Free Silai Machine Yojana Online Apply 2024 : મિત્રો, સરકાર દ્વારા નાગરીકોમાં રોજગારીના અવસરો ઉભા થાય તથા રોજગારલક્ષી સાધનની ખરીદીમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે ઘણી યોજનાઓ અમલામાં છે. હાલ મહિલાને સ્વ રોજગાર માટે માનવ કલ્યાણ યોજના હેઠળ મફત સિલાઈ મશીન આપવાની યોજના માટે ઈ-કુટીર પોર્ટર ફોર્મ ભરવાના શરૂ થયા છે. જેમાં મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે ₹ 21,500/-ની સહાય આપવામાં આવે છે. ઓનલાઈન ફોર્મને આધારે ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી થશે. Free Silai Machine Yojana Online Apply 2024 માટે ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરવું? ક્યા ડોક્યુમેન્ટની જરૂરી રહેશે.તથા યોજનાનાની વિસ્તૃત માહિતી આજના આર્ટીકલમાં મેળવીશું.
Bullet Point of Free Silai Machine Yojana Online Apply 2024
યોજનાનું નામ | ઈ-કુટીર મફત સિલાઈ મશીન યોજના |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યની દરેક BPL લાભાર્થી મહિલા |
યોજના હેઠળ મળનાર લાભ | સિલાઈ મશીન ટુલકીટ ખરીદવા માટે ₹ 21,500/-ની સહાય |
ઓનલાઈન અરજી ક્યાં કરવી? | ઈ-કુટીર પોર્ટલ પર |
કઈ યોજના હેઠળ સિલાઈ મશીન મળશે | માનવ કલ્યાણ યોજના હેઠળ |
ઓફિસિલય વેબસાઈટ | https://e-kutir.gujarat.gov.in/ |
મફત સિલાઈ મશીન યોજના 2024નો ઉદ્દેશ
મહિલાઓ સ્વરોજગાર મેળવીને આર્થિક રીતે પગભર થાય તથા ઘર ચલાવવા આવકનો સ્ત્રોત ઉભા થાય તે માટે સિલાઈ કામની જાણકાર મહિલા કે જેઓની ઉંમર 16 થી 60 વર્ષની છે. તેવી તમામ BPL લાભાર્થી મહિલાને મફત સિલાઈ મશીન સહાય યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે ₹ 21,500/-ની સહાય કરવામાં આવશે. Free Silai Machine Yojana Online Apply 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરાયા પછી ડ્રો ને અધારે લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે. હાલ માનવ કલ્યાણ યોજના હેઠળ સિલાઈ મશીન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે.
Free Silai Machine Yojana Online Apply 2024 માટે લાભાર્થીની પાત્રતા.
- અરજદાર BPL કાર્ડ ધરાવતો હોવો જોઈએ.
- અરજદારની ઉંમર 16 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લભાર્થીની વાર્ષિક આવક ₹ 1,20,000/- અને શહેરી વિસ્તારના લાભાર્થીની વાર્ષિક આવક ₹ 1,50,000/- થી ઓછી હોવી જોઈએ. (આવકનો દાખલો ચિફ ઓફિસર, મામલતદાર, જેવા સત્તાધિકારી પાસેથી કઢાવેલ હોવો જોઈએ)
નોંધ – જે અરજદાર BPL યાદીમાં 0 થી 20નો સ્કોર ધરાવે છે. તેઓને આવકના દાખલાની જરૂર નથી.
Free Silai Machine Yojana Online Apply 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ.
કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા સંચાલીત માનવ કલ્યાણ યોજનામાં કુલ 28 જેટલા વ્યવસાય માટે ટુલકીટ આપવામાં આવે છે. તેમાંથી દરજીકામ માટે મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ઓનલાઈન અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે.
- અરજદારનું આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો( લાઈટબીલ, લાઈસન્સ, ચુંટણીકાર્ડ)
- વાર્ષિક આવકનો દાખલો
- BPL રેશન કાર્ડની નકલ
- જાતિનો દાખલો.
- અભ્યાસનો પુરાવો.
- એકારનામુ.
- સ્વઘોષણાપત્ર.
- ઉંમર અંગેનો પુરાવો.
- જો કોઈ વ્યવસાઈક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર.
- પાસપોર્ટ સાઈઝનો ફોટો.
વધુ જાણો:-
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સિલાઈ મશીન સહાય મેળવો.
₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી મહિલા સ્વાવલંબન યોજના
Silai Machine Yojana Gujarat 2024 માટે ઓનલાઈન અરજી પ્રોસેસ
મહિલા અરજદારને Silai Machine Yojana 2024 માટે ઈ-કુટીર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની થાય છે. અહીં ઓનલાઈન અરજી પ્રોસેસ સરળ રીતે બતાવામાં આવી છે.
- સો પ્રથમ અરજદારે Google પર e-kutir.gujarat.gov.in ટાઈપ કરીને કુટીર અને ગ્રામોદ્યોગની ઓફિસિલ્ય વેબસાઈટ ઓપન કરવાની રહેશે. જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબ e-Kutir Portal ઓફિસિલય વેબસાઈટ ઓપન થશે.
- અરજદારે અગાઉ રજીસ્ટ્રેશન ના કરાવેલું હોય તો, ઈમેજમાં દર્શાવ્યા મુજબ ‘‘ New Individual Registration “ પર ક્લિક કરવાની Online Registration બોક્સ ખુલશે.
- જેમાં ફોર્મમાં દર્શાવેલ બધી જ માહિતી ભરવાની ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેથી મોબાઈલ નંબર પર Usar Id અને Password અને પાસવર્ડ SMS મોકલવામાં આવે છે.
- અરજદારને મોબાઈલમાં મળેલ Usar Id અને Password વડે e-Kutir Portal પર ઓનલાઈન લોગીન કરવાનું રહેશે.
- સૌ પ્રથમ અરજદારે Usar Id પછી Password અને બાદમાં Captcha Code નાંખીને Login બટન પર ક્લિક કરવાનું રહેશે. જેથી Profile Page ખુલશે.
- જેમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરીને Update કરવાનું રહેશે.
- ત્યાર બાદના પેજમાં જુદી-જુદી યોજનાઓ બતાવશે. આપને તેમાંથી ‘‘માનવ કલ્યાણ યોજના’’ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ યોજના વિશેની સામાન્ય માહિતી વાંચીને OK પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ ‘‘અરજદાર વિગતો’’ નું પેજ ખુલશે. Salai Machine Online Form માં અરજદારે પોતાને લગતી માહિતી ભરી તમામ વિગતો ચકાસનીને Save & Next પર ક્લિક કરવાનું રહે.
- ત્યાર બાદ નવુ પેજ ઓપન થશે. જેમાં અરજદારને ‘‘અરજીની વિગતો’’ ભરવાની રહેશે. ટુલકીટનું નામમાં દરજી કામ ,ટેકનિકલ વિગતો, શૈક્ષણિક લાયકાતની વિગત, વાર્ષિક આવક અને વ્યવસાય વિશેની માહિતીમાં દરજીકામની વિગતો ભરીને Save & Next પર ક્લિક કરવાનું રહે.
- હવે પછીના પેજમાં અરજદારે પોતાનને લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. છેલ્લે અરજી સબમીટ કરીને પ્રિન્ટ લઈ રાખવાની રહેશે.
Free Silai Machine Yojana Online Apply 2024 બાદ મળેલ અરજીઓની ચકાસણી કરીને ડ્રો કરવામાં આવશે.ડ્રોમાં પસંદગી પામેલ લાભાર્થીઓની વિગતો ઓનલાઈન મુકવામાં આવશે. જેની માહિતી અમારી વેબસાઈટ પર પણ મુકવામાં આવશે.
જાણવા જેેેેેેવું:-
પ્રધાનમંત્રી આવાસ યોજના વડોદરા માટે ફોર્મ ભરવાના શરૂ.
પ્રોપર્ટી કાર્ડની નકલ ઓનલાઈન ડાઉનલોડ કરવા પ્રોસેસ જાણો.
Important Links of Free Silai Machine Yojana Online Apply 2024
ઓનલાઈન અરજી માટે | |
ઓફિસિલયલ વેબસાઈટ | |
Home Page |
Conclusion
મિત્રો, ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સ્વ રોજગારના અવસરો મળી રહે તે માટે માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ સિલાઈ મશીન માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે. Free Silai Machine Yojana Online Apply 2024 માટે અરજદારે ઈ-કુટીર પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીમાં કર્યેથી ડ્રો દ્વારા પસંદ કરાયેલ લાભાર્થીઓને સિલાઈ મશીન ખરીદવા માટે ₹ 21,500/-ની સહાય આપવામાં આવશે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
(1) Free Silai Machine Yojana Online Apply 2024 માટે અરજી ક્યાં કરવાની રહેશે.?
ગુજરાત સરકારના EKutir Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
(2) Silai Machine Yojana 2024 Form ભર્યા બાદ લાભાર્થીઓની પસંદગી કેવી રીતે થશે?
આ યોજનામાં લાભાર્થીઓની પસંદગી ડ્રો દ્વારા કરવામાં આવશે.
(3) Silai Machine Yojana Gujarat 2024 માટે કેટલી સહાય આપવામાં આવશે?
સિલાઈ મશીન ખરીદવા માટે ₹ 21,500/-ની સહાય આપવામાં આવશે