Namo Saraswati Yojana Online Registration | નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના રજિસ્ટ્રેશન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Namo Saraswati Yojana  Online Registration : મિત્રો, તમે જાણો જ છો કે સરકાર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભ્યાસને ઘણું જ મહત્વ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના વિષયો પ્રત્યે અભિરૂચિ વધે તથા ટેકનોલોજી ક્ષેત્રે પોતાનું ભવિષ્ય ઉજળું બનાવે તે માટે સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ સ્કોલરશીપ રૂપે સહાય આપવામાં આવે છે. હાલ Namo Saraswati Yojana  Registration ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Namo Saraswati Yojana Online Registration

આપને જણાવીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ  પ્રાઈવેટ, સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા  તમામ વિદ્યાર્થીઓ કે જેઓને ધોરણ-10 માં 50% કે તેથી વધુ માર્કસ આવ્યા હોય તેઓને આ યોજના હેઠળ કુલ- ₹25,000/- સ્કોલરશીપ મળવાપાત્ર થશે. આજના આર્ટિકલમાં Namo Saraswati Yojana  Online Registration  કેવી રીતે કરવું? તથા યોજનાના નિતિ-નિયમો વિશે વિગતે માહિતી મેળવીશું.

Bullet Point of Namo Saraswati Yojana Online Registration

આર્ટિકલનો વિષય નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના રજિસ્ટ્રેશન
યોજનાના હેઠળ મળનાર સ્કોલરશીપ ધોરણ-11 માં ₹ 10,000/- અને ધોરણ-12 ₹15,000/- ની સ્કોલરશીપ.
લાભાર્થીની પાત્રતા ધોરણ-10 માં 50% કે તેથી વધુ માર્કસથી ધોરણ-11 માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને
કોને સ્કોલરશીપ મળશે? ખાનગી, સકકારી તથા ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને
રજીસ્ટ્રેશન ક્યાંથી કરવું? જે શાળામાં ધોરણ-11 માં પ્રવેશ લીધો હોય તે શાળામાંથી

Namo Saraswati Vigyan Sadhana Yojana | નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયો પ્રત્યે અભિરૂચી વધે તે માટે શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીને ધોરણ-11 થી 12 સુધી અભ્યાસ માટે મદદરૂપ થવા માટે કુલ- ₹25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવશે. જેમાં ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને મફત ભણતરની સાથે આર્થિક રીતે મદદ પણ મળશે. સાથે-સાથે ટ્યુશન સહાય યોજનાથી વિદ્યાર્થીઓને વધારાના ટ્યુશન માટે પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ લાભ કોને મળશે? | Namo Saraswati Yojana Eligibility

Namo Saraswati Vigyan Sadhana Yojana હેઠળ લાભાર્થીની પાત્રતા નીચે મુજબ છે.

  • જે વિદ્યાર્થીએ ધોરણ-10, 50% માર્કસ સાથે પાસ કરેલ હોય અને તેણે ધોરણ-11 માં વિજ્ઞાન પ્રવાહના વિષય સાથે પ્રવેશ મેળવે છે તેવા તમામ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને આ યોજના હેઠળ સ્કોલરશીપ મળશે.
  • વિદ્યાર્થીને 80% હાજરી હોવી ફરજીયાત છે.
  • વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક ₹ 6 લાખથી વધુ ના હોવી જોઈએ.
  • વિદ્યાર્થીને અન્ય યોજના હેઠળ બીજી સ્કોલરશીપ મળતી હશે તો પણ આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે.

Namo Saraswati Yojana Document  | નમો સરસ્વતી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

Namo Saraswati Yojana 2024 Online Registration માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • વિદ્યાર્થીની ધોરણ-10 SSC પરીણામની નકલ
  • વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (આગળ અને પાછળ નકલ)
  • વિદ્યાર્થીના માતાની અધારકાર્ડની નકલ
  • વિદ્યાર્થીના માતાની રાષ્ટ્રીયકૃત બેંક ખાતાની નકલ. જો માતા હયાત ના હોય તો વિદ્યાર્થીના બેંક ખાતાની નકલ.
  • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો. 6 લાખની મર્યાદામાં
  • વિદ્યાર્થીનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાના સર્ટીની નકલ
  • મોબાઈલ નંબર

વધુ જાણો:- 

નમો લક્ષ્મી યોજના 2024 રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ જાણો.

લેપટોપ સહાય યોજના 2024

વિદ્યાર્થીને મળનાર સ્કોલરશીપ.

નમો સરસ્વતી યોજના હેઠળ વિદ્યાર્થીને નીચે દર્શાવેલ કોષ્ટક મુજબની સ્કોલરશીપ મળવાપાત્ર થશે.

ક્રમ ધોરણ સ્કોલરશીપની વાર્ષિક રકમ નિયમ
1 ધોરણ-11 ₹ 10,000/- દર મહિને ₹ 1,000/- એમ દસ મહિના માટે
2 ધોરણ-12 ₹15,000/- દર મહિને ₹ 1,000/- અને ધોરણ-12 પાસ કર્યેથી ₹5,000/- એક કુલ ₹15,000/-
કુલ ₹25,000/-

Namo Saraswati Yojana Online Registration | નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના રજિસ્ટ્રેશન

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિદ્યાર્થીના સંબંધિત શાળામાંથી નોંધણીની પ્રક્રિયા ચાલુ છે. વિદ્યાર્થીએ પોતાના ડોક્યુમેન્ટ લઈને જે શાળામાં પ્રવેશ મેળવ્યો તે શાળામાં રૂબરૂ લઈને ઓનલાઈન Namo Saraswati Yojana Online Registration ની પ્રોસેસ પુરી કરવાની રહેશે.

Namo Saraswati Vigyan Sadhana Yojana
image credit government Official Website

Namo Saraswati Yojana Apply Online

Namo Saraswati Yojana Application Form વિદ્યાર્થીએ ધોરણ-10 પાસ કરીને જે શાળામાં (સરકારી હોય તે પ્રાઈવેટ) પ્રવેશ મેળવ્યો હોય તે શાળામાંથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેથી વિદ્યાર્થીને પોતાના અસલ ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે. જે માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી ઓનલાઈન અરજી પ્રક્રિયા થઈ શકશે.

Namo Saraswati Yojana Official Website

શિક્ષણ વિભાગના નમો સરસ્વતી યોજનાના ઠરાવથી Namo Saraswati Portal પર ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવા માટે જણાવેલ છે. જેની પ્રોસેસ હાલ શાળા કક્ષાએથી કરવાની થશે. સરકાર દ્વારા જ્યારે Namo Saraswati Portal ઓનલાઈન કાર્યાવંત કરવામાં આવશે ત્યારે વિદ્યાર્થી જાતે જ ઓનલાઈન અરજી કરી શકશે. હાલ Namo Saraswati Yojana Online Registration માટે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

જાણવા જેેેેેવું:- 

ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ વિશે વિગતવાર માહિતી.

યુવા સ્વાવલંબન યોજના 2024 ટ્યુશન ફી, પુસ્તકો અને હોસ્ટેલમાં રહેવા સહાય

Important Links Of Namo Saraswati Yojana Online Registration

શિક્ષણબોર્ડની ઓફિસિલય વેબસાઈટ

Click Here

નમો સરસ્વતી યોજના વિશે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, મધ્મવર્ગીય પરીવારના હોશીયાર વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયોમાં પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે નમો સરસ્વતી યોજના હેઠળ કુલ- ₹25,000/-ની સહાય આપવામાં આવે છે. સાથે-સાથે વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય યોજના હેઠળ પણ આર્થિક સહાય આપવામાં આવે છે. Namo Saraswati Yojana Online Registration માટે ધોરણ-11 માં એડમિશન લીધું હોય તે શાળામાંથી ઓનલાઈન પ્રોસેસ કરાવી શકાશે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) Namo Saraswati Yojana Official Website કઈ છે?

નમો સરસ્વતી યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શાળા કક્ષાએથી થવાની હોઈ હાલ કોઈ નમો સરસ્વતી યોજના માટે અરજી કરવા ઓફિસિયલ વેબસાઈટની જાહેરાત થઈ નથી.

(2) Namo Saraswati Yojana Online Registration ક્યાં સંપર્ક કરવાનો?

આ યોજના હેઠળ સહાય મેળવવા ધોરણ-11 માં જે શાળામાં એડમિશન મેળવ્યું હોય તે શાળામાં સંપર્ક કરવાનો રહેશે.

(3) નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશીપ મળશે?

આ યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેનાર વિદ્યાર્થીને ધોરણ-11 અને 12 માટે કુલ- ₹25,000/-ની સ્કોલરશીપ મળશે.

Leave a comment