પૂરક પોષણ આહાર યોજના 2024 | Purak Poshan Aahar Yojana 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Purak Poshan Aahar Yojana : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ અભિયાનના ભાગ રૂપે બાળકો અને કિશોરીઓને પોષણને લગતી ઘણી યોજનાઓ અમલમાં મુકેલ છે. આ યોજનાઓ દ્વારા  બાળકો તથા કિશોરીઓને કુપોષણનો દર ઘટાડીને કુપોષણ મુક્ત ગુજરાતની પરિકલ્પના કરવામાં આવી છે. છેવાડાના પરિવારના બાળકોને પૂરક પોષણ આહાર યોજનાનો લાભ મળે તે માટે આંગણવાડી મારફતે પૈાષ્ટિક આહાર પુરો પાડવામાં આવે છે. મિત્રો, આજના Purak Poshan Aahar Yojana લેખમાં આ યોજનાનો લાભ કોને મળશે તથા શું લાભ મળવાપાત્ર છે? તેની વિગતે માહિતી મેળવીશું.

Purak Poshan Aahar Yojana

Bullet Point of Purak Poshan Aahar Yojana

યોજનાનું નામ પૂરક પોષણ આહાર યોજના
યોજનાનો હેતું 3 વર્ષથી 06 વર્ષ સુધીના બાળકો તથા કિશોરીઓના પોષણ સ્તરમાં સુધાર માટે
આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ બાળકને બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટ તથા પૈાષ્ટિક ગરમ નાસ્તો આપવો.
લાભ કોને મળશે? 6 વર્ષથી ઓછી વયના, ઓછા વજનવાળા બાળકો, 15 થી 18 વર્ષની કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રીમાતાઓને લાભ મળશે.
સંપર્ક ક્યાં કરવો? તમારા વિસ્તારની નજીકની આંગણવાડી ખાતે
ઓફિસિલય વેબસાઈટ https://wcd.gujarat.gov.in/

પૂરક પોષણ આહાર યોજનાનો હેતું

બાળકને ઘરમાં આપવામાં આવતા અહારથી કોઈને કોઈ પોષણતત્વની ઉણપ શક્યતાથી બાળક કુપોષણનો શિકાર બને છે. આવુ ના બને તે માટે 06 વર્ષથી ઓછી ઉંમરના ઓછા વજનવાળા તમામ પોષકતત્વો મળી રહે તેવો પુરક આહાર આંગણવાડી ખાતે આપીને બાળકોમાં પોષણ સ્તરને સુધારવું આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. જેથી આવનાર પેઢી કુપોષણન શિકાર ના બને.  મહિલા અને બાળ વિકાસ વિભાગની Purak Poshan Aahar Yojana  હેઠળ બાળક સાથે કિશોરી તથા સગર્ભા અને ધાત્રીમાતાઓને પણ આંગણવાડી ખાતે પૈષ્ટિક  આહાર આપવામાં આવે છે.

મહિલા અને બાળ વિકાસ પૂરક પોષણ આહાર કાર્યક્રમ

મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળનો આઈ.સી.ડી.એસ વિભાગ 06 વર્ષથી નીચેના બાળકોથી માંડીને સગર્ભા અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે સતત કાર્યરત છે. બાળકો તથા કિશોરીમાં શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે પુર્ણા યોજના , પોષણ સુધા યોજના, તથા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા પોષણયુક્ત નાસ્તો, આહારના પેકેટ તથા લોહતત્વ અને કેલ્શિયમની ટેબલેટ આપવામાં આવે છે. પુરક આહાર કાર્યક્રમથી ઓછા વજનવાળા બાળકોની વિશેષ કાળજી રાખી સુપોષિત કરવામાં આવે છે.

Purak Poshan Aahar Yojana Details
Image Credit Government Official Website (https://wcd.gujarat.gov.in/)

Purak Poshan Aahar Yojana  હેઠળ આપવામાં આવતા લાભ

  • મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી ખાતે બાળકોને આહાર મળી રહે તે માટે પૌષ્ટિક ગરમ નાસ્તો તથા બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ આહારના પેકેટ આપવામાં આવે છે.
  • બાળકને આંગણવાડી ખાતે જ પૈષ્ટિક આહાર આપીને જમાડવામાં આવે છે.
  • સાથે-સાથે 15 થી 18 વર્ષની કિશોરીઓ અને સગર્ભા તથા ધાત્રી માતાઓને પોષણ યુક્ત આહારના પેકેટ આપવામાં આવે છે.

પૂરક પોષણ આહાર યોજનાનો લાભ કોને મળશે?

બાળક એનેમિયા તથા બાળરોગોથી દૂર રહે તે માટે આંગણવાડી ખાતે આવતા બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. પૂરક પોષણ આહાર યોજનાના લાભાર્થીની પાત્રતા નીચે મુજબની છે.

  • 03 વર્ષથી 06 વર્ષ સુધીના ઓછા વજનવાળા બાળકો.
  • 15 થી 18 વર્ષની કિશોરીઓ
  • સગર્ભા મહિલાઓ
  • ધાત્રી માતાઓ

વધુ જાણો:- 

વહાલી દીકરી યોજના દીકરીને મળશે ₹ 1,10,000/-

વિધવા સહાય યોજના આજીવન ₹. 1250/- દર મહિને

Purak Poshan Aahar Yojana નો લાભ લેવા કરવું?

પુરક પોષણ યોજનાના લાભ માટે બાળકને નજીકની આંગણવાડી ખાતે નામ નોંધાવવું પડે છે. આપના વિસ્તારના I.C.D.S વિભાગ હસ્તકના આંગણવાડી કેન્દ્ર ખાતેના તેડાગર કે આંગણવાડી બહેનોનો સંપર્ક કરવાથી  બાળકના નામની નોંધણી કરી શકાય છે. નોંધણી થયેથી બાળક માટે દર મહિને આહાર માટેનો જથ્થો ફાળવામાં આવે છે.  બાળકનું નિયમિત વજન ચેક કરીને આંગળવાડી કાર્યકરની દેખરેખ હેઠળ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે.

Important Links of Purak Poshan Aahar Yojana

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

સંપર્ક નંબરનો વિગત

Click Here

Home Page

Click Here

Conclusion

ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાતમાં કોઈપણ બાળક કે કિશોરી કુપોષિત ના રહે તે માટે છેવાડાની આંગણવાડી સુધી પૌષ્ટિક આહારની સુવિધા પુરી પાડે છે. બાળકમાં ઓછું વજન તથા પોષકતત્વોની ઉણપ તેના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. જે ફક્ત વધારાના પોષકતત્વો સભર આહારથી જ પુર્ણ કરી શકાય છે. જેથી આંગણવાડી દ્વારા Purak Poshan Aahar Yojana હેઠળ ઓછા વજનવાળા બાળકની સઘન દેખ-રેખ રાખીને તેઓના પોષણ સ્તરને સુધારવા સતત પ્રયત્નો કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા આપને નજીકની આંગણવાડી ખાતે સંપર્ક કરવા સુચન છે.

જાણવા જેવું:- 

કુંવરબાઈનું મામેરું યોજના દીકરીના લગ્ન વખતે ₹ 12,000/- ની સહાય

મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીના લગ્ન સમયે  ₹ 2,00,000/-ની સહાય 

FAQ

(1) પુરક પોષણ આહાર યોજના હેઠળ કોને લાભ આપવામાં આવે છે?

આ યોજના હેઠળ 3 વર્ષથી 6 વર્ષ સુધીના ઓછા વજનવાળા બાળકો, 15 થી 18 વર્ષની કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રીમાતાઓને લાભ આપવામાં આવે છે.

(2) આ યોજના હેઠળ શું આપવામાં આવે છે?

જે બાળકનું વજન ઓછું હોય તેવા બાળક તથા કિશોરીઓને બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટ તથા પૈાષ્ટિક ગરમ નાસ્તો આપવામાં આવે છે.

(3) Purak Poshan Aahar Yojana નો લાભ લેવા સંપર્ક ક્યાં કરવાનો રહે?

પુરક આહાર કાર્યક્રમનો લાભ લેવા માટે નજીકની આંગણવાડી ખાતે સંપર્ક કરવાનો રહેશે.

Leave a comment