ગુડા પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 EWS ડ્રો લીસ્ટ | Guda Awas Yojana 2024 Draw Result

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Guda Awas Yojana 2024 Draw Result : પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 હેઠળ ગુડા એટલે કે ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા મધ્મવર્ગને પોષાય તેવા ગાંધીનગર વિસ્તારમાં આવાસ બનાવાવમાં આવે છે. આવા EWS-II પ્રકારના કુલ- 2663 જેટલા  આવાસ ફાળવણી માટે તા.27/02/2024 ના રોજ માન.મંત્રીશ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સાંજે 04.00 વાગ્યે ઓનલાઈન ડ્રો કરવામાં આવેલ છે. તેમાંથી Guda Awas Yojana 2024 Draw Result જાહેર કરવામાં આવેલ છે. મિત્રો આજના આર્ટિકલમાં ગુડા પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 EWS ડ્રો લીસ્ટ કઈ રીતે ચેક કરવું તથા પસંદ થયેલ લાભાર્થીઓને કયા પ્રકારના આવાસની ફાળવણી થઈ છે?તેની વિગતે માહિતી મેળવીશું.

Guda Awas Yojana 2024 Draw Result

Bullet Point of Guda Awas Yojana 2024 Draw Result

આર્ટિકલનો વિષય ગુડા પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 EWS ડ્રો લીસ્ટ
ગાંધીનગર આવાસ યોજના ડ્રો તારીખ તા.27/02/2024
કયા પ્રકારના આવાસની ફાળવણી કરાઈ છે? EWS-II પ્રકારના કુલ- 2663 જેટલા  આવાસ ફાળવણી
ઓફિસિયલ વેબસાઈટ https://guda.gujarat.gov.in/

ગુડા પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 EWS ડ્રો લીસ્ટ

તા.27/02/2024 ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુડા ગાંધીનગર દ્વારા EWS-II પ્રકારના કુલ- 2663 આવાસો માટે લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરાઈઝ ડ્રો માફરતે કરવામાં આવી છે. જેમાં પસંદ થયેલા લાભાર્થીઓને કેટેગરી વાઈઝ આવાસની ફાળવણી કરવામાં આવશે. માન. મંત્રીશ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતીમાં Guda Awas Yojana 2024 Draw  સ્થળ- પેથાપુર, ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમાં કરવામાં આવેલ છે. જેની વિગતો ઓનલાઈન વેબસાઇટ પર પણ અપલોડ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગાંધીનગર

ગાંધીનગર શહેરી સત્તાવિકાસ મંડળ દ્વારા EWS-II પ્રકારના કુલ- 2663 આવાસો માટે તા.01/11/2023 થી તા.21/012/2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવેલ હતા.જેની વિગત વાર માહિતી તે જ દિવસે અમારી વેબસાઈટ પર પર મુકવામાં આવેલ હતી. EWS-II આવાસની કિંમત અંદાજિત ₹ 5.50 લાખ + મેન્ટેન્સ ₹ 50,000/- જેટલી હોય છે. જેમાં ઓનલાઈન અરજી કરતી વખતે ₹ 7,500/-  જેટલી ડિપોજિટની રકમ ભરવાની હોય છે. ત્યાર બાદ ઓનલાઈન કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા પસંદ કરાયેલા લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવે છે.

Guda Awas Yojana 2024 Draw Result

ગુડા ગાંધીનગર દ્વારા તા.27/02/2024 નો રોજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેની માહિતી વેબસાઈટ પર મુકાયેલ છે. આ નીચેની લીંક દ્વારા ડાયરેક્ટ ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત કરી લીસ્ટ તથા અન્ય વિગત જાણી શકો છો.

ઓફિસિયલ વેબસાઈની ડાયરેક્ટ લિંકઅહિં ક્લિક કરો.

Guda Awas Yojana 2024 Draw Result Website
Image Credit Government Official Website (https://guda.gujarat.gov.in/)

Guda Awas Yojana 2024 Draw Result

પ્રધાનમંત્રી આવાસ યોજના ગાંધીનગર હેઠળ કોમ્પ્યુટરાઈઝ  ડ્રોમાં પસંદ કરાયેલ લાભાર્થીઓની વિગત તમે નીચે દર્શાવેલ લિકથી PDF ડાઉનલોડ કરી શકો છો.

Guda Awas Yojana 2024 Draw Result PDF

Guda Awas Yojana 2024 Draw Result date
Image Credit Government Official Website (https://guda.gujarat.gov.in/)

ગુડા આવાસ યોજના ડ્રો માં ફળવાયેલ અનામત કેટેગરીની વિગતો.

ક્રમ જુથ આવાસ માટે અનામતની ટકાવારી રજુ કરવાનું પ્રમાણપત્ર
1 સંરક્ષણ 10% સચિવશ્રી જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ કે  જિલ્લા સૈનિક કલ્યાણની કચેરી કે  જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટની કચેરી દ્વારા અપાયેલ પ્રમાણપત્રના આધારે
2 દિવ્યાંગ અરજદાર 5% સિવિલ સર્જન ડોક્ટરના પ્રમાણપત્ર માન્ય ગણાશે..
3 અનુસૂચિત જાતિના અરજદાર 7% ગુજરાત સરકારના નિયત કરાયેલ સક્ષમ અધિકારીશ્રી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર.
4 સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદાર(બક્ષીપંચ) 10%
5 અનુસૂચત જનજાતિના અરજદાર 14%

ગુડા પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 EWS માટેના નિયમો અને શરતો.

  • કોમ્પ્યુટરરાઇઝડ ડ્રો થયા તારીખથી ચાર મહિના સુધીમાં લાભાર્થી ઇચ્છે તો ફળવાયેલ આવાસ રદ કરવા અરજી કરી શકશે તથા જેમાં ડીપોઝીટની રકમમાંથી  ખર્ચ ₹ 1,000/- બાદ કરીને   ₹ 6,500/- વ્યાજ સિવાય લાભાર્થીના બેક ખાતામાં  પરત ચુકવવામાં આવશે.
  • Guda Awas Yojana 2024 Draw Result  થી અરજદારને કોઈપણ માળે અને જે જગ્યાએ તથા કોઇપણ બ્લોકમાં મકાન ફાળવવામાં આવશે તેને સ્વિકારવાનું રહેશે. તે ફાળવેલ મકાન સિવાય બીજી જગ્યાએ કે માળે તબદિલ કરી આપવાની કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહી.
  • ડ્રો માં મકાન મળ્યા બાદ મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% કિંમત (અરજી સાથે ભરપાઈ કરેલ ડીપોઝીટની રકમ બાદ કરતાં) જાણ કર્યેથી 3 માસમાં જમા રહેશે.
  • મકાનનો કબજો સોંપાયા બાદ આવાસ રદ્દ કરવામાં આવશે નહી અને ભરેલ રકમ પરત મળવાપાત્ર રહેશે નહી.
  • લાભાર્થી દ્વારા 20 % રકમ જે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીના 80% રકમ ભરવાની રહેશે
  • બાકી રહેતી 80% રકમ મકાનનું પઝેશન મળ્યા પહેલાં ગુડા ખાતે જમા કરાવવાના રહેશે. જેની સાથે વીજ જોડાણની તથા મેઇન્ટેનન્સ ફી તથા લાભાર્થીઓના સોસાયટી/એસોસીએશન/ મંડળીની રચના વિગેરેની લાગુ પડતી ફી સહીત નક્કિ થયેલ અન્ય ખર્ચ પણ અરજદારે  ભરવાનો રહેશે.
  • ડ્રો દ્વારા આવાસ મેળવનારે, ટેક્ષ સહિતનો તમામ આનુષંગિક ખર્ચ ભોગવવાનો રહેશે.
  • પઝેશન આપવાની પ્રક્રિયા ચાલુ થયા પછી છ મહિનાના સમયગાળામાં લાભાર્થી દ્વારા સંપુર્ણ રકમ ભરવાની  રહેશે.
  • લાભાર્થીઓએ ગેસ કનેકસન પોતાના ખર્ચે મેળવવાનું રહેશે.
  • આવાસ યોજનાનું બાધકામ પુરું થયા બાદ મકાનની નક્કી થયેલ પૂરેપૂરી કિંમત જે તે મહિનાની 1 થી 15 તારીખ સુધી ભરપાઈ થયા બાદ લાભાર્થીને તેમને ફાળવવામાં આવેલ મકાનનો કબ્જો સોંપવામાં આવશે.
  • U પરમિશન મળ્યા બાદ સામાન્ય સુવિધાઓના નક્કિ કરેલ મેઇન્ટેનન્સની રકમ સમયાંતરે ભરવાની જવાબદારી લાભાર્થીની રહેશે.
  • આ યોજના હેઠળ આવાસના રજીસ્ટર્ડ દસ્તાવેજની તારીખથી 7 વર્ષ પહેલા, વેચાણ, બાનાખત, ભાડે,ગીરોખત, પાવર એફ એટર્ની, ગીરો કે અન્ય કોઈ પણ રીતે કામચલાઉ કે કાયમી રીતે તબદીલની કોઈપણ પ્રકારની કાર્યાવાહી કરી શકાશે નહીં
  • લાભાર્થીએ સરકાર દ્વારા નિયત કરેલ તમામ પ્રકારના વેરા તથા લાઈટના માસિક વપરાશના ચાર્જીસ નિયમિત ભરવાના રહેશે તેમજ મકાનના રજીસ્ટ્રેશન તથા નોંધણી સંબંધિત તમામ ખર્ચ લાભાર્થીએ ભોગવવાનો રહેશે.

વધુ જાણો:- 

પીએમ કિસાન યોજના 16મા હપ્તાની તારીખ જાહેર તમારું નામ ચેક કરો

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024

Conclusion

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગાંધીનગર ખાતે ગુડા દ્વારા ફળવાયેલ મકાનનો કોમ્પ્યુટરાઈઝ ઓનલાઈન ડ્રો તા.28/02/2024 ના રોજ કરવામાં આવેલ છે. મિત્રો આજના આ આર્ટીકલમાં Guda Awas Yojana 2024 Draw Result ની PDF તથા ફાળવાયેલ આવાસનું લીસ્ટ ચેક કરવા માટેની વિગતે માહિતી આપવામાં આવે છે. આપને ફળવાયેલ આવાસ બાબતે આગળની કાર્યાવાહીની જાણકારી મળતી રહે તે માટે Guda Gandhinagar ની ઓફિસિયલ વેબસાઈટ જોતા રહેવા સુચન છે.

જાણવા જેવું:- 

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 વિશે વિગતે માહિતી.

ડૉ.આંબેડકર આવાસ યોજના 2024

FAQ

(1) Guda Awas Yojana 2024 Draw Result Date કઈ છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુડા આવાસની ફાળવણી માટે તા.27/02/2024 ના રોજ ડ્રો કરવામાં આવેલ છે.

(2) ગુડા પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 EWS ડ્રો લીસ્ટ ક્યાંથી જાણી શકાશે?

આ યોજના હેઠળ ફળવાયેલ આવાસનું લીસ્ટ ગુડા ગાંધીનગરની ઓફિસિયલ વેબસાઈટથી જાણી શકાશે.

(3) Guda Awas Yojana 2024 Draw Result માં કેટલા દ્વારા EWS-II પ્રકારના આવાસનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ગુડા પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 EWS ડ્રો લીસ્ટમાં કુલ -2663 જેટલા  આવાસ ફાળવણી કરાઈ છે.

Leave a comment