ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ | Gujarat Common Admission Service Portal (GCAS)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Common Admission Service Portal : વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ધોરણ-12 પછી સ્નાતક, અનુસ્નાતક અને વિવિધ ટેકનીકલ કોલેજોમાં પ્રવેશ માટે સરકાર દ્વારા વર્ષ 2024-25 થી દરેક વિદ્યાર્થી માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ છે. જો વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ કરવો હશે તો હવેથી  Gujarat Common Admission Service Portal (GCAS) પર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે. મિત્રો આજના આર્ટિકલમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર નોંધણી તથા ડોક્યેમેન્ટ અને ઓનલાઈન અરજી વિશે વિગતે માહિતી આપવામાં આવી છે. જેને અંત સુધી વાંચવા વિનંતી છે.

Gujarat Common Admission Service Portal

Contents hide

Bullet Point of Gujarat Common Admission Service Portal

આર્ટિકલનો વિષય ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ માટે રજીસ્ટ્રેશન
કોને લાગુ પડશે જે વિદ્યાર્થીઓ વર્ષ 2024-25 થી ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે તેઓને
ક્યા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરી શકાશે. ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ, સરકારી કૉલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો અને પબ્લિક યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સેલ્ફ ફાઈનન્સ સંસ્થાઓમાં પ્રવેશ માટે.
ઓફિસિયલ વેબસાઈટ https://gcas.gujgov.edu.in/
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ધોરણ-12 ના પરીણામ બાદ બે અઠવાડીયામાં.
હેલ્પલાઈન નંબર 079 22880080

07923277360

ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ

Gujarat Common Admission Service Portal (GCAS) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાત રાજ્યના નિયંત્રણમાં આવતી વિવિધ સરકારી યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી અલગ-અલગ વિદ્યાશાખાઓમાં પ્રવેશની રજીસ્ટ્રેશન પ્રક્રિયાને સરળ બનાવવા માટે શરૂ કરવામાં આવેલું એક મહત્વનું  પોર્ટલ છે. આ પોર્ટલ દરેક કોલેજ કે વિદ્યાશાખામાં  કોમન એડમિશન પોર્ટલ તરીકે કાર્યરત છે. જેમાં એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓના પ્રવેશ માટે જરૂરી પ્લેટફોર્મ પુરું પાડે છે.

Gujarat Common Admission Service Portal શું છે?

જી.સી.એ.એસ. (GCAS) એ ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, સરકારી કૉલેજો, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ,  પબ્લિક યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કૉલેજો અને ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો માટે ના સંકલન માટે અગત્યની ભૂમિકા ભજવે છે. આ પોર્ટલ દ્વારા  પ્રવેશપ્રક્રિયાને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને Gujarat Common Admission Service Portal સંબંધિત  તમામ જરૂરી માહિતી અને સેવાઓને સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલના લાભો

વિદ્યાર્થીઓને કોલેજોમાં ઉપલબ્ધ અભ્યાસક્રમોને લગતી માહિતી મેળવવામાં આસાની રહેશે, તેમજ રાજ્યભરમાં તેમને જે તે અભ્યાસક્રમ સંલગ્ન કૉલેજો અને યુનિવર્સિટીઓની માહિતી આંગળીના ટેરવે મળી રહેશે.

  • GCSA Gujarat Portal ને કારણે વિદ્યાર્થી એક જ વખત ફી ચૂકવીને કોઈ પણ કૉલેજ કે  યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમો માટે અરજી કરી શકે છે.
  • Gujarat Common Admission Service Portal થી વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઝડપી પ્રક્રિયા બનશે.
  • વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની કોઈપણ યુનિવર્સિટી કે કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અરજી કરી શકે તે માટે એક સરખી સમયમર્યાદા Gujarat Common Admission Service Portal પર રાખવામાં આવી છે.
  • વિદ્યાર્થીએ અલગ-અલગ યુનિવર્સિટી કે કૉલેજ માટે અલગથી પ્રવેશ માટે એપલીકેશન કરવાની રહેશે નહીં.
  • વિદ્યાર્થીના સંબંધિત અભ્યાસક્રમો માટે પ્રવેશપ્રક્રિયા દ્વારા બહુવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે.

Gujarat Common Admission Service Portal Registration Form

  • સૌ પ્રથમ વિદ્યાર્થીઓ કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
  • વિદ્યાર્થીઓ ઓનલાઈન gcas.gujgov.edu.in ટાઈપ કરીને ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે. જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું હોમપેજ ખુલશે.
Gujarat Common Admission Service Portal Registration
Image Credit Government Official Website (https://gcas.gujgov.edu.in/)
  • જેમાં ‘‘અરજી કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી ઓનલાઈન Gujarat Common Admission Service Portal Registration Form ખુલશે.
Gujarat Common Admission Portal Registration
Image Credit Government Official Website (https://gcas.gujgov.edu.in/)
  • નામ: HSC માર્કશીટ/12મા ધોરણની માર્કશીટમાં હોય તે પ્રમાણેનું વિદ્યાર્થીએ પોતાનું નામ લખવાનું રહેશે.
  • જન્મતારીખ : વિદ્યાર્થીએ તેમની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ HSC કે ધોરણ 10ની માર્કશીટમાં દર્શાવેલ તારીખ, મહિના અને વર્ષ પ્રમાણે જન્મતારીખ નોંધવાની રહેશે.
  • મોબાઇલ નંબર : 10 અંકનો મોબાઇલ નંબર નોંધવો. દા.ત. (91) 9632388997. (સમગ્ર પ્રવેશપ્રક્રિયા દરમિયાન મોબાઈલ નંબર ચાલુ હોવો જરૂરી છે)
  • ઈ-મેઈલ આઈડી :વિદ્યાર્થીએ માન્ય ઈ-મેઈલ આઈડી દર્શાવવાનું રહેશે.
  • ત્યાર બાદ જરૂરી વિગતોની ચકાસણી કરીને Submission બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉમેદવારના રજિસ્ટર્ડ ઈ-મેઇલ આઇડી તથા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.
  • જેના અધારે વિદ્યાર્થીએ આઇડી બનાવવું.
  • વિદ્યાર્થીના ઈ-મેઇલ આઇડી અને મોબાઈલ નંબર પર આગળની પ્રોસેસ માટેના યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે.
  • ઉમેદવારે પહેલા રજિસ્ટ્રેશન પછી તરત જ પોતાનો પાસવર્ડ બદલી નાંખવાનો રહેશે.

નોંધ: રજિસ્ટ્રેશન કર્યા પછી વિદ્યાર્થીનું પોતાનું અંગત આઇડી વેબસાઇટ પર બનાવવામાં આવશે. GCAS Portal માં લોગ ઇન કરતી વખતે વિદ્યાર્થીએ પોતાની ઓળખ તરીકે (યુઝરનેમ અને પાસવર્ડ)નો ઉપયોગ કરવાનો રહેશે.

Gujarat Common Admission Service Application Form

  • વિદ્યાર્થીએ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કર્યા પછી આપવામાં આવેલ યુઝર આઇડી અને પાસવર્ડ વડે પોર્ટલમાં લોગ ઈન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ રજિસ્ટર્ડ ઈ-મેઇલ આઇડી અને મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે.
  • 3લોગ ઈન કર્યા પછી વિદ્યાર્થી પોતાનું અરજી ફોર્મ જોઈ શકશે, તેને ભરી શકશે.
  • ઉમેદવારે ગુજરાત રાજ્યમાં સંબંધિત અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓ/કૉલેજોને પસંદ કરવાની રહેશે.
  • વિદ્યાર્થી ઇચ્છે તેટલા અભ્યાસક્રમ પ્રવાહ, અથવા યુનિવર્સિટીઓ/કૉલેજોની પસંદગી કરી શકે છે.
  • અભ્યાસક્રમો અને તેને સંબંધિત યુનિવર્સિટીઓ/કૉલેજોની પસંદગી બાદ વિદ્યાર્થીએ પ્રવેશ માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે.

ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.

  • નામ : વિદ્યાર્થીનું નામ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન (HSE) માર્કશીટ પ્રમાણે/ ધોરણ 12ની માર્કશીટ મુજબનું હોવું જાઈએ.
  • જન્મતારીખ : જન્મતારીખ ધોરણ 10ની માર્કશીટ અને LC જણાવ્યા મુજબની હોવી જોઈએ.
  • કેટેગરી : કેટેગરી માટે આ પ્રમાણેના દસ્તાવેજ, પૂરાવાઓ ઉમેદવારે અપલોડ કે સામેલ કરવાના રહેશે : જનરલ કેટેગરીમાં આવતા EWS (આર્થિક રીતે નબળા વર્ગ), OBC (અન્ય પછાત જાતિ) SC (અનુસૂચિત જાતિ), ST(અનુસૂચિત જનજાતિ), અને SEBC (સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ), વિચરતી જનજાતિઓ અને બિન-સૂચિત જનજાતિ
  • ભરેલા અરજીપત્રની ચકાસણી છેલ્લે સબમિશન કરતાં પહેલાં સંપુર્ણ  અરજીપત્રક પર ફરીથી ચકાસણી કરી લેવા સૂચન કરવામાં આવે છે.
  • પોર્ટલ પર આપવામાં આવેલી પેમેન્ટ ગેટવેની  લિન્ક દ્વારા એપ્લિકેશન ફીની ચૂકવણી
  • ઓનલાઈન ભરેલા અરજી ફોર્મને વિદ્યાર્થીના સંબંધિત ઈ-મેઇલ આઇડી પર મોકલવામાં આવશે.
  • વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ કૉલેજો કે યુનિવર્સિટીને સબમિટ કરેલી અરજી ઓનલાઈન મોકલવામાં આવશે.
  • દરેક યુનિવર્સિટી/કૉલેજ વિદ્યાર્થીનું એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે.
  • યુનિવર્સિટી/કૉલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલી આપવામાં આવે છે.
  • જાહેર કરાયેલ  મેરિટ લિસ્ટના આધારે, પસંદ થયેલા વિદ્યાર્થી દસ્તાવેજની ચકાસણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી/કૉલેજ ખાતે રૂબરૂ મુલાકાત કરવાની રહેશે.
  • યુનિવર્સિટી/કૉલેજ વિદ્યાર્થીની જરૂરી ચકાસણી કરીને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.

અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનો :

  • અંતિમ નોંધણી, ફાઈનલ સબમિશન પહેલાં જરૂરી તમામ વિગતો ભરવી ફરજિયાત છે.
  • હંમેશાં અપડેટેડ અને વપરાશમાં હોય તેવાં ઈ-મેઈલ આઇડી તથા મોબાઈલ નંબરની વિગત ભરવાની રહેશે. કેમ કે આપેલા મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર્મ સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે.
  • ઉમેદવારે માતા-પિતા/વાલીઓનો ચાલુ હોય તેવો મોબાઈલ નંબર દર્શાવવો ફરજિયાત છે.
  • લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે ભરવી કરવી ફરજિયાત છે. જેના ઉપરથી ઉમેદવારનું મેરીટ લીસ્ટ બને છે.
  • ઉમેદવારે યુનિવર્સિટી/કૉલેજની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈ-મેઇલ મળ્યા પછી દસ્તાવેજની ચકાસણી અને અંતિમ નોંધણી માટે યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેવાની રહેશે.
  • દિવ્યાંગ ઉમેદવારે શારીરિક દિવ્યાંગતાના 45 ટકાથી વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે

વધુ જાણો:- 

યુવા સ્વાવલંબન યોજના 2024 ટ્યુશન ફી, પુસ્તકો અને હોસ્ટેલમાં રહેવા સહાય

ઘરે બેઠા મેળવો જાતિનો દાખલો, ડોક્યુમેન્ટ, ફોર્મ Pdf

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (જીકેસ) પોર્ટલ

  • ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી 14 જેટલી સરકારી યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન સંસ્થા/કોલેજોમાં વિવિધ વિદ્યા શાખાઓમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. માટે પ્રવેશની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે શરૂ કરવામાં એક અગત્યનું માધ્યમ છે.
  • GCAS Portal થી વિદ્યાર્થીઓ વિનયન, વાણિજ્ય, કાયદા, રૂરલ સ્ટડીઝ, વિજ્ઞાન, શિક્ષણ, બી.એડ., શારીરિક શિક્ષણ, તથા Phd  જેવી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન માત્ર GCAS Portal Gujarat ઉપર જ કરવાનું રહેશે.
  • GCAS Portal ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.
  • વિદ્યાર્થીએ https://gcas.gujgov.edu.in પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.
  • વિદ્યાર્થીએ પોતાની પ્રાથમિક માહિતી ભરીને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસની વિગતો આપવાની રહેશે.
  • વિદ્યાર્થીના યુઝરનેમ અને પાસવર્ડ વિદ્યાર્થીના રજીસ્ટર્ડ ઈમેલ આઇડી પર અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.
  • Gujarat Common Admission Service Portal પરરજીસ્ટ્રેશન 01 એપ્રિલ 2024 થી શરુ થશે અને HSC રિઝલ્ટ બાદ વિદ્યાર્થી રેજીસ્ટ્રેશન લોક કરી શકશે.
  • વિદ્યાર્થીએ પોતાની બેઝીક પ્રોફાઇલ (Profile)ની માહિતી, શૈક્ષણિક (Academic) માહિતી તેમજ જરૂરી આધારો જેવા કે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માર્કશીટ, વિદ્યાર્થીનો સ્કેન કરેલ ફોટોગ્રાફ જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, અને સહી વગેરે લાગુ પડતાં દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરવાનાં રહેશે.
  • વિદ્યાર્થી કોઈપણ ડીગ્રી કોર્સ, યુનિવર્સિટી કે તેને સંલગ્ન સંસ્થા/કોલેજમાં પ્રવેશ લેવા માંગે માંગણો હોય તેની પસંદગી (Choice) કરવાની રહેશે.
  • Gujarat Common Admission Service Portal Registration ફી (Payment) ₹ ૩૦૦/- ઓનલાઈન માધ્યમથી ચુકવવાની રહેશે.
  • ભરેલી વિગતોની જરૂરીચકાસણી કરી અરજી સબમિટ (Final Submit) કરવાની રહેશે

જાણવા જેવું:- 

વિદેશ અભ્યાસ લોન [₹.15.00 લાખ]

ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ

Important Links of Gujarat Common Admission Service Portal 

ઓફિસિલય વેબસાઇટ

Click Here

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે

Click Here

Home Page

Click Here

Conclusion

વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે કોઈપણ વિદ્યાશાખામાં પ્રવેશ માટે અલગ-અલગ ફોર્મ ભરવા ના પડે તે માટે સરકાર દ્વારા એક કોમન એડમિશન પોર્ટલ વિકસાવવામાં આવ્યુ છે. જેના માધ્યમથી કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં સરતાથી એડમિશન માટેની પ્રોસેસ કરી શકાય છે. આપને કોઈપણ જાતના ટેકનિકલ પ્રશ્નો માટે Gujarat Common Admission Service Portal  ના હેલ્પલાઈન નંબર 079 22880080 પર સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

પ્રશ્ન-1 : શું એક જ અરજીપત્રકમાં એકથી વધુ યુનિવર્સિટી માટે પ્રવેશ અરજી કરી શકાય?

હા, વિદ્યાર્થીએ એક જ વખત ફી ભરીને ગમે તેટલી યુનિવર્સિટીઓ/કૉલેજો, પ્રવાહો, અભ્યાસક્રમોની પસંદગી કરી શકે છે.

પ્રશ્ન-2 : Gujarat Common Admission Service Portal પર વિદ્યાર્થીની અરજી સ્વીકારવામાં આવી છે કે નહીં તેની કેવી રીતે ખબર પડે?

વિદ્યાર્થીઓના ઈમેલ આઈ.ડી તથા મોબાઈલ પર મેસેજ મોકલવામાં આવે છે.

પ્રશ્ન-3 : શું ઉમેદવારે Gujarat Common Admission Service Registration કરાવવું જરૂરી છે?

હા, તમામ સરકારી યુનિવર્સિટીઓ, હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ, સરકારી કૉલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો અને પબ્લિક યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સેલ્ફ ફાઈનન્સ સંસ્થાઓમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે.

Leave a comment