Vigyan Sadhana Merit Scholarship Yojana | Namo Saraswati Yojana Gujarat
Namo Sarasvati Yojana 2024: આજના આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ વધ્યુ છે. તેવા સમયે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે અભિરૂચી વધે તે મહત્વનું છે. વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહના વિષયો બાયોલોજી, કેમિસ્ટ્રીમાં અભ્યાસ કરીને પોતાની પ્રતિભા વિકસાવે તે માટે સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે.ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીશ્રી દ્વારા ધાટલોડીયાથી તા.09/03/2024 ના રોજ આ યોજનાનો શુુુુુુભારંભ કરાવેલ છે. Namo Saraswati Yojana 2024 યોજના હેઠળ ધોરણ-10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીને વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ રૂપે આર્થિક સહાય આપવામાં આવશે. મિત્રો, આજના આર્ટિકલમાં આ યોજના હેઠળ સ્કોલરશીપ મેળવવા પાત્રતા તથા સહાયની રકમ વિશે વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Namo Saraswati Yojana 2024
યોજનાનું નામ | નમો સરસ્વતી યોજના 2024 |
યોજનાની શરૂઆત | વર્ષ 2024 ના શૈક્ષણિક સત્રથી |
યોજનાનું અમલીકરણ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ |
યોજનાનો ઉદ્દેશ | વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહના વિષયો પ્રત્યે અભિરૂચી વધે તે હેતું. |
મળવાપાત્ર લાભ | વિદ્યાર્થીઓને ધોરણ-11 માં ₹ 10,000/- અને ધોરણ-12 ₹15,000/- ની સ્કોલરશીપ. |
લાભાર્થીની પાત્રતા | ધોરણ-10 માં 50% થી વધુ માર્કસે પાસ કરીને વિજ્ઞાન પ્રવાહ લેનાર કોઈપણ શાળાના વિદ્યાર્થીને. |
અરજી પ્રક્રિયા | નમો સરસ્વતી પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે |
શિક્ષણ બોર્ડની વેબસાઈટ | https://www.gseb.org/ |
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 2024 વિશે જાણો.
મિત્રો, એકવીસમી સદી એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આજે ભારત દેશ વિકાસિત દેશ બનવા આગળ વધી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયો પ્રત્યે ઊંડું જ્ઞાન ધરાવે તે જરૂરી છે. આજે ગુજરાતમાં એડવાન્સ મેન્યુફેક્ચરીંગ, ડીજીટલ ટેકનોલોજી, ગ્રીન એનર્જી, બાયો ટેકનોલોજી તથા સેમી કન્ડક્ટર ઈન્ડ્રીસ્ટ્રીનો વિકાસ ખુબ ઝડપથી થઈ રહ્યો છે. જેથી આ ક્ષેેેેેત્રે વિજ્ઞાન પ્રવાહમાંથી અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ માટે વિશાળ તકો રહેલી છે. જેથી વિજ્ઞાન પ્રવાહમાં પ્રોત્સાહનના ભાગ રૂપેે તાજેતરના વર્ષ 2024-25 ના બજેટની જાહેરાતમાં વિદ્યાર્થીઓમા માટે Namo Saraswati Yojana 2024 ની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના માટે ₹ 250 કરોડની ફાળવણી કરાઈ છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના સ્કોલરશીપ 2024નો હેતું.
હાલ તા.02/02/2024 ના રોજ બજેટમાં Namo Sarasvati Vigyan Sadhana Yojana 2024 ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાન માટે પાયારૂપ સાબિત થશે. તેના હેતુંઓ નીચે મુજબના છે.
- રાજ્યમાં આવેલી સરકારી, અનુદાનીત અને સ્વ નિર્ભર શાળાઓમાં અભ્યાસ કરતા તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવી.
- આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયો પ્રત્યે અભિરૂચી પેદા કરવી.
- ધોરણ-10 પછી વિજ્ઞાન પ્રવાહના વિષયોના અભ્યાસ માટે પ્રોત્સાહન આપવુ.
- શાળામાં ભણતા વિદ્યારથીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ અને ધોરણ-12 પછી ઉચ્ચ અભ્યાસના વધુ વિકલ્પો તથા પ્રોત્સાહન આપવું.
Namo Saraswati Yojana 2024 લાભાર્થીની પાત્રતા.
નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ શરૂ કરવામાં આવી છે. જે માટે વિદ્યાર્થીની પાત્રતા નીચે મુજબની છે.
- ધોરણ-10 ની બોર્ડની પરીક્ષામાં 50% થી વધુ ટકા સાથે પરીક્ષા પાસ કરીને ધોરણ-11 તથા ધોરણ-12 માં વિજ્ઞાન પ્રવાહ રાખનાર વિદ્યાર્થીને આ યોજના હેઠળ સ્કોલરશીપ આપવામાં આવશે.
- રાજ્યની સરકારી, ગ્રાંટેડ, અને પ્રાઈવેટ શાળામાંથી ધોરણ-10 ની બોર્ડની પરીક્ષામાં 50% વધુ ગુણે પાસ કરેલ હોવી જોઇએ.
- વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક ₹ 6.00 લાખથી ઓછી હોવી જોઈએ.
- શિક્ષણ બોર્ડ દ્વારા નિયત કરવામાં હાજરીની ટકાવારી મુજબ ફરજિયાત શાળામાં હાજરી આપવાની રહેશે.
વધુ જાણો:-
નમો લક્ષ્મી યોજના 2024 કન્યાઓને મળશે કુલ ₹50,000/- ની સહાય
લેપટોપ સહાય યોજના 2024 , લેપટોપ ખરીદવા વિદ્યાર્થીને મળશે ₹25,000/-
નમો સરસ્વતી યોજના હેઠળ મળનાર સ્કોલરશીપ.
Namo Saraswati Yojana હેઠળ ધોરણ-11 તથા ધોરણ-12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન માટે તે માટે વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ રૂપે સહાય ₹ 25,000/-ની સહાય કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીને નીચે મુજબની સ્કોલરશીપ આપવામાં આવશે.જેમાં 50% રકમ ધોરણ-11 કે ધોરણ-12 માં પ્રવેશ વખતે આપવામાં આવશે અને બાકીની 50% રકમ પ્રથમ સત્રની હાજરીને ધ્યાને રાખીને બીજા સત્રમાં આપવામાં આવશે.
ક્રમ | ધોરણ |
સ્કોલરશીપની વાર્ષિક રકમ |
1 |
ધોરણ-11 | ₹ 10,000/-
(જેમાં શૈક્ષણિક વર્ષના 10 માસ માટે દર મહિને ₹ 1000/- ચુકવાશે) |
2 | ધોરણ-12 |
₹15,000/- (જેમાં શૈક્ષણિક વર્ષના 10 માસ માટે દર મહિને ₹ 1000/- ચુકવાશે) બાકીના ₹5,000/- ધોરણ-12 માં બોર્ડની પરીક્ષા પાસ કર્યેથી ચુકવાશે. |
જાણવા જેવું:-
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 ધોરણ-9 થી 12 માટે સ્કોલરશીપ.
નમો સરસ્વતી સ્કોલરશીપ યોજનાના નિયમો અને શરતો.
- આ યોજના હેઠળ સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીના માતાના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. વિદ્યાર્થીના માતા હયાત ના હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીના ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવશે.
- વિદ્યાર્થીની નિયમિત હાજરીને ધ્યાને લેવામાં આવશે. જે વિદ્યાર્થીની સરેરાશ 80% હાજરી ના હોય તેવા વિદ્યાર્થીઓની Namo Sarasvati Yojana હેઠળની સહાય બંધ કરવામાં આવશે.
- સંજોગોવશ કોઈ વિદ્યાર્થી અધ વચ્ચેથી શાળા છોડી દે છે તો બાકીની સહાય જમા કરવમાં આવશે નહી અને અગાઉ ચુકવેેલ સ્કોલરશીપ પરત લેવામાં આવશે નહી.
- રિપિટર વિદ્યાર્થીઓને જે તે ધોરણમાં એક કરતા વધુ વખત સ્કોલરશીપ ચુકવાશે નહી. વિદ્યાર્થી આગળ અભ્યાસ ચાલુ રાખે તો નિયનોનુસાર સહાય ચુકવાશે.
- આ યોજના હેઠળ વિદ્યાર્થી સરકારી, પ્રાઈવેટ કે કોઈ સંસ્થાની સ્કોલરશીપ મેળવતો હશે તો પણ Namo Saraswati Yojana હેઠળ સહાય મળવાપાત્ર થશે.
નમો સરસ્વતી યોજના માટે અરજી | Namo Saraswati Yojana Online Application
નમો સરસ્વાતી યોજનાની જાહેરાત હમણાં જ તા.02/02/2024 ના રોજ કરવામાં આવી છે.
- આ યોજનાનું શિક્ષણ વિભાગ હેઠળ અમલીકરણ કરવામાં આવનાર છે. આ યોજનાની નવીન જાહેરાત થયેલ હોવાથી તથા નવા શૈક્ષણિક સત્ર વર્ષ 2024-25 થી અમલ કરવાનો હોવાથી નિયામકશ્રી શાળા દ્વારા ઓનલાઈન અરજી પ્રકિયા હાથ ધરવામાં આવશે.
- જેના માટે એક અલગથી ‘‘નમો સરસ્વતી પોર્ટલ’’ બનાવવામાં આવશે.
- Namo Saraswati Portal માધ્યમથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે.
- જ્યારે પણ આ યોજનાની ઓનલાઈન અરજી પ્રક્રિયાની જાહેરાત થયેથી આ વેબસાઈટ પર મુકવામાં આવશે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના pdf | Namo Sarasvati Vigyan Sadhana Yojana pdf
શિક્ષણ વિભાગ દ્વારા તા.12/03/2024 ના રોજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના અમલીકરણ માટે વિગત વાર Namo Saraswati Vigyan Sadhana Yojana gr pdf બહાર પાડવામાં આવી છે. આપ નીચે દર્શાવેલ લીંક પરથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના pdf માં ડાઉનલોડ કરી શકો છે.
Namo Saraswati Vigyan Sadhana Yojana pdf Download
Conclusion
વડા પ્રધાનાશ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2047 સુધી વિકસીત ભારતની સંકલ્પના કરવામાં આવી છે. વિકાસીલ ભારત માટે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન હોવું જરૂરી છે. જેથી વિજ્ઞાન પ્રવાહના વિષયોના અભ્યાસ માટે પ્રોત્સાહન વધે તે માટે સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં Namo Sarasvati Yojana 2024 ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ રૂપે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને કુલ ₹25,000/-ની સ્કોલરશીપ આપવામાં આવશે. મિત્રો, આજના આર્ટિકલમાં નમો સરસ્વતી યોજના 2024 વિશે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આશા રાખુ છુ કે આપને ચોક્કસ ગમશે.
FAQ
(1) Namo Saraswati Yojana 2024 ની જાહેરાત ક્યારે કરવામાં આવી?
નમો સરસ્વતી યોજના 2024 યોજનાની જાહેરાત ગુજરાતના બજેટ વર્ષ 2024-25 થી તા. 02/02/2024 ના રોજ જાહેર કરવામાં આવી.
(2) નમો સરસ્વતી યોજના 2024 યોજના હેઠળ કોને સ્કોલરશીપ આપવામાં આવશે?
Namo Saraswati Yojana હેઠળ કોઈપણ શાળાના વિદ્યાર્થીએ ધોરણ-10 માં 50% સાથે પાસ કરીને વિજ્ઞાન પ્રાવાહમાં અભ્યાસ કરશે તેને સ્કોલરશીપ આપવામાં આવશે.
(3)નમો સરસ્વતી વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ હેઠળ શું સહાય આપવામાં આવશે?
Namo Saraswati Yojana હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ-11 માં ₹ 10,000/- અને ધોરણ-12 ₹15,000/- ની વાર્ષિક સ્કોલરશીપ અપાશેે.
(4) નમો સરસ્વતી યોજનાનો અમલ ક્યારથી થશે?
Namo Sarasvati Yojana 2024 નો અમલ વર્ષ 2024-25 ના શૈક્ષણિક સત્રથી થશે.