Khel Mahakumbh 2024 Registration Gujarat | ખેલ મહાકુંભ 2024 રજીસ્ટ્રેશન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Khel Mahakumbh | Khel Mahakumbh 2023 Registration Date | Khel Mahakumbh Registration 2024 | ખેલ મહાકુંભ | ખેલ મહાકુંભ શરૂઆત | Gujarat Khel Mahakumbh

Contents hide

જાણવા જેવું:- રમતોનો મહાકુંભ એટલે ખેલ મહાકુંભ. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાતમાં ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ રમતગમતનું વાતાવરણ ઉભું કરીને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતના વિદ્યાર્થીઓ, યુવક-યુવતીઓ  રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય કક્ષાએ વિવિધ રમતની સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ વધારે તે માટે દરવર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. Khel Mahakumbh 2024 Registration Gujarat દ્વારા લોકોમાં રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ કૌશલ્યનો વિકાસ થાય તે માટે વિવિધ રમતો માટે પ્રરીત કરવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલમાં ખેલ મહાકુંભ વિશે વિગતવાર મહિતી મેળવીશું.

Khel Mahakumbh 2024 Registration Gujarat

Important Point of Khel Mahakumbh 2024 Registration Gujarat

આર્ટિકલનું નામ ખેલ મહાકુંભ 2024
ખેલ મહાકુંભનો ઉદ્દેશ ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને શોધી, રમત-ગમતમાં પ્રોત્સાહન આપવાનો.
સંબંધિત સરકારી વિભાગ Sports Authority of Gujarat
કુલ રમતોની સંખ્યા 29 થી વધુ સ્પર્ધાઓ
Khel Mahakumbh 2024 Registration Gujarat Upcoming
ઓફિસિયલ વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in/
Help Line Number 1800 274 6151

Khel Mahakumbh Gujarat 2.0 વિશે જાણો

રમતોનો મહાકુંભ એટલે ખેલ મહાકુંભ. ગુજરાતમાં રાષ્ટ્રિય તથા આંતરરાષ્ટ્રિય કક્ષાએ સ્પર્ધા કરી શકે તેવા પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરવા માટે દર વર્ષે ખેલ મહાકુંભ રમતોત્સવ ઉજવાય છે. ગુજરાતના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા શાળા કક્ષાએ, ગ્રામ્યકક્ષાએ, જિલ્લાકક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીને ખેલાડીઓને રમગ-ગમતનું વાતાવરણ પુરું પાડવામાં આવે છે.સાથે સાથે જે ખેલાડીઓ વિજેતા બને છે તેઓને ઈનામની રકમ પણ આપવામાં આવે છે. જેથી તેઓના ઉત્સાહમાં પણ વધારો થાય છે.

ખેલ મહાકુંભ ગુજરાતનો ઉદ્દેશ

સરકાર દ્વારા દર વર્ષે Khel Mahakumbh નું આયોજના કરવામાં આવે છે. જેના વિવિધ ઉદ્દેશ્યો નીચે મુજબ છે.

  • ગ્રામ્યકક્ષાએ, તાલુકાકક્ષાએ તથા જિલ્લાકક્ષાના પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ કરવી.
  • ખેલાડીઓને પોતાની ખેલ પ્રતિભા વિકસાવવા યોગ્ય વાતાવરણ પુરું પાડવું.
  • ખેલાડીઓને પ્રશિષણ, રમત-ગમતના સાધનો તથા મુળભૂત સુવિધાઓ પુરી પાડીને તેઓની ગુણવત્તામાં વધારો કરવો.
  • રાષ્ટ્રિય તેમજ અંતરરાષ્ટ્રિય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરે તે માટે ખેલાડીઓ તૈયાર કરવા.
  • રમત-ગમતનું વાતાવરણ ઉભું થાય તે માટે શાળાકક્ષાએ વિવિધ કેમ્પોનું આયોજન કરવું.
  • ખેલ મહાકુંભ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઈનામ આપીને ઉત્સાહમાં વધારો કરવો.

ખેલ મહાકુંભની રમતો  | Khel Mahakumbh Events

ગુજરાતના યુવક યુવતીઓ, વિદ્યાર્થીઓ પોતાની આવડત ધરાવતી અને પસંદગીની રમતમાં નિપુર્ણના મેળવે તે માટે  Gujarat Khel Mahakumbh માં નીચે મુજબની કુલ -39 થી વધુ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આર્ચરી આર્ટિસ્ટિક સ્કેટિંગ બેડમીન્ટન
એથ્લેટિક્સ બાસ્કેટબોલ બોક્સિંગ
ચેસ સાયકલિંગ ઘોડે સવારી
ફૂટબોલ ફેન્સીંગ જીમ્નાસ્ટીકસ
હોકી હેન્ડબોલ કબડ્ડી
જુડો ખો-ખો કરાટે
લોન ટેનીસ રોલબોલ મલખમ્બ
શૂટીંગ બોલ શૂટીંગ રગ્બી ફૂટબોલ
સ્કેટીંગ સ્પોર્ટ ક્લાઈમીંગ સોફ્ટ ટેનીસ
ટેબલ ટેનીસ સ્વીમીંગ ટેકવેન્ડોસ
રસ્સા ખેંચ વોલીબોલ કુસ્તી
વેઈટ લીંફટીંગ યોગાસન બીચ હેન્ડબોલ
બીચ વોલીબોલ સેપાક ટકરાવ વુડબોલ

Khel Mahakumbh Games | ખેલ મહાકુંભની સ્પર્ધાઓ

ખેલ મહાકુંભમાં જુદી-જુદી ઉંમરના લોકો માટે જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજન થાય છે. નીચે મુજબની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થાય છે. જેમાં

  • ગ્રામ્ય અને શાળા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ
  • તાલુકાકક્ષાએ શરૂ થતી સ્પર્ધાઓ
  • જિલ્લાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ
  • સીધી રાજ્યકક્ષાએથી યોજાતી સ્પર્ધાઓ

વધુ જાણો:- 

સૂર્યશક્તિ કિસાન યોજના વિશે જાણો.

શહેરી વિસ્તારની સેવાઓ ઈ નગર પોર્ટલ દ્વારા મળશેે, જાણો વિગતે.  

ગ્રામ્ય અને શાળા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ

શાળા/ગ્રામ્ય  કક્ષાએ નીચે મુજબની રમતોનું આયોજન કરવામાં આવશે.

ક્રમ વયજુથ રમતનું નામ
1 9 વર્ષથી નીચે 30 મીટરની દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડ જંપ
2 11 વર્ષથી નીચે 50 મીટરની દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડ જંપ
3 14 વર્ષથી નીચે વોલીબોલ, કબડ્ડી, એથલેટીક્સ, ખોખો
4 17 વર્ષથી નીચે રસ્સાખેંચ,વોલીબોલ, કબડ્ડી, એથલેટીક્સ, ખોખો
5 18 વર્ષથી ઉપર(ઓપન એઈજ ગૃપ) રસ્સાખેંચ,વોલીબોલ, કબડ્ડી, એથલેટીક્સ, ખોખો
6 40 વર્ષથી ઉપર રસ્સાખેંચ
7 60 વર્ષથી ઉપર રસ્સાખેંચ

તાલુકા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ

તાલુકા કક્ષાએ નીચે મુજબની રમતોનું આયોજન કરવામાં આવશે.

ક્રમ વયજુથ રમતનું નામ
1 11 વર્ષથી નીચે ચેસ
2 14 વર્ષથી નીચે યોગાસન, ચેસ, એથ્લેટીક્સ
3 17 વર્ષથી નીચે યોગાસન, ચેસ, એથ્લેટીક્સ
4 18 વર્ષથી ઉપર (ઓપન એઈજ ગૃપ) યોગાસન, ચેસ, એથ્લેટીક્સ
5 40 વર્ષથી ઉપર ચેસ
6 60 વર્ષથી ઉપર ચેસ

જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ.

જિલ્લા કક્ષાએ નીચે મુજબની રમતોનું આયોજન કરવામાં આવશે.

ક્રમ વયજુથ રમતનું નામ
1 11 વર્ષથી નીચે સ્વમીંગ, સ્કેટીંગ, બેડમિન્ટન, એથ્લેટીક્સ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ
2 14 વર્ષથી નીચે સ્વમીંગ, સ્કેટીંગ, જુડો, બેડમિન્ટ, કુસ્તી, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હોકી, હેન્ડબોલ, ફૂટબોલ, કરાટે, ટેકવેન્ડો, આર્ટીસ્ટીક સ્ક્રેટીંગ
3 17 વર્ષથી નીચે સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, ચાર્યરી, બેટમિન્ટન, કુસ્તી, ટેબલ ટેનીસ, બાસ્કેટ બોલ, હેન્ડબોલ, લોન ટેનીસ, ફૂટબોલ, હોકી, યોગાસન, ટેકવેન્ડો, કરાટે, રગ્બી
4 18 વર્ષથી ઉપર(ઓપન એઈજ ગૃપ) સ્કેટીંગ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, બેટમિન્ટન, ટેબલ ટેનીસ, બાસ્કેટબોલ, હેન્ડબોલ, લોન ટેનીસ, ફૂટબોલ, હોકી, શુટીંગબોલ, ટેકવોન્ડો, યોગાસન, કરાટે, રગ્બી, આર્ટીસ્ટીક સ્ક્રેટીંગ
5 40 વર્ષથી ઉપર ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમિન્ટન, સ્વીમીંગ, શુટીંગબોલ
6 60 વર્ષથી ઉપર ટેબલ ટેનીસ, બેડમિન્ટન, લોન ટેનીસ, સ્વીમીંગ

સીધી રાજ્યકક્ષાએ યોજાતી સ્પર્ધાઓ

રાજ્ય કક્ષાએ નીચે મુજબની રમતોનું આયોજન કરવામાં આવશે.

ક્રમ વયજુથ રમતનું નામ
1 11 વર્ષથી નીચે સ્વમીંગ, સ્કેટીંગ,
2 14 વર્ષથી નીચે સ્વમીંગ, એથ્લેટીક્સ, જુડો, કુસ્તી, આર્ચરી, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, ટેકવોન્ડો, સ્ક્રેટીંગ, જિમ્નાસ્ટીક્સ, મલખમ્બ, રોલબોલ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, સેપક ટકરાવ
3 17 વર્ષથી નીચે એથલેટીક્સ, સ્વીમીંગ, કુસ્તી, જુડો, આર્ચરી, વેઈટલીંફટીગ, ટેકવોન્ડો, બોક્સીંગ, ફેન્સીંગ, શુટીંગ, જિમ્નાસ્ટીક્સ, મલમમ્બ, સ્ક્રેટીંગ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, રોબબોલ, સેપર ટકરાવ, વુડબોલ
4 18 વર્ષથી ઉપર (ઓપન એઈજ ગૃપ) સ્વીમીંગ, એથ્લેટીક્સ, ટેકવોન્ડો, કુસ્તી, આર્ચરી, જુડો, જિમ્નાસ્ટીક્સ, સાયકલિંગ (20km), શુટીંગ, સ્ક્રેટીંગ, વેઈટલીંફટીંગ, ફેન્સીંગ, મલખમ્બ, બોક્સીંગ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, ઘોડેસવારી, વુડબોલ, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ.
5 40  થી 60 વર્ષથી ઉપર યોગાસન

Khel Mahakumbh 2024 Registration  Gujarat | ખેલ મહાકુંભ 2024 રજીસ્ટ્રેશન

ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઈન તથા શાળામાંથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જેના માટે તમારે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

  • ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓફિસિલય વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in/ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશો.
  • ઓફિસિયલ વેબસાઈટ ઓપન કર્યા બાદ ‘‘Khel Mahakumbh Login– Registration’’ મેનું પર ક્લિક કરવાનું રહેશે. જેથી નીચે દર્શાવ્યા મુજબની વિન્ડો ઓપન થશે.
Khel Mahakumbh 2024 Registration
Image Credit Government Official Website (https://khelmahakumbh.gujarat.gov.in/)
  • જેમાં આપ શાળા, કોલેજ, વ્યક્તિગત, ટીમ Registration માટે ઓનલાઈન એેપ્લિકેશન કરી શકશો.
  • જો આપ વ્યક્તિગત ખેલાડી તરીકે રજીસ્ટ્રેશન કરવા માંગતા હોવ તો નામ, સરનામું, પિતાનું નામ, રમતનું નામ, વગેરે વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર બાદ ખેલાડીની Bank Details ભરવાની રહેશે.
  • પછીની વિગતોમાં કોચનું નામ, અને મોબાઈલ નંબર વિશેની વિગતો ચકાસને ભરવાની રહેશે.
  • ત્યાર બાદ એકરારનામું વાંચીને ‘‘હું સ્વીકાર કરું છુ’’ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

આમ ખેલાડીઓ ઓનલાઈન Khel Mahakumbh 2024 Registration  Gujarat માટેની પ્રોસેસ કરી શકશો.

Khel Mahakumbh 2024 Registration Gujarat Rules

  • શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અં-9, અં-11 અં-14 અને અં-17 વિદ્યાર્થીઓએ પોતે જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળામાંથી Khel Mahakumbh 2024 Registration Gujarat માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓનલઈન ઓફિસિયલ વેબસાઈટ અથવા કોલેજ મારફતે Khel Mahakumbh 2024 Registration Form ભરીને  રજીસ્ટ્રેશન કરાવી શકશે.
  • અભ્યાસ ન કરતા ખેલાડીઓ પણ પોતાની ગામની શાળા/હાઈસ્કુલ/કોલેજ મારફતે કે ઓનલાઈન Khel Mahakumbh 2024 માટે રજીસ્ટ્રેશન કરી શકશે.
  • જિલ્લા કક્ષાએ આવેલ રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતેથી પણ Khel Mahakumbh 2024 Registration Gujarat માટે નોંધણી કરવાની સુવિધા આપવામાં આવી છે.

Khel Mahakumbh 2024 માં ભાગ લેવા માટેના નિયમો

ખેલ મહાકુંભમાં નીચેની શરતોને પુર્ણ કરતા વિદ્યાર્થીઓ કે યુવકો ભાગ લઈ શકશે.

  • ભાગલેનાર ખેલાડીનો જન્મ ગુજરાતમાં થયેલ હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ/નોકરી/વ્યવસાય/નિવાસ કરતા હોવા જોઈએ.
  • ખેલાડી જે જિલ્લામાંથી ભાગ લે છે તે જિલ્લામાં છેલ્લા 6 માસથી નિવાસ/વયવસાય/અભ્યાસ કરતો હોવા જોઈએ.
  • કોઈપણ ખેલાડી કોઈપણ એક જિલ્લામાંથી બે રમતોમાં ભાગ લઈ શકશે.
  • શાળા/કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતા હોય તે તાલુકા/જિલ્લામાંથી ભાગ લઈ શકશે.

જાણવા જેવું:-

પોતાનું પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરો, જાણો પ્રોસેસ.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના-2024, ₹ 1 લાખની શિષ્યવૃત્તિ.

ખેલ મહાકુંભમાં વિજેતાઓને ચુકવવાપાત્ર ઈનામ

શાળા/ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓને નીચે મુજબ રોકડ ઈનામ ચુકવવામાં આવશે.

કક્ષા

વિજેતા ક્રમ વ્યક્તિગત ખેલાડીને (₹ )

ટીમ (₹ )

તાલુકા કક્ષાએ

પ્રથમ

1500

1000

દ્વિતિય

1000

750

તૃતિય

750

500

જિલ્લા કક્ષાએ

પ્રથમ

5000 3000
દ્વિતિય 3000

2000

તૃતિય

2000

1000

રાજ્ય કક્ષાએ

પ્રથમ

10000 5000

દ્વિતિય

7000

3000

તૃતિય 5000

2000

ખેલાડીઓને રકમ ફક્ત તેઓના પ્રોત્સાહન માટે ચુકવવામાં આવે છે. તેના કરતા ખેલાડીઓમાં રમતનો અનુભવ અને પોતાની પ્રતિભા વિકસાવવાનો ઉત્કૃષ્ટ મોકો મળે છે.

Khel Mahakumbh 2024 Registration Helpline Number

ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશન માટે કોઈપણ મુશ્કેલી પડતી હોય તો સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોલ કરીને આપ સમસ્યાનું સમાધાન કરી શકો છો.

હેલ્પલાઈન નંબર- 1800 274 6151

Important Links of Khel Mahakumbh 2024 Registration Gujarat

Khel Mahakumbh 2024 Registration Gujarat  માટે

Click Here

સંપર્ક નંબર

Click Here

Home Page

Click Here

Conclusion

ખેલ મહાકુંભ રમત ગમત ક્ષેત્રે રસ ધરાવતા ખેલાડીઓને તેઓની પ્રતિભા વિકસાવવાનો અનેરો અવસર પુરો પાડે છે. જેમાં ખેલાડી રમત ગમતની સાથે વિવિધ કૈાશલ્યો શીખે છે. ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ પણ આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલ Khel Mahakumbh 2024 Registration Gujarat દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તથા રમતો વિશે  વિગતે માહિતી આપેલ છે. આપને આ અંગે કોઈ વધુ માર્ગદર્શનની આવશ્યકતા હોય તો ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) Khel Mahakumbh 2024 Registration Gujarat માટે નોંધણી ક્યાં કરાવવાની રહેશે?

ખેલ મહાકુંભ 2024 રજીસ્ટ્રેશન માટે પોતાની ગામની શાળા/હાઈસ્કુલ/કોલેજ મારફતે કે ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

(2) ખેલ મહાકુંભનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે?

દર વર્ષે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજના કરવામાં આવે છે

(3) શું કોઈ ખેલાડી બે રમતમાં ભાઈ લઈ શકશે?

હા, ખેલાડી પોતાના જિલ્લામાંથી કોઈપણ બે રમતમાં ભાગ લઈ શકશે.

Leave a comment