સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ | સુકન્યા સમૃદ્ધિ યોજના | સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર | સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદા | સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ | સુકન્યા સમૃદ્ધિ યોજના pdf | સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી
Sukanya Samriddhi Yojana 2024 In Gujarati : ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા દીકરીઓના ભણતર, પોષણ તથા સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. દીકરીઓના અભ્યાસ તથા લગ્નના ખર્ચને પહોચી વળવા માટે આ સૌ વાકેફ છો તે સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. મિત્રો, આજના આર્ટિકલ Sukanya Samriddhi Yojana 2024 In Gujarati માં આ યોજના હેઠળ અત્યાર સુધી થયેલ ફેરફારો સાથેની અધ્યત માહિતી જાણવા મળશે. તો આ લેખને અંત સુધી વાંચશો તો લગભગ આપના મોટાભાગના પ્રશ્નોનું સમાધાન મળી જશે.
Bullet Points of sukanya samriddhi yojana 2024 in Gujarati
યોજનાનું નામ | સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 |
યોજનાનો હેતું | દીકરીઓના અભ્યાસ તથા લગ્નના ખર્ચ માટે સારું વળતર આપવાનું |
લાભાર્થીની પાત્રતા | 10 વર્ષથી ઓછી ઉંમરની તમામ દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવી શકાશે |
મળનાર લાભ | આ યોજના હેઠળ ખાતામાં જમા થયેલ પૈસાનું અન્ય યોજના કરતા સૌથી વધુ વ્યાજ આપવામાં આવશે |
સુકન્યા ખાતામાં કેટલા પૈસા જમા કરવા | સુકન્યા સમૃદ્ધિ ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા ₹ 250 અને વધુમાં વધુ ₹ 1,50,000/- જમા કરાવી શકાશે. |
ખાતું ક્યાં ખોલાવવું | આપના વિસ્તારમાં જે રાષ્ટ્રીયકૃત બેંક કે પોસ્ટ ઓફિસ નજીક પડતી હોય ત્યાં ખાતું ખોલાવી શકાય. |
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 વિશેની માહિતી | Sukanya Samriddhi Yojana 2024 In Gujarati
દીકરીઓને ભણતર અને લગ્નની ચિંતા હવે કોઈ વાલીને નઈ રહે. કેમ કે સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના પર સૌથી વ્યાજ આપીને એક પ્રકારની આર્થિક સહાય કરવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના ફક્ત 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓને જ રાષ્ટ્રીયકૃત બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે. જેમાં ભારત સરકાર દ્વારા ઉચ્ચદરે દર ત્રણ મહિને વ્યાજ જાહેર કરવામાં આવે છે. દીકરીના ઉચ્ચ અભ્યાસ અને લગ્ન માટે સારી એવી રકમ સુકન્યા એકાઉન્ટમાં જમા થાય છે અને જમા થયેલ રકમ કોઈપણ ટેક્સના કપાત વગર ઉપાડી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 લાભાર્થીની પાત્રતા.
સુકન્યા સમૃદ્ધી યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરી 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં દીકરીની ઉંમર 10 વર્ષની ના થાય ત્યા સુધી નજીકની રાષ્ટ્રીકૃત બેંક કે પોસ્ટ ઓફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકાય છે. જેમાં વાર્ષિક ઓછામાં ઓછા ₹ 250 અને વધુમાં વધુ ₹ 1,50,000/- જમા કરાવી શકાશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદા
સુકન્યા સમૃદ્ધિ ખાતા ધારક દીકરીને Sukanya Samriddhi Yojana 2024 In Gujarati હેઠળ નીચે મુજબના ફાયદા થશે.
- સુકન્યા સમૃદ્ધી યોજનામાં અન્ય બચત ખાતા તથા રીકરિંગ યોજનાઓની તુલનામાં સોથી વધુ વ્યાજ મળશે.
- આ યોજના હેઠળ હાલની વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે 2% વ્યાજ જાહેર કરવામાં આવ્યુ છે. આ વ્યાજદર દર ત્રણ મહિને સમિક્ષાને બાદ જાહેર કરવામાં આવે છે.
- સુકન્યા સમુદ્ધિ ખાતામાં જમા કરવામાં આવેલ રકમ પર Imcome Tax Section 80c મુજબ કર રાહત આપવામાં આવે છે. ખાતામાં વાર્ષિક ₹ 1,50,000/- જમા કરાવેલ રકમ પર આવક વેરામાં છુટ મળવાપાત્ર રહેશે.
- આ યોજનામાં ઓછામાં ઓછી ₹ 250 અને વધુમાં વધુ ₹ 1,50,000/- જમા કરાવી શકાશે. જેથી ગરીબથી મધ્યમ વર્ગીય પરિવારને પણ આ યોજનાનો લાભ મળશે.
- દીકરીની ઉંમર 18 વર્ષથી થયેથી જમા રકમની 50% રકમ ઉપાડી શકાશે અથવા બધી જ જમા થયેલ રકમ ઉપાડી ખાતું બંધ કરાવી શકાશે. (શિક્ષણમાં મદદ)
- દીકરીની ઉંમર 21 વર્ષની પુર્ણ થયેથી ખાતામાં જમા થયલ બધી જ રકમ ઉપાડી લેવાની રહેશે અને ખાતું બંધ કરવામાં આવશે. (લગ્ન પ્રસંગે મદદ)
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 ડોક્યુમેન્ટ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીનું ખાતું ખોલાવવું હોય તો દીકરી અને તેના વાલીના નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
- દીકરીનું આધારકાર્ડ
- દીકરીના પિતા કે માતાનુ આધારકાર્ડ
- દીકરીનો ફોટો
- દીકરીના પિતા કે માતાનો ફોટો
- કાયમી રહેઠાણનો પુરાવો
- દીકરીનું જન્મપ્રમાણપત્ર
- બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા માંગવામાં આવતા અન્ય ડોક્યુમેન્ટ.
વધુ જાણોઃ-
મહિલાઓને ડીલેવરી માટે ₹ 37,500 ની સહાય, પ્રસુતિ સહાય યોજના.
મહિલા સશક્તિકરણની મિશન શક્તિ યોજના વિશે જાણો.
Sukanya Samriddhi Yojana Interest Rate | સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સરકાર દ્વારા અન્ય યોજના કરતા વધુ વ્યાજ દર આપવામાં આવે છે. સુકન્યા યોજના હેઠળ દર ત્રણ મહિને કેન્દ્ર સરકારની કમિટિ દ્વારા સમિક્ષાને અંતે વ્યાજદર બદલાતો હોય છે જેથી મળનાર રકમનો ચોક્કસ અંદાજ આવી શકશે નહી. પરંતુ આપ નીચે દર્શાવેલ કેલ્યુલેટર ચાર્ટથી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મળનાર રકમનો અંદાજ મેળવી શકશો.. (નોંધ- અહિં ચાર્ટમાં દર્શાવેલ રકમ સમયાંતરે જાહેર કરેલ વ્યાજના સંદર્ભે બદલાઈ શકે છે.)
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 ફોર્મ
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 માં ખાતું ખોલાવવા માટે નજીકની કોઈપણ રાષ્ટ્રિયકૃત બેંક, પંજાબ નેશનલ બેંક, SBI Bank, Bank of Baroda જેવી બેંકો તથા નજીકની પોસ્ટ ઓફિસમાં દીકરી સાથે જઈને ફોરમ ભરીને ડોક્યુમેન્ટ સાથે એટેચ કરીને ખાતું ખોલાવી શકશો. અહીં આપને ફોર્મનો નમૂનો આપવામાં આવ્યો છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના પાસબુક | Sukanya Samriddhi Yojana Balance Check
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ધારકોને ATM Card આપવામાં આવતું નથી. જેથી આપ ઓનલાઈન કે એ.ટી.એમ દ્વારા ખાતાનું બેલેન્સ ચેક કરી શકશો નહી. Sukanya Samriddhi Yojana 2024 In Gujarati હેઠળ યોજનાના લાભાર્થીને બેંક કે પોસ્ટ તરફથી પાસબુક આપવામાં આવે છે. જેના દ્વારા આપ પાસબુક મશીનમાં ઓનલાઈન એન્ટ્રી પડાવીને બેલેન્સની ચકાસણી કરી શકો છો. સુકન્યા યોજના હેઠળ સામાન્ય રીતે દર વર્ષના માર્ચ મહિનાને અંતે પાછલા આખા વર્ષનું ભેગું વ્યાજ જમા કરવામાં આવે છે. પાસબુકમાં એન્ટ્રી કરાવીને જમા થયેલ વ્યાજ તથા કુલ બેલેન્સ જાણી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024માં પૈસા કઈ રીતે જમા કરવા.
અત્યારના ડીજીટલ યુગમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા જમા કરાવવા બેંક કે પોસ્ટમાં જવુ નહી પડે. આપ નીચે દર્શાવેલ કોઈ એક રીતમાંથી સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં ઓછામાં ઓછા ₹250 અને વધુમાં વધુ ₹1,50,000/- ઓનલાઈન પૈસા જમા કરાવી શકશો.
- દીકરીનું જે બેંકમાં ખાતું ખોલાવ્યુ હોય, તે બેંકમાં ઓનલાઈન વ્યાવહાર માટે યુઝર આઈ.ડી અને પાસવર્ડ બેંકમાંથી મેળવી લેવો. જેના દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો.
- વાલીના બેંક ખાતાના યુઝર આઈ.ડી અને પાસવર્ડથી સુકન્યા સમૃદ્ધિનું એકાઉન્ટ લીંક કરીને,વાલીના બેંક એકાઉન્ટમાંથી સીધા જ સુકન્યા એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શકાશે.
- SBI Yono, Post Payment Bank, HDFC Bank, Bank of Baroda ની ઓફિસિલય મોબાઈલ એપથી પણ સુકન્યા ખાતાને લીંકને કરીને સીધા જ ખાતામાં પૈસા જમા કરાવી શકશો.
- પાસબુક સાથે ચેક દ્વારા કે સ્લીપ ભરીને રોકડા પૈસા બેંક જઈને ખાતામાં પૈસા જમા કરાવી શકો છો.
જાણવા જેવુંં –
વ્હાલી દીકરી યોજના, દીકરીને મળશે ₹ 1,10,000/-
આ યોજનામાં વર્ષમાં ઓછામાં ઓછી રકમ જમા ન કરવાના કિસ્સામાં શું થાય.
- સુકન્યા ખાતામાં ઓછામાં ઓછી ₹250 જમા કરવાનો નિયમ છે. જે કોઈ સંજોગોવશ જે વર્ષમાં ખાતામાં પૈસા તો ખાતું હંગામી ધોરણો બંધ થાય છે.
- આવા સંજોગોમાં ખાતું ફરી એક્ટીવીટ કરવા માટે બેંક કે પોસ્ટમાં રૂબરૂ જવાનું થશે. જેમાં એકાઉન્ટ રિઓપનનું ફોર્મ ભરીને ₹250 + ₹50 (દંડ) ભરીને ખાતું ફરી એક્ટીવ કરાવી શકો છો.
દા.ત જે વર્ષમાં લાભાર્થી દ્વારા ખાતામાં પૈસા જમા નથી કરાવી શકાયા તો દંડનીય વ્યાજ ₹50 ભરવાનું રહેશે અને બાકી રકમ સાથે ભરીને ખાતું એક્ટીવ કરી શકશો.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા પાછા ક્યારે મળશે?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યા બાદ પૈસા અધવચ્ચેથી ઉપાડવાની સુવિધા નથી. નીચેના સમય અને સજોગોમાં પૈસા મળશે.
- દીકરીની ઉંમર 18 વર્ષની થતા ખાતામાં જમા બેલેન્સમાંથી 50% રકમ ઉચ્ચ શિક્ષણ અર્થે ઉપાડી શકાશે.
- દીકરીની ઉંમર 18 થી 21 વર્ષની થતા તમામ જમા રકમ ઉપાડી શકાશે અને ખાતું બંધ કરવામાં આવશે.
- ખાતા ધારકના મૃત્યુના કિસ્સામાં ખાતું બંધ કરાવીને સંપુર્ણ જમા રકમ ઉપાડી શકાશે.
Important Links of sukanya samriddhi yojana 2024 in Gujarati
સુકન્યા સમૃદ્ધિ યોજના pdf |
Click Here |
SBI બેંકની લીંક | |
Home Page |
Conclusion
દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટેનું યોગ્ય આયોજન એટલે સુકન્યા સમૃદ્ધિ યોજના. સામાન્ય નાગરીક પોતાની દીકરીનું સુકન્યા ખાતું ખોલાવી શકે તે માટે ઘણી ઓછી ભરવાપાત્ર વાર્ષિક રકમ નિયત કરવામાં આવી છે. મિત્રો આજના Sukanya Samriddhi Yojana 2024 in Gujarati આર્ટિકલમાં સુકન્યા યોજનાની સંપુર્ણ માહિતી ગુજરાતીમાં આપવામાં આવી છે. આપ નજીકની બેંક કે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 નું ખાતું ખોલાવી શકો છો.
FAQ
(1) સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 માં દીકરીના કેટલા ખાતા ખોલાવી શકાશે?
આ યોજના હેઠળ એક દીકરી માટે એક જ ખાતું ખોલાવી શકાશે.
(2) સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજ દર કેટલો હોય છે?
સુકન્યા સમૃદ્ધિ માટે વર્ષ 2024 માટે પ્રથમ ત્રિમાસિકગાળા માટે 8.2% વ્યાજદર જાહેર કરવામાં આવ્યો છે. આ વ્યાજદાર દર ત્રણ મહિને સમિક્ષાને બાદ ફેરફારને પાત્ર છે.
(3) Sukanya Samriddhi Yojana 2024 માટે ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી રકમ જમા કરાવી શકાય?
આ યોજના હેઠળ ઓછામાં ઓછી ₹ 250 અને વધુમાં વધુ ₹ 1,50,000/- જમા કરાવી શકાશે
Disclaimer : સુકન્યા સમુદ્ધિ યોજના હેઠળ સામાન્ય જાણકારી મળી રહે તે માટે અહીં ગુજરાતીમાં માહિતી આપવામાં આવેલ છે. વધુ સ્પષ્ટતા માટે Sukanya Samriddhi Yojana ઓફિસિયલ ગાઈડલાઈન જોવા વિનંતી છે.