કોલ્ડ સ્ટોરેજ સબસિડી સહાય યોજના 2024 | Cold Storage Subsidy In Gujarat 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Cold Storage Subsidy In Gujarat : સરકાર દ્વારા ખેડૂતને પોતાના પાકની સારી કિંમત મળી રહે તે માટે કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતને પોતાના ફળો અને લાંબા સમય સુધી સચવી રાખવા જેવા તૈયાર પાક સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજની જરૂરિયાત રહેતી હોય છે. હાલ વ્યાપારી ધોરણે ચાલતા કોલ્ડ સ્ટોરેજમાં પાસ સંગ્રહ કરવો ખેડૂતને પોષાય તેમ નથી. તેથી ખેડૂત પોતાની જમીનમાં કોલ્ડ સ્ટોરેજ બનાવી શકે તે માટે તા.12/03/2024 થી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે.આ યોજના હેઠળ  કુલ ખર્ચના 50% જેટલી સબસિડી આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલCold Storage Subsidy In Gujaratમાં કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે અરજી ક્યાં કરવી અને સબસિડી કેવી રીતે મળશે તેની વિગતે માહિતી મેળવીશું.

Cold Storage Subsidy In Gujarat

Bullet Point of Cold Storage Subsidy in Gujarat

યોજનાનું નામ કોલ્ડ સ્ટોરેજ સબસિડી સહાય યોજના 2024
યોજનાનો હેતું પાકના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા આર્થિક સહાય આપવી.
મળવાપાત્ર સહાય ખેડૂતને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે કુલ ખર્ચના  50% સુધીની સબસિડી
યોજનાનો લાભ કોને મળશે ગુજરાતના તમામ ખેડૂતો, સામુહિક ખેડૂતો, સહકારી સંસ્થાઓ, મંડળીઓને
અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓફિશિયલ વેબસાઈટ www.ikhedutportal.gov.in

Cold Storage Subsidy In Gujarat | કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના વિશે જાણો.

ખેડૂતને પોતાના સિઝનેબલ પાક જેવા કે બટાકા,મસાલા, દાડમ જેવા ફળો તથા અન્ય બાગાયતી પાકોના ઉત્પાદન કરે છે. આ પાકને લાંબાસમય સુધી સાચવવા અને બીન સિઝનમાં સારા એવા ભાવો મેળવવા માટે તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા પડે છે. ખેડૂત પોતાની જમીન પર ઘરનું કોલ્ડ સ્ટોરેજ બનાવી શકે તે માટે કુલ ખર્ચના 50% જેટલી સબસિડી આપવામાં આવે છે. જેથી ખેડૂતને પાસને કોલ્ડ સ્ટોરેજ સુધી પહોચાડવાનું ભાડાની બચત થશે તેમજ સ્ટોરેજનું ભાડું પણ નહી આપવુ પડે. પરિણામે ખેડૂતને પોતાની આવકમાં પણ વધારો થશે. હાલ તા.12/03/2024 થી તા.11/05/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ છે.

કોલ્ડ સ્ટોરેજ સબસિડી યોજના લાભાર્થીની પાત્રતા

Cold Storage Subsidy In Gujarat હેઠળ સબસિડીનો લાભ ગુજરાતના દરેક ખેડૂતને મળવાપાત્ર થશે. લાભાર્થીની પાત્રતા નીચે મુજબની છે.

  • ખેડૂતને પોતાની જમીન હોવી જોઈએ.
  • લાભાર્થી ખેડૂત ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
  • Cold Storage Subsidy In Gujarat  હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી Ikhedut Portal પર કરવાની રહેશે.

Cold Storage Subsidy In Gujarat યોજના હેઠળ મળતી સબસિડી.

કોલ્ડ સ્ટોરેજ સબસિડી યોજના હેઠળ  કેટેગરી વાઈજ અને કોલ્ડ સ્ટોરેજની ક્ષમતાને આધારે સહાય આપવામાં આવશે. જેની વિગતો નીચે દર્શાવવામાં આવી છે.

કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-1

બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથેની મોટી ચેમ્બર (250 મેટ્રિક ટનથી વધુની ક્ષમતા) અને સીંગલ ટેમ્પરેચર ઝોન (વધુમાં વધુ 5000 મેટ્રિક ટન) • યુનિટકોસ્ટ- ₹ 8000/ મે.ટન

  • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના 35% (મહત્તમ ₹ 2800/ મે.ટન)
  • આદીવાસી અંતરિયાળ અને પહાડી વિસ્તાર માટે 50% (મહત્તમ ₹ 2800/ મે.ટન)

કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-2

PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, 6 (છ) કરતા વધુ ચેમ્બર (250 મેટ્રિક ટનથી ઓછી ક્ષમતા) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (વધુમાં વધુ 5000 મેટ્રિક ટન) • યુનિટકોસ્ટ- ₹ 8000/ મે.ટન

  • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના 35% (મહત્તમ ₹ 3500/ મે.ટન)
  • આદીવાસી અંતરિયાળ અને પહાડી વિસ્તાર માટે 50% (મહત્તમ ₹ 5000/ મે.ટન)

કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-2 સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર( તાપમાન કંટ્રોલ)  ટેકનોલોજી માટે

  • યુનિટકોસ્ટ-₹ 10000/ મે.ટન
  • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના 35%
  • આદીવાસી અંતરિયાળ અને પહાડી વિસ્તાર માટે 50%

સહાય મેળવવા માટે ડોક્યુમેન્ટની જરૂરિયાત

Cold Storage Subsidy In Gujarat  હેઠળ કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સબસિડી મેળવવા અરજદારને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • અરજદાર ખેડૂતનું આધારકાર્ડ
  • 7/12 અને 8-અ ની નકલ
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતનું બાંહેધરી પત્ર.
  • ખેડૂતના બેંક ખાતાની વિગત
  • રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ/ચૂંટણી કાર્ડ/લાઈટબીલ પૈકી કોઈપણ એક
  • જંગલ વિસ્તારની અને પહાડી વિસ્તારમાં જમીન ધરાવતા ખેડૂત માટે વન અધિકારપત્ર (જો હોય તો)
  • ખેડૂત કોઈ સહકારી મંડળી કે દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો તેની વિગત.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • મોબાઇલ નંબર

વધુ જાણો:- 

પશુપાલન લોન 2024 પશુપાલન માટે મળશે 1 લાખની લોન.

ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના કુલ ખર્ચના 90% સહાય

Cold Storage Subsidy In Gujarat Online Application

કોલ્ડ સ્ટોરેજ યોજના સબસિડી મેળવવા માટે અરજદાર ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની નીચે મુજબના સ્ટેપને અનુસરવાનું રહેશે.

  • સૌ પ્રથમ ગુગલ પર Ikhedut Portal લખીને ઓફિસિયલ વેબસાઈટને ઓપન કરવાની રહેશે.
  • ત્યાર બાદ હોમ પેજ પર રહેલા ‘‘યોજનાઓ’’ મેનું પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી આઈ ખેડૂત યોજનાઓનું લીસ્ટ ખુલશે, તેમાંથી ‘‘બાગાયતીની યોજનાઓ’’ પસંદ કરવાનું રહેશે.
  • ખેતીવાડીની યોજનાઓમાંથી ‘‘કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકરણ) યોજના’’ પસંદ કરવાની રહેશે.
  • ત્યાર બાદમાં નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ખુલશે. તેમાં યોજના વિશેની વિગતો વાંચીને ‘‘અરજી કરો’’ પર ક્લિક કરવાનું રહેશે.
Cold Storage Subsidy In Gujarat 2024
Image Credit Government Official Website (ikhedut.gujarat.gov.in)
  • હવે આગળ ‘‘નવી અરજી કરવા અહિં ક્લિક કરો’’ મેનું પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી નીચે ઈમેજમાં દર્શાવેલ ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે. તેમાં અરજદારનું નામ, સરનામું, જમીનની વિગત, આધારકાર્ડની વિગત, બેંક ખાતાની વિગત ભરવાની રહેશે.
Cold Storage Subsidy In Gujarat Apply Online
Image Credit Government Official Website (ikhedut.gujarat.gov.in)
  • ત્યાર બાદ આગળના સ્ટેપમાં અરજદારે યોજનાને સંબંધિત માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • બધી વિગતો ભરાઈ ગયા બાદ ‘‘Save Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આગળના સ્ટેપમાં અરજીની વિગતો વાંચીને ચકાસણી કરીને ‘‘Confirm Application” પર ક્લિક કરવાથી, અરજદારને Application Number આપવામાં આવશે. જેના દ્વારા ઓનલાઈન પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

ઓનલાઈન અરજી ક્યા બાદ શું કરવુ?

આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી વિશે જરૂરી ચકાસણી કરી અરજી મંજૂર થયેથી અરજદારને જાણ કરવામાં આવશે.

પુર્વ મંજૂરીને આધારે કોલ્ડ સ્ટોરેજ બનાવવાની કામગીરી શરૂ કરવાની રહેશે. સમયમર્યાદામાં કોલ્ડ સ્ટોરેજ બનાવાવની કામગીરી પુરી થયા બાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સહિત જરૂરી પુરાવાઓ સાથે ‘‘જિલ્લાના બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે સબસિડી માટે અરજી કરવાનીર રહેશે. જે મંજૂર થયેથી સબસિડીની રકમ ખેડુતના ખાતામાં જમા કરવામાં આવશે.

જાણવા જેવું:- 

ટેકટર સબસિડી સહાય યોજના ₹ 60,000/- સુધીની સબસિડી.

કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે ₹ 4,50,000/- સુધીની સહાય

Conclusion

ખેડૂતને ફળ, શાકભાજી , મસાલા જેવા જલ્દી બગડી જતા પાકોને લાંબા સમયસુધી સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજની જરૂરીયાત રહેતી હોય છે. કોલ્ડ સ્ટોરેજ સહાય યોજનાથી ખેડૂતને ઓફ સિઝનમાં પણ ઉંચા ભાવો મળી રહે અને ગ્રાહકને સારી ગૃણવતાવાળા ફળ, શાકભાજી કે મસાલા મળી રહે છે. મિત્રો, આજના આર્ટિકલ Cold Storage Subsidy In Gujarat માં કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે મળનાર સબસિડી અને ઓનલાઈન અરજી વિશે વિગતે માહિતી આપવામાં આવી છે. આપને અરજી સંબંધિત વધુ માહિતી માટે આપના જિલ્લાના બાગાયત અધિકારીશ્રીની કચેરી ખાતે મુલાકાત કરવા સુચન છે. કોલ્ડ સ્ટોરેજ સબસિડી સાથે સરકાર ખેડૂતને પાક સંગ્રહ માટે ગોડાઉન યોજના હેઠળ  પણ સહાય આપવામાં આવે છે.

FAQ

(1) Cold Storage Subsidy In Gujarat માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની હોય છે?

કોલ્ડ સ્ટોરેજ સબસિડી સહાય માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.

(2) આ યોજના હેઠળ અરજી કોણ કરી શકશે?

આ યોજના હેઠળ વ્યક્તિગત ખેડૂત, ખેડૂત સમુહ, ખાનગી સંસ્થા, વ્યક્તિગત લાભાર્થી, સહકારી સંસ્થા કે મંડળી પણ ઓનલાઈન અરજી કરી શકશે.

(3) કોલ્ડ સ્ટોરેજ સબસિડી સહાય યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે.

આ યોજના હેઠળ ખેડૂતને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે કુલ ખર્ચના  50% સુધીની સબસિડી મળવાપાત્ર થશે.

(4) કોલ્ડ સ્ટોરેજ બનાવવા સબસિડી સહાય યોજનાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ યોજના હેઠળ આઈ ખેડૂત પર ફોર્મ ભરવાની છેલ્લી તા.11/05/2024 છે.

Leave a comment