો ઉદ્દેશ

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા PURNA Yojana Gujarat હેઠળ ખાસ કરીને કિશોરીઓને શારીરિક તેમજ માનસિક રીતે સશક્ત કરવાના  ખાસ ઉદ્દેશ્યોને ધ્યાને લઈને અમલમાં મુકવામાં આવી છે. જે નીચે મુજબ છે.

  • 15 થી 18 વર્ષ વયની કિશોરીઓમાં કુપોષણ, એનિમિયા અને બાળલગ્ન પ્રમાણ ઘટાડવુ.
  • કિશોરીઓને જાહેર સેવાઓની લગતી સંસ્થાઓની મુલાકાત કરાવવી.
  • કિશોરીઓમાં કાયદાકીય જ્ઞાન, વ્યવસાયિક તાલીમ અને સ્વાસ્થ્ય અંગેના જ્ઞાનમાં વધારો કરવો.
  • પોષણ, આરોગ્ય અને જીવન કૌશલ્ય વિશે સમજ આપીને કિશોરીઓને સક્ષમ અને સ્વાવલંબી બનાવવાનો ઉદ્દેશ.

PURNA Yojana Gujarat Image

પૂર્ણા યોજના લાભાર્થી જુથ

પુર્ણા યોજના ખાસ કરીને કિશોરીઓ સર્વાંગી વિકાસ માટે અમલમાં મુકાયેલ છે. 15 થી 18 વર્ષની જે કિશોરીઓનું નામ આંગણવાડી ખાતે નોંધાયેલ છે. તે શાળએ જતી હોય કે શાળાએ ના જતી હોય તે તમામ કિશોરીઓને પૂર્ણા યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. તે માટે નજીકની કોઈપણ આંગણવાડી ખાતે પોતાનું નામ નોંધાવી શકે છે. ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારની તમામ કિશોરીઓને પુુર્ણા યોજના હેઠળ આવરી લઈને સશક્ત ગુજરાત તરફ એક મહત્વનું પગલું ગણાય છે.

પૂર્ણા યોજના મળતા લાભ          

PURNA Yojana Gujarat હેઠળ કિશોરીઓને તેઓના સ્વાસ્થ્ય અને પોષણ અંગે સભાનતા કેળવાય અને કિશોરાવસ્થામાં બૌદ્ધિક, શારિરીક અને માનસિક વિકાસ થાય તે માટે પોષકતત્વો સભર આહાર તથા વિવિધ પ્રવૃતીઓ કરાવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબની છે.

  • કિશોરીઓને મહિના દર ચોથા મંગળવારે પુર્ણા શક્તિના પોષકતત્વો સભર 4 પેકેટ આપવામાં આવે છે.
  • આંગણવાડી કેન્દ્રો ખાતે દર બુધવારે લોહતત્વની ગોળીઓ આપવામાં આવે છે.
  • આંગણવાડી ખાતે દર મહિનાના ચોથા મંગળવારે પુર્ણા દિવસની ઉજવણી કરીને પોષણ અને અરોગ્ય સભર આહાર આપવામાં આવે છે.
  • શાળાએ જતી ના હોય તેવી કિશોરીઓને શાળાએ પુન:પ્રવેશ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે
  • આરોગ્ય વિભાગના સંકલનથી કિશોરીઓના આરોગ્યની મફત તપાસ કરવામાં આવે છે.
  • કિશોરીઓમાં સ્વલંબનની ભાવના ઉત્પન્ન થાય તે માટે બેંક, પોસ્ટ ઓફિસ, સરકારી ઓફિસ જેવી જાહેર સેવાઓની સંસ્થાઓની મુલાકાત કરાવામાં આવે છે.
  • કિશોરીઓમાં પોષણ અને અરોગ્ય અંગે જાગૃતા આવે તે માટે આંગણવાડી ખાતે પુર્ણા કીટ આપવામાં આવે છે.

PURNA Yojana Full Form

PURNA Yojana Full Form Prevention Of Under Nutrition And Reduction In Nutritional Anaemia એટલે કે પ્રિવેન્સન ઓફ અન્ડર ન્યુટ્રીશન એન્ડ રીડકશન ઓફ ન્યુટ્રીશનલ એનિમિયા અમોંગ એડોલેશન્ટ ગર્લ્સ. જેમાં કિશોરીએ પોષકતત્વો સભર આહાર આપીએ એનિમિયાનું પ્રમાણ ઘટાડવાના પ્રયત્ન કરવામાં આવે છે.

પુર્ણા યોજના હેઠળ લાભ માટે જરૂરી ડોક્યુમેન્ટ.

Purna Yojana Gujarat હેઠળ 15 થી 18 વર્ષની કિશોરીઓના સ્વાસ્થય અને સર્વાંગી વિકાસ પર વિશેેષ ધ્યાન રાખવામાં આવે છે. આંગણવાડી ખાતે નામની નોંધણી કરીને યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે નીચેના ડોકયુમેન્ટ જરૂરી છે.

  • લાભાર્થી દીકરીના આધારકાર્ડની નકલ.
  • શાળામાં અભ્યાસ કરતા હોવાનું પ્રમાણપત્ર (મરજીયાત)
  • મોબાઈલ નંબર

વધુ જાણો. 

1000 divas mmy

પોષણ સુધા યોજના

પૂર્ણા યોજના હેઠળ નામની નોંધણી ક્યાં કરવી.

  • PURNA Yojana Gujarat  હેઠળ 15 થી 18 વર્ષની કોઈપણ કિશોરી પોતાના વિસ્તારની નજીકની આંગણવાડી ખાતે નામની નોંધણી કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે આપ નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે અથવા તાલુકાના મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS વીંગના મુખ્ય સેવિકા બહેનનો સંપર્ક કરી શકો છો.

આ પણ જાણો. 

કુંવરબાઈનું મામેરું યોજના ₹ 12,000/-ની સહાય.

[New Update] નમો સરસ્વતી યોજના 2024 વિદ્યાર્થીને મળશે કુલ ₹25,000/-

Important Link  of PURNA yojana

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ટેક હોમ રાશન યોજના  વિશે જાણકારી

Click Here

સંપર્ક નંબરની વિગત

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 06 થી નાના બાળકો, 15 થી 18 વર્ષની કિશોરીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, ગર્ભવતી મહિલાઓના શારિરીક તથા માનસિક વિકાસ થાય અને તેઓના પોષણ સ્તરમાં સુધારો થાય તે માટે ઘણી યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાંથી PURNA Yojana Gujarat  વિશે આ આર્ટિકલમાં વિગતે સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપના પરિવારને મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓના લાભ લેવા માટે નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે સંપર્ક કરવાનું સુચન છે.

FAQ પ્રશ્નોતરી 

(1) PURNA Yojana Full Form શું છે?

જવાબ- PURNA Yojana Full Form Prevention Of Under Nutrition And Reduction In Nutritional Anaemia એટલે કે પ્રિવેન્સન ઓફ અન્ડર ન્યુટ્રીશન એન્ડ રીડકશન ઓફ ન્યુટ્રીશનલ એનિમિયા અમોંગ એડોલેશન્ટ ગર્લ્સ. છે.

(2) PURNA Yojana Gujarat યોજનાનો ઉદ્દેશ.

જવાબ- કિશોરીએ પોષકતત્વો સભર આહાર આપીએ એનિમિયાનું પ્રમાણ ઘટાડવાનાનો તથા માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તેવી પ્રવૃતિઓ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.

(3) PURNA Yojana Gujarat 2024 હેઠળ કોને લાભ આપવામાં આવે છે?

જવાબ- પૂર્ણા યોજના હેઠળ 15 થી 18 વર્ષની કિશોરીઓને આંગણવાડી મારફતે લાભ આપવામાં આવે છે.

2 thoughts on “PURNA Yojana Gujarat 2024 | પૂર્ણા યોજના 2024”

Leave a comment