Namo Lakshmi Yojana 2024 : સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી કન્યાઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. તેમાં વધુ એક નવી યોજનાની શરૂઆત કરતા પ્રાથમિક શિક્ષણ બાદ દીકરીઓને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પુરું કરી શકે તે માટે વર્ષ 2024-25 ના બજેટમાં Namo Laxmi Yojan અમલમાં મુકવામાં આવેલ છે. માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.09/03/2024 થી ઘાટલોડીયાની જ્ઞાનદા શાળામાંંથી આ યોજનાનો શુભારંભ કરવામાં આવેલ છે.આજના આર્ટિકલમાં હાલ નવી અમલમાં મુકાયેલ નમો લક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થીઓને કેટલી સહાય મળશે? લાભાર્થીની પાત્રતા તથા યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of Namo Laxmi Yojana 2024
યોજનાનું નામ | નમો લક્ષ્મી યોજના 2024 |
યોજનાની શરૂઆત | વર્ષ 2024-25 ના બજેટથી |
સંબંધિત સરકારી વિભાગ | ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ |
યોજનાનો ઉદ્દેશ | વિદ્યાર્થીઓને શિક્ષણમાં આર્થિક મદદરૂપ થવા તથા દીકરીઓના સ્વાસ્થ્ય અને પોષણને પ્રોત્સાહન આપવા. |
લાભાર્થીની પાત્રતા | ખાનગી, સરકારી કે અનુદાનિત શાળાઓ કે સંસ્થાઓમાં ધોરણ-9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ |
મળવાપાત્ર સહાય | ધોરણ-9 થી ધોરણ-12 સુધીના અભ્યાસ માટે કુલ ₹50,000/- ની સહાય |
શિક્ષણ બોર્ડની વેબસાઈટ | https://www.gseb.org/ |
નમો લક્ષ્મી યોજના 2024 વિશે જાણો.
ગુજરાતની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીએ આર્થિક રીતે પગભર થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના અમલમાં મુકવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ પુુુુરું કર્યા બાદ કન્યાઓ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્મિકનો અભ્યાસ પુુુુર્ણ કરવા આર્થિક સહાય આપવાનો મુખ્ય હેતું છે. રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પોષણ, શિક્ષણ તથા આરોગ્યમાં મદદરૂપ થવા વર્ષ 2024 થી શરૂ થનાર વધુ એક યોજના એટલે નમો લક્ષ્મી યોજના. Namo Lakshmi Yojana 2024 ખાનગી શાળા, સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં ધોરણ-9 થી ધોરણ-12 સુધીનો અભ્યાસ પુર્ણ કર્યેથી વિદ્યાર્થીને ₹50,000/- ની સહાય આપવામાં આવશે.
Namo Lakshmi Yojana 2024નો ઉદ્દેશ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25ના બજેટમાં બહુ હેતુલક્ષી નવી યોજના તરીકે નમો લક્ષ્મી યોજના અમલમાં મુકેલ છે. વર્ષ 2024 થી નવા શૈક્ષણિક અભ્યાસક્રમથી આ યોજનાનો અમલ કરવામાં આવનાર છે. Namo Lakshmi Yojana હેઠળના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબના છે.
- પ્રથમિક શિક્ષણ પુરું થયા બાદ ધોરણ-9 થી 12 માં વધુમાં વધુ કન્યાઓ પ્રવેશ મેળવશે.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટમાં ધટાડો થશે.
- કન્યાને શિક્ષણ તથા પોષણમાં વધારો થશે.
- સરકારી તેમજ RTE હેઠળ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી આશરે 10 જેટલી કન્યાઓને આ યોજના હેઠળ લાભ આપવો.
- સમાજમાં સ્ત્રી શક્તિકરણને વેગ મળશે, જેથી દરેક સમાજમાં સ્ત્રીઓને સન્માન મળશે.
વધુ જાણો:-
જ્ઞાન સાધના સ્કોલરશીપ ધોરણ 11 થી 12 ના માટે ₹ 25,000/- વાર્ષિક સ્કોલરશીપ
Namo Laxmi Yojana 2024 લાભાર્થીની પાત્રતા.
નમો લક્ષ્મી યોજના માટે વર્ષ 2024-25 માં અંદાજિત ₹ 1250 કરોડ રૂપીયાની જોગવાઈ કરવામાં આવી છે. Namo Laxmi Yojana 2024 માં લાભાર્થી કન્યાઓની પાત્રતા નીચે મુજબની નક્કી કરવામાં આવેલ છે.રાજ્યની ખાનગી, અનુદાનીત તેમજ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી તમામ કન્યાઓને કોઈપણ ભેદભાવ વગર Namo Lakshmi Yojana હેઠળ સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે.
- ધોરણ-9 થી ધોરણ-12 સુધી અભ્યાસ કરતી અંદાજિત કુલ 10 લાખ કન્યાઓ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.
- જે કન્યાઓ હાલ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં ધોરણ-8 માં અભ્યાસ કરી ધોરણ-9 પ્રવેશ મેળવે તેને આ યોજના હેઠળ આગળ ધોરણ-9 થી 12 માટે સ્કોલરશીપ મળશે.
- ગુજરાત રાજ્યની માન્ય ખાનગી શાળાઓમાં ધોરણ-1 થી 8 સુધી અભ્યાસ કરીને ધોરણ-9 માં પ્રવેશ મેળવે તેવી વિદ્યાર્થીઓને પણ Namo Laxmi Yojana હેઠળ લાભ મળવાપાત્ર થશે.
- વાર્ષિક ₹ 6 લાખ કે તેથી ઓછી આવક વાળા તમામ પરિવારની દીકરીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.
- શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરેલ શાળામાં હાજરીની ટકાવારીનો અમલ કરવાનો રહેશે.
જાણાવા જેવું:-
વહાલી દીકરી યોજના 2024 દીકરીને મળશે ₹ 1,10,000/-
કુંવરબાઈનું મામેરું યોજના, દીકરીને લગ્ન વખતે ₹ 12,000/- ની સહાય
Namo Laxmi yojana pdf | નમો લક્ષ્મી યોજના pdf
શિક્ષણ વિભાગ દ્વારા તા.12/03/2024 ના રોજ નમો લક્ષ્મી યોજના અમલીકરણ માટે Namo Laxmi Yojana GR બહાર પાડેલ છે. જે અન્વયે નમો લક્ષ્મી યોજના pdf આપ નીચે દર્શાવેલ લીંક પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકશો.
Namo Laxmi yojana pdf Download
નમો લક્ષ્મી યોજના હેઠળ મળનાર સ્કોલરશીપ.
વર્ષ 2024 ના શૈક્ષણિક સત્રથી ગુજરાતની તમામ વિદ્યાર્થીઓને Namo Lakshmi Yojana હેઠળ લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા વર્ષ 2024-25 માં કુલ ₹ 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી, અનુદાનિત કે ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આ યોજના હેઠળ સ્કોલરશીપ રૂપે કુલ ₹ 50,000/- ની સહાય આપવામાં આવશે. જેની વિગતો નીચે મુજબની છે.
ક્રમ |
ધોરણ | મળનાર સ્કોલરશીપ |
નોંધ |
1 |
ધોરણ-9 |
₹ 10,000/- |
હાજરીના આધારે દર મહિને ₹500*10 = 5000/- બાકીના 50% ધોરણ-10ની પરીક્ષા પાસ કર્યા બાદ સીધા ખાતામાં ચુકવાશે. |
2 |
ધોરણ-10 | ₹ 10,000/- | |
3 | ધોરણ-11 |
₹ 15,000/- |
હાજરીના આધારે દર મહિને ₹750*10 = 7500/- બાકીના 50% ધોરણ-12ની પરીક્ષા પાસ કર્યા બાદ સીધા ખાતામાં ચુકવાશે. |
4 |
ધોરણ-12 | ₹ 15,000/- | |
કુલ |
₹ 50,000/- |
Namo Laxmi Yojana Scholarship ના નિયમો અને શરતો.
- આ યોજનાનો લાભ લેવા માટે નમો લક્ષ્મી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- Namo Lakshmi Yojana હેઠળ વિદ્યાર્થીનીની માતાના બેંક ખાતામાં સહાય જમા કરવામાં આવશે. જો વિદ્યાર્થીનીની માતાના હયાત ના હોવાના કિસ્સામાં સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીનીની ખાતામાં જમા કરવામાં આવશે.
- વિદ્યાર્થીનીની સરેરાશ 80% હાજરી હોવી જરૂરી છે.
- જો કોઈ વિદ્યાર્થીની અધ વચ્ચેથી શાળા છોડી દે, તો આગળની સહાય જમા કરવામાં આવશે નહી. અને અગાઉ ચુકવાયેલ સહાય પરત લેવામાં આવશે નહી.
- ધોરણ-10 અને 12 ના કિસ્સામાં જો વિદ્યાર્થી એક થી વધુ પ્રયત્ને બોર્ડની પરીક્ષા પાસ કરે તો તેવા કિસ્સામાં બોર્ડની પરીક્ષા પાસ કર્યેથી બાકીની મળવાપાત્ર સ્કોલરશીપ ચુકવાશે.
નમો લક્ષ્મી યોજના હેઠળ અરજી ક્યાં કરવી? | Namo Lakshmi Yojana Application
- નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનાના તા.02/02/2024 ના રોજ બજેટમાં જાહેરાત કરવામાં અવી છે.
- જેથી નવા શૈક્ષણિક સત્રથી આ યોજનાનો અમલ કરવામાં આવશે.
- આ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવા માટે ‘‘નમો લક્ષ્મી પોર્ટલ’’ બનાવવામાં આવશે.
- Namo Laxmi Portal બનાવ્યા બાદ નવા શૈક્ષણિક સત્રથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે તે હજુ જાહેરાત થઈ નથી. જાહેરાત થયેથી આ વેબસાઈટ પર જણાવામાં આવશે.
Conclusion
ગુજરાતમાં કન્યાઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન મળે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે આર્થિક રીતે મદદરૂપ બનવા માટે સરકાર દ્વારા નવી યોજના Namo Lakshmi Yojana વર્ષ 2024ના સત્રથી શરૂ કરવામાં આવશે. ધોરણ-9 થી ધોરણ-12 સુધી અભ્યાસ કરતી અંદાજિત કુલ 10 લાખ કન્યાઓ આ યોજનાનો લાભ આપવામાં આવશે. મિત્રો, આજે Namo Laxmi Yojana ની સંપુર્ણ માહિતી આપને આ લેખ દ્વારા આપવામાં આવી છે. આ યોજના હેઠળ જ્યારે પણ ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થશે ત્યારે અમારી વેબસાઈટ પર અપડેટ કરી આપને જાણ કરવામાં આવશે.
FAQ
(1) નમો લક્ષ્મી યોજના 2024 ની શરૂઆત ક્યારથી કરવામાં આવશે?
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે વર્ષ 2024 ના શૈક્ષણિક વર્ષથી અમલમાં બનશે.
(2) Namo Laxmi Yojana 2024 હેઠળ કોને સહાય મળશે?
આ યોજના હેઠળ ધોરણ-9 થી ધોરણ-12 સુધી ખાનગી, સરકારી કે અનુદાનીત શાળાઓમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને લાભ મળશે.
(3) નમો લક્ષ્મી યોજના ગુજરાત હેઠળ કેટલી કન્યાઓને લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી છે?
Namo Lakshmi Yojana હેઠળ સરકાર દ્વારા કુલ -10 લાખ કન્યાઓને લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
(4) Namo Lakshmi Yojana માટે વર્ષ 2024-25 માટે કેટલી બજેટ જોગવાઈ કરવામાં આવી છે?
આ યોજના હેઠળ વર્ષ 2024-25 માટે₹ 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.