ઘણા લોકો નઈ જાણતા હોય ખેડૂત અકસ્માત વીમા યોજના | Khedut Akasmat Vima Yojana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf | Khedut Akasmat Vima Yojana Form Pdf | ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના | Khedut Akasmat Vima Yojana Gujarat | Khatedar Khedut Akasmat Vima Yojana | Khedut Vima Yojana | Khedut Vima Yojana Online Registration | ikhedut Vima Yojana

જાણવા જેવું: મિત્રો, જગતના તાત એવા ખેડૂત દિવસ રાત જોયા વગર પોતાના ખેતરમાં અનાજ પકવવા માટે અથાગ મહેનત કરે છે. ખેતી નિયામકશ્રી, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂત પરિવારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં આજે આ અર્ટિકલમાં આપણે Khedut Akasmat Vima Yojana  વિશે માહિતી મેળવીશું. ખેડૂત પરિવારમાં કોઈ વ્યક્તિના આકસ્મિક અવસાનથી આવી પડેલ અણધારી આફતમાં મદદ માટે આ યોજના હેઠળ ₹ 2,00,000/- સુધીની વિમા રકમ ચુકવવામાં આવે છે. સહાય માટે અરજી ક્યાં કરવી?  ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે? અને આ યોજનાના ધારા ધોરણો વિશે વિગતે માહિતી મેળવીશું તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.તો ચાલો કંઈક નવું જાણીએ.

Khedut Akasmat Vima Yojana

Contents hide

Bullet Point of Khedut Akasmat Vima Yojana 2024

યોજનાનું નામ ખેડૂત અકસ્માત વીમા યોજના
સંબંધિત સરકારી વિભાગ. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
કોને સહાય મળશે? ખેડૂત પરિવારના કોઈ સભ્યનું અકસ્માતે અવસાન થયે વારસદારને આર્થિક સહાય.
મળવાપાત્ર સહાય ₹ 2,00,000/- સુધીની સહાય
અરજી ક્યાં કરવી? જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત.
ઓફિસિયલ વેબસાઈટ dag.gujarat.gov.in

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જમીન ધરાવતા  ખાતેદાર ખેડૂતોને અકસ્માત મૃત્યુ /કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના 26 જાન્યુઆરી, 1996 ના રોજ  અમલમાં મુકવામાં આવેલ  છે. Khedut Akasmat Vima Yojana 100% રાજ્ય સરકાર પુરુસ્કૃત યોજના છે. આ યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકારશ દ્વારા વીમા પ્રિમીયમની ચુકવણી વિમા નિયામક ગાંધીનગરને કરવામાં આવે છે. ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ તા.01/04/2008 થી વિમા નિયામકશ્રી ગાંધીનગર મારફતે અમલ કરાય છે. જેમાં ખાતેદાર ખેડૂત પરિવારને  અકસ્માત કિસ્સામાં અણધારી આફતે ₹ 2,00,000/- સુધીની સહાય કરવામાં આવે છે.

ખેડૂત પરિવારને મળવાપાત્ર સહાય

ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ પરિવારને નીચે મુજબની સહાય મળવાપાત્ર થાય છે. જેના માટે ખેડૂત પરીવાર પાસેથી કોઈપણ જાતના પ્રિમિયમની રકમ વસુલ કરવામાં આવતી નથી.

  • ખેડૂત પરિવારમાં તેઓની ઉંમર 5 થી 70વર્ષ સુધીની હોય તેઓને Khedut Akasmat Vima Yojana  હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન હોય તે બધા જ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતે અવસાન કે કાયમી અપગંતાના કિસ્સામાં સહાય મળવાપાત્ર થાય છે.
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા:13/11/2018 ના સુધારાથી અરજદારને નીચે મુજબની વીમા સહાય મળવાપાત્ર થાય છે.
  • અકસ્માતને કારણે બે આંખ / હાથ અને પગ / બે અંગ / એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે ₹ 2,00,000/- ( આંખના કિસ્સામાં 100% સંપૂર્ણ અંધત્વ, હાથનાં કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગનાં કિસ્સામાં ઘૂંટણ ઉપરથી કપાયેલ હોય તેવા કિસ્સામાં પણ ₹ 2,00,000/- ની સહાય મળવાપાત્ર થશે.)
  • ખેડૂત પરિવારમાં ખાતેદારના અકસ્માતને કારણે અવસાન કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% લેખે ₹ 2,00,000/- ની સહાય.
  • અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખ ₹ 1,00,000/- ની સહાય મળવાપાત્ર છે.

Gujarat Khedut Akasmat Vima Yojana હેઠળ સહાય કોને મળશે?

ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબ વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.

  1. પતિ અથવા પત્ની : તેમની ગેરહયાતીમાં
  2. તેમના બાળક-પુત્ર/પુત્રી : તેમની ગેરહયાતીમાં
  3. તેમના મા-બાપ : તેમની ગેરહયાતીમાં
  4. તેમના પૌત્ર/પૌત્રી : ઉપર મુજબ 1,2,3 ની ગેરહયાતીમાં
  5. લાભાર્થી પર સંપુર્ણ આધારિત અને તેમની સાથે રહેતા કુટુંબના અપરણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન વારસદાર ગણાશે.
  6. ઉપરોક્ત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો ને સહાય મળવાપાત્ર રહેશે.

ખેડૂત અકસ્માત વીમા યોજનાના ડોક્યુમેન્ટ.

ખેડૂત પરિવારમાં ખાતેદાર વ્યક્તિનું અકસ્માતે અવસાનાના કિસ્સામાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અરજીપત્રક સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ નિયત થયેલ છે. જે અરજીપત્રક સાથે જોડીને જિલ્લા ખેડીવાડી નિયામકની કચેરી ખાતે ઓફલાઈન અરજી કરવાની રહેશે.

  • અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્‍ટ– 1,2,3,3 (A), 4, અને 5 માં દર્શાવેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
  • 7/12, 8-અ, ગામના નમુના નં.6 (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારાની નકલ)
  • I.R, પંચનામા રીપોર્ટ, પોલીસનું પંચનામુ અથવા કોર્ટનો હૂકમ.
  • પેઢીનામુ
  • સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ મંજૂર કર્યા અંગેનો રીપોર્ટ
  • અવસાન થયેલ વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર, ઉંમરનો પૂરાવો
  • મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ માન્ય ડ્રાઇવીંગ લાયસન્સ,
  • હોસ્પિટલનો પી.એમ. રીપોર્ટ
  • કાયમી અથવા સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/ સિવિલ સર્જનનું અંતિમ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા દર્શાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ જોડવાનો રહેશે.
  • બાંહેધરી પત્રક
  • વારસદારના કિસ્સામાં અસલ પેઢીનામુ સામેલ રાખવું (પતિ કે પત્ની વારસદાર ના હોય તેવા સંજોગોમાં )
  • વીમા નિયામકશ્રી દ્વારા પુર્તતા માટે માંગવામાં આવે તે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.

Khedut Akasmat Vima Yojana form Pfd

Khedut Akasmat Vima Yojana Gujarat  હેઠળ અરજી ક્યાં કરવી?

  • ખેડૂત કુટુંબમાં અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદારે અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં ઉપર દર્શાવેલ મુજબના સાધનિક ડોક્યુમેન્ટ સહિતની અરજી જિલ્લા ખેતીવાડી નિયામકશ્રીને અરજી કરવાની રહેશે.
  • પરિવારના સભ્યોના આકસ્મિક અવસાનના કિસ્સામાં અવસાન તારીખથી 150 (કુલ- 5 મહિનામાં) દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે કરવાની રહેશે.
  • 150 દિવસ બાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં જેથી સમયમર્યાદામાં અરજી કરવી હિતાવહ છે

વધુુ જાણો:-

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના 2 KW સોલર પેનલ માટે 60,000/- સબસિડી 

પશુપાલન માટે 1,00,000 ની લોન માટે અરજી કરો.

ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf | Khedut Akasmat Vima Yojana Form Pdf

જુથ વિમા યોજના હેઠળ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ અરજીપત્રકનો નમૂનો નિયત થયેલ છે. આ અરજીપત્રક સાથે નિયત થયેલ ડોક્યુમેન્ટ જોડીને સમયમર્યાદામાં એટલે કે અકસ્માતના કિસ્સામાં 150 દિવસમાં  અરજી કરવાની રહે છે. આપ નીચે આપેલી લીંક દ્વારા Khedut Akasmat Vima Yojana Form Pdf ડાઉનલોડ કરી શકો છો.

ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf ડાઉનલોડ

ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાના ધારા ધોરણો.

  • આ યોજના હેઠળ અવસાન પામેલ અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત (વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધરાવતા હોવા જોઈએ) અથવા ખાતેદાર ખેડૂત સંતાન (પુત્ર/પુત્રી) અથવા ખાતેદાર ખેડૂતના પતિ / પત્ની હોવા જોઇએ.
  • આ યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુના કિસ્સામાં અરજી માન્ય રહેશે નહી.
  • આકસ્મિક અવસાનાના કિસ્સામાં દિન 150 માં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી કરવાની રહેશે.
  • આ યોજના હેઠળ સહાય મેળવવા મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે થયેલ હોવી જોઈએ.
  • આવસાન પામનાર અથવા કાયમી અપંગ વ્યક્તિની ઉંમર 5 થી 70 વર્ષની હોવી જોઇએ.

ખેડૂત અકસ્માત વીમા યોજનામાં સમયાંતરે થયેલ સુધારા.

  • સરકારના નાણાં વિભાગના તા.25/06/2004 થી રાજ્યના જુદા જુદા વિભાગો દ્વારા ચાલતી જુથ અકસ્માત વીમા યોજનાઓનું સંકલન કરવામાં આવેલ. જેમાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનોં સમાવેશ થયેલ છે. તા.01/04/2008 થી વિમા નિયામકશ્રી, ગાંધીનગર મારફત ખેડૂત અકસ્માત વીમા યોજનાનોં અમલ કરવામાં આવે છે.
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં તા.01/04/2012 બાદથી ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી) ને આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો.
  • તા.01/04/2016 બાદ ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીને પણ  આ યોજનામાં  સમાવેશ કરવામાં આવેલ છે.
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા.13/11/2018 થી ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો, ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાનને બદલે કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી)ને આર્થિક સહાય આપવા તેમજ અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં મહેસૂલી રેકર્ડમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂત પરિવારોને ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો.

જાણવા જેવું:- 

કોરોનામાં અનાથ થયેલ દીકરીને ₹ 2 લાખ લગ્ન સહાય યોજના

પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા નથી થયો તો e-KYC અહિંથી કરો

Important Links of Khedut Akasmat Vima Yojana

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf

Click Here

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીઓની કચેરીના સંપર્ક નંબર

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, સરકાર દ્વારા ખેડૂત પરીવારને અકસ્મિક આફત માટે મદદરુપ બનવા ધણી સારી યોજના અમલમાં છે.  ખેડૂત અકસ્માત વીમા યોજના નો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના પરિવારના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનું અકસ્માતે અવસાન થાય તો ₹ 2,00,000/- સુધીની કે કાયમી અંપગતા  આવે તો ₹ 1,00,000/- સુધીની વારસદારને આર્થિક રીતે સહાય કરી મદદ કરવાનો છે. મિત્રો Khedut Akasmat Vima Yojana  આર્ટિકલમાં ખેડૂતોને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ અરજી ક્યાં કરવી અને ડોક્યુમેન્ટ તથા યોજના વિશે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને આ યોજના હેઠળ સહાય મેળવવા માટે કોઈ માર્ગદર્શનની જરૂરી હોય તો આપના સંબંધિત જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) Khedut Akasmat Vima Yojana  હેઠળ અરજી ક્યાં કરવાની રહે છે?

આપના જિલ્લાના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે નિયત નમૂનાના અરજીપત્રકમાં અરજી કરવાની હોય છે.

(2) ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ કોઈ વીમા પ્રિમિયમ ભરવાનું હોય છે?

ના, આ યોજના હેઠળ જુથ વિમા યોજના હેઠળ સરકાર દ્વારા વીમા પ્રિમિયમ ભરવામાં આવે છે.

(3) અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં કેટલી સહાય મળે છે?

અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં₹ 1,00,000/- ની સહાય મળે છે

(4) ખાતેદાર ખેડૂતના અકસ્મિક અવસાન કે કાયમી અપંગતાના કિસ્સામાં કેટલી સહાય મળે છે?

ખાતેદાર ખેડૂતના અકસ્મિક અવસાન કે કાયમી અપંગતાના કિસ્સામાં ₹ 2,00,000/- ની સહાય મળે છે.

(5) ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf  ક્યાંથી મળશે?

Khedut Akasmat Vima Yojana Form Pdf જિલ્લા ખેતીવાડીની અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળી રહેશે. અથવા ઉપરની દર્શાવેલ ડાયરેક્ટ લીંક દ્વારા આપ અરજીપત્રક PDF માં ડાઉનલોડ કરી શકો છો.

Leave a comment