Tuition Sahay Yojana 2024 | ટ્યુશન સહાય યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tuition Sahay Yojana 2024 Gujarat  | કોચિંગ સહાય યોજના | Coaching Sahay Yojana Gujarat | Coaching Sahay Yojana | ટ્યુશન સહાય યોજના 2024

મિત્રો, સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિવિધ રીતે પ્રોત્સાહન મળે, વિદ્યાર્થીઓમાં વિવિધ વિષયો પરત્વે Skill Development વિકસીત થાય, તે માટે વિદ્યાર્થીલક્ષી વિવિધ યોજનાઓ જેવી કે શૈક્ષણિક અભ્યાસ લોન, વિદેશ અભ્યાસ લોન, સ્પર્ધાત્મક પરિક્ષા માટે તાલીમ સહાય યોજનાઓ અમલમાં મુકી છે. વિદ્યાર્થી મિત્રો, આ આર્ટિકલમાં તેવી જ એક યોજના Tuition Sahay Yojana  (કોચિંગ સહાય યોજના) યોજના વિશે વિગતે માહિતી મેળવીશું. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા સંચાલિત ટ્યુશન સહાય યોજનામાં વિદ્યાર્થી Online Application કેવી રીતે કરી શકે? સહાય માટે અભ્યાસ સંબંધિત શૈક્ષણિક લાયકાત શું હોય છે? ટ્યુશન માટે કેટલી સહાય મળે છે? વગેરે જેવી બાબતોની સંપુર્ણ અને સરળ માહિતી માટે આ આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી છે.

Tuition Sahay Yojana

Bullet Points of Tuition Sahay Yojana

યોજનાનું નામ ટ્યુશન સહાય યોજના (કોચિંગ સહાય યોજના)
સરકારી વિભાગ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા સંચાલિત.
વિદ્યાર્થીની પાત્રતા. ધોરણ- 11 અને ધોરણ- 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.
પુર્વ શરત વિદ્યાર્થીને ધોરણ-10 માં 70% કે તેથી વધુ માર્કસ હોવા જોઈએ.
ટ્યુશન સહાય વાર્ષિક  ₹ 15,000/- પ્રોત્સાહક સહાય
Official Website gueedc.gujarat.gov.in

Tuition Sahay Yojana નો હેતું.

સમાજના નબળા વર્ગના  તેજસ્વી વિદ્યાર્થીઓને જેઓ ધોરણ- 11 અને ધોરણ- 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. તેઓને અભ્યાસક્રમ મુજબ કોચિંગની જરૂરિયાત રહેતી હોય છે અનેે આર્થિક નબળી પરિસ્થિતનેે કારણે આગળ અભ્યાસ પણ કરી શકતા નથી. આવા વિદ્યાર્થીઓને  આ યોજના હેઠળ અભ્યાસમાં પ્રોત્સક રકમ તરીકે મદદરૂપ બનવાનો આ યોજનાનો મુખ્ય હેતું છે.

વિદ્યાર્થીને મળનાર સહાય.

Tuition Sahay Yojana માં  ધોરણ- 11 અને ધોરણ- 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને પ્રતિ વર્ષ વાર્ષિક  ₹ 15,000/- પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. જે રકમ વિદ્યાર્થીને કોચિંગ ખર્ચમાં મદદરૂપ બનશે.

વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત.

Tuition Sahay Yojana નો લાભ લેવા માટે વિદ્યાર્થીઓની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ નિયત કરવામાં આવી છે.

  • વિદ્યાર્થીએ ધોરણ- 10 માં 70% કે તેથી માર્કસ મેળવેલ  હોવા જોઈએ.
  • બિન અનામતના વિદ્યાર્થી ધોરણ-11 અથવા ધોરણ- 12 માં અભ્યાસ કરતો હોય તેવા વિદ્યાર્થીઓને ₹ 15,000/- સહાય મળશે.
  • Tuition Sahay Yojana માં વિદ્યાર્થીઓને શાળા/સંકુલમાં ભરેલ ફી મળવાપાત્ર નથી. પરંતુ શાળા કોલેજ સિવાય બહારનુ ટ્યુશન બંધાવામાં આવે છે. તેના માટે સહાય મળવાપાત્ર છે.
  • વિદ્યાર્થીને અભ્યાસના દરેક વર્ષમાં એકવાર સહાય મળવાપાત્ર થશે.

Tuition Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ.

  • નિયત નમૂનાની ઓનલાઈન અરજીપત્રકની પ્રિન્ટ.
  • ધોરણ-10 ની માર્કશીટની નકલ.
  • સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ (LC) ની નકલ.
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર.
  • આવકનું દાખલો.
  • રહેઠાણનો પુરાવો. (લાઈટબીલ, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ પૈકી કોઈપણ એક)
  • આધારકાર્ડની નકલ.
  • સ્કુલમાં પ્રવેશ મેળવેલ પત્ર એડમિશન લેટર (બોના ફાઈડ લેટર)
  • ટ્યુશન ક્લાસની ફી ની વિગત (પાવતી)
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ.
  • બાંહેધરી પત્રક.

Tuition Sahay Yojana  માટે આવક મર્યાદા.

ટ્યુશન સહાય મેળવવા માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષક આવક ₹ 4,50,000/- કે તેથી ઓછી હોવી જઈએ. વિદ્યાર્થીના પિતા કે વાલીનો આવકનો દાખલો માન્ય રહેશે. આ પરિવારના વિદ્યાર્થીઓ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે.

વધુ જાણો:- 

નમો સરસ્વતી યોજના 2024 વિદ્યાર્થીને મળશે કુલ ₹25,000/-

નમો લક્ષ્મી યોજના 2024 ધોરણ-9 થી 12 માટે મળશે કુલ ₹ 50,000/-

How to Apply Tuition Sahay Yojana 2024

વિદ્યાર્થી મિત્રો, અહી આપને Tuition Sahay Yojana માટે Online Apply ની વિગતે  Step By Step માહિતી આપવામાં આવેલ છે. જેને અનુસરીને આપ જાતે જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો.

Step-1  Login

  • વિદ્યાર્થીએ સૌ પ્રથમ Google પર gueedc.gujarat.gov.in સર્ચ કરવાનું રહેશે.
  • જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ.ની Official Website નું પેજ ખુલશે.
  • જેમાં વિદ્યાર્થીએ SCHEME ના મેનું પર ક્લિક કરીને, Couching Help Scheme પર ક્લિક કરવાનું રહેશે.
Tuition Sahay Yojana Login
Image Credit Government Website https://gueedc.gujarat.gov.in/Tution-Help-Scheme.html

Step-2  Apply Now

  • ત્યાર બાદ આપે નીચે દર્શાવેલ કોચિંગ સહાય યોજના માટેનું મેનું ખુલશે.
  • જે વિગતો વાંચીને આપે “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
Tuition Sahay Yojana Deshboard
Image Credit Government Website https://gueedc.gujarat.gov.in/Tution-Help-Scheme.html

Step- 3 Registration

  • જો આપ પ્રથમ વખત ઓનલાઈન અરજી કરતા હોવ તો આપને New User (Register)? પર ક્લિક કરવાનું રહેશે. જેની નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું Registration પેજ ખુલશે.
  • જેમાં વિદ્યાર્થીએ Email Id, Mobail No નાંખીને પોતાનો પાસવર્ડ ક્રિયેટ કરવાનો રહેશે અને અંતમાં Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી આપનું Registration Successful થઈ ગયુ છે. તેઓ મેસેજ દેખાશે. પછી આપે Already Register Click Here For Login? પર ક્લિક કરવાનું રહેશે.
Tuition Sahay Yojana Registration
Image Credit Government Website https://gueedc.gujarat.gov.in/Tution-Help-Scheme.html

Step- 4 Login For Application

  • ત્યારબાદ આપને નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું  પેજ ઓપન થશે.
  • જેમાં પ્રથમ user id તરીકે આપનો મોબાઈલ નંબર અને બીજા ખાનામાં રજીસ્ટ્રેશન વખતે બનાવેલ પાસવર્ડ નાંખવાનો રહેશે.
Tuition Sahay Yojana Application login
Image Credit Government Website https://gueedc.gujarat.gov.in/Tution-Help-Scheme.html

Step-  5 Login For Application

  • ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું યોજનાઓનું લીસ્ટ ખુલી જશે.
  • હવે આપે Apply Now પર ક્લિક કરવાથી અરજી ફોર્મ ખુલી જશે.
  • જેમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરીને Save કરવાનું રહેશે. ત્યારબાદ Photo And Signature  અપલોડ કરવાની રહેશે.
Tuition Sahay Yojana Scheme
Image Credit Government Website https://gueedc.gujarat.gov.in/Tution-Help-Scheme.html

Step-  6  Upload Documents

  • ત્યાર બાદના સ્ટેપમાં ઈમેજમાં દર્શાવ્યા મુજબ આપને Documents Upload કરવાના રહેશે. આપ PDF File , JPEG  કે PNG ફોર્મેટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો
Tuition Sahay Yojana Ducuments
Image Credit Government Website https://gueedc.gujarat.gov.in/Tution-Help-Scheme.html
  • ત્યાર બાદ Save પર ક્લિક કરવાથી આગળના પેજમાં આપને અરજીફોર્મની વિગતો દેખાશે, જેની બરોબર ચકાસણી કરીને છેલ્લે. Confirm Application બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી આપની અરજી Confirm થઈ જશે અને આપને Confirmation  Number મળી જશે. જેને સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે.

Online Application કર્યા બાદ શું કરવુ?

મિત્રો, ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ લઈ નીચે સહી કરીને, અપલોડ કરેલા તમામ ડોક્યુમેન્ટની (માર્કશીટ, એલ.સી, આધારકાર્ડ વગેરે) પ્રમાણિક નકલ કરી, વિદ્યાર્થી જે જિલ્લામાં અભ્યાસ કરતો હોય તે જિલ્લાના અધિકારીશ્રી નાયબ નિયામકશ્રી (વિ.જા)/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને અરજી રૂબરૂ કે પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યાબાદ હાર્ડકોપી ના મોકલવામાં આવે તો અરજી ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.

જાણવા જેવું:- 

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2024 ધોરણ-6 થી 12 દર વર્ષેે  ₹ 25,000/- સુધીની સ્કોલરશીપ.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 ધોરણ-9 થી 12 સુધી સુધી ₹90,000/-ની સ્કોલરશીપ.

Gujarat Bin Anamat Ayog વિશેની માહિતી.

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા સમાજના બિન અનામત સમુદાયના નાગરિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે વિદેશ અભ્યાસ લોન ,શૈક્ષણિક અભ્યાસ લોન, સ્વ રોજગાર માટે નાના પાયે વ્યવસાય માટેની લોન, ભોજન બીલ સહાય,  અને સ્પર્ધાત્મક પરિક્ષા માટે તાલીમ સહાય જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.

Official Website પર જવા અહીં ક્લિક કરો.

Helpline Number

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની Office Address and Contact Numbers નીચે દર્શાવેલ  છે.

બ્લોક નં. 2,  સાતમો માળ, D-2 વિંગ, કર્મયોગી ભવન , સેકટર 10-A , ગાંધીનગર

ફોન નં. 079-23258688 and 079- 23258684.

Important Links for Tuition Sahay Yojana 2024

Official Website

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે.

Click Here

Help Line Number

Click Here

અમારા Whatsapp Grup માં જોડાવા માટે.

Click Here

Home Page

Click Here

Conclusion

ટ્યુશન સહાય યોજના (કોચિંગ સહાય યોજના)  વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મદદરૂપ થવા માટે પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. Tuition Sahay Yojana  ગરીબ અને મધ્યમવર્ગીપ પરિવારનોના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બની છે. આપને આ યોજનામાં સહાય બાબતે કોઈ મુશ્કેલી જણાય તો અમારો સંપર્ક કરવા વિનંતી છે. અમે અપની સમસ્યાના સમાધાન માટે મદદરૂપ બનીશું.

FAQ

(1) ટ્યુશન સહાય માટે કઈ સંસ્થાની પાવતી જરૂરી છે?

જે સંસ્થા રજીસ્ટ્રર્ડ થયેલી હોય, જેને રજીસ્ટ્રેશન નંબર હોય તે સંસ્થાની પાવતી જરૂરી છે.

(2) બિન અનામત વર્ગનો દાખલો કયા અધિકારીશ્રી પાસથી મેળવાનો રહેશે?

તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી પાસેથી મેળવી શકાશે.

(3) Tuition Sahay Yojana  માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?

વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક ₹ 4,50,000/- કે તેથી ઓછી હોવી જોઈએ.

(4) ટ્યુશન સહાય ક્યાં ધોરણના વિદ્યાર્થીઓને મળે છે.

જે વિદ્યાર્થીઓ ધોરણ- 11 અને ધોરણ- 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે તેઓને સહાય મળે

2 thoughts on “Tuition Sahay Yojana 2024 | ટ્યુશન સહાય યોજના 2024”

Leave a comment