ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 ના ફોર્મ ભરવાના આ તારીખે શરુ | Ikhedut Smartphone Yojana 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ikhedut Smartphone Yojana 2024 :  મિત્રો, આજના આધુનિક યુગમાં  કૃષિક્ષેત્રે વિવિધ નવિનતમ ટેકનોલોજીનો ઉપયોગ દરરોજ વધી રહ્યો છે. જેનો ઉપયોગી કરી ખેડૂતને પોતાની આવકમાં પણ સતત વધારો થયો છે. ખેડૂતોને ખેતી વિષયક નવી નવિન માહિતી હાથવગી માહિતી મળી રહે તે માટે સરકાર દ્વારા માટે Ikhedut Smartphone Yojana 2024 અમલમાં મુકવામાં આવી છે. ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 મારફતે સ્માર્ટ ફોન ખરીદવા માટે  ₹6,000/- ની સહાય આપવામાં આવે છે. મિત્રો, આ આર્ટિકલમાં સ્માર્ટ ફોન સહાય યોજનાની સહાય માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા તથા નિયનોની જોવવાઈ વિશે સવિસ્તાર માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Ikhedut Smartphone Yojana 2024

Contents hide

Bullet Point of Ikhedut Smartphone Yojana 2024

આર્ટિકલનું નામ ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024
કોને યોજનાનો લાભ મળશે? જમીન ધરાવતા રાજ્યના કોઈપણ ખેડૂતમિત્ર.
સહાયનું ધોરણ સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના 40%  અથવા ₹6,000/- ની સહાય આપવામાં આવશે
ઓનલાઈન અરજી ક્યાં કરવી. Ikhedut Portal ની ઓફિસિયલ વેબસાઈટ પરથી
અરજી કરવાનો સમયગાળો તા.18/06/2024 થી સાત દિવસ સુધી
ઓફિસિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in

Ikhedut Smartphone Yojana 2024

ખેડૂત મિત્રોને વરસાદની આગાહી, ખેતી વિષયક સંભવિત રોગ-જીવાત નિયંત્રણના ઉપાય,, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, હવામાન ખાતાની આગાહી, ખેતીની નવીતમ પદ્ધતિની જાણકારી કૃષિ, વગેરેની માહિતી સરળતાથી મળી રહે તે માટે સ્માર્ટ ફોનનો ઉપયોગ વધી રહ્યો છે.સાથે-સાથે ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ મેળવવા  તથા ઓનલાઈન અરજી કરવા માટે પણ મોબાઈલ ફોનની જરૂરિયાત રહે છે. જેથી આધુનિક સમયની માંગ જોતા ખેડૂતને સ્માર્ટ ફોનની ખરીદી પર મોબાઈલ ખરીદ કિંમતના 40% અથવા ₹6,000/- ની સહાય આપવામાં આવે છે.

Ikhedut Smartphone Yojana 2024| ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024નો ઉદ્દેશ

IKhedut Mobile Sahay 2024  Yojana માં ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદીમાં આર્થિક સહાય અપવામાં આવશે. સરકાર દ્વારા સ્માર્ટફોનની ખરીદી માટે સહાય આપવાના ઉદ્દેશ્યો નીચે મુજબના છે.

  • કૃષિ ક્ષેત્રે ડીજિટલ સેવાઓનો વ્યાપ વધારવા.
  • રાજ્યના ખેડૂતમિત્રો સ્માર્ટ મોબાઈલ ફોન દ્વારા આધુનિક સાધનોની માહિતી મેળવી તેનો ઉપયોગ કરીને આવક વધારવા માટે.
  • હવામાન ખાતાની આગાહી,ખેત વિષયક નવીનતમ પદ્ધતિ તથા વરસાદની આગતોરી જાણથી ખેડૂતમિત્રોને માહિતગાર કારવા માટે.
  • ખેડૂત મિત્રોને અધ્યતન ટેકનોલોજી યુક્ત ખેતી વિષયક માહિતી હાથવતી મળી રહેશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 હેઠળ શું સહાય મળશે?

Khedut Mobail Sahay Yojana 2024 માં ખેડૂતને એક સ્માર્ટ મોબાઈલ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. ખેડૂતને કેટલી કિંમતના મોબાઈલ ખરીદી પર અને કેટલી રકમની સહાય મળશે? તેની માહિતી ઉદાહરણ સાથે સમજીશું.

  • Ikhedut Smartphone Yojana 2024માં ખેડૂતને ₹ 15,000/- સુધીની કિંમત પર જ સહાય  મળવાપાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ સહાય ફક્ત એક જ સ્માર્ટફોનની ખરીદ કિંમત માટે જ સૃહાય મળશે. મોબાઈલની અન્ય એસેસરીઝ જેવી કે ચાર્જર, ઈયર ફોન,પાવર બેંક જેવી વસ્તુઓની કિંમતનો સહાય માટે સમાવેશ થશે નહી.
  • આ મોબાઈલ સહાય યોજના હેઠળ ખેડૂતમિત્રોને સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના 40% અથવા ₹6,000/- બંનેમાંથી જે ઓછી રકમ હશે તે રકમ  સહાય  તરીકે મળવાપાત્ર થશે. તેની ઉદાહરણ દ્વારા સમજીએ.
  • દા.ત. જો કોઈ ખેડૂત ₹ 10,000/- કિંમતના સ્માર્ટ ફોનની ખરીદી કરે તો મોબાઈલ ફોનની ખરીદ કિંમતના 40% એટલે કે ₹4,000/- અથવા ₹6,000/- બંનેમાંથી જે ઓછી રકમ હોય તે સહાય તરીકે મળશે. એટલે અહીં ખેડૂતને ₹4,000/- ની સહાય મળશે.
  • બીજા કિસ્સામાં જો કોઈ ખેડૂત ₹ 17,000 નો સ્માર્ટ મોબાઈલ ફોનની ખરીદી કરે છે, તો ફોનની ખરીદ કિંમતના 40% એટલે કે ₹6,800/- અથવા ₹6,000/- બંનેમાંથી જે ઓછી રકમ હોય તે સહાય તરીકે મળવાપાત્ર થાય. એટલે કે અહીં ખેડૂતને ₹6,000/- ની સહાય મળશે. આમ જો મોબાઈલ સ્માર્ટ ફોનની કિંમત 15,000/- થી વધુ હોય તો પણ ₹6,000/- ની સહાય મળવાપાત્ર થશે.

ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2024 માટે લાભાર્થીની પાત્રતા.

Ikhedut Smartphone Yojana 2024 યોજનાનો લાભ નીચે મુજબની પાત્રતાવાળા તમામ ખેડૂતોને મળવાપાત્ર થશે.

  • ખેડૂતને ગુજરાત રાજ્યમાં પોતાની જમીન હોવી જોઈએ.
  • સંયુક્ત ખાતાના કિસ્સામા 8-અ માં જે ખાતેદારોના નામ હોય તેમાંથી કોઈ એક ખાતેદારને આ લાભ મળશે.
  • આ યોજના હેઠળ ફક્ત એક જ વાર સહાય મળવાપાત્ર થશે ભલે પછી ખેડૂત એકથી વધુ ખાતેદાર હોય.

ખેડૂત મોબાઈલ સહાય યોજનાના લાભાર્થીના ડોક્યુમેન્ટ.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ મેળવવા નીચે મુજબના ડોક્યેમેન્ટ નિયત કરવામાં આવ્યા છે. જે અગાઉથી જ તૈયાર રાખવા જણાવવામાં આવે છે.

  • GST નંબર ધરાવતું મોબાઈલ ખરીદીનું અસલ બીલ.
  • સ્માર્ટફોનના IMEI નંબરની વિગત.
  • ખેડૂતના અધાર કાર્ડની નકલ.
  • ખેડૂત ખાતાના 8-અ ની નકલ.
  • બેંક ખાતા નંબર દર્શાવતી ચોપડીની ઝેરોક્ષ અથવા કેન્સલ કરેલ ચેક.
  • રેશન કાર્ડની નકલ.

નોંધ- અરજદાર ખેડૂતે સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ જ સ્માર્ટફોનની ખરીદી કરી શકાશે. તથા ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે રૂબરૂ ચકાસણી કરાવવાની રહેશે. ત્યાર બાદ લાભાર્થીના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવશે.

વધુ જાણો:- 

આઈ ખેડૂત પોર્ટલની ખેડૂતલક્ષી યોજનાઓ વિશે માહિતી.

કોચિંગ સહાય યોજના 2024 મળશે 20,000/- સહાય.

IKhedut Mobile Sahay Yojana Login | ઓનલાઈન અરજી પ્રોસેસ

સ્માર્ટ ફોનની ખરીદી માટે સહાય માટે તા.18/06/2024 થી ઓનલાઈન આઓનલાઈન અરજી Ikhedut Portal પર કરવાની રહેશે. અરજીનો સમયગાળો સાત દિવસનો રાખવામાં આવ્યો છે. પરંતું થોડા કલાકોમાં જિલ્લાના ટારગેટ પ્રમાણે ફોર્મ ભરાઈ જાય છે. જેથી અગાઉથી તૈયારી રાખવી જરૂરી છે. ઓનલાઈન અરજી માટેની સંપુર્ણ પ્રોસેસ અહિથી જાણો.

Ikhedut Smartphone Yojana 2024 25
Image Credit Government Official Website (Ikhedutportal.gujarat.gov.in

ઓનલાઈન અરજી કર્યા બાદની પ્રોસેસ.

ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ અધિકૃત કરેલ  અધિકારી દ્વારા ઓનલાઈન મળેલ અરજીની ચકાસણી કરાશે. જેમાં વહેલા તે પહેલા ધોરણે જે અરજીઓ મંજૂર થાય છે. તે અરજીઓનું ઓનલાઈન સ્ટેટ્સ  પણ અપડેટ કરવામાં આવે છે. જે ખેડૂત જાતે જ વેબસાઈટ પરથી જોઈ શકે છે.

  • ઓનલાઈન અરજી મંજૂર થયાની જાણ લાભાર્થીને મોબાઈલમાં SMS દ્વારા તથા ઓનલાઈન સ્ટેટ્સ અપડેટથી જાણ કરવામાં આવશે.
  • અરજીની પુર્વમંજૂરીના આદેશ થયા બાદ, આદેશની તારીખથી દિન-15 અંદર સ્માર્ટફોનની ખરીદી કરવાની રહે છે.
  • સ્માર્ટફોનની ખરીદી બાદ ખેડૂતે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટ તાલુકા અમલીકરણ અધિકારી/ ગ્રામ સેવક કે વિસ્તરણ અધિકારી (કોઈપણ એક)ને અરજી સાથે રજુ કરવાના રહેશે અને જરૂરી ચકાસણી બાદ સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના 40%  અથવા ₹6,000/- ની સહાય બંનેમાંથી જે ઓછું હોય તે ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

જાણવા જેવું:- 

પ્રધાનમંત્રી વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે ફોર્મ ભરો. 

ટેકાના ભાવ યોજના 2024 થી ટેકાના ભાવોની માહિતી મેળવો.

Important Link of Ikhedut Smartphone Yojana 2024

ikhedut Portal

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે ડાયરેક્ટ લીંક

Click Here

ઓનલાઈન અરજીનું સ્ટે્ટસ જાણવા.

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના માટે Ikhedut Smartphone Yojana 2024 હેઠળ તા.18/06/2024 થી ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થશે. જેના થોડા કલાકોમાં જ જિલ્લાના લક્ષ્યાંકો મુજબના ફોર્મ ભરાઈ જાય છે. જેથી આપને અગાઉથી ડોક્યુમેન્ટ તૈયાર રાખીને તે જ દિવસે ઓનલાઈન ફોર્મ ભરી દેવા સુચન છે.

FAQ વારંવાર પુુુુુછાતા પ્રશ્નો. 

(1) Ikhedut Smartphone Yojana 2024 માટે ઓનલાઈન અરજી ક્યા  અને ક્યારે કરવાની?

સ્માર્ટ ફોનની ખરીદી માટે આઈ ખેડૂત પરથી તા.18/06/2024 થી ઓનલાઈન અરજી પ્રોસેસ શરૂ થશે. જે માટે ઓફિસિલય વેબસાઈટ ikhedut.gujarat.gov.in પરથી અરજી કરવાની રહેશે. .

(2) ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 હેઠળ સ્માર્ટફોનની ખરીદી ક્યારે કરવાની થાય?

અરજદાર દ્વારા Ikhedut Porta પરથી ઓનલાઈન અરજી કર્યા બાદ, અરજી મંજૂર થયેથી દિન-15 માં સ્માર્ટ મોબાઈલ ફોનની ખરીદી કરવાની રહેશે.

(3) જો ખેડૂત દ્વારા ₹15,000/- ઉપરની કિંમતના  સ્માર્ટ મોબાઈલ ફોનની ખરીદી કરે તો કેટલી સહાય મળે?

Ikhedut Smartphone Yojana 2024 હેઠળ અરજદાર ખેડૂત દ્વારા ₹15,000/- ઉપરની કિંમતના  સ્માર્ટ મોબાઈલ ફોનની ખરીદી કરે તો ₹6,000/- સહાય મળે.

Leave a comment