પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 | Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Awas Yojana Ahmedabad | Pradhan Mantri Awas Yojana Ahmedabad 2023 24 | Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw Date | Ews Awas Yojana Ahmedabad | Pm Awas Yojana Ahmedabad | Pradhan Mantri Awas Yojana Ahmedabad Online Form | પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ | પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર | પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 24 | Auda Awas Yojana Form

Contents hide

જાણવા જેવું: શહેરી વિસ્તારમાં વધતા જતા મકાનના ભાવો તથા ભાડાની મકાનની મોંધી કિંમત સામાન્ય પરિવારને પોષાય તેમ નથી હોતી. તેથી પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ માં સામાન્ય નાગરિક પોતાનું ઘર વસાવી શકે તે માટે મહાનગર પાલીકા દ્વારા Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 યોજના તાજેતરમાં અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીને અમદાવાદ મહાનગરપાલીકા દ્વારા અમદાવાદમાં સસ્તી કિંમતમાં રહેવાલાયક મકાન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદમાં મકાન મેળવવા અરજી ક્યાં કરવી? અને મકાનની કિંમત તથા નિયમો અને શરતો વિશે વિગતે માહિતી મેળવીશું.

Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024

Bullet Point of Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024

યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024
યોજનાનું કોના દ્વારા સંચાલન કરવામાં આવે છે.  અમદાવાદ મહાનગરપાલીકા
મળવાપાત્ર લાભ  ₹  5.50 લાખ કિંમતમાં આવાસ
અરજી કોણ કરી શકે? તમામ નાગરિકો માટે
અરજી ક્યાં કરવી ફક્ત ઓનલાઈન અરજી ઓફિસિયલ વેબસાઈટ પર
ઓફિસિયલ વેબસાઇટ www.ahmedabadcity.gov.in
ઓનલાઈન અરજી કરવાનો સમયમર્યાદા તા.15/03/2024 થી તા.13/05/2024

Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 વિશે જાણો

સમાન્ય નાગરિક પોતાનુ ઘરનું ઘર મેળવી શકે  તે માટે અમદાવાદના મહાનગર પાલીકા દ્વારા  પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 હેઠળ ઘણા સસ્તા દરે તૈયાર મકાન ફાળવવામાં આવે છે. જેનો લાભ લેવા માટે અરજદારે www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ અમદાવાદના હંસપુુુુરા,નરોડા મુઠીયા, અને ગોતા વિસ્તારોમાં આવસો ફાળવવા માટે તા.15/03/2024 થી  ઓનલાઈન અરજી મંગાવાવની પ્રક્રિયા ચાલુ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 માટે આવાસ ફાળવણી પ્રોસેસ

Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 હેઠળ  મકાન ફાળવવા માટે જાહેરાત આપ્યા પછી લોકો પાસેથી ફક્ત ઓનલાઈન પ્રોસેસથી અરજીઓ મંગાવામાં આવે છે. ઓનલાઈન અરજીઓ મળ્યા બાદ ચકાસણી કરીને માન્ય અરજીઓ માટે તૈયાર મકાન ફાળવવા માટે ‘‘કોમ્પ્યુટરાઈઝ ડ્રો’’ કરવામાં આવે છે. આ ઓનલાઈન ડ્રો સિસ્ટમમાં પસંદ થયેલ અરજદારોને મકાનની કિંમતની ચુકવણી  કર્યેથી આવાસ ફળવાણી કરવામાં આવે છે

Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 pdf
Image Credit Government Official Website (https://ahmedabadcity.gov.in/)

Pradhan Mantri Awas Yojana Ahmedabad 2023 24 Document List

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદમાં રાહત દરે આવાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવની રહે છે. જેના માટે નીચે લીસ્ટ મુજબના ડોક્યુમેન્ટ આગાઉથી તૈયાર રાખવાના રહેશે.

  • અરજદારના રેશનકાર્ડ/ડ્રાઈવીંગ લાઈસન્સ /ની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની સ્વ પ્રમાણિત નકલ.
  • અરજદારના બેંક એકાઉન્ટનો કેન્સલ કરેલ ચેક
  • ઓળખાણનો પુરાવો (પાનકાર્ડ અથવા ચૂંટણીકાર્ડની નકલ અથવા અધારકાર્ડ)
  • નિયત નમૂનાનું બાંહેધરી પત્ર સામેલ રાખવાનું રહેશે.
  • હાલના મકાનનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે.
  • કુટુંબના તમામ સભ્યોના આધારકાર્ડ.
  • અરજદાર ભાડે રહેતા હોય તે કિસ્સામાં ભાડા કરાર
  • અરજદાર પિતાના મકાનમાં રહેતા હોય તો તે મતલબનું સોગંધનામું.
  • હાલમાં જ્યાં રહેતા હોય તે સ્થળનું લાઇટ બીલ અથવા પંચાયત વેરા બીલ અથવા મ્યુનિસીપલ વેરા પાવતી.
  • દિવ્યાંગ અરજદારે દિવ્યાંગતનાનું સિવિલ સર્જન ડોક્ટરનું પ્રમાણપત્ર. (40% કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર)

અમદાવાદ સીટી આવાસ યોજના ઓનલાઈન અરજી | Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 Online Form

અમદાવાદ જિલ્લાના સમાવિષ્ટ થતા મકાનની જરૂરિયાતવાળા નાગરિકો પાસેથી ઓનલાઈન ફોર્મ મંગાવવામાં આવે છે. હાલ  અમદાવાદમાં Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 હેઠળ સાણંદ ખાતેની ટી.પી સ્કિમ હેઠળ  EWS-II પ્રકારના કુલ – 1055 આવાસ ફાળવાણી માટેની યોજના બહાર પડેલ છે. જેમાં તા. 15/03/2024 થી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું ચાલુ છે.જેમાં તા. 13/05/2024 સુધી અરજી કરી શકાશે.

વધુ જાણોઃ- 

ગુડા આવાસ યોજના હેઠળ ગાંધીનગરમાં પોતાનું ઘર વસાવો

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ₹ 3,00,000/- સુધીની  લોન

Auda Awas Yojana Ahmedabad Online Application

મિત્રો, Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024  હેઠળ મકાનની નોંધણી માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની ઓફિસિયલ વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. અહીં દર્શાવેલ માહિતીથી આપ જાતે જ ઓનલાઇન અરજી કરી શકો છો.

  • અરજદારે સૌ પ્રથમ ગુગલ પર www.ahmedabadcity.gov.in ટાઈપ કરવાનું રહેશે.
  • જેની નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની આવાસ યોજનાની પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 ની ઓફિસિલયલ વેબસાઈટ ઓપન થશે.
  • જેમાંથી ‘‘EWS AWAS Application FORM’’ લખેલ પર ક્લિક કરવાનું રહેશે.
Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024
Image Credit Government Official Website (https://ahmedabadcity.gov.in/)
  • ત્યાર બાદ આગળના સ્ટેપમાં નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું વેબપેજ ઓપન થશે.
  • જેમાં હાલ કઈ-કઈ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે, તેની માહિતી બતાવશે.
  • જેમાંથી EWS-II માટે અરજી કરવા માટે Click Here બટન પર ક્લિક કરવાનું રહેશે.
Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 Online Applicaion
Image Credit Government Official Website (https://ahmedabadcity.gov.in/)
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ હેઠળ ઓનલાઈન અરજી કરવા માટેનું ફોર્મ ખુલશે
  • અરજદારે ફોર્મમાં દર્શાવેલ સુચના વાંચીને પછી જ અરજી કરવા માટે સુચન છે. જેથી ઓનલાઈન અરજીમાં કોઈ ભૂલ ના રહે.
  • નીચે નિયમો અને શરતો વાંચી સંમતિ આપવા માટે બોક્સ પર ટીક કરીને ‘‘Next’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ અરજી ફોર્મમાં તમામ વિગતો ચકાસીને માંગ્યા મુજબની માહિતી જેવી કે અરજદારનું નામ, સરનામું, આવક વિગતો ભરીને સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ ડીપોજીટની રકમ ચુકવણી કરવા માટેની પ્રોસેસ કરીને છેલ્લે અરજી Save અને Submit કરવાની રહેશે.

Ews Awas Yojana Ahmedabad હેઠળ અનામત વર્ગની ટકાવારી

Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024  હેઠળ ઔડા દ્વારા ફાળવવામાં આવતા આવાસોમાં નીચે મુજબની અનામતની ટકાવારી નક્કી કરવામાં આવેલ છે. ઓનલાઈન અરજી કરતી વખતે કેટેગરીની વિગતો ચકાસણી ભુલ વગર ભરવાની રહેશે.

ક્રમ જુથ આવાસ માટે અનામતની ટકાવારી રજુ કરવાનું પ્રમાણપત્ર
1 સંરક્ષણ જુથના અરજદારો 10% જિલ્લા સૈનિક કલ્યાણની કચેરી અથવા સચિવશ્રી જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ અથવા  જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટની કચેરી દ્વારા અપાયેલ પ્રમાણપત્રને અધારે
2 અનુસૂચિત જાતિના અરજદાર માટે 7% ગુજરાત સરકારના સક્ષમ અધિકારીશ્રી દ્વારા અપાયેલ પ્રમાણપત્રના અધારે
3 અનુસૂચત જનજાતિના અરજદાર 14%
4 OBC વર્ગના અરજદાર(બક્ષીપંચ) 10%
5 દિવ્યાંગ અરજદાર માટે 5% સિવિલ સર્જન દ્વારા અપાયેલ પ્રમાણપત્રને અધારે

Auda Awas Yojana Ahmedabad 2024 Draw System | આવાસ યોજનાની ફાળવણી માટે કોમ્પ્યુટરાઈઝ ડ્રો સિસ્ટમ

  • Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024  માટે આવાસની ફાળવણી કોમ્પ્યુટરાઇઝ ડ્રો” થી કરવામાં આવે છે.
  • ઓનલાઈન “ડ્રો” પછી પસંદ ન પામેલ અરજીદારોની વેઇટીંગ યાદીમાં સામેલ સિવાયની અરજીઓ સાથે ભરવામાં આવેલી ડીપોઝીટની રકમ અરજદારના બેંક એકાઉન્ટમાં વ્યાજ વગર પરત જમા કરવામાં આવશે.
  • કોમ્પ્યુટરરાઇઝ ઓનલાઈન ડ્રો થયા તારીખથી ચાર મહિના સુધીમાં અરજદાર ઇચ્છે તો આ યોજનાની ફાળવણી કેન્સલ કરવા અરજી કરી શકશે તથા આવા કિસ્સામાં ડીપોઝીટની રકમમાંથી વહીવટી ખર્ચ ₹ 1,000/- બાદ કરીને બાકીના  ₹ 6,500/- લાભાર્થીને  ખાતામાં પરત ચુકવવામાં આવશે.
  • અરજદારનું નામ વેઇટીંગ યાદીમાં સામેલ હોય તેવા કિસ્સામાં વેઇટીંગ યાદીમાંથી નામ રદ કરાવવા અરજી કરે તો ભરેલ ડીપોઝીટની પૂરેપુરી રકમ વ્યાજ સિવાય લાભાર્થીના ખાતામાં પરત જમા  કરવામાં આવશે.
  • Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 માટે વ્યક્તિદીઠ એક જ ફોર્મ ભરી શકાશે. કોમ્પ્યુટરાઈઝ ડ્રો મારફતે અરજદારને જે જગ્યાએ અને કોઈપણ માળે મકાન ફાળવવામાં આવશે તેને સ્વકારવાનું રહેશે. તે ફાળવેલ મકાન સિવાય અન્ય જગ્યાએ કે માળે આવાસ ટ્રાન્સફર કરી આપવાની અરજદારની  કોઈપણ માંગણી સ્વીકારવામાં આવશે નહી.

જાણવા જેવું:- 

પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ સાણંદ ટી.પી. સ્કીમ ડ્રો 2024 લીસ્ટ

ગુડા પ્રધાનમંત્રી આવાસ યોજના ગાંધીનગર 2024 EWS ડ્રો લીસ્ટ

Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 હેઠળ મકાન ફળવણી થયે ભરવાની રકમ.

કોમ્પ્યુટરાઈઝ ડ્રો થી જે લાભાર્થીઓને આવાસ માટે પસંદ કરવામાં આવશે તેઓની નીચેના ટેબલમાં દર્શાવેલ સમયગાળામાં મકાનની કિંમત અમદાવાદ મહાનગર પાલીકાને ભરવાની રહેશે.

ક્રમ

હપ્તાની વિગત નાણા ભરવાની સમયમર્યાદા ( મકાન ફાળવણીના હુકમથી)

આવાસ માટે લાભાર્થીએ ભરવાની થતી રકમ. (₹)

1

પ્રથમ હપ્તો 7,500/-
2 બીજો હપ્તો 2 માસ

55,500/-

3

ત્રીજો હપ્તો 3 માસ 57,000/-
4 ચોથો હપ્તો 6 માસ

85,000/-

5

પાંચમો હપ્તો 9 માસ 85,000/-
6 છઠ્ઠો હપ્તો 12 માસ

85,000/-

7

સાતમો હપ્તો 15 માસ 85,000/-
8 આઠમો હપ્તો 18 માસ

90,000/-

કુલ

(પાંચ લાખ પંચાવાન હજાર)

5,55,000/-

Awas Yojana Ahmedabad  Rules and Regulation | પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 નિયમો અને શરતો.

Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 હેઠળ મકાન માટે અરજી કરતા પહેલા વેબસાઇટ પર દર્શાવેલા નિયમો તથા શરતો વાંચ્યા બાદ અરજી કરવા સુચન છે. જેમાંના કેટલાક નિયમો અને શરતો નીચે મુજબ છે.

  • 18 વર્ષથી વધુ વયના અરજદાર અરજી કરી શકશે.
  • પરિવારનો પુખ્ત વયનો સભ્ય ગુજરાત કે ભારતમાં  જમીનનો પ્લોટ કે પાકુ મકાન  ધરાવતા ન  હોવો જોઈએ.
  • અરજદાર જો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો કુટુંબના અન્ય સભ્યોની સંમતીનું સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
  • કુટુંબદીઠ માત્રને માત્ર એક વ્યક્તિ આવાસ માટે અરજી કરી શકશે.
  • અરજદાર ભારત દેશના નાગરીક હોવા જોઈએ અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળમાં સમાવેશ વિસ્તારમાં રહેતા હોવા જોઇએ.
  • અરજદાર જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર રજુ કરવાનો રહેશે.
  • ઓનલાઈન અરજી ફોર્મમાં અરજદારના લાઈટબીલ કે રહેઠાણના પુરાવામાં દર્શાવેલ સરનામુ લખવાનું રહેશે.
  • પતિ/ પત્નીના સંયુક્ત નામે મકાન મેળવવા મેળવવાની ઓનલાઈન અરજી કરી શકાશે. જેમાં મકાનની ફાળવણી તથા મિલકત દસ્તાવેજ બંનેના સંયુક્ત નામે મળશે.
  • ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારના કુટુંબના તમામ સભ્યોની વિગતો દર્શાવવાની રહેશે.
  • અરજદારે ઓનલાઈન અરજી ફોર્મ સાથે ડીપોઝીટની રકમ ₹ 7500/- ઓનલાઈન ભરવાના રહેશે. ડીપોઝીટ વગરની અરજી અમાન્ય રહેશે.
  • Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024  માટે વીજ જોડાણની તથા મેઇન્ટેનન્સ ડીપોઝીટ તથા લાભાર્થીઓના સોસાયટી/એસોસીએશન/ મંડળીની રચના વિગેરેની ફી સહીત નક્કિ થયેલ અન્ય ખર્ચ અરજદારે પણ ભોગવવાનો રહેશે.
  • અરજદાર દ્વારા વર્ષ 2022-23 માટે  વાર્ષિક આવક ₹ 3,00,000/- સુધી મર્યાદામાં હોવી જોઈએ. ( આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રી અથવા તલાટી કમ મંત્રીશ્રી દ્વારા અપાયેલ હોવો જોઈએ)
  • આવાસ યોજનાનું બાધકામ પુરું થયા પછી મકાનની નક્કી થયેલ પૂરેપૂરી કિંમત નિયત તારીખ સુધી ભરપાઈ થયેથી તથા નિયત પ્રક્રિયા પુરી થયેથી  Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 ના લાભાર્થીને તેમને ફાળવવામાં આવેલ મકાનનો કબ્જો સોંપવામાં આવશે.
  • મકાનનો કબજો સોંપાયા બાદ આવાસ રદ્દ કરવામાં આવશે નહી અને ભરેલ રકમ પરત મળવાપાત્ર રહેશે નહી.
  • આ યોજનાના લાભાર્થીએ સોસાયટી/એસોસીએશન/ મંડળીના નામનું બેંકમાં એકાઉનટ ખોલાવવાનું રહેશે. U પરમિશન મળ્યા બાદ સામાન્ય સુવિધાઓના મેઇન્ટેનન્સની રકમ ભરવાની જવાબદારી લાભાર્થીની રહેશે.
  • આ મુજબ આવાસ મેળવનારે, ટેક્ષ સહિતનો તમામ આનુષંગિક ખર્ચ ભોગવવાનો રહેશે.
  • લાભાર્થીએ સરકાર દ્વારા નિયત કરેલ તમામ પ્રકારના વેરા તથા લાઈટના માસિક વપરાશના ચાર્જીસ ભરવાના રહેશે તેમજ મકાનના રજીસ્ટ્રેશન તથા નોંધણી સંબંધિત તમામ ખર્ચ લાભાર્થીએ ભોગવવાનો રહેશે.
  • લાભાર્થીઓએ ગેસ કનેકસન પોતાના ખર્ચે મેળવવાનું રહેશે.

Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 હેઠળ  ફળવાયયેલ આવાસના રજીસ્ટર્ડ દસ્તાવેજની તારીખથી 7 વર્ષ પહેલા ભાડે, વેચાણ, બાનાખત, પાવર એફ એટર્ની, ગીરો કે અન્ય કોઈ પણ રીતે કામચલાઉ કે કાયમી રીતે તબદીલ કરી શકાશે નહીં.

Important Links of Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર

Click Here

Home page

Click Here

Conclusion

અમદાવાદ મહાનગર પાલીકા  દ્વારા Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 હેઠળ સત્તામંડળના વિસ્તારમાં રહેતા નાગરિકોને EWS-II ટાઈપના આવાસ ફાળવવા માટેની યોજના અમલમાં મુકેલ છે. આ અર્ટિકલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 હેઠળ ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ તથા યોજનાને લગતી તમામ વિગતો પુરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ આવાસ માટે કોઈ પ્રશ્ન હોય તો અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની કચેરી, ઉસ્માનપુરા, આશ્રમરોડ ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 માટે  કોણ ઓનલાઈન અરજી કરી શકશે?

પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 હેઠળ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળમાં સમાવેશ થતા વિસ્તારના અરજદારો જ ઓનલાઈન અરજી કરવાને પાત્ર છે.

(2) Awas Yojana Ahmedabad માં આવાસની કિંમત કેટલી છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 દ્વારા આવાસની અંદાજિત કિંમત ₹ 5.50 લાખ નક્કી કરવામાં આવેલ છે.

(3) પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 હેઠળ ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહે છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 આવાસ નોંધણી માટે અમદાવાદ સીટીની  ઓફિસિયલ વેબસાઈટ  www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Disclaimer

આ લેખમાં આપવામાં આવેલ માહિતી અરજદારને આવાસ યોજનાના લાભો તથા ઓનલાઈન અરજી કરવા માટે સામાન્ય સમજ મળી રહે તે હેતુંથી આપવામાં આવી છે. યોજનાલક્ષી તમામ વિગતો જાણવા ઔડાની વેબસાઈટ પર મુકેલ માહિતી છેવટની ગણવાની રહેશે.

Leave a comment