ટપક સિંચાઈ યોજના | Tapak Sinchai Paddhati Yojana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tapak Sinchai | Tapak Sinchai Paddhati | ટપક સિંચાઈ પધ્ધતિ | Tapak Sinchai Paddhati Project | Tapak Sinchai Paddhati In Gujarati | ડ્રીપ ઇરીગેશન  યોજના | Water Tanks In Drip Irrigation Gujarat | Tapak Sinchai Paddhati Subsidy | Drip Irrigation Scheme In Gujarat | Tapak Sinchai Yojana Gujarat

જાણવા જેવું: મિત્રો રાજયના ખેડૂત આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ઓછી મહેનત તથા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે તે માટે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.આ યોજનાઓનો ઉપયોગ કરીને ગુજરાતના ખેડૂત અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ પાક ઉત્પાદન મેળવતા થયા છે. આજે આપણે ખેડૂત કલ્યાણલક્ષી Tapak Sinchai Paddhati Yojana હેઠળ મળતી સબસીડી વિશે જાણકારી મેળવીશું. ટપક સિંચાઈ યોજનામાં ખેડૂતોને પાણી સંગ્રહના ટાંકા બનાવી આખી સિંચાઈ સિસ્ટમ ઉભી કરવાની જરૂર પડે છે. સરકાર દ્વારા આ ટાંકા બનાવવા માટે કેટલી સહાય આપે છે? અને પાણીના ટાંકા બનાવાની સાઈઝ વિશેના ધોરણો વિશે વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Tapak Sinchai Paddhati Yojana

Bullet Point of Tapak Sinchai Paddhati Yojana

યોજનાનું નામ ટપક સિંચાઈ માટે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના
લાભાર્થીની પાત્રતા. રાજ્યના તમામ ખેડૂતો
મળવાપાત્ર લાભ ટપક સિંચાઈના ટાંકા બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા ₹ 9,80,000/- ની સહાય.
પાણીના ટાંકાની સાઈઝ ઓછામાં ઓછા 75 અને વધુમાં વધુ 1000 ઘનમીટર પાણીની ક્ષમતાવાળા ટાંકા
ઓનલાઈન અરજી ક્યાં કરવી ikhedut Portal પર
ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

ટપક સિંચાઈ પધ્ધતિ યોજનાનો હેતું.

રાજ્યમાં મોટા ભાગની ખેતીમાં કુવા  કે બોર દ્વારા પિયત કરવામાં આવે છે. જેનો મુખ્ય આધાર ભુગર્ભ જળ પર રહેલો છે. આજે દિવસેને દિવસે ભુગર્ભ જળના તળ નીચે જતા જાય છે. પરિણામે કુવા કે બોર બનાવવાનો ખર્ચ વધતો જાય છે. આ સમસ્યાનો ઉપાય છે ટપક સિંચાઈ પદ્ધતિ. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે Tapak Sinchai Paddhati Yojana હેઠળ પાણી સંગ્રહના ટાંકા બનાવવા કુલ ખર્ચના 50% અથવા ₹ 9,80,000/- ની સબસીડી સહાય આપવામાં આવે છે. જેનાથી ખેડૂતને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે.

ટપક સિંચાઈ પદ્ધતિથી ખેડૂતને થતા લાભ.

સરકાર દ્વારા ઓછા પાણીના ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે Tapak Sinchai Paddhati Yojana હેઠળ ખેડૂતને આર્થિક સહાય કરવામાં આવે છે. ટપક સિંચાઈ પદ્ધતિના લાભો નીચે મુજબ છે.

 • ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી સીધુ જ છોડના મુળમાં પડતું હોવાથી ઓછા પાણીમાં વધુ પિયત કરી શકાય છે.
 • Tapak Sinchai Paddhati Project થી પાણીની 40% થી 60% જેટલી બચત કરી શકાય છે.
 • ટપક સિંચાઈથી છોડના મુળમાં પાણી, ભેજ અને ગરમીનું પ્રમાણ જળવાઈ રહેતું હોવાથી છોડની ઝડપથી વૃદ્ધિ થાય છે.
 • પાણીમાં ભેળવીને જંતુનાશક દવા તથા પોષક તત્વો સીધા જ મુળમાં સમપ્રમાણમાં આપી શકાય છે. જેના પરિણામે ખાતરની તથા અન્ય મજુરી ખર્ચ બચે છે.
 • વિજળીની 30% જેટલી બચત સાથે સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે. જેના પરિણામે ખેડૂતની આવક વધે છે.

Tapak Sinchai Paddhati Yojana હેઠળ લાભ લેવા લાભાર્થીની પાત્રતા.

ટપક સિંચાઈ પદ્ધતિના ઉપયોગ માટે પાણીના ટાંકા બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જેમાં લાભાર્થીની પાત્રતા નક્કી થયેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

 • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ.
 • ટપક સિંચાઈ માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પિયત એટલે કે Micro Irrigation system નંખાવેલ હોય તેમને જ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.
 • Tapak Sinchai Paddhati Yojana Gujarat હેઠળ હેઠળ લાભાર્થી ખેડૂતે ઓછામાં ઓછા 75 ઘનમીટર અને વધુમાં વધુ 1000 ઘનમીટરની પાણીની ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે.
 • આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત મળવાપાત્ર રહેશે.

જાણવા જેેેેેેવુંઃ-

ખેડૂતને સ્માર્ટ ફોન ખરીદવા સહાય યોજના

ખેત પેેેેેદાશોના ટેકાના ભાવ જાણો.

ટપક સિંચાઈ યોજના હેઠળ મળવાપાત્ર સહાય. | Tapak Sinchai Paddhati yojana  Subsidy

 ટપક સિંચાઈ માટે પાણીના ટાંકા બનાવવા માટે વ્યક્તિગત લાભાર્થી અથવા  ગૃપ બનાવીને સામુહિક અરજીના કિસ્સામાં  મળવાપાત્ર સહાય નીચે મુજબ છે.

 • અરજદારને વ્યક્તિગત સહાયના કિસ્સામાં સિંચાઈ માટે પાણીના ટાંકા બનાવવા માટે થયેલ કુલ ખર્ચના 50%  અથવા ₹ 9,80,000/- બંનેમાંથી જે ઓછુ હોય તેની સહાય ચુકવાશે.
 • નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો સહાયનું ધોરણ યુનિટ કિંમત ₹ 19.60 લાખ નિયત કરીને તે મુજબ પ્રોરેટા ખર્ચના વધુમાં વધુ 50% અથવા ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછુ હોય તે પ્રમાણે સહાય આપવામાં આવશે.
 • આ યોજના હેઠળ સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘનમીટર અને વધુમાં વધુ 1000 ઘનમીટરની પાણીની ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે.
 • સામુહિક ગૃપના કિસ્સામાં ગૃપ લીડરના એકાઉન્ટમાં સિંચાઈ માટે પાણીના ટાંકા બનાવવા માટે થયેલ કુલ ખર્ચના 50% અથવા ₹ 9,80,000/- બંનેમાંથી જે ઓછુ હોય તેની સહાય ચુકવાશે
 • સામુહિક ગૃપમાં નાની સાઈઝના ટાંકા બનાવવા માટે ટાંકાની કિંમત ₹ 19.60 લાખ નક્કિ કરીને પ્રોરેટા ખર્ચના વધુમાં વધુ 50% અથવા ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછુ હોય તે પ્રમાણે સહાય આપવામાં આવશે.
 • સામુહિક ગૃપના કિસ્સામા સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘનમીટર અને વધુમાં વધુ 1000 ઘનમીટરની પાણીની ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે.

ટપક સિંચાઈ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

Tapak Sinchai Paddhati Yojana હેઠળ લાભ લેવા માટે Ikhedut Portal પર અરજી કરવા માટે  અરજદારને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરી પડશે.

 • અરજદારના આધારકાર્ડની નકલ.
 • જાતિનું પ્રમાણપત્ર.
 • 7/12 અને 8-અ નકલ.
 • રેશનકાર્ડની નકલ.
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર.
 • ખેડૂત પાસે વન અધિકાર પત્ર હોય તો તેની નકલ.(મરજીયાત)
 • જો ખેડૂત સહકારી મંડળી કે દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
 • મોબાઈલ નંબર.
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

વધુ જાણોઃ-

પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) બનાવવા માટેની સહાય.

12 દુધાળા પશુ ખરીદવા સહાય યોજના.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | Tapak Sinchai Paddhati Yojana Online Application  

મિત્રો, ટપક સિંચાઈ પદ્ધતિ માટે ટાંકા બનાવવા સહાય મેળવવા માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. અહી દર્શાવેલ સ્ટેપ બાય સ્ટેપની માહિતી દ્વારા આપ જાતે જ ઓનલાઈન અરજી કરી શકશો. આ યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને જિલ્લા વાઈઝ લક્ષ્યાંક નક્કિ થયેલ હોય છે.જે જિલ્લાનો લક્ષ્યાંક પુર્ણ કરવાનો બાકી હશે તે જિલ્લાના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે.

 • અરજદારે સૌ પ્રથમ ગુગલ પર ikhedut gujarat gov in ટાઈપ કરવાનું રહેશે, જેથી Ikhedut Portal ની ઓફિસિયલ વેબસાઈટ ઓપન થશે.
 • ત્યાર બાદ અરજદારે ‘‘યોજનાઓ’’ બટન પર ક્લિક કરી ખેતીવાડીની યોજના ઓપશન પસંદ કરવાનું રહેશે.
 • પછી ના સ્ટેપમાં નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ સિંચાઈ સુવિધાના ઘટકોમાંથી ટપક સિંચાઈ માટે ‘‘પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના’’ પસંદ કરવાનું રહેશે.
Tapak Sinchai Paddhati Yojana online
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
 • ત્યાર બાદ નીચે દર્શાવેલ ઈમેજ મુજબ ટપક સિંચાઈ મારફત પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજનાની વિગતો દર્શાવતુ પેજ ઓપન થશે.
 • જેમાં દર્શાવેલ વિગતો વાંચીને ‘‘અરજી કરો’’ પર ક્લિક કરીને આગળની પ્રોસેસ કરવાની રહેશે.
Tapak Sinchai Paddhati Yojana Application
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
 • ત્યાર પછીના સ્ટેપમાં આપ રજીસ્ટ્રર્ડ અરજદાર ની વિગતોમાં લાગુ પડતું હા કે ના પસંદ કરીને આગળ વધવાનું રહેશે.
 • ત્યાર બાદ નવી અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે.
 • જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે.
 • જેમાં અરજદારની વિગતો, સરનામું, જિલ્લો, આધારકાર્ડની વિગતો, બેંક ખાતાની વિગત, જો જુથમાં અરજી કરતા હોય તો જુથમાં સમાવિષ્ટ થયેલ ખેડૂતોની વિગત, અને રેશનકાર્ડની વિગતો નાંખીને અરજી સેવ કરવાની રહેશે.
Tapak Sinchai Paddhati Yojana Details
Image Credit Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
 • ત્યાર બાદ આગળના સ્ટેપમાં જરૂરી માહિતી ભરી તથા વિગતોની ચકાસણી કરીને છેલ્લે અરજી કન્ફર્મ કરવાની રહેશે.
 • જેથી આપને ઓનલાઈન એક અરજી નંબર આપવામાં આવશે.
 • Application Number થી આપ અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

આમ કરવાથી આપની ઓનલાઈન અરજીની પ્રોસેસ પુરી થશે.

Important links of Tapak Sinchai Paddhati Yojana

iKhedut Portal ની ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા

Click Here

અરજીની સ્થિતિની ચકાસણી કરવા

Click Here

સંપર્ક નંબરોની માહિતી માટે

Click Here

Home Page

Click Here

conclusion

ઓછા પાણીવાળા વિસ્તારમાં તથા જે ખેડૂતો પાસે પોતાના ઘરનો પાણીનો બોર કે કુવો નથી. તેવા ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરીને ખર્ચ બચત તથા પાકનું વધુ ઉત્પાદન મેળવી શકે છે. સરકાર દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે Tapak Sinchai Paddhati Yojana હેઠળ પાણીના ટાંકા બનાવી સિંચાઈ કરવા માટે 9,80,000/- ની  જંગી સહાય આપવામાં આવે છે. મિત્રો, આજના ટપક સિંચાઈ સહાય યોજના હેઠળ સબસીડી મેળવવા ઓનલાઈન અરજી કરવા તથા યોજનાની સંપુર્ણ વિગતો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને આ યોજનના લાભ લેવા માટે વધુ વિગતો કે કોઈ સમસ્યા હોય તો આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવા સુચન છે.

વધુ વાંચોઃ-

ikhedut Portal ની તમામ યોજનાઓની માહિતી.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

પ્રશ્નઃ (1) ટપક સિંચાઈ યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે.

જવાબ- Tapak Sinchai Paddhati Yojana હેઠળહેઠળ પાણીના ટાંકા બનાવવા માટે  કુલ ખર્ચના 50% અથવા ₹ 9,80,000/-  બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે.

પ્રશ્નઃ (2) Tapak Sinchai Paddhati Yojana હેઠળ કેટલી સાઈઝના પાણીના ટાંકા બનાવવાના હોય છે?

જવાબ- આ યોજના હેઠળ ખેડૂતે ઓછામાં ઓછા 75 ઘનમીટર અને વધુમાં વધુ 1000 ઘનમીટરની પાણીની ક્ષમતાવાળા ટાંકા બનાવવાના હોય છે.

પ્રશ્નઃ (3) Tapak Sinchai Paddhati Subsidy માટે અરજી ક્યાં કરવાની રહે છે?

જવાબ- Tapak Sinchai Paddhati Yojana માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.

Leave a comment