મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024 [₹1,00,000/-ની લોન] | Mukhyamantri Mahila Utkarsh Yojana 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જાણવા જેવુઃ મિત્રો, સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ અને કલ્યાણ માટે વિવિધ વિભાગો દ્વારા આર્થિક સહાયની યોજનાઓ અમલમાં મુકેલ છે. મહિલાઓને સ્વરોજગાર માટે ધીરાણની જરૂરીયાતને પુરી કરવા માટે Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 ગુજરાત ગ્રામ્ય વિકાસ મિશન મારફતે અમલમાં મુકવામાં આવી છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ સ્વરોજગાર વાંછુ 10 મહિલાઓના જુથને રોજગાર શરૂ કરવા માટે  ₹ 1,00,000/-  વગર વ્યાજની લોન આપવામાં આવે છે. આ આર્ટિકલમાં આજે આપણે મહિલાઓના જુથ બનાવી રોજગાર માટે લોન કઈ રીતે મેળવવી? અને મહિલા લોન યોજના હેઠળ ક્યા લાભો મળશે? તે માટે બાબતે વિગતે જાણીશું.

Mukhyamantri Mahila Utkarsh Yojana 2023

Contents hide

Bullet Point of Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 24

યોજનાનું નામ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024
યોજનાનો હેતું મહિલા સ્વરોજગારી
યોજના દ્વારા મળતા લાભ ₹ 1,00,000/-  વગર વ્યાજની લોન.
કોને સહાય મળશે. 10  મહિલાઓના જુથને.
યોજનાનું અમલીકરણ ગ્રામ્ય કક્ષાએ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન દ્વારા

શહેરી વિસ્તારમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા.

ઓફિસિયલ વેબસાઈટ https://mmuy.gujarat.gov.in

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024નો હેતું.

 • આ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં કુલ 50,000/- અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 50,000/-  મહિલા ગૃપ બનાવીને કુલ 10 લાખ મહિલા સભ્યોને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ સાથે જોડી સ્વાવલંબી / આત્મનિર્ભર બનાવવાનો  મુખ્ય ઉદ્દેશ છે.
 • હાલમાં લોન ધિરાણ મેળવવામાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે  રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલમાં મુકી રાજ્યની વધુમાં વધુ મહીલાઓને “જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રૂપ (JILESG)” માં આવરી લઈને  જોડાયેલ મહિલાઓમાં નિયમીત બચત કરવાની આદત કેળવાય તેમજ તેઓ નાણાંકીય સદ્ધર અને આત્મનિર્ભર થાય તેવા શુભ આશય સાથે Mukhyamantri Mahila Utkarsh Yojana  2023 અમલમાં મુકાયેલ છે.
 • મહિલા રોજગાર માટેની ગ્રામ્ય વિસ્તાર માટે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (M) અને શહેરી વિસ્તાર માટે નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન (NJJ,M) યોજનાઓ હાલ અમલ મુકાયેલ  છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલીકરણ.

Mukhyamantri Mahila Utkarsh Yojana Gujarat અમલીકરણ ગુજરાત સરકારની નીચે મુજબની એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે.

ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની (GLPC)
શહેરી વિસ્તારમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન ( GALM)

MMUY Yojana Gujarat  | મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભ

 • મહિલાઓને સ્વરોજગાર શરૂ કરવા માટે ₹ 1,00,000/-  વગર વ્યાજની લોન આપવામાં આવે છે. જેના દ્વારા મહિલા જુથ સામુહિક આર્થિક ઉપાર્જનની પ્રવૃતીઓ કરીને આર્થિક રીતે સદ્ધર બને છે.
 • મહિલાઓના સ્વરોજગાર માટે ગેરંટી વગર ધિરાણ સહાય આ યોજનાનો મુખ્ય લાભ છે. MMUY Yojana Gujarat હેઠળ રોજગારવાંછુ 10 મહિલાઓનું એક જુથ બનાવવામાં આવે છે.
 • મહિલા જુથ દ્વારા ઉત્પાદીત કરેલ વસ્તુઓનું અન્ય યોજનાઓ દ્વારા માર્કેટીંગ કરીને વેચાણ બજાર પુરું પાડવામાં આવે છે.

Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 in gujarati

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓ

 • Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 24 હેઠળ રોજગાર મેળવવા ઇચ્છુક 10 મહિલાઓનું “જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ (JILESG)” મહિલા જુથ બનાવવાનું હોય છે.
 • મહિલા મંડળનાં તમામ સભ્યો 18થી 59 વર્ષનાં હોવા જોઇએ.
 • મહિલા ગૃપના સભ્યો એક જ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ કે એક જ વિસ્તારમાં કામ કરતા હોવા જોઇએ. વધુમાં ગ્રામ્ય વિસ્તારમાં પાડોશી નજીકના ગામની માહિલાઓનો પણ સમાવેશ કરી શકાશે.
 • મહિલા જુથનું એક સંયુક્ત બચત ખાતુ ખોલાવવાનું રહેશે. તથા જુથના દરેક સભ્યએ ₹ 300/- પોતાના જુથના બચત એકાઉન્ટમાં એક વખત જમા કરાવવાના રહેશે.
 • કોઇ પણ બેંક, સહકારી બેંક કે ધિરાણ સંસ્થાની લોન ભરપાઈ બાકી ન હોય, તો Mukhyamantri Mahila Utkarsh Yojana 2023  હેઠળ લાભ લઇ શકશે.
 • મહિલા જુથમાં એક કુટુંબના એક જ મહિલા સભ્યને લઇ શકાશે. પરંતુ સંજોગોવશ જો આવા કુટુંબમાં સંબંધિત કુટુંબના પુત્રવધુ સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હોય તો તેઓ અન્ય જૂથના સભ્ય પણ બની શકશે.
 • વિધવા અને ત્યક્તા બહેનોને આ યોજનામાં સમાવવા માટે અગ્રતા આપવાની રહેશે.
 • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનામાં રીવોલ્વીંગ ફંડની જોગવાઈ કરવામાં આવેલ નથી.
 • મહિલા જુથ દ્વારા આર્થિક પ્રવૃત્તિ સાથે બચતનું કામ પણ કરવાનું રહેશે.

Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 Image

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ડોક્યુમેન્ટ

Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 હેઠળ 10 મહિલાઓનું જુથ બનાવવાનું રહેશે. જેઓને લોન માટે તથા ગૃપ બનાવવા નીચેના ડોકયુમેન્ટની જરૂર રહેશે.

 • જુથના દરેક મહિલા સભ્યનું આધાર કાર્ડની નકલ.
 • જુથના દરેક મહિલા સભ્યના રેશન કાર્ડની નકલ.
 • જુથ ના દરેક મહિલા સભ્યના પાસપોર્ટ સાઈઝના ફોટો.
 • મહિલાજુથનું સંયુક્ત ખાતું.

વધુ જાણો:- 

પીએમ વિશ્વકર્મા યોજના 2024 મેળવો ₹ 3,00,000/-સુધીની લોન

7/12 Utara Gujarat અને 8-અ ની ઓફિસિલય સહી સિક્કા વાળી નકલ ઘરે બેઠા મેળવો

Mukhyamantri Mahila Utkarsh Yojana 2024 માં ધીરાણ/લોન માટે અરજી ક્યાં કરવાની?

 • મહિલાઓને ઓનલાઈન https://mmuy.gujarat.gov.in/web/ દ્વારા પોતાના જુથની નોંધણી કરાવી શકે છે.
 • જિલ્લા કક્ષાએ ગ્રામ વિકાસ એજન્સી કચેરી મારફતે મહિલા જુથની નોધણી કરાવીને આ યોજનાનો લાભ મેળવી શકે છે.
Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 online Apply
Image Credit Official Government Website (https://mmuy.gujarat.gov.in/web/)

Mukhyamantri Mahila Utkarsh Yojana 2024 ની વિશેષતાઓ.

 • લોન રકમ: જુથ દીઠ ₹ 1,00,000/-
 • લોન પરત ચુકવણી: માસિક ₹ 10,000/-ના હપ્તા મુજબ વાર્ષિક ₹ 1,20,000/-
 • સહાયનું ધોરણ: લાભાર્થી જુથ દીઠ ₹ 6,000/- સુધી વ્યાજ સહાય.(સરકાર ભરશે)
 • વ્યાજ: 12 % મુજબ, વાર્ષિક વધુમાં વધુ ₹ 6,000/- (સરકાર દ્વારા ભરાશે)
 • મહિલા જૂથો બનાવવાનો લક્ષ્યાક : ૧ લાખ
 • મહિલા જુથોને નાણાકિય સપોર્ટ આપવામાં આવશે.
 • કુલ મહિલા જૂથના સભ્યો: ૧૦ લાખ
 • જે રકમ પૈકી ₹ 1,00,000/- લોન વસૂલાત અને ₹ 20,000/- બચત તરીકે રહેશે.
 • સ્ટેમ્પ ડ્યુટીમાં માફી : બેંક લોન માટે મહિલા જુથોને જરુરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી આપવામાં આવે છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં ધીરાણ/લોન આપનાર સંસ્થાઓ.

Gujarat Mukhyamantri Mahila Utkarsh Yojana માં રાષ્ટ્રીયકૃત બેંકો, પ્રાઇવેટ બેંકો,ગ્રામિણ બેંકો, સહકારી બેંકો,  કો.ઓપરેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ મારફતે લોન સહાય મેળવવાની રહેશે.

જાણવા જેવું:-

મહિલાઓને ડીલેવરી માટે ₹ 37,500 ની સહાય.

₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી મહિલા સ્વાવલંબન યોજના

Important Link of Mukhyamantri Mahila Utkarsh Yojana 2023

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન લોગીન કરવા માટે

Click Here

મહિલા ઉત્કર્ષ યોજનાનો ઠરાવ

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 24  મારફતે મહિલાઓનું એક ગૃપ બનાવી મહિલાઓને સામહિક ધોરણે રોજગારલક્ષી યોજનાઓમાં મદદ કરવામાં આવે છે. જેમાં મહિલાઓને સ્વરોજગારી માટે ₹ 1,00,000/ની લોન રૂપેે મદદ કરવામાં આવે છે. આ અર્ટિકલમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિશે જાણકારી આપવામાં આવી છે.  આ યોજના વિશે કોઈ સમસ્યા કે વધુ માર્ગદર્શની જરૂર હોય તો આપના જિલ્લા કક્ષાઓ કચેરી ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવા માટે સુચન છે.

FAQ

 (1) મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાજુથને કેટલી લોન આપવામાં આવે છે?

જવાબઃ Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 હેઠળ મહિલાગૃપને માટે  ₹ 1,00,000/-  વગર વ્યાજની લોન આપવામાં આવે છે.

(2) મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ વ્યાજ કે સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી કરવાની હોય છે?

જવાબઃ ના, Gujarat Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 હેઠળ વ્યાજ કે સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણીની સરકાર દ્વારા કરવામાં આવે છે.

(3) મહિલા લોન યોજના હેઠળ કયાં સંપર્ક કરવાનો રહેશે.

જવાબઃ જિલ્લા કક્ષાની કચેરી ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવાનો રહેશે.

Leave a comment