રોજગાર માટે મળશે ₹ 10.00 લાખની લોન | Swarojgar Lakshi Loan Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

બિન અનામત આયોગ યોજના pdf | સ્વરોજગાર લક્ષી યોજના | Swarojgar Loan Yojana Gujarat | Dhandha Mate Loan | Bin Anamat Loan Yojana | Bin Anamat Swarojgar Yojana Gujarat | Swarojgar Loan Yojana Gujarat Apply Online

Contents hide

જાણવા જેવું: મિત્રો, આજના સ્પર્ધાત્મક સમયમાં બધાને નોકરી મળવી મુશ્કેલ છે. જેથી સરકાર દ્વારા સ્વરોજગાર માટે વિવિધ યોજનાઓને પ્રોત્સાહન આપે છે. જેમાં વ્યક્તિને પોતાનો ઘંધો કે નાના-મોટાપાયે વ્યાસાય શરૂ કરવા માટે આર્થિક સહાય કરવામાં આવે છે. જેથી સ્વ કમાણી કરીને પોતાનું ગુજરાન ચાલાવી શકે. આજે આપણે સરકારની એવી જ એક યોજના Swarojgar Lakshi Loan Yojana Gujarat વિશે વાત કરવાના છીએ. જેમાં સ્વ રોજગાર ઈચ્છુક યુવાનોને પોતાનો ધંધો રોજગાર શરુ કરવા માટે ₹ 10.00/- લાખની લોન આપવામાં આવે છે. તે પણ ફક્ત 5% ના સાદા વ્યાજે. મિત્રો, આ અર્ટિકલમાં આજે આપણે રોજગાર શરૂ કરવા માટે આ લોન કોને મળશે? તેના ક્યાં ક્યાં વ્યાવસાય માટે આ લોન મળશે? તેની વિગતે માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ. 

Swarojgar Lakshi Loan Yojana Gujarat

Bullet Point of Swarojgar Lakshi Loan Yojana Gujarat

આર્ટિકલનું નામ નવો ધંધો શરૂ કરવા ₹ 10.00 લાખની લોન સહાય
સંબંધિત સરકારી વિભાગ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
યોજનાનો હેતું સ્વ રોજગાર માટે લોન સહાય.
સહાય કોને મળશે. રાજ્યના બિન અનામત કેટેગરીના લોકોને.
મળવાપત્ર લોન ₹ 10,00,000/-
ઓનલાઈન અરજી  કેવી રીતે કરવી? ઓનલાઈન
ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in

સ્વરોજગાર લક્ષી યોજના વિશે જાણો | બિન અનામત આયોગ યોજના pdf

ગુજરાતના બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ  દ્વારા અમલીકૃત સ્વરોજગારલક્ષી લોન યોજનામાં બિનઅનામત વર્ગના વ્યક્તિઓ જે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેવા અરજદારો માટે Swarojgar Lakshi Loan Yojana Gujarat યોજના અમલમાં મુકવામાં આવેલ  છે. આ યોજના હેઠળ યુવાનો પોતાની રોજગારી અને અનુભવને આધારે પોતાના અનુરૂપ ધંધા રોજગાર માટે આર્થિક સહાય આપવામાં આવે છે. Swarojgar Lakshi Loan Yojana Gujarat માં  ધંધા માટે વાહન ખરીદવા, કરીયાણા કે સ્ટેશનરીની દુકાન કરવા અથવા લોડીંગ રીક્ષા ખરીદવા માટે ₹ 10,00,000/- મર્યાદામાં ફક્ત 5% સાદા વ્યાજે લોન સહાય આપવામાં આવે છે.મહિલાઓ માટે વિશેષ 1% વ્યાજની છુટ આપવામાં આવે છે.

Swarojgar Loan Yojana Gujarat  યોજનાનો ઉદ્દેશ.

 • સ્પર્ધાત્મક યુગમાં દરેક વ્યક્તિને નોકરી મળવી મુશ્કેલ હોવાથી પોતાની આવડત અને અનુભવને વિકસાવીને રોજગારી મેળવવાની તક આપવા યુવાનોને આર્થિક સહાય આપવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.
 • બિનઅનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે રોજગારલક્ષી સહાય કરવામાં આવે છે.
 • રોજગાર વાંછુ યુુુવક – યુવતીઓને સ્વરોજગાર માટે લોન સહાય આપવી.

SwarojgarLakshi Loan Yojana Gujarat યોજનાનો લાભ કોને મળશે?

રોજગાર વાંછુ જે યુવકની ઉંમર 18 થી 50 વર્ષની હોય તેવા તમામ બિન અનામત વર્ગના ઉમેદવારને આ યોજના હેઠળ આર્થિક સહાયના રૂપમાં નાણાકીય ધિરાણ આપવામાં આવે છે.

 • અરજદારની ઉંમર 18 થી 50  વર્ષ સુધીની હોવી જોઈએ
 • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ₹ 6.00/- લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
 • અરજદાર બિનાઅનામત વર્ગનાં હોવા જોઈએ અને ગુજરાતના વતની હોવા જોઈએ.
 • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક 5% સાદા વ્યાજ અને મહીલાઓ માટે 4% રહેશે.
 • દર વર્ષ જેટલું ધિરાણ/લોન આપવામાં આવશે તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

સ્વરોજગાર લક્ષી યોજનાના લાભ | Benefits of  Swarojgar Lakshi Loan Yojana Gujarat

વાહન ખરીદવા લોન.

 • મારૂતી ઈકો, રીક્ષા, લોડીંગ રીક્ષા, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગાર ઉપયોગી વાહનો ખરીદવા માટે વાહનની કિંમત જેટલી અથવા ₹ 10,00,000/- બંનેમાંથી જે ઓછું હોય તે મુજબની લોન સહાય આપવામાં આવશે.
 • ટ્ર્રાન્સપોર્ટ, ભારવાહન માટે, ટ્રાવેલર્સ માટે ,ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી એસેસરીઝ સહીત મેળવવા માટે બેન્કમાંથી ₹ 6,00,000/- ની લીધેલ લોન ઉપર 5% વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
 • Swarojgar Lakshi Loan Yojana Gujarat હેઠળ લોન વાર્ષિક માત્ર 5% સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે રાહત આપતા 4%ના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.
 • વાહન મેળવ્યાના ત્રણ માસ પછી કુલ- 5 વર્ષ ના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
 • વાહન માટેની લોનની યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે પાકુ ડ્રાઈવીંગ લાયસન્સ હોવું જરૂરી છે
 • ખરીદાયેલ વાહન ગુજરાતના બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ પાસે  ગીરો કરવાનું રહેશે.

દુકાન ખરીદવા લોન.

 • રોજગારીના વ્યવસાય જેવા કે કરીયાણાની દુકાન, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, મેડીકલ સ્ટોર, સ્ટેશનરીની દુકાન બુક સ્ટૉર વગેરે કોઈપણ સ્વરોજગાર વ્યવસાય માટે ₹ 10.00/-  લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન રૂપે આર્થિક સહાય નિગમ તરફથી આપવામાં આવશે.
 • લોનની કુલ રકમ ₹ 7.50/- લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીને સ્થાવર મિલ્કત બિનઅનામત નિગમને ગીરો કરવાની રહેશે.
 • નાના વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી દુકાનનું રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ
 • નાના વ્યવસાય લોન મેળવ્યાનાં ત્રણ માસમાં દુકાન શરૂ કરવાની રહેશે.તથા વ્યવસાય શરૂ કર્યા બાદ 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસૂલાત કરવામાં આવશે
 • દરેક લોન લેનાર અરજદારે બિનઅનામત નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ કોરા ચેક આપવાના રહેશે.

યોજનાનો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ.

અરજદારે Swarojgar Lakshi Loan Yojana Gujarat હેઠળ રોજગારી માટે જરૂરી વાહન કે દુકાન ખરીદવા માટે  હેઠળ અરજી સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે.

 • આધારકાર્ડની નકલ
 • રેશનકાર્ડ જેમાં અરજદારનું નામ હોય
 • આઈ.ટી.રીટર્ન /ફોર્મ-૧૬ ના તમામ પેજની નકલ.
 • ધંધાના સ્થળનો આધારની વિગતો.
 • બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
 • શૈક્ષણિક લાયકાતની વિગતો
 • ઉંમરનો પુરવો તરીકે જન્મ પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
 • રહેઠાણનો પુરાવો (લાઈટબીલ, રેશનકાર્ડ, સરનામા સાથેનું કોઈપણ ઓળખપત્ર)
 • કુટુંબની આવકનો દાખલો
 • ધંધાના અનુભવનું આધાર કે પ્રમાણપત્રની નકલ.
 • પિતા/વાલીની મિલ્કત ગીરો કરવા માટેનું સંમતિપત્ર (પરિશિષ્ટ-૩)
 • અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ

જાણવા જેવું:- 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024 ₹1,00,000/-ની લોન

મહિલા સ્વાવલંબન યોજના ₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી |Swarojgar Loan Yojana Gujarat Apply Online

અરજદાર દ્વારા  સ્વરોજગાર માટેની યોજના હેઠળ બિન અનામત આયોગના ઓનલાઈન પોર્ટલ e samaj Kalyan Portal  પર અરજી કરવાની રહેશે. મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની અહીં સરળ સમજૂતી આપવામાં આવી છે. જે સ્ટેટને અનુસરીને આપ જાતે ઓનલાઈન અરજી કરી શકો છો.

Step-1  e samaj kalyan gujarat gov in Login

 • અરજદારે સૌ પ્રથમ ગુગલમાં e samaj kalyan gujarat gov in ટાઈપ કરવાનું રહેશે જેથી e samaj kalyan Portal ઓફિસિયલ વેબસાઈટ ઓપન થશે.
 • ઓપન થયેલ પેજમાં નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ પર ક્લિક કરવાનું રહેશે.
Swarojgar Lakshi Loan Yojana Gujarat Login
Image Credit Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

Step-2 e samaj kalyan Gujarat Registration

 • અરજદાર દ્વારા જો પહેલા આ પોર્ટલ પર કોઈ વખત અરજી કરવામાં ના અવી હોય તો સૌ પ્રથમ તેઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્શેનની થઈ ગયા બાદ અરજદારને પોતાના મોબાઈલમાં યુઝર આઈ.ડી અને પાસવર્ડ SMS દ્વારા મોકલાવમાં આવે છે.
 • મોબાઈલમાં આવેલ યુઝર આઈ.ડી અને પાસવર્ડથી e samaj kalyan Portal પર લોગીન કરવાનું રહેશે.
 • લોગીન કર્યા બાદ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓનું લીસ્ટ જોવા માળશે. તેમાંથી સ્વરોજગાર લોન યોજના–ધિરાણ પર ટિક કરવાનું રહેશે.
Swarojgar Lakshi Loan Yojana Gujarat Online Apply
Image Credit Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

Step- 3 Online Application Swarojgar Lakshi Loan Yojana Gujarat

 • ત્યાર બાદ ઓનલાઈન અરજી કરવા માટેનું પેજ ખુલશે જેમાં અરજદારે વ્યક્તિગત માહિતી જેવી કે  નામ, સરનામું, મોબાઈલ નંબર એન્ટર કરીને પોતાનો તાજેતરનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યાર બાદ સરનામાની વિગતો નાંખીને Save & Next બટન પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
 • આગળના પેજમાં અરજદારે અરજીની વિગતોમાં વ્યવસાયનો પ્રકાર, વ્યવસાય માટે જરૂરી લોનની રકમ, દુકાન કે વ્યવસાયનો રજીસ્ટ્રેશન નંબર, વ્યવસાય જે જગ્યાએ કરવા ઈચ્છતા હોય તેના સરનામાની વિગતો , શૈક્ષણિક લાયકાતની વિગતો ચકાસીને નાંખીને  Save & Next બટન પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
 • આગળના સ્ટેપમાં અરજદારના ધિરાણ કરનારનું નામ, મિલકતનું વર્ણન, મિલકતનું સરનામું, મિલ્કતનો વેલ્યુએશન રિપોર્ટની, બેંક ખાતાની વિગતો ભરવાની રહેશે.
 • ત્યારબાદ આગળના પેજમાં અરજદારના ઉપર મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને પછી નીચે બાંહેધરી પત્રકની વિગતો વાંચીને મંજૂરી આપ્યા બાદ Save Application  બટન પર ક્લિક કરવાનું રહેશે. જેથી આપની અરજી સેવ કરીને confirm Application  કરવાની રહેશે.
 • અરજી કન્ફર્મ કર્યા બાદ આપને ઓનલાઈન અરજી નંબર અપડેટ થશે. જે આગળની પ્રોસેસ માટે સાચવીને રાખવાનો રહેશે. ત્યાર બાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને જરૂરી સહી સિક્કા કરાવવાના રહેશે.

વધુ જાણોઃ-

પીએમ વિશ્વકર્મા યોજના 2024 મેળવો ₹ 3,00,000/-સુધીની લોન

વાજપાઈ બેંકેબલ યોજના 2024 પોતાનો નવો ધંધો શરુ કરવા મળશે 8 લાખ સુધીની લોન.

Swarojgar Lakshi Loan Yojana Gujarat યોજનાના નિયમો અને શરતો.

 • આ યોજના હોેઠળ લોન માટે એક કુટુંબમાંથી એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 • લોન યોજના માટે અરજદાર દ્ધારા અરજી કન્ફર્મ થયા ૫છી અત્રેનાં બિન અનામત આયોગ દ્વારા ઓનલાઇન સબમિટ કરેલા ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ પુર્વ મંજુરી/નામંજૂર/વાંધા પૂર્તતાની જાણ સીધી અરજદારને મેલ કે SMS દ્વારા લાભાર્થીને જાણ કરવામાં આવશે.
 • આયોગ દ્વારા મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અ૫લોડ કરી અરજદારનું  જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા ઉદ્યોગ મેનેજરની કચેરી ખાતે અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા દિન-30 માં જમા કરવાના રહેશે.
 • અરજદારને મળેલ વાંધા પૂર્તતાની વિગતો પુરી કરીને માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અ૫લોડ કરવાનાં રહેશે.
 • અરજદારનો પોતાનો નોંધણી કરેલ મોબાઈલ નંબર તથા મેલ આઈ.ડી લોનની ચુકવણી સુધી બદલવાના રહેશે નહી.
 • અરજી મંજુર થયેથી અરજદારે બોજા નોંધ/ ગીરો દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
 • લોનની રકમ છેલ્લે જે બેંકમાં આધાર કાર્ડ લીંક કરેલ હશે તે બેંક ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે આધારબેઝ ચુકવણી કરવામાં આવશે.
 • બિન અનામત આયોગ નામે પાંચ (પ્રિન્ટેડ નામ વાળા) ચેક રજુ કરવાના રહેશે.

Importalnt Links of Swarojgar Lakshi Loan Yojana Gujarat

e samaj Kalyan Portal

 Click Here

બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ

 Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

 Click Here

અરજીના સ્ટેટ્સની ચકાસણી માટે

 Click Here

બાંહેધરી પત્રક pdf  Download

 Click Here

હેલ્પલાઈન નંબર

 Click Here

Home Page

 Click Here

Conclusion

મિત્રો, યુવાનોને સ્વરોજગાર માટે ધિરાણની જરૂરિયાત પુર્ણ કરવા માટે આયોગ દ્વારા ધંધો શરૂ કરવા માટે  ₹ 10.00 લાખની લોન સહાય આપવામાં આવે છે. જેનાથી ટ્રાવેલ્સ માટે વાહન ખરીદી, કરીયાણા કે સ્ટેશનરીની દુકાન શરૂ કરીને રોજગારીની તકો ઉભી કરી શકાય છે. મિત્રો, Swarojgar Lakshi Loan Yojana Gujarat આર્ટિકલ દ્વારા  જુદા-જુદા વ્યાસાય માટે કેટલી લોન મળશે તથા ઓનલાઈન અરજી બાબતે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને આ યોજના હેઠળ કોઈપણ વધારાની મદદની જરૂર હોય તો આયોગની કચેરી ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) સ્વરોજગાર લોન માટે અરજી ક્યાં કરવાની રહે?

Swarojgar Yojana Gujarat હેઠળ લોન માટે ઓનલાઈન e samaj Kalyan Portal પર અરજી કરવાની રહે છે.

(2) સ્વરોજગાર યોજન હેઠળ કેટલી લોન સહાય મળે છે?

Swarojgar Yojana Gujarat હેઠળ ધંધો કે વ્યવસાય શરૂ કરવા માટે ₹ 10,00,000/-ની લોન આપવામાં આવે છે.

(3) સહાય મંજૂર/ના મંજૂર કે વાંધા પુર્તતાની ખબર કેવી રીતે પડે?

અરજદાર દ્વારા નોંધાયેલ મોબાઈલ નંબર પર SMS દ્વારા તથા મેલ દ્વારા  સહાય મંજૂર કે વાંધા પુર્તતાની વિગતો મોકલવામાં આવે છે.

(4) Swarojgar Lakshi Loan Yojana Gujarat યોજના હેઠળ વ્યાજનો દર શું છે?

આ યોજના હેઠળ સામાન્ય રીતે વાર્ષિક  ફક્ત 5% ના સાદા વ્યાજે તથા મહિલાઓ માટે 4% ના સાદા વ્યાજે લોન આપવામાં આવે છે.

Leave a comment