પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024 | Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat: આપણા દેશમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અવારનવાર ગરીબોના લાભ માટે કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. તેવી એક યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબ તથા મધ્યમવર્ગીય પરીવારોને પોતાનું ઘર બનાવવા ₹ 120000/-ની સહાય આપવામાં આવે છે. 2015 થી શરૂ થયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દર વર્ષે જે લાભાર્થીઓના મકાન સહાય મંજૂર થાય છે. તેની ઓનલાઈન યાદી બહાર પાડવામાં આવે છે. જેમાં અરજદારોને પોતાના મકાનની સહાય પાસ થઈ છે કે નહિ તે સરળતાથી જાણી શકાશે. મિત્રો, આજના આ આર્ટિકલમાં PM Awas Yojana List 2024 Gujarat વિશેની યાદી ક્યાંથી જાણી શકાય? તથા કોને આ યોજના હેઠળ લાભ મળ્યો છે? તેની વિગતે માહિતી મેળવીશું.

Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat

Contents hide

Bullet Point of Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat

આર્ટિકલનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024
કોને લાભ મળશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને
પી.એમ આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ ગ્રામિણ વિસ્તારના લોકોને માટે ₹ 1,20,000/- તથા પહાડી અને દુર્ગમ વિસ્તારના લોકો માટે ₹ 1,30,000/-
પોર્ટલનું નામ PMAY Portal
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઓનલાઈન અરજી ક્યાં સુધી કરી શકાશે? 31 ડિસેમ્બર 2024 સુધીમાં અરજી કરી શકાશે.
ઓફીસિયલ વેબસાઈટ https://pmayg.nic.in/

પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણો.

પ્રધાનમંત્રી આવાસ યોજના અગાઉ ઇન્દિરા આવાસ યોજના (IAY) તરીકે ઓળખવામાં આવતી હતી, જે વર્ષ 1985 માં શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2015માં આ યોજનાનું નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરવામાં આવેલ છે. PMGAY જેને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીને મકાન બનાવવા માટે ₹ 1,20,000/- સુધીની સહાય આપવામાં આવેે છેે. આ યોજના  પીએમ આવાસ યોજનાનો એક ભાગ છે, જો કે તેના હેઠળ માત્ર ગ્રામીણ વિસ્તારના લોકોને જ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે.

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશના ગરીબ અને બેઘર લોકોને મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે અને આ રકમની મદદથી ગરીબી રેખા નીચે જીવતા નાગરિકો પોતાનું મકાન બનાવી શકે છે. પીએમ આવાસ યોજના હેઠળ ભારતના ઘરવિહોણા અને ગરીબ નાગરિકોને આવાસ યોજના સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જે અંગે Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat દર વર્ષેે જાહેર કરવામાંં આવે છે.  PM આવાસ યોજનાના 2 ભાગ છે. (1)  PM આવાસ યોજના ગ્રામીણ જેના દ્વારા ગ્રામિણ વિસ્તારના લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. અને (2)  PM આવાસ અર્બન, જેના દ્વારા શહેરી વિસ્તારના લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે.

Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે લાભાર્થીઓએ ફોર્મ ભરેલ છે. જેઓની સહાય મંજુર થયેલ છે. તેવા ગ્રામિણ વિસ્તારના  લાભાર્થીની યાદી ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવે છે, જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિક છો, તો તમે તમારું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યાદીમાં ચકાસી શકો છો. આ લેખમાં Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat યાદી જાણવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવામાં આવેલ છે.

વધુ જાણો:- 

ઔડા પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ

ગુડા પ્રધાનમંત્રી આવાસ યોજના ગાંધીનગર

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024 જાણવા માટેની પ્રોસેસ | Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat

જો તમારી પાસે હાલ રજીસ્ટ્રેશન  નંબર નથી, અને તમે ગામમાં રહો છો, તો તમે નીચેની પ્રક્રિયાઓને કાળજીપૂર્વક અનુસરીને પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024  જાણી શકો છો.

  • સૌ પ્રથમ પ્રધાન મંત્રી આવાસ યોજના-ગ્રામિણની ઓફિસિયલ વેબસાઇટ https://pmayg.nic.in ની મુલાકાત લો.
  • હવે તમારી સામે પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણનું નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું હોમપેજ ખુલશે.
Pradhan Mantri Awas Yojana List 2024
Image Credit Government Official Website (https://pmayg.nic.in/)
  • હવે હોમપેજ પર આવેલ, મેનુંબાર માંથી ‘‘Awaassoft’’ મેનું પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ડ્રોપ ડાઉન મેનૂમાં રહેલ ‘‘Report’’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
Pradhan Mantri Awas Yojana List 2024 Update
Image Credit Government Official Website (https://pmayg.nic.in/)
  • ત્યાર બાદ એક નવુ પેજ ઓપન થશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો રિપોર્ટ ખુલશે.
  • જેમાંથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબના ‘‘Beneficiary details for verification’’ પર ક્લિક કરવાનું રહેશે.
Pradhan Mantri Awas Yojana List Gujarat
Image Credit Government Official Website (https://pmayg.nic.in/)
  • હવે તમારી સામે પીએમ આવાસ MIS રિપોર્ટનું પેજ ખુલશે.
  • હવે આપને નીચે ઈમેજ માં દર્શાવ્યા મુજબના ‘‘MIS Report’’ માંના ‘‘Selection Filters ’’ માંથી
  • સૌ પ્રથમ રાજ્યના નામમાં Gujarat પસંદ કરી, આપના જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ, વર્ષ પસંદ કરીને, યોજનાના નામમાં Pradhan Mantri Awas Yojana Gramin પસંદ કરવાનું રહેશે.
  • પછી કેપ્ચા કોડ દાખલ કરી Submit પર ક્લિક કરો.
  • જેથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની તમારા ગામના લાભાર્થીઓની યાદી તમારી સામે ખુલશે.
Pradhan Mantri Awas Yojana Gujarat
Image Credit Government Official Website (https://pmayg.nic.in/)
  • આ પેજમાં તમે જોઈ શકો છો કે તમારા ગામમાં કોને કોને મકાન સહાય ફાળવાવમાં આવ્યા છે. તેઓને કેટલી સહાય ચુકવાઈ છે? અને મકાનનું કામમાં શું પ્રગતી છે ? વગેરે જેવો રિપોર્ટ મેળવી શકો છો. સાથે-સાથે આ પેજની પ્રિન્ટ પણ  લઈ શકો છો.

પીએમ આવાસ યોજના ગ્રામીણ લાભાર્થીનું લીસ્ટમાં નામ ચકાસો.

જો તમારી પાસે પીએમ આવાસ યોજન હેઠળનો રજીસ્ટ્રેશન નંબર છે અને આપ પીએમ આવાસ યોજનાના લાભાર્થીની વિગતો તપાસવા માંગો છો, તો તમે નીચેની પ્રોસેસ અનુસરીને લાભાર્થી તરીકેની વિગતો જાણી શકો છો.

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફિસિયલ વેબસાઈટની પર જાઓ. ત્યા મેનુબાર પરના ‘‘Stakeholders’’ મેનું પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ‘‘Lay/pmayg Beneficiary’’ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યા આગળ નવા પેજમાં Enter Registration Number નામનું બોક્સ ખુલશે. તેમાં લાભાર્થીનો Registration Number નાંખીને Submit બટન પર ક્લિક કરવાથી આપની પીએમ આવાસ યોજના હેઠળની વિગતો જોવા મળશે.
Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat
Image Credit Government Official Website (https://pmayg.nic.in/)

પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજીની સ્થિતિ જોવા માટેની પ્રોસેસ

પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીની અરજી અન્વયેના સ્ટે્ટસ જોવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તે માટે નીચેની પ્રક્રિયાને અનુસરવાની રહેશે.

  • સૌ પ્રથમ પીએમ આવાસ યોજનાની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. જ્યા તમારે પોતાનાની અરજીની સ્થિતિની ચકાસણી કરી શકાશે.
  • ઓફિસિલય વેબસાઈટના મેનું વિભાગમાં આવેલા Citizen Assessment વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ડ્રોપ ડાઉન મેનુંમાંથી Track Your Assessment Status પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાંથી અરજદારનું નામ, પિતાનું નામ અને મોબાઈલ નંબર નાંખીને સબમીટ બટન પર ક્લિક કરવાથી આપની ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ જાણી શકાશે.

જાણવા જેવું:- 

હવે મોબાઈલથી આયુષ્યમાન કાર્ડ Pdf ડાઉનલોડ કરો

શ્રી વાજપાઈ બેંકેબલ યોજના જેમાં ₹  8,00,000/- ની બેંક લોનની સાથે ₹ 1,25,000/-ની સબસીડી 

Pradhan Mantri Awas Yojana Helpline Number

પીએમ આવાસ યોજના હેઠળ આપને ઓનલાઈન અરજી પ્રક્રિયા કે સહાયને બાબતને લગતી કોઈ મુશ્કેલી પડતી હોય તે  માટે પીએમ આવાસ યોજના હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલ છે. આપ તેના પર અરજી નંબર સાથે સંપર્ક કરીને સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 ના હેલ્પલાઈન નંબરોની વિગત મુજબની છે.

ટોલ ફ્રિ હેલ્પલાઈન નંબર- 1800-11-6446

મેલ આઈ.ડી- support-pmayg@gov.in

Important Links of Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ ચેક કરવા

Click Here

Home Page

Click Here

Conclusion

ગરીબ અને મધ્યમવર્ગીય પરીવાર પોતાનું સપનાનું મકાન બનાવી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ  ₹ 1,20,000/-ની સહાય આપવામાં આવે છે. જેનાથી વ્યક્તિને પોતાનું ઘર બનાવવામાં ઘણી મદદ મળે છે. સાથે હોમ લોન માટેે સબસિડી આપતી યોજનાઓ પણ અમલમાં છે.  મિત્રો, આજના આર્ટિકલ Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat માં અરજદાર દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની સહાય મંજૂર થઈ છે નહી? તેનું લીસ્ટમાં નામ ચકાસવા માટેની પ્રોસેસ માટે વિગતે મહિતી આપેલ છે. આપને સહાય બાબતે કોઈ સમસ્યા હોય તો આપને  ટોલ ફ્રિ હેલ્પલાઈન નંબર- 1800-11-6446 પર સંપર્ક કરવા સૂચન છે.

FAQ

(1) પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી ક્યાં સુધી કરી શકાશે?

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય માટે 31 ડિસેમ્બર 2024 સુધી અરજી કરી શકાશે.

(2) Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat માટેની યાદી જોવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

www.pmayg.nic.in પર મુલાકાત કરીને આપ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લીસ્ટ ઓનલાઈન જોઈ શકો છો.

(3) પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે?

Pradhan Mantri Awas Yojana List 2024 Gujarat હેઠળ ગ્રામિણ વિસ્તારના લોકોને માટે ₹ 1,20,000/- તથા પહાડી અને દુર્ગમ વિસ્તારના લોકો માટે ₹ 1,30,000/-ની સહાય મળવાપાત્ર છે.

(4) પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024 PDF ક્યાંથી મેળવી શકાશે?

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લિસ્ટ ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવી શકાશે.

Leave a comment