Anganwadi Bharti 2023 Rajkot Online Form | Rajkot Anganwadi Bharti 2023 Last Date | Rajkot Anganwadi Bharti 2023 Online Form Date
જાણવા જેવું: સમગ્ર રાજ્યમાં આંગણવાડી ખાતે ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. તેમાં Rajkot Anganwadi Bharti 2023 હેઠળ રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર હેઠળની આંગણવાડી ખાતે કુલ- 436 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. મિત્રો, આ આર્ટિકલમાં રાજકોટ ઝોનના જિલ્લાઓ તથા રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કેટલી જગ્યાઓ પર ભરતી થનાર છે? ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તેની વિગતે માહિતી મેળવીશુ. તો આ અર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી છે.
Bullet Point of Rajkot Anganwadi Bharti 2023
આર્ટિકલનું નામ | રાજકોટ જિલ્લામાં આંગણવાડી ભરતી 2023 |
રાજકોટ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કુલ જગ્યાઓ | આંગણવાડી કાર્યકર કુલ- 162
આંગણવાડી તેડાગર કુલ- 274 |
માનદ વેતન/ પગાર | કાર્યકર માટે ₹ 10000/-
તેડાગર માટે ₹ 5,500/- |
અરજી કેવી રીતે કરવી? | ઓનલાઈન |
અરજી કરવા માટેનો સમયગાળો | તા. 08/10/2023 થી તા. 30/11/2023ના રાત્રીના 12.00 વાગ્યા સુધી. |
ઓફિસિયલ વેબસાઈટ | https://e-hrms.gujarat.gov.in/ |
રાજકોટ જિલ્લામાં આવેલી આંગણવાડીઓ ખાતે નીચે દર્શાવેલ કોઠા મુજબની જગ્યાઓ પર આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની ભરતી માટે ઓનલાઈન પ્રકિયા શરૂ થયેલ છે.
રાજકોટ જિલ્લો |
આંગણવાડી કાર્યકરની જગ્યાઓ | આંગણવાડી તેડાગરની જગ્યાઓ |
કુલ જગ્યાઓ |
રાજકોટ ગ્રામ્ય |
25 | 50 | 75 |
રાજકોટ શહેરી | 137 | 224 |
361 |
કુલ |
162 | 274 |
436 |
- રાજકોટ ગ્રામ્ય વિસ્તારની ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો.
- રાજકોટ શહેરી વિસ્તારની ઓફિસિયલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો.
ગુજરાતના સમગ્ર રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની ઓનલાઈન ભરતી પ્રકિયા શરૂ થયેલ છે. જેમાં રાજકોટના આસપાસ જિલ્લાઓ (રાજકોટ પ્રાદેશિક ઝોન)માં ખાલી જગ્યાઓની માહિતી નીચે મુજબ આપેલી છે.
- અમરેલી જિલ્લામાં: આંગણવાડી કાર્યકર માટે કુલ- 114 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 213 જગ્યાઓ એમ કુલ – 327 જગ્યાઓ.
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે કુલ-82 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 158 જગ્યાઓ એમ કુલ – 240 જગ્યાઓ.
- મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે કુલ-106 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 184 જગ્યાઓ એમ કુલ – 292 જગ્યાઓ.
- પોરબંદર જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે કુલ- 33 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 60 જગ્યાઓ એમ કુલ – 93 જગ્યાઓ.
- ગીર સોમનાથ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે કુલ- 56 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 79 જગ્યાઓ એમ કુલ – 135 જગ્યાઓ.
- જુનાગઢ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે કુલ-84 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 125 જગ્યાઓ એમ કુલ- 209 જગ્યાઓ.
- જામનગર શહેરીઃ આંગણવાડી કાર્યકર માટે કુલ- 20 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 42 જગ્યાઓ એમ કુલ – 64 જગ્યાઓ.
- જામનગર ગ્રામ્ય- આંગણવાડી કાર્યકર માટે કુલ- 71 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 184 જગ્યાઓ એમ કુલ – 2855 જગ્યાઓ.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી તેડાગર માટે લધુતમ લાયકાત નીચે મુજબ નિયત થયેલ છે. આ લાયકાતથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે.
જગ્યાનું નામ |
લધુતમ શૈક્ષણિક લાયકાત |
આંગણવાડી કાર્યકરની |
ધોરણ-12 પાસ |
આંગણવાડી તેડાગર |
ધોરણ- 10 પાસ |
Rajkot Anganwadi Bharti 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ
રાજકોટ જિલ્લામાં આંગણવાડી ખાતે તેડાગર અને કાર્યકર માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ pdf માં અપલોડ કરવાના રહેશે.
- ઉમેદવારનો ફોટો
- સ્વ ધોષણપત્ર અને આધાર કાર્ડ.
- જન્મ તારીખ માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, અથવા ધોરણ-10ના ક્રેડીટ સર્ટિફિકેટ
- મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનો દાખલો.
- જાતિનો પ્રમાણાપત્ર.
- ધોરણ- 10 ની માર્કશીટ
- ધોરણ- 12 ની માર્કશીટ
- સ્નાતક,અનુસ્નાતક, બી.એડ, પી.ટી.સી, વગેરે સર્ટીફીકેટ કોર્સ ડીગ્રીના તમામ સેમેસ્ટરની માર્કશીટ Pdf માં અપલોડ કરવાની રહેશે
- દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે.
નોંધઃ- ઉમેદવારની જાતિ અને પસંદ કરેલ ખાલી જગ્યા આંગણવાડી કાર્યકર કે તેડાગર મુજબ અલગ-અલગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોઈ શકે છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | Anganwadi Bharti 2023 Rajkot Online Form
રાજકોટ જીલ્લામાં આવેલ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના આંગણવાડી કેન્દ્રો ખાતે ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે https://e-hrms.gujarat.gov.in/ વેબસાઈટ પરથી અરજી કરી શકાશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપુર્ણ માહિતી નીચે દર્શાવેલ લીંકમાં આપવમાં આવે છે. જેની પ્રોસેસ અનુસરીને આપ જાતે જ ઓનલાઈન અરજી કરી શકશો.
ઓનલાઈન કરજી કરવાની પ્રોસેસ જાણો.
દરેક અરજદારે આંગણવાડી ખાતે ખાલી પડેલ જગ્યા પર અરજી કરતા પહેલા નીચે મુજબના નિયામો અને શરતો વાંચી પછી અરજી કરવા વિનંતી છે જેથી અરજી રદ્દ થવાથી શક્યતા નિવારી શકાય.
- આંગણવાડી કાર્યકર અથવા તેડાગરની માનદ સેવામાં ખાલી જગ્યા પર ઓનલાઈન અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી અને ૩૩ વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
- આંગણવાડી તેડાગર માટે ઉમેદવાર ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને આંગણવાડી કાર્યકર માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધોરણ -12 પાસ અથવા ધોરણ – 10 પછી માન્યતા પ્રાપ્ત કોઇપણ ઓછામાં ઓછો 2 વર્ષનો ડીપ્લોમા કોર્સ કરેલ ઉમેદવાર અરજી કરી શકશે.
- વિધવા ઉમેદવારે વિધવા હોવાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.
- શૈક્ષણિક લાયકાતના અરીજન પ્રમાણપત્રો સ્કેન કરી Pdf ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે અને કચેરી દ્વારા માંગ્યેથી અસલ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- ભારતના નાગરિક હોય તેવા ઉમેદવાર મહિલા Rajkot Anganwadi Bharti 2023 હેઠળ અરજી કરી શકશે.
- એક કરતા વધુ પ્રયત્ને પરીક્ષા પાસ કરેલ હોય તેવા કિસ્સામાં ઉમેદવારે તમામ પ્રયત્નોની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
- ઉમેદવારે સ્પષ્ટ વંચાય તેવા સ્ક્રેન કરીને ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ડોકયુમેન્ટમાં વિસંગતતા જણાશે તો ઉમેદવારી કોઈપણ તબક્કે રદ્દ કરવાપાત્ર થશે.
- ગુનાહિત ઈતિહાસ કે નાદાર થયેલ વ્યક્તિ Rajkot Anganwadi Bharti 2023 Online Apply કરી શકશો નહી.
Rajkot Anganwadi Bharti 2023 Last Date
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તથા રાજકોટ જિલ્લામાં આવેલી આંગણવાડી ખાતે ખાલી જગ્યાઓ પર ભરતી માટે તા.08/11/2023 થી ઓનલાઈન ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે. ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ તા.30/11/2023ના રાત્રીના 12.00 વાગ્યા સુધીની છે.
Important Links of Rajkot Anganwadi Bharti 2023
ઓફિસિલય વેબસાઇટ | |
રાજકોટ ગ્રામ્ય માટે ઓનલાઈન અરજી કરવા માટે | |
રાજકોટ શહેરી માટે ઓનલાઈન અરજી કરવા માટે | |
અરજીફોર્મની પ્રિન્ટ મેળવવા માટે | |
Home Page |
Concussion
ગુજરાત રાજ્યમાં હાલ સમગ્ર જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રો ખાતે માનદ્ વેતનથી ખાલી રહેલ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ ચાલુ છે. આપના જ વિસ્તારમાં અરજદારને ઓનલાઈન અરજી કરવા માટે Rajkot Anganwadi Bharti 2023 માં વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉમેદવારને ઓનલાઈન અરજી કરવા માટે કોઈ પ્રશ્ન હોય તો હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરવા સુચન છે.
FAQ
(1) જિલ્લા કક્ષાએ Rajkot Anganwadi Bharti 2023 કઈ કચેરીનો સંપર્ક કરવો?
રાજકોટ જિલ્લા માટે આંગણવાડી ભરતી માટે કોઈ પ્રશ્ન હોય તો માહિલા અને બાળ વિકાસ વિભાગ I.C.D.S શાખા ખાતે સંપર્ક કરવાનો રહેશે.
(2) ભરતી માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા માટે છેલ્લી તારીખ કઈ છે?
આંગણવાડી ખાતે ખાલી જગ્યાઓ પર ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 30/11/2023ના રાત્રીના 12.00 વાગ્યા સુધી છે.
Rajkot Anganwadi Bharti 2023 માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના e-hrms.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.