ખેડૂત પોર્ટલ યોજના લીસ્ટ 2024 | iKhedut Portal 2023 Yojana List

WhatsApp Group Join Now
Telegram Group Join Now

iKhedut Portal 2024 Yojana List : મિત્રો,  ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી ઘણી બઘી યોજનાઓ અમલમાં મુકી છે. જેમ કે ખેડૂતો માટે ટેક્ટર સહાય યોજના, તબેલા માટે લોન સહાય, દુધાળા પશુ ખરીદવા સબસીડી વગેરે જેવી યોજનાઓ મારફતે ખેડૂત મિત્રો iKhedut portal પર ઓનલાઈન અરજી કરી લાભ મેળવી શકે છે. આ આર્ટિકલમાં આપણે iKhedut Portal  પર iKhedut Portal 2023 Yojana List  વિશે વિગતે ચર્ચા કરવામાં આવી છે. જેના દ્વારા રાજયના ખેડૂતોને ખેતી વિષયક યોજનાઓની  માહિતી આંગળીના ટેરવે મળી રહેશે.  ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ યોજનાઓનો ઘરે બેઠા iKhedut Portal  ઓનલાઇન અરજી કરી શકો તે માટે વિગતો ચર્ચા કરવામાં આવી છે.

iKhedut Portal 2023 Yojana List

Contents hide

Important points of iKhedut Portal 2024 Yojana List

યોજનાનું નામ ખેડૂત પોર્ટલ યોજના લીસ્ટ 2024
અમલીકરણ વિભાગ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા
લાભાર્થીઓ રાજ્યના તમામ ખેડૂત તથા પશુપાલક
પોર્ટલનો ઉદેશ્ય ગુજરાત રાજ્યના ખેડૂતો અને પશુપાલકોને ખેતી માટે જરૂર પડતી સામગ્રીની માહિતી સમયસર અને એક સ્થળેથી આંગળીના ટેરવે મળી રહે તે તેનો મુખ્ય ઉદ્દેશ છે.
લાભ ખેડૂત તથા પશુપાલન લક્ષી યોજનાઓની અધ્યન માહિતી તથા લાભો સામાન્ય ખેડૂતોને આપવામાં આવશે.
અરજીની પ્રકિયા ઓનલાઈન અરજી iKhedut Portal પર કરવાની રહેશે.
વેબસાઈટનું નામ ikhedut.gujarat.gov.in

આઈ ખેડૂૂત પોર્ટલ 2024

ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની  ખેતી વિષયક યોજનાઓની જાણકારી સરળતાથી મળી રહે તથા બધી જ યોજનાઓ માટે એક જ પ્લેટફોર્મ પરથી અરજી કરી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યુ છે. જેના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબના છે.

 • ખેડૂતો મિત્રો, iKhedut Portal પરથી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ પાકોનું ઉત્પાદન વધારી શકે ખેતીમાં ઉપયોગની ઓજારોની અધ્યતન ટેકનોલોજીમાં માહિતગાર કરવામાં આવે છે.
 • જેમાં વ્યક્તિ પાતાની જરૂરિયાત મુજબની યોજનાનો લાભ મેળવાવા ઓનલાઈન અરજી કરી શકે છે.
 • ખેડુતોને ખેતી વિષયક અધ્યતન માહિતી એક સ્થળેથી મળી રહે, તેમજ તે ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ એક છત્ર નીચે સાંકળી શકાય તે માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યુ છે.

iKhedut Portal 2024 Yojana List | આઈ ખેડૂત પોર્ટલ યોજના લીસ્ટ 2024

ગુજરાત રાજ્યના ખેડૂતો તથા પશુપાલકોને ડીજિટલ માધ્યમથી જોડી સમયની સાથે દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એક અસરકારમ માધ્યમ બની રહે તે માટે ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.  iKhedut Portal Gujarat 2023 Yojana List નીચે આપેલું છે. જેમાં વિવિધ વિભાગનોની ખેતી વિષયક યોજનાઓનો સમાવેશ થાય છે.

 • ડ્રોન દ્રારા દવા છંટકાવ
 • ખેડૂતને મોબાઈલ ખરીદવા સહાય યોજના
 • ખેતી માટે ટેક્ટર સહાય યોજના
 • તાડપત્રી યોજના
 • મફત છત્રી યોજના
 • સરગવાની ખેતી સહાય યોજના.
 • 50 દૂધાળા પશુઓ થકી ડેરી ફોર્મની સ્થાપના માટે સહાય.
 • ખેતર પર ગ્રેડીંગ, પેકિંગ અને શેડ ઉભા કરવા માટેની સહાય
 • પાક સંરક્ષણના સાધનો – પાવર સંચાલિત
 • પાણીના પંપ સેટ યોજના
 • આંબા તથા જામફળના પાક ઉત્પાદન વધારવા સહાય.
 • વિવિધ પાકોના વાવેતર માટે માર્ગદર્શન અને તાલીમ કાર્યક્રમો.
 • વાવણી, વાવેતર અને લણણી માટેના સાધન સહાય.
 • પાંચોલી, રોજમેરી, જિરેનિયમ જેવા સુગંધિત ફુલોની માટે સહાય.
 • સ્ટ્રોબેરી ખેતી સહાય
 • ફુલોની ખેતી માટે સહાય.
 • પશું સંચાલિત વાવડીયો.
 • દુધાળા પશુ સહાય યોજના
 • પશુ માટે દાણ સહાય યોજના
 • ખેડૂત અકસ્માત વિમા યોજના
 • કમલમ્ (ડ્રેગન ફુડ ) સહાય યોજના.
 • કીવી, દ્રાક્ષ અને પેશન ફ્રટ જેવા પાકો માટે સહાય.
 • દેશી ગાય માટે સહાય
 • કિશાન પરિવહન યોજન

ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

ખેડૂતોને ઉપર મુજબની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ મળી રહે તથા કૃષિ પેદાશોના  જુદા-જુદા બજારોમાં ચાલી રહેલા ભાવોની સરળતાથી માહીતી માટે તે માટે iKhedut Portal ઉપયોગી છે. જેના માટે ઓનલાઇન અરજી કરવામાં આવે છે. જે અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટનું લીસ્ટ નીચે મુજબ

 • અરજદારના આધાર કાર્ડની નકલ
 • જમીનના 7/12 ના ઉતારાની નકલ
 • અરજદાર જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાના પ્રમાણપત્રની નકલ.
 • બેંક ખાતાના પાસબુકની નકલ
 • રેશનકાર્ડની નકલ
 • અરજદારના જાતિના પ્રમાણપત્રની નકલ
 • જો અરજદાર ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય કે દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો વિગતો
 • અરજદારનો મોબાઈલ નંબર

iKhedut Portal સાથે સંકળાયેલ વિવિધ વિભાગો.

મિત્રો , ખેડૂત કલ્યાણ માટે સરકારના જુદા-જુદા વિભાગો કાર્યરત છે.  iKhedut Portal પર સરકારના આ જુદા-જુદા વિભાગનોની યોજનાઓનો ઓનલાઈન ફોર્મ ભરવાની સગવડ મળી રહે છે. જેની માહિતી નીચે દર્શાવેલ કોષ્ટકમાં સંબંધિત વિભાગની ડાયરેક્ટ લીંક આપેલી છે. જેના દ્વારા આપ સીધી ઓનલાઈન અરજી કરી શકો છો.

iKhedut Portal પર જુદા-જુદા વિભાગોની iKhedut Portal 2023 Yojana List ની ડારેક્ટ લીંક
ખેતીવાડી યોજનાઓ માટે અહીં ક્લિક કરો.
પશુપાલનની યોજનાઓ માટે. અહીં ક્લિક કરો.
બાગાયતી યોજનાઓ માટે. અહીં ક્લિક કરો.
મત્સ્ય પાલનની યોજનાઓ માટે. અહીં ક્લિક કરો.

ઓનલાઈન અરજી iKhedut Portal 2024

મિત્રો, iKhedut Portal પર ઓનલાઈન અરજી કરવા માટે નીચેના Steps  અનુસરવાના રહેશે જેની મદદથી આપ જાતે જ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશો.

Stap -1 Ikhedut 2024 Login

 • આપે ગુગલ પર સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ સર્ચ કરીને iKhedut Portal  પોર્ટલ પર ઓનલાઇન થઈ જશો.
 • ત્યારબાદ આપને યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.
iKhedut Portal 2023 Yojana List step 1
Image Credit Government Website https://ikhedut.gujarat.gov.in/

Stap -2 Select Scheme iKhedut Portal 2023 Yojana List

અરજદારે  ખેતીવાડી યોજનાઓ , પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્યપાલન જેવી iKhedut Portal 2023 Yojana List માંથી જે યોજનાનો લાભ લેવાનો હોય તે યોજના પર ક્લીક કરવાનું રહેશે.

વધુ જાણો-  

પીએમ કિસાન યોજનાના e-KYC પ્રોસેસ જાણો

ટેકાના ભાવ યોજના 2024.

Stap – 3 iKhedut Portal 2024 Yojana List

આપને નીચે દર્શાવ્યા મુજબની ઈમેજમાં વિવિધ વિભાગોની iKhedut Portal 2023 Yojana List બતાવશે. આપને જે  વિભાગની યોજનામાં અરજી કરવાની હોય તે યોજના પસંદ કરી ક્લિક  કરવાનું રહેશે.

iKhedut Portal 2023 Yojana List 1
Image Credit Government Website https://ikhedut.gujarat.gov.in/

Stap -4  આઈ ખેડૂત પોર્ટલ 2024 યોજના લીસ્ટ

 • આપે આપની iKhedut Portal 2023 Yojana List માંથી  જરૂરિયાત મુજબની યોજના પર ક્લીક કર્યા બાદ, એક બોક્સ ખુલશે.
 • જેમાં આપે પસંદ કરેલી યોજનાની ટુંકી વિગત આપવામાં આવશે, જેમા યોજનાનું  નામ , સહાય ધોરણ, ટુંકી વિગત, તથા યોજનાને લાગત ડોક્યુમેન્ટ,ની માહિતી જોઈ શકાશે. બોક્સની છેલ્લી કોલમમાં ‘‘અરજી કરો’’ તેના પર ક્લીક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ આપ રજીસ્ટર્ડ અરજદાર છો? તેમ પુછશે. આપ રજીસ્ટર્ડ અરજદારના ના હોવ તો પણ આગળની પ્રોસેસ કરી કરી શકશો. જેમાં આપ હા કે ના નો વિકલ્પ પસંદ કરી આગળ વધવા પર ક્લીક કરો.

Stap -5  Applicant Details

 • ત્યાર બાદ નવી અરજી પર ક્લીક કરતા ઓનલાઈન અરજી કરવા માટે અરજદારની વિગતો ભરવાની રહેશે.
 • બધી વિગતો સંપુર્ણ ભરાઈ ગયા બાદ અરજી સેવ કરવાની રહેશે. આમ આપની કરેલ અરજી સેવ થઈ જશે.
 • ઓનલાઈન અરજી સેવ કર્યા બાદ આપે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ આપને આગળની પ્રોસેસ કરવાની રહેશે.

 Note- અરજી સેવ કર્યા બાદ જો કોઈ સુધારો જણાતો હોય તો આપ વધુમાં વધુ 7 દિવસની અંદર જરૂરી સુધારો કરી શકો છો.

iKhedut Portal 2024 Application Submission

 • આપ અરજી સેવ કર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 • ત્યાર બાદ ફાઈનલ કનફર્મ કર્યા પહેલા આપ દીન- 7 માં જો કોઈ સુધારો વધારો કરવા ઈચ્છતા હોય તો સુધારો-વધારો કરી શકશો.
 • જો કોઈ સુધારો ના હોય તો ફાઈનલ કન્ફર્મની પ્રોસેસ કરશો.

Application Print

 • અરજી ફાઈનલ કન્ફર્મ કર્યા બાદ આપે ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લેવાની ફરજિયાત છે.  તેના પર સહી નિશાન કરવાની જગ્યાએ અરજદારે સહી કરવાની રહેશે.
 •  ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે અથવા iKhedut Portal  પર ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિન્ટ  લઇ સહી કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે.

ઓનલાઈન અરજી બાદ કરવાની થતી કાર્યવાહી

 • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજીની કાર્યવાહી પુર્ણ થયા બાદ સંબંધિત ઓફિસ દ્વારા અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવશે. અને તેને સંબંધિત આગળની કાર્યવાહી કરવામાં આવશે.
 • અપલોડ કરેલ ડોક્યુમેન્ટને આધારે અરજીની પ્રક્રિયા કરવામાં આવે છે. અરજદારને કરેલ અરજીને આધારે મોબાઈલ પર અરજી મંજૂરીનો SMS કરવામાં આવશે.

જાણવા જેવું:- 

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર શરૂ કરી રોજગારી મેળવો.

વાજપાઈ બેંકેબલ યોજના 2024 હેઠળ મેળવો 8 લાખની લોન.

અરજીના સ્ટેટ્સની ચકાસણી

ઓનલાઈન અરજી iKhedut Portal પર કર્યા બાદ, અરજદાર પોતાની અરજીનું સ્ટેટ્સ પણ ઓનલાઈન ચેક કરી શકે છે. જેના પરથી ખ્યાલ આવશે કે આપણી અરજી પરત્વે શું નિર્ણય લેવાયેલ છે.

iKhedut Portal 2023 Yojana List 5
Image Credit Government Website https://ikhedut.gujarat.gov.in/

અરજી કર્યા બાદ અરજીના સ્ટેટ્સની ચકાસણી કરવા માટે અહી ક્લિક કરો.

important links of iKhedut Portal 2023 Yojana List

ઓનલાઈન અરજી કરવા માટે

 Click Here

અરજદારને પોતાની અરજીનું સ્ટેટસ જાણવા માટે

Click Here

હેલ્પલાઈન નંબર

Click Here

અમારા Whatsapp Grup માં જોડાવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

ખેડૂત તથા પશુપાલક મિત્રોની આવક બમણી કરવા તથા તેઓને લગતી  વિવિધ વિભાગોની યોજનાઓની માહિતી  એક જ છત્ર મળી રહે તે માટે iKhedut Portal બનાવી ડીજીટલ પગલું ભરવામાં આવ્યુ છે. iKhedut Portal 2023 Yojana List દ્વારા ખેડૂત મિત્રો હાલ અમલીકૃત યોજનાઓનું લીસ્ટ મેળવી શકે છે. આઈ ખેડૂત પોર્ટલ પર અરજદાર કૃષિલક્ષી માહિતી તથા હવામાન અને બજારોમાં ચાલી રહેલા કૃષિ પેદાશોના ભાવોની માહિતી સમયસર મળી રહે છે. આપને આ યોજના વિશે કોઈ માહિતી જોઈતી હોય તો આપ અમારી ટીમનો સંપર્ક કરી શકો છો. આપની સમસ્યાનું સમાધાન કરવામાં આવશે.

FAQ

(1) શું નોન રજીસ્ટ્રર્ડ ખેડૂત ઓનલાઈન અરજી કરી શકે?

હા, આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજીયાત નથી. વગર રજીસ્ટ્રેશને તમે સહાય માટે અરજી કરી શકો છો.

(2) iKhedut Portal 2024 Yojana List ક્યાંથી જાણી શકાશે.

ikhedut gujarat gov in પરથી ખેડૂત માટે કલ્યાણકારી યોજનાઓનું લીસ્ટ જાણી શકાશે.

(3) આ ખેડૂત પોર્ટલનો પર સહાયની પ્રકિયા કેવી છે?

લાભાર્થીની iKhedut Portal પરની ઓનલાઈન  વિગતોની ચકાસણી કરી અરજીને આધારે સહાય ચુકવાય છે.

(4) આઈ ખેડૂત પોર્ટલથી બીજા વિભાગોની પણ સહાય મળી શકે?

હા, આઈ ખેડૂત પોર્ટલ પર iKhedut Portal 2023 Yojana List માંથી  ખેતીવાડી ,બાગયત તથા પશુપાલન અને મત્સ્ય પાલનની યોજનાઓની સહાય મળી શકે.

1 thought on “ખેડૂત પોર્ટલ યોજના લીસ્ટ 2024 | iKhedut Portal 2023 Yojana List”

Leave a comment