ઈલેક્ટ્રિક બાઈક સબસિડી યોજના 2024 | Go Green Yojana Gujarat 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Electric Bike Subsidy |  ગો ગ્રીન યોજના | Electric Bike Subsidy In Gujarat 2024 | Electric Bike Subsidy In Gujarat | Electric Bike Subsidy In Gujarat 2024 Apply Online | Go Green Yojana Gujarat | Gujarat State Electric Vehicle Subsidy Scheme | Electric Two Wheeler Subsidy | Electric Vehicle Subsidy In Gujarat | Gujarat Government Electric Vehicle Subsidy Website

જાણવા જેવું: મિત્રો, આજના આધુનિક યુગમાં પ્રદૂષણથી બચવા અને પેટ્રોલ ડીઝલના  ખર્ચથી બચવા માટે ઈલેક્ટ્રીક વાહનનું ચલણ ખુબ વધી ગયું છે. જેથી સરકાર દ્વારા પ્રદુષણ ઓછું કરવા માટે અને દરેક લોકોને સરળતાથી ઈલેક્ટ્રીક વાહન મળી રહે તે માટે Go Green Yojana Gujarat યોજના અમલમાં મુકવામાં આવી છે. ઈલેક્ટ્રિક બાઈક સબસિડી યોજના 2024 હેઠળ બાંધકામ સાથે સંકળાયેલ તમામ કામદારો, કારખાનામાં કામ કરતા કામદારો તથા આઈ.ટી.આઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વિલર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. મિત્રો, આ આર્ટિકલમાં આપણે ગો ગ્રિન ગુજરાત યોજના હેઠળ લાભાર્થીને કેટલી સબસિડી મળશે? તથા સબસિડી માટે ઓનલાઈન અરજી કયાં કરવાની? તેની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Go Green Yojana Gujarat

Contents hide

Bullet Point of Go Green Yojana Gujarat 2024

યોજનાનું નામ ઈલેક્ટિક બાઈક સબસિડી યોજના. Go Green Yojana
અમલીકરણ કર્તા સરકારી વિભાગ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
યોજનાનો હેતું બેટરી સંચાલિત ટુ વિલર ખરીદવા સબસિડી આપવા માટે.
આ યોજનનો લાભ કોને મળશે? તમામ કામદાર વર્ગ તથા આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓને.
મળવાપાત્ર સબસિડી. શો-રૂમ કિંમતના 50%  અથવા ₹ 30,000/-  સુધીની સબસિડી.
સબસિડી ક્યારે મળે ઓનલાઈન અરજી કરવાથી.
ઓનલાઈન અરજી ક્યાં કરવી? https://gogreenglwb.gujarat.gov.in/

Go Green Yojana Gujarat યોજનાનો હેતુ.

ભારત સરકાર દ્વારા ગ્રીન ઇન્ડિયાના ભાગરૂપે ઈલેક્ટિક વાહનોનો વપરાશ વધે, તથા ઈંધણની બચત થાય તે ઉદ્દેશથી બાંધકામ ક્ષેત્ર સંકળાયેલા કામદારો, ઔદ્યોગિક કામદારો અને I.T.I ના વિદ્યાર્થીઓને આ મિશનમાં ભાગીદાર બનાવવા માટે Go Green Yojana Gujarat યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના મુખ્ય હેતુંઓ નીચે મુજબના છે.

  • આ યોજના હેઠળ બેટરી સંચાલિત દ્વિચક્રી વાહન સબસીડી માટે ખરીદી માટે સબસીડી પૂરી પાડવી.
  • કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી પ્રદૂષણમાં ઘટાડો કરવો.
  • આ યોજના હેઠળ બેટરી સંચાલિત દ્વિ-ચક્રીય વાહન વપરાશને પ્રોત્સાહન આપવું
  • કામદાર વર્ગ તથા વિદ્યાર્થીઓને વાહન ખરીદી કરી શકે તે માટે આર્થિક સહાયની વ્યાસ્થા ઉભી કરવી.

Go Green Yojana Gujarat યોજના હેઠળ લાભ | Electric Bike Subsidy In Gujarat 2024

આ યોજના હેઠળ બાંધકામ સાથે જોડાયેલ શ્રમયોગી, કારખાનામાં કામ કરતા કામદાર અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ બેટરી સંચાલિત દ્વિચક્રી વહન ખરીદી શકાશે. જેમાં બેટરી સંચાલિત વાહનની ખરીદી  પર સબસિડી આપવામાં આવે છે. જેને ત્રણ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે.

(1) આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ માટે સબસિડી.

  • I.T.I ના વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત વાહન ખરીદવા માટે ₹ 12,000/-  ની સબસીડી મળશે.
  • બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનના વેચાણ બાદ સબસીડી સીધી જ ડીલર ના ખાતામાં  જમા થશે.

(2) બાંધકામ શ્રમિકને મળવાપાત્ર સબસિડી

  • બેટરી દ્વારા સંચાલિત દ્વિચક્રી વાહન ખરીદવા માટે શો-રૂપ કિંમતના 50%  અથવા ₹ 30,000/-  બંનેમાંથી જે ઓછું હોય તે રકમ સબસિડી તરીકે મળવા પાત્ર થશે.
  • R.T.O રજીસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ ઉપર એક વખત સબસીડી મળવા પાત્ર થશે.

(3) ઔદ્યોગીક કામદારોને મળવાપાત્ર સબસિડી.

  • આોદ્યોગીક કામદારોને બેટરી સંચાલિત વાહન ખરીદવા શો-રૂપ કિંમતના 30%  અથવા ₹ 30,000/-  બંનેમાંથી જે ઓછું હોય તે રકમ સબસિડી તરીકે મળવા પાત્ર થશે.

Electric Bike Subsidy ના નિયમો અને શરતો.

ગુજરાત શ્રમયોગી  કલ્યાણ બોર્ડ દ્વારા Go Green Yojana Gujarat  નો  લાભ આપવા માટે નીચેના મુજબના નિયમોને શરતો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

  • એક ચાર્જિંગ કર્યા બાદ 50 કિલોમીટર ચાલી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ સ્પીડ વાળા વાહન પર સબસીડી મળવા પાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ પ્રોત્સાહન આપવા ભારતમાં બનેલ વાહનો પર જ સબસીડીનો લાભ મળશે.
  • આ યોજના હેઠળ FEMA-2 અને GEDA (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ વિક્રેતાઓ પાસેથી અધિકૃત થયેલ મોડેલની ખરીદી પર જ સબસીડી મળવા પાત્ર રહેશે.
  • લાભાર્થીએ શો-રૂપમાં જ સબસિડીની રકમ બાદ કરીને ડીલરને વાહનની કિંમત ચૂકવવાની રહેશે.
  • વાહનના વેચાણ પછી જ સબસિડીની રકમ શો-રૂપ ડીલરના ખાતામાં જમા કરવામાં આવશે.વા

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બાંધકામ બોર્ડ દ્વારા Go Green Yojana Gujarat હેઠળ બેટરી સંચાલિત ટુ વિલર પર સબસિડી આપવાની થાય છે તેની વિગતો વેબસાઈટ પર મુકવામાં આવી છે. જેની માહિતી નીચે મુજબ છે.

ક્રમ કંપનીનું નામ

ઈલેક્ટ્રિક બાઈકનું મોડલ

1 Ampere Vehicles Private limited

ZEAL

2 Okinawa autotech private limited

Praise Pro

3 Hero Electric Vehicles Private limited

Photon LP

4 Hero Electric Vehicles Private limited

NYX Pro

5 Okinawa autotech private limited

RIDGE+

6 Jitendra New Ev Tech Pvt. Ltd

JMT1000HS

7 Hero Electric Vehicles Private limited

Optima Pro

Electric Bike Subsidy In Gujarat માટે અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ.

ગો ગ્રિન ગુજરાત યોજના હોઠળ લાભાર્થીને ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

  • આધારકાર્ડની નકલ.
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ.
  • લાભાર્થીનો ફોટો
  • આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓ માટે ઓળખપત્ર.
  • શ્રમયોગી ઓળખપત્ર/ઈનિર્માણ કાર્ડની નકલ.
  • રેશનકાર્ડની નકલ.
  • તથા અન્ય સંબંધિત વર્ગના અપલોડ સ્ટેપમાં દર્શાવેલ ડોક્યુમેન્ટ.

જાણવા જેવુંં: –

શ્રમયોગી કલ્યાણ બોર્ડની બધીજ યોજનાઓની અરજી એક જ જગ્યાએથી  Samnam Portal Gujart

ઘરે બેઠા ઓનલાઈન તમારું લાઈટબીલ મેળવો

ઓનલાઇન અરજી કેવી રીતે કરવ| Electric Bike Subsidy In Gujarat 2024 Apply Online

Go Green Yojana Gujarat  હેઠળ સબસીડી મેળવવા માટે અરજદારે ઓનલાઈન gogreenglwb.gujarat.gov.in પોર્ટલ પર  અરજી કરવાની રહેશે. અરજદાર જ્યારે પ્રથમ વખત અરજી કરતા હોય ત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ જ ઓનલાઈન અરજી થઈ શકશે. મિત્રો, અહીં દર્શાવેલ સ્ટેપ દ્વારા આપ જાતે સબસિડી સહાય માટે અરજી કરી શકો છો.

Step-1 glwb gujarat gov in Login

  • અરજદાર સૌ પ્રથમ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વેબસાઈટ sanman gujarat.gov.in પર લોગીન કરવાનું રહેશે.
  • જો અરજદાર આ પોર્ટલ પર પ્રથમ વખત અરજી કરતા હોય તો આપને રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની રહેશે.
  • જેમાં ‘‘યુઝર તરીકે નોંધણી કરો’’ પર ક્લિક કરતા આપને નીચે માં દર્શાવ્યા મુજબનું રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થશે.
  • આ રજીસ્ટ્રેશન ફોર્મમાં લાભાર્થીનું પૂરું નામ, આધારકાર્ડ નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઇમેલ આઇડી નાખી પાસવર્ડ પાસવર્ડ બનાવવાનો રહેશે અને છેલ્લે નોંધણી કરો બટન પર  ક્લિક કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેન થઈ ગયા બાદ આપને મોબાઈલ નંબર પર યુઝર આઈ.ડી અને પાસવર્ડ મોકલવામાં આવશે.
  • આપને મળેલ યુઝર આઇડી અને પાસવર્ડથી પોર્ટલ પર ઓનલાઇન લોગીન કરવાનું રહેશે.
Go Green Yojana Gujarat Registration
Image Credit Government Official Website (https://gogreenglwb.gujarat.gov.in/)

Step -2 Online Application

  • લોગીન કર્યા બાદ ઇલેક્ટ્રીક ટુવિલર સબસીડી એપ્લિકેશન અરજદાર લખેલું પેજ ઓપન થશે તેના પર ક્લિક કરવાથી ઓનલાઇન અરજી પત્ર ખુલશે.
Go Green Yojana Gujarat Application
Image Credit Government Official Website (https://gogreenglwb.gujarat.gov.in/)
  • જેમાં અરજદારની વ્યક્તિગત માહિતી જેવી કે નામ, સરનામું, મોબાઈલ નંબર, જિલ્લો અને તાલુકાની વગેરે જેવી વિગતો ચકાસીને નાખી  Save & Next  બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા બાદ આગળના અરજીની વિગતો દર્શાવતો પેજ ખુલશે જેમાં લાભાર્થી દ્વારા નાખેલી વિગતો ચકાસી લેવાની રહેશે. ત્યાર બાદ Save & Next પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.

    Go Green Yojana Gujarat Online Application
    Image Credit Government Official Website (https://gogreenglwb.gujarat.gov.in/)

Step-3 Documents Upload

  • આ સ્ટેપમાં અરજદાર દ્વારા દસ્તાવેજો ની વિગતોની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે ત્યાર બાદ  Save & Next  બટન પર ક્લિક કરવાનું રહેશે.

Step-4  Submit Application

  • આ સ્ટેપમાં અરજદાર દ્વારા યોજનાના નિયમો અને શરતો વાંચીને બોક્સમાં ટીક કરવાનું રહેશે.ત્યાર બાદ અરજી સબમીટ કરવાની રહેશે.
  • અરજી સબમીટ કર્યેથી અરજીનો ઓનલાઇન એપ્લિકેશન નંબર જનરેટ થશે. જે નોંધી લેવાનો રહેશે અને ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢી લેેેેેવાની  રહેશે.

આમ Go Green Yojana Gujarat હેઠળ ઓનલાઇન સરળતાથી સબસીડી માટે અરજી કરી શકશો.

વધુ જાણોઃ- 

લેપટોપ ખરીદવા મળશે ₹ 25,000/- ની સહાય.

ઈ-શ્રમ કાર્ડના ફાયદા.

ઈલેક્ટ્રિક બાઈક સબસિડી યોજના 2024  હેઠળ સબસિડીના સ્ટેટ્સની ચકાસણી.

એપ્લિકેશન સ્ટેટસની ચકાસણી કરવા માટે નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ  લાભાર્થીના અરજી નંબર અને જન્મ તારીખ નાંખી View Status પર ક્લિક કરવાથી આપની અરજીની ઓનલાઈન  સ્થિતિ જાણી શકાશે.

Go Green Yojana Gujarat status
Image Credit Government Official Website (https://gogreenglwb.gujarat.gov.in/)

Important Links of Go Green Yojana Gujarat

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે.

Click Here

અરજીના સ્ટેટ્સની ચકાસણી માટે.

Click Here

Home Page

Click Here

Conclusion

ગુજરાત મકાન અને બાંધકામ બોર્ડ યોજના હેઠળ Go Green Yojana Gujarat યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ બાંધકામને સંબંધિત કોઈપણ ક્ષેત્રના કામદાર વર્ગ, કારખાનામાં કામ કરતા કારીગર વર્ગ તથા આઈ.ટી.આઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વિલરની ખરીદી કરવા માટે  ₹ 12,000/- થી  ₹ 30,000/-  સુધીની સબસીડી આપવામાં આવે છે. મિત્રો, આ આર્ટિકલ દ્વારા આપને બેટરી સંચાલિત ટુ વિલર ખરીદવા માટે કોને સહાય મળશે? અને અરજી ક્યાં કરવાની રહેશે તેની વિગતવાર માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ યોજના કે સબસિડી બાબતે કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો આપના જિલ્લાના શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઓફિસ ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) Gujarat Government Electric Vehicle Subsidy Website કઈ છે?

gogreenglwb.gujarat.gov.in  વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકાશે.

(2) Electric Two Wheeler Subsidy યોજના હેઠળ સબસિડી કેટલી મળે છે?

Go Green Yojana Gujarat હેઠળ બાંધકામ સાથે સંકળાયેલ શ્રમયોગીને તથા કારખાના કામ કરતા કામદારને ₹ 30,000/-  તથા આઈ.ટી.આઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ₹ 12,000/- ની સબસિડી મળે છે.

(3) બેટરી સંચાલિત વાહનની ખરીદી ક્યાથી કરવાની રહેશે.?

Go Green Yojana Gujarat હેઠળ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત હેઠળ FEMA-2 અને GEDA (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) ના અધિકૃત વિક્રેતાઓ પાસેથી વાહનની ખરીદી કરવાની રહેશે.

(4) Go Green Yojana Gujarat હેઠળ કેવા ટુ વ્હિલરની ખરીદી કરવાની રહેશે?

ઈલેક્ટ્રિક બાઈક સબસિડી યોજના 2024 હેઠળ એક વખતના ચાર્જીંગ પર ઓછામાં ઓછા 50 Km ચાલી શકે તેવા વાહનની ખરીદી કરવાની રહેશે.

Leave a comment