ચિરંજીવી યોજના ગુજરાત ફોર્મ, ડોક્યુમેન્ટ, અરજી પ્રોસેસ | Chiranjeevi Yojana Gujarat 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Chiranjeevi Yojana Gujarat : મહિલાઓને પ્રસુતિ સમયે સ્વસ્થ બાળકોનો જન્મ થાય અને બાળકને જરૂરી પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા ચિરંજીવી યોજના અમલ મુકાયેલ છે. પ્રસુતિ દરમ્યાન ક્યારેક માતા તથા બાળકના સ્વાસ્યને જોખમ હોય છે. આવા સંજોગોમાં મહિલાની ડિલેવરી દવાખાનામાં થાય તે હિતાવહ છે. સુરક્ષિત પ્રસુતિ દ્વારા મહિલા અને બાળકને સ્વસ્થ રાખી શકાય તે માટે Chiranjeevi Yojana Gujarat હેઠળ મહિલાને પ્રસુતિનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલમાં મહિલાને ડેલેવરી વખતે શું સુવિધા મળશે? તથા સહાય માટે કોનો સંપર્ક કરવો? તેના વિશે વિગતે માહિતી મેળવીશું.

Chiranjeevi Yojana Gujarat

Bullet Point of Chiranjeevi Yojana Gujarat

યોજનાનું નામ ચિરંજીવી યોજના
સંબંધિત સરકારી કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
યોજનાનો હેતું પ્રસુતિ દરમ્યાન બાળ મરણ અટકાવવા તથા મહિલાઓને મફત ડીલેવરીની સુવિધા
મળનાર લાભ મફત ડિલેવરીની સુવિધા, પ્રસુતિ બાદ મહિલાને ઘરે જવા માટે  ₹ 200 રોકડા સહાય.
લાભાર્થીની પાત્રતા ગરીબી પરિવારની BPL મહિલા તથા અનુસુચિત જનજાતિની મહિલા
ઓફિસિયલ વેબસાઈટ https://gujhealth.gujarat.gov.in/

Chiranjeevi Yojana Gujarat | ચિરંજીવી યોજના ગુજરાત

પ્રસુતિ દરમ્યાન બાળ મૃત્યુદર અટકાવવા તથા માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે મહિલાની પ્રસુતિ નિષ્ણાંત ડોકટર જોડે થવી જરૂરી છે. ગુજરાતના આંતરિયાળ વિસ્તાર તથા ગરિબ પરીવારોની મહિલાને પ્રસુતિ વખતેના ખર્ચમાંથી રાહત આપવા Chiranjeevi Yojana Gujarat અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાની શરૂઆત ઓક્ટોબર 2006 થી કરવામાં આવી છે. ચિરંજીવી યોજના હેઠળ મહિલાને મફત ડિલેવરીની સાથે-સાથે મહિલાને દવાખાનેથી ઘરે જવા માટે ₹ 200 રોકડ સહાય પણ આપવામાં આવે છે.

ચિરંજીવી યોજના ગુજરાતનો હેતું

ચિરંજીવી યોજના સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા અમલમાં મુકાયેલ છે. આ યોજના નીચે મુજબના હેતું માટે શરૂ કરાયેલ છે.

  • પ્રસુતિ દરમ્યાન મહિલા તથા બાળકનું મૃત્યું પ્રમાણ અટકાવવું.
  • ડીલેવરી બાદ બાળકને સત્વરે પ્રાથમિક સારવાર આપવી.
  • અંતરિયાળ તથા ગરીબ પરિવારોની મહિલાને મફત ડિલેવરીની સુવિધા આપવી.
  • બાળકનો જન્મ નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ થાય તે માટે પ્રોત્સાહન પુરું પાડવું.

Chiranjeevi Yojana Gujarat હેઠળ મળવાપાત્ર લાભ.

ચિરંજીવી યોજના 2024 હેઠળ લાભાર્થીને નીચે મુજબના લાભો મળવાપાત્ર થશે.

  • BPL પરિવારની મહિલાને મફત ડીલેવરીની સુવિધા.
  • ડીલેવરી બાદ મહિલાને ઘરે જવા માટે શહેરી વિસ્તારના લાભાર્થીને ₹ 100  અને ગ્રામ્ય વિસ્તારની મહિલાને ₹ 200 રોકડ સહાય દવાખાનેથી અપાશે.
  • પ્રસુતા મહિલા સાથેના સહાયક (આંગણવાડી વર્કર, આશાવર્કર કે તેના સગા)ને ₹ 50 રોકડ સહાય.
  • મહિલાને પ્રસુતિ વખતે જરૂરી દવાઓ વિનામુલ્યે આપવામાં આવશે.

વધુ જાણો:- 

કુંવરબાઈનું મામેરું યોજના 2024

વહાલી દીકરી યોજના 2024, દીકરીને મળશે ત્રણ હપ્તામાં ₹ 1,10,000/-

ચિરંજીવી યોજના ગુજરાતના લાભાર્થીની પાત્રતા.

Chiranjeevi Yojana Gujarat  હેઠળ નીચે મુજબની લાભાર્થી મહિલાઓને લામ મળવાપાત્ર થશે.

  • ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની BPL પરિવારની મહિલાઓ.
  • આવક વેરો ના ભરતી અનુસુચિત જનજાતિની મહિલાને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.

Chiranjeevi Yojana Gujarat 2024

ચિરંજીવી યોજના ગુજરાતમાટે જરૂરી ડોક્યુમેન્ટ.

આ યોજના  હેઠળ લાભાર્થીને સહાય માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

પ્રસુતાનું આધાકાર્ડની નકલ

  • રેશન કાર્ડની નકલ.
  • P.L Card ની નકલ
  • જાતીનો દાખલો
  • જો P.L કાર્ડના હોય તો આપના વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રી, મામલતદારશ્રી કે ચીફ ઓફીસર દ્વારા અપાયેલ આવકનું પ્રમાણપત્ર.

જાણવા જેવું:-

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 બદલાયેલા વ્યાજદર સાથેની લેટેસ્ટ માહિતી.

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના દીકરીને નામે ₹ 25,000/- ના બોંડ

ચિરંજીવી યોજના 2024 હેઠળ અરજી ક્યાં કરવી?

  • ચિરંજીવી યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવાની રહે છે.
  • સૌ પ્રથમ આ યોજનાનું ફોર્મ દાખલ થયેલ હોસ્પિટલ કે આશા વર્કર કે નજીકના H.C સેન્ટર ખાતેથી લઈ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવાનું રહેશે.
  • ભરેલ અરજીપત્રક ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ સાથે જે દવાખાને પ્રસુતાને દાખલ કરેલ હોય ત્યાંજ જમા કરાવવાનું હોય છે.

Important Links of Chiranjeevi Yojana Gujarat

આરોગ્ય અને પરિવાર કલ્યાણની ઓફિસિયલ વેબસાઈટ

Click Here

શ્રમયોગી કલ્યાણ બોર્ડની પ્રસુતિ યોજના

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળ મૃત્યુદર તથા માતા મૃત્યુ દર નબૂદ કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. મહિલાની ડીલેવરી સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર દ્વારા થાય તે માટે મફત પ્રસુતિ સહાય યોજના અમલમાં છે.જેની ચિરંજીવી યોજના તરીકે પર ઓળખવામાં આવે છે. Chiranjeevi Yojana Gujarat હેઠળ લાભાર્થી મહિલાને મફત પ્રસુતિ સાથે, મહિલાને ઘરે જવા માટે પણ દવાખાતેથી ₹ 200 રોકડ સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈ પ્રશ્ન હોય તો આપના વિસ્તારની આશાવર્કરની મુલાકાત કરવા સુચન છે.

FAQ

(1) મફત ડિલેવરી યોજના ક્યા નામેથી ઓળખવામાં આવે છે?

મફત ડિલેવરી યોજના ચિરંજીવી યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

(2) Chiranjeevi Yojana Gujarat યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર થશે?

Chiranjeevi Yojana Gujarat હેઠળ લાભાર્થી મહિલાને મફત પ્રસુતિ સાથે, મહિલાને ઘરે જવા માટે પણ દવાખાતેથી ₹ 200 રોકડ સહાય આપવામાં આવે છે.

(3) ચિરંજીવી યોજના હેઠળ કોને લાભ મળવાપાત્ર થશે?

આ યોજના હેઠળ ગરીબી પરિવારની BPL મહિલા તથા અનુસુચિત જનજાતિની મહિલાને લાભ મળશે.

(4) ચિરંજીવી યોજના 2024  હેઠળ સહાય ક્યાંથી મળશે?

ચિરંજીવી યોજના 2024 હેઠળ સહાય પ્રસુતાને જે દવાખાતે દાખલ કરેલ છે ત્યાથી મફત ડીલેવરી તથા ₹ 200 રોકડ સહાય આપવામાં આવશે.

Leave a comment