PM Surya Ghar Yojana SBI Loan | પીએમ સૂર્યઘર યોજના સોલર પેનલ નંખાવવા મળશે લોન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Surya Ghar Yojana SBI Loan : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દરેક ઘરની મકાનની છત પર સોલાર પેનલ લગાવવા માટે પીએમ સૂર્યઘર યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. સાથે-સાથે વધારાની વીજળી વીજકંપનીને વેચીને આજીવન કમાણી પણ થઈ શકશે. અરજદારના મકાન પર 1 કિલોવોટથી 10 કિલોવોટ સુધીની સોલાર પેનલ નંખાવામાં આવે છે.

PM Surya Ghar Yojana SBI Loan

દરેક વ્યક્તિ સરળતાથી પોતાના મકાનની છત પર સોલાર પેનલ નંખાવી શકે તે માટે પીએમ સૂર્યઘર યોજના હેઠળ સલોર પેનલ નંખાવવા લોન આપવામાં આવશે. મિત્રો આજના આર્ટિકલ PM Surya Ghar Yojana SBI Loan કિલોવોટ વાઈઝ કેવી રીતે મળવી શકાશે તેના વિશે વિગતે માહિતી મેળવીશું.

Bullet Point of PM Surya Ghar Yojana SBI Loan

આર્ટિકલનો વિષય પીએમ સૂર્યઘર યોજના સોલર પેનલ માટે લોન યોજના
કોને મળશે લોન જે અરજદારને સોલાર પેનલ નંખાવવા માટેની મંજૂરી મળેલ છે. તેઓને મળશે લોન
લોનની રકમ 3 કિલોવોટ સુધીની સોલાર પેનલ લગાવવા માટે ₹ 2 લાખ સુધી અને

૩ થી 10 કિલોવોટ માટે ₹ 6 લાખ સુધી લોન મળશે.

અરજી ક્યાં કરવાની ઓનલાઈન પીએમ સૂર્યઘર પોર્ટલ પરથી
ઓફિસિલય વેબસાઈટ https://pmsuryaghar.gov.in/
SBI લોન માટે હેલ્પલાઈન નંબર 18001234

18002100

1800112211

પીએમ સૂર્યઘર યોજના વિશે ટુંકી વિગત

દરેક પરિવારને આજીવન મફત વીજળી મળી રહે તે માટે પીએમ સૂર્યઘર યોજના હેઠળ 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અરજદારની જરૂરિયાત મુજબની 1 કીલોવોટ થી 10 કિલોવોટ સુધીની ક્ષમતા ઘરાવતી સોલાર પેનલ ઘરની છત પર નંખવામાં આવશે. તેના માટે સૌ પ્રથમ અરજદારે pmsuryaghar.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજૂર થયેથી સોલાર પેનલ નંખાવી શકાશે. સોલાર પેનલ નંખાવવા માટે સરકાર દ્વારા વિવિધ બેંકો સાથે સંકલન કરવામાં આવેલ છે. જેનાથી ઘણા ઓછા વ્યાજદરે બેંક લોન મળી શકશે.

PM Surya Ghar Yojana હેઠળ સોલાર પેનલ લગાવવાનો ખર્ચ અને સબસિડી

પીએમ સૂર્યઘર યોજના હેઠળ ઘરની છત પર જરૂરિયાત મુજબની 1 થી 10 કિલોવોટની ક્ષમતાની સોલાર પેનલ નાંખવામાં આવશે. અને તેના પર સબસિડી પણ મળશે. PM Surya Ghar ની ઓફિસિલય વેબસાઈટ પર મુકેલ માહિતી મુજબ ખર્ચ અને સબસિડીની વિગતો નીચે મુજબ છે.

કિલોવોટ ક્ષમતા થનાર અંદાજિત ખર્ચ મળનાર સબસિડી
1 Kw ₹ 50,000/- ₹ 30,000/-
2 Kw ₹ 1,00,000/- ₹ 60,000/-
3 Kw ₹ 1,45,000/- ₹ 78,000/-
4 Kw થી 10Kw સુધી ₹ 1,45,000/- થી ₹ 4,00,000/- ₹ 78,000/-

Source Government official Website https://pmsuryaghar.gov.in/rooftop_calculator

PM Surya Ghar Yojana SBI Loan Applicaion | પીએમ સૂર્યઘર યોજના માટે લોન પ્રોસેસ

જે અરજદારોને ઓનલાઈન અરજી બાદ સોલાર પેનલ લગાવવા માટેની મંજૂરી લેટર એટલે Feasibility Letter મળ્યા બાદ સોલાર પેનલ લગાવવા માટે બેંક પાસેથી લોન માટેની ઓનલાઈન અરજી કરી શકાશે.

પીએમ સૂર્યઘર યોજના માટે કેટલી લોન મળશે?

PM Surya Ghar Yojana SBI Loan નીચે મુજબની મળવાપાત્ર થશે.

કિલોવોટ ક્ષમતા મળનાર લોન
1 Kw થી 3 Kw સુધીની સોલર પેનલ લગાવવા માટે ₹ 2 લાખ સુધી
4 Kw થી 10Kw સુધી ₹ 6 લાખ સુધી

PM Surya Ghar Yojana SBI Loan Documents

પીએમ સુર્યઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • SBI માં બેંક ખાતું
  • છેલ્લા લાઈટબીલની નકલ
  • સોલાર પેનલ લગાવવા મળેલ મંજૂરી લેટર
  • જે જગ્યા પર સોલર પેનલ લગાવવાની છે તેની માલિકીનો પુરાવો.
  • 680 કે તેથી વધુનો CIBIL Score
  • લાભાર્થીનું અધારકાર્ડ
  • અરજદારના પાનકાર્ડની નકલ અને આઈ.ટી રિટર્ન છેલ્લા 2 વર્ષના (4 થી 10 કિલોવોટની સોલર પેનલ લગાવવા માટે)
  • વાર્ષિક આવક ઓછામાં ઓછી 3 લાખ (4 થી 10 કિલોવોટની સોલર પેનલ લગાવવા માટે)
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેંક દ્વારા માંગવામાં આવે તે યોગ્ય પુરાવાઓ

PM Surya Ghar Yojana SBI Loan Online Apply

સોલાર પેલન લગાવવા માટે લોન મેળવવા માટે નીચે મુજબની પ્રોસેસ કરવાની રહેશે.

  • સૌ પ્રથમ લાભાર્થીને ઓનલાઈન અરજી કર્યા બાદ મંજૂરી લેટર એટલે Feasibility Letter મળેલ હોવો જોઈએ.જે માટે આપ અહિં લિંક પરથી ઓનલાઈન અરજી પ્રોસેસ કરી શકો છે. ઓનલાઈન અરજી કરવા અહિં ક્લિક કરો.
  • ત્યાર બાદ અરજદારે https://pmsuryaghar.gov.in/ ઓફિસિલય પીએમ સૂર્યઘર પોર્ટલ પર જવાનું રહેશે.
  • હવે નીચે દર્શાવેલ ઈમેજ મુજબના હોમ મેનું ખુલશે. તેમાં ‘‘Financial Option’’ પર ક્લીક કરવાનું રહેશે.
PM Surya Ghar Yojana SBI Loan Apply
Image Credit Government Official Website (https://pmsuryaghar.gov.in/)
  • જેમાં નીચે ઈમેજ મુજબનું નવુ પેજ ખુલશે.
  • જેમાં બેંક PM Surya Ghar Yojana હેઠળ લોન આપતી હશે તે બધી બેંકોની વિગત દર્શાવેલ હશે. તેમાંથી સૌ પ્રથમ State Bank of India પર ક્લિક કરવાનું રહેશે.
PM Surya Ghar Yojana SBI Loan form
Image Credit Government Official Website (https://pmsuryaghar.gov.in/)
  • જેમાં Product 1 પર ક્લિક કરતા 3 કિલોવોટ સુધીની પેનલ પર ₹ 2 લાખ સુધી સબસિડીની વિગતો જોવા મળશે.
  • Product 2 પર ક્લિક કરતા 10 કિલોવોટ સુધીની પેનલ પર ₹ 6 લાખ સુધી સબસિડીની વિગતો જોવા મળશે
  • ત્યાર બાદ નીચે દર્શાવેલ Know More બટન પર ક્લિક કરતા નીચે ઈમેજ મુજબનું પેજ ખુલશે.
PM Surya Ghar Yojana SBI Loan online Apply
Image Credit Government Official Website (https://pmsuryaghar.gov.in/)
  • જેમાં સોલર પેનલ લગાવવા માટેના ડોક્યુમેન્ટ, નિયમો અને શરતો, તથા વ્યાજદરો વિશે માહિતી આપવામાં આવેલ હશે.
  • ત્યાર બાદ જમણી બાજુ પર દર્શાવેલ ‘‘Apply Now’’ બટન પર ક્લિક કરીને ઓનલાઈન અરજીની પ્રક્રિયા કરવાની રહેશે.

ઓનલાઈન અરજી બાબતે આપને કોઈ સમસ્યા હોય તો આપને નજીકની SBI શાખામાં મુલાકાત લેવા સુચન છે.

વધુ જાણો:-

SBI ઈ-મુદ્રા 50,000/- ની લોન 

પ્રધાનમંત્રી વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના 2024

PM Surya Ghar Yojana SBI Loan Rules

  • લોન માટે અરજદારની ઉંમર 65 વર્ષથી વધુ ના હોવી જોઈએ.
  • 3 કિલોવોટ સુધી ₹ 2 લાખ અને 3 થી 10 કિલોવોટની સોલર પેનલ લગાવવા માટે ₹ 6 લાખ સુધીની લોન મળશે.
  • 3 કિલોવોટ સુધી ₹ 2 લાખની લોન માટે 7% વાર્ષિક વ્યાજદર રહેશે અને વધુમાં વધુ 120 મહિનાઓમાં પરત કરવાની રહેશે.
  • 4 થી 10 કિલોવોટની સોલર પેનલ લગાવવા માટે ₹ 6 લાખ સુધીની લોન પર રહેણાંક વિસ્તાર માટે 9.15% અને રહેણાંક વગરના વિસ્તાર માટે 10.15% વ્યાજનો દર રહેશે. 120 મહિનામાં લોનની પરત ચુકવણી કરવાની રહેશે.

જાણવા જેવું:- 

સૂર્યશક્તિ કિસાન યોજના 2024 ખેતરમાં સોલાર પેનલ લગાવવા માટે મળશે સબસિડી.

પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી.

Important Links of PM Surya Ghar Yojana SBI Loan

ઓફિસિલય વેબસાઈટ

Click Here

PM Surya Ghar Yojana SBI Loan Application માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, મધ્યમ વર્ગના પરિવાર પર સોલાર પેનલ લગાવી શકે તે માટે બેક દ્વારા ઘણા ઓછા વ્યાજદરે ₹ 2 લાખ સુધીની લોન આપવામાં આવે છે. સોલર પેનલ લગાવ્યા બાદ વધારાની વીજળી વેચીને પણ નિયમિત આવક શરૂ થશે. જેમાંથી લોનનો હપ્તો ભરવામાં થોડી મદદ મળશે અને દર મહિને 300 યુનિટ જેટલી વીજળી મફત મળશે. મિત્રો, PM Surya Ghar Yojana SBI Loan મેળવવા માટેની વિગતે માહિતી આપવામાં આવી છે. કોઈપણ પ્રશ્ન માટે આપને આપના વિસ્તારની નજીકની SBI શાખાનો સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) 3 કિલોવોટ સુધી સોલાર પેનલ નંખાવવા કેટલો અંદાજિત કેટલો ખર્ચ થશે અને કેટલી લોન મળી શકે?

પીએમ સુર્યઘર યોજના હેઠળ 3 કિલોવોટ સુધી સોલાર પેનલ નંખાવવા અંદાજિત ₹ 1,45,000/- જેટલો ખર્ચ થશે, તેમાંથી 78,000/- સબસિડી મળશે. અને બેંક મારફતે ₹ 2 લાખ સુધીની લોન મળવાપાત્ર છે.

(2) PM Surya Ghar Yojana SBI Loan માટે અરજી ક્યાંથી કરી શકાશે?

અરજદારે pmsuryaghar.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે તથા આપની નજીકની શાખામાંથી પણ અરજી કરી શકાશે.

(3) PM Surya Ghar Yojana SBI Loan માટેની વ્યાજદર કેટલો છે?

3 કિલોવોટ સુધી ₹ 2 લાખ સુધીની લોન મળશે જેનો વ્યાજદર 7% વાર્ષિક રહેશે.

Disclaimer

આ લેખમાં આપવામાં આવેલ માહિતી વાચકને સામાન્ય સમજ મળી રહે તે માટે આપવામાં છે. કોઈપણ માહિતી અધિકૃતિ ઓફિસિલય વેબસાઈટને આખરી ગણવાની રહેશે.

Leave a comment