[G3Q Quiz] Gujarat Gyan Guru Quiz Registration 2023-24 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Gyan Guru Quiz | Gyan Guru Quiz Result | Gyan Guru Quiz Login | G3Q Registration | G3Q Quiz Answers | G3Q Result | G3Q Winner List | g3q. co. in | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2023 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ | ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0)

Gujarat Gyan Guru Quiz Registration 2023 : વિદ્યાર્થીઓ તથા યુવાવર્ગના ઉત્સાહમાં અભિવૃદ્ધિ થાય અને સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0)ની શરૂઆત કરવામાં આવી છે. 14 ડિસેમ્બરથી ગુજરાતના માન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટથી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ કરવામાં આવેલ છે. આ ક્વિઝમાં કુલ 10 અઠવાડિયા સુધી નવીન અપડેટ કરવામાં આવેલ પ્રશ્નોતરી મુકવામાં આવશે. તેના જવાબો આપીને વિદ્યાર્થીઓને ઈનામ મેળવી શકશે. મિત્રો, આજના આર્ટિકલમાં G3Q Registration  માટે શું પ્રોસેસ કરવી? ક્વિઝના જવાબો કેવી રીતે આપવા વગેરે વિશે માહિતી મેળવીશું.

Gujarat Gyan Guru Quiz Registration 2023

Bullet Point of Gujarat Gyan Guru Quiz Registration 2023

આર્ટિકલનું નામ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0)
સંબંધિત સરકારી વિભાગ શિક્ષણ વિભાગ, ગુજરાત
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનો ઉદ્દેશ નવીન માહિતી મેળવી જ્ઞાનમાં વધારો કરવા
કોણ ભાગ લઈ શકે ધોરણ-9 થી 12 ના તેમજ કોલેજના વિદ્યાર્થીઓ તથા અન્ય લોકો પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ ક્વિઝમાં ભાગ કેવી રીતે લેવો ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા
ઓફિસિલય વેબસાઈટ https://g3q.co.in/
હેલ્પલાઈન નંબર 99789 01597

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q વિશે જાણો.

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ઓનલાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધોરણ-9 થી લઈને કોલેજના વિદ્યાર્થી તથા અન્ય નાગરીક પણ ભાગ લઈ શકે છે. G3Q Quiz  દર અઠવાડિયે શરૂ થશે. જેમાં એક રાઉન્ડ દર રવિવારે શરૂ થશે અને દર શુક્રવારે પુરો થશે. અઠવાડીયામાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે. જેનું લીસ્ટ ઓનલાઈન મુકવામાં આવશે. ત્યાર બાદ રવિવારે ફરી આ પ્રોસેસથી ક્વિઝ સ્પર્ધા કુલ-10 અઠવાડીયા ચાલુ રહેશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q નો ઉદ્દેશ.

ગુજરાત ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ લોક કલ્યાણલક્ષી યોજનાઓ વિશેના જ્ઞાનવર્ધક પ્રશ્નોનો સમાવેશ થયેલ છે. Gujarat Gyan Guru Quiz નો ઉદ્દેશ નીચે મુજબ છે.

  • Gujarat Gyan Guru Quiz એવી સ્પર્ધા છે કે જેમાં ગમ્મત સાથે શિક્ષણ અને સ્પર્ધાનો સંગમ થાય છે.
  • વિદ્યાર્થીઓમાં સરકારની યોજનાલક્ષી માહિતી મળી રહે તેઓના જ્ઞાનમાં વધારો થાય.
  • આ ક્વિઝ ભાગ લેવા માટે ગ્રામ્ય, તાલુકાના કોઈપણ વોર્ડ અને જિલ્લા લેવલના તમામ નાગરિકો (સ્ત્રી-પુરુષ) , વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકશે અને ઓનલાઈન ક્વિઝ રમી શકશે.
  • વિદ્યાર્થીઓને રોજ નવું જાણવાની ઉત્કંઠા પેદા થશે, પરિણામે તેઓની સર્જન શક્તિ અને જ્ઞાનમાં વધારો થશે.

Who Participate Gujarat Gyan Guru Quiz? | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે.

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત Gujarat Gyan Guru Quiz Registration 2023 માં નોંધણી કરાવીને નીચે મુજબની લાયકાત ધરાવતા તમામ લોકો ઓનલાઈન Gujarat Gyan Guru Quiz  માં ભાગ લઈ શકશે.

  • શાળા કક્ષાએ ધોરણ-9 થી ધોરણ-12 ના વિદ્યાર્થીઓ
  • કોલેજ તથા રાજયની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ.
  • ગુજરાતમાં વસતા બધી કેટેગરીના પ્રજાજનો પણ આ ક્વિઝમાં ભાગ લઈ શકશે.

Gujarat Gyan Guru Quiz Registration 2023 માટેના ડોક્યુમેન્ટ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2023 માટે વિદ્યાર્થી અને અન્ય નાગરિકોને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • ભાગ લેનાર વિદ્યાર્થીનું આધારકાર્ડ
  • Whatsapp ચાલુ હોય તે મોબાઈલ નંબર
  • વિદ્યાર્થી/વાલીનો ચુંટણીકાર્ડ નંબર
  • કાયમી રહેઠાણનો પુરાવો.

વધુ જાણો:- 

Vikram Sarabhai Scholarship 2024, ₹ 1,00,000/-ની શિષ્યવૃત્તિ.

સન્માન પોર્ટલ  સ્કોલરશીપ માટે રજીસ્ટ્રેશન કરો.

G3Q Registration | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2023

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q માં ભાગ લેવા માટે સૌ પ્રથમ Gujarat Gyan Guru Quiz Registration 2023 ની પ્રોસેસ કરવી પડશે. આપ નીચે દર્શાવેલ સ્ટેપથી સરળતાની રજીસ્ટ્રેશન કરી શકશો.

Step-1 Gyan Guru Quiz Login

  • સૌ પ્રથમ ગુગલ પર g3q.co.in ટાઈપ કરીને ઓફીસિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • ત્યાર બાદ નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું ડેશબોર્ડ ઓપન થશે.
Gujarat Gyan Guru Quiz Registration 2023
Image Credit Government Official Website (https://g3q.co.in/)

Step-2 Gujarat Gyan Guru Quiz Registration 2023

  • જેમાં વિદ્યાર્થીનું નામ અંગ્રેજીમાં લખવાનું રહેશે.
  • પછી વિદ્યાર્થીની જાતી સ્ત્રી/ પુરુષ પસંદ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ Whatsapp ચાલુ હોય તે મોબાઈલ નંબર નાંખવાનો રહેશે.
  • ત્યાર બાદ Education Type માં વિદ્યાર્થી માટે શાળા કે કોલેજ પર ટીક કરવાનું રહેશે
  • વિદ્યાર્થી સિવાયના લોકો માટે Others પસંદ કરવાનું રહેશે.જેમાં વ્યયવસાયની વિગત તથા અભ્યાસની વિગત આપવાની રહેશે.
  • પછી Quiz Language ગુજરાતી કે અંગ્રેજી પસંદ કરીને, આધાર નંબર નાંખવાનો રહેશે.
  • ત્યાર બાદ વિદ્યાર્થી કે વાલીનો ચુંટણીકાર્ડ નંબર નાંખવાનો રહેશે.
  • છેલ્લે સરનામાની વિગતો નાંખીને સહમતી બોક્સમાં ટીક કરવાનું રહેશે.
  • બધી વિગતો ભરાઈ ગયા પછી ચકાસણી કરીને કેપ્ચા કોડ નાંખીને છેલ્લે “Save” બટન પર ક્લીક કરવાથી Gujarat Gyan Guru Quiz Registration 2023 માટે નોંધણીની  પ્રોસેસ પુરી થશે.

After G3Q Quiz Registration | રજીસ્ટ્રેશન પછીની પ્રોસેસ

  • Gujarat Gyan Guru Quiz Registration 2023 હેઠળ નોંધણી પ્રોસેસ પુરી થયા બાદ આપના મોબાઈલ ફોનમાં User Name અને Password મોકલવમાં આવશે.
  • વેબસાઈટ પરના ‘‘Quiz Login’’ મેનું પર ટીક કરવાનું રહેશે.
  • જેની નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની વિન્ડો ઓપન થશે. જેમાં User Name અને Password નાંખીને Captcha કોડ નાંખીને Login બટન પર ટીક કરવાનું રહેશે.
Gujarat Gyan Guru Quiz login
Image Credit Government Official Website (https://g3q.co.in/)
  • જેથી આપ ઓનલાઈન લોગીન થઈ જશો. ત્યાર બાદ હાલ જે ક્વિઝ ચાલે હશે તેમાં ભાગ લેવા માટે નીચે Continue પર ક્લિક કરવાનું રહેશે.
  • પછીના પેજમાં આપને માટે ઓનલાઈન ક્વિઝ ખુલશે. જેમાં 20 મિનિટના સમયમાં જવાબો ટીક કરવાના રહેશે.

G3Q Quiz Answers | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ

  • ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં લોગીન થયા પછી આપે કુલ 20 મિનિટમાં જવાબો આપવાના રહે છે.
  • G3Q Quiz દર અઠવાઠીયે રવિવારે શરૂ થઈને શુક્રવારે સમાપ્ત થશે. અને દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે. આમ કુલ-10 અઠવાડિયા સુધી ક્વિઝમાં ભાગ લઈ શકાશે.
  • જેમાં બમ્પર રાઉન્ડની ક્વિઝ પણ દર 15 દિવસે એક વખત રમી શકાશે.

G3Q Result | G3Q Winner List

દર અઠવાડિયાની સ્પર્ધાને અંતે દર શનિવારે વિજેતાઓનું નામ જાહેર કરવામાં આવે છે.

  • વિજેતાઓના નામની યાદી જોવા માટે આપે નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબના વેબસાઈટના “Winners” મેનું પર ટીક કરવાનું રહેશે.
  • જેમાં અઠવાડિયા વાઈઝ વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવે છે.
  • જેમાં Week પસંદ કરી, Education type માં શાળા અથવા કોલેજ પસંદ કરીને, તાલુકો પસંદ કરીકરી Get Result પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં તમારું નામ જાહેર થાય તો બેંક ખાતાની વિગત, આધાર કાર્ડની વિગત તથા ફોટો અપલોડ કરવાનો રહેશે.
Gujarat Gyan Guru Quiz Registration Online
Image Credit Government Official Website (https://g3q.co.in/)

Gujarat Gyan Guru Quiz Registration 2023 Helpline Number

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન વખતે કોઈ ટેકનિકલ પ્રશ્ન ઉભો થાય તો ટોલ ફ્રિ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલ છે. આપ તેમાં સંપર્ક કરીને આપની મુંઝવણનું નિવારણ લાવી શકો છો.

હેલ્પલાઈન નંબર (૧) 99789 01597  (૨) 78783 30030

જાણવા જેવું:- 

રમતોનો મહાકુંભ એટલે ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ જાણો.

લગ્ન નોંધણી અને જન્મ-મરણ પ્રમાણપત્ર ઓનલાઈ મેળવવાની પ્રોસેસ જાણો.

Important Links of Gujarat Gyan Guru Quiz Registration 2023

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે

Click Here

આજની G3Q Quiz માટે

Click Here

Home Page

Click Here

Conclusion

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q વિદ્યાર્થીઓમાં જ્ઞાન પીરસવાની સાથે-સાથે તેઓમાં ઉમંગ અને ઉત્સાહ વધારે છે. દર અઠવાડીયાની રમતમાં વિજેતા બનવાનો મોકો આપે છે. મિત્રો આજના Gujarat Gyan Guru Quiz Registration 2023 નોંધણી કરીને ક્વિઝ રમવા વિશે વિગતે આપવામાં આવી છે. રજીસ્ટ્રેશન સમયે કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) માં પુછાતા પ્રશ્નો વાંચવા ક્યાં મળશે?

ઓફિસિલય વેબસાઈટના Today’s Quiz Bank નામના મેનુંમાંથી પ્રશ્નો વાંચવા મળી જશે.

(2) Gujarat Gyan Guru Quiz માં વિજેતા થયાની ખબર કેવી રીતે પડે?

વિજેતા ઉમેદવારના મોબાઈલમાં SMS દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપ ઓફિસિલય વેબસાઈટ પર Winners મેનુંમાં વિજેતાઓનું નામ ચેક કરી શકો છો.

(3) શું એક અઠવાડિયાની ક્વિઝમાં વિજેતા બન્યા બાદ બીજા અઠવાડીયાની ક્વિઝ રમી શકાશે?

ના, એક અઠવાડિયાની ક્વિઝમાં વિજેતા બન્યા બાદ બીજા અઠવાડીયાની ક્વિઝ રમી શકાશે નહી, દર 15 દિવસે જાહેર થતી બંપર ક્વિઝ રમી શકશો.

(4) શું દર અઠવાડિયે Gujarat Gyan Guru Quiz Registration 2023 માં નોંધણી કરવી પડશે?

ના, એક વખત રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ દર અઠવાડીયે ક્વિઝ રમી શકો છો.

Leave a comment