EWS Awas Yojana Ahmedabad 2024 | પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pradhan Mantri Awas Yojana Ahmedabad New Scheme | Ahmedabad Auda Awas Yojana Online Apply | પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર | પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2024 pdf | પ્રધાનમંત્રી આવાસ યોજના લિંક | EWS Awas Yojana Ahmedabad Online Apply | પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ | પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત

EWS Awas Yojana Ahmedabad 2024 : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં રહેતા નાગરીકો સરળતાથી પોતાનું મકાન વસાવી શકે તે માટે EWS-II કેટેગરીના મકાન ફાળવવામાં આવે છે. તાજેતરમાં વિવિધ મહાનગર પાલીકાઓ દ્વારા સસ્તા આવાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. તેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  EWS Awas Yojana Ahmedabad 2024 માટે નરોડા મુઠીયા, હંસપુરા અને ગોતા જેવા રહેણાંક વિસ્તારોમાં કુલ- 1055 જેટલા આવાસ ફાળવણી માટે તા.15/03/2024 થી ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવેલ છે. મિત્રો આજના આર્ટીકલમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તથા અનામતની કેટેગરી અને અન્ય ધારા-ધોરણો વિશે વિગતે ચર્ચા કરીશું

EWS Awas Yojana Ahmedabad 2024

Bullet Point of EWS Awas Yojana Ahmedabad 2024

યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસા યોજના અમદાવાદ 2024
અમલીકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
આવાસની કિંમત ₹  5.50 લાખ માં સુવિધા યુકત આવાસની ફાળવણી
લાભાર્થીની પાત્રતા તમામ નાગરીકો અરજી કરી શકશેે.
અરજી ક્યાં કરવી? ફક્ત ઓનલાઈન અરજી માન્ય ગણાશે
ઓફિસિયલ વેબસાઈટ www.auda.org.in
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.15/03/2024 થી તા.13/05/2024

EWS Awas Yojana Ahmedabad 2024 વિશે જાણો.

સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારના લોકો પોતાનું મકાન ખરીદી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 હેઠળ સુવિધા યુકત આવાસ પુરા પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-II કેટેગરીના 35 થી 40 ચો.મી ધરાવતા કાર્પેટ એરિયાના તૈયાર બાંધકામવાળા આવાસ ફાળવામાં આવે છે. હાલ જ અમદાવાદ મહાનગરપાલીકા દ્વારા પ્રધામંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ અમદાવાદ જિલ્લામાં કુલ 1055 જેટલા આવાસો ફાળવાણી માટે તા.15/03/2024 ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે. જેથી ડોક્યુમેન્ટ મુજબ EWS Awas Yojana Ahmedabad 2024 માટે સત્વરે ઓનલાઈન ફોર્મ ભરી લેવું.  જેની આગળ વિસ્તૃત માહિતી જાણીશું.

પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 ફાળવણી પ્રોસેસ

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડા દ્વારા અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ થતા આર્થિક રીતે નબળા કુટુંબો માટે EWS-II કેટેગરીના કુલ- 1055 આવાસોની ફાળવણી કરવામાં આવનાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 હેઠળ નરોડા મુઠીયા, ગોતા વિસ્તાર તથા હંસપુરા જેવા રહેણાંક વિસ્તારમાં આવસોની ફાળવણી કરવા માટે ઓનલાઈન અરજી મંગાવામાં આવે છે. ઓનલાઈન અરજી મળ્યા બાદ, અરજીની જરૂરી ચકાસણીને અંતે કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. અને તેઓને આવાસની ફાળવણી કરવામાં આવે છે.

Ahmedabad city EWS Awas Yojana 2024

અમદાવાદ મહાનગરપાલીકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નીચે દર્શાવેલ જગ્યાએ આવાસો ફાળવવા માટે ઓનલાઈન  અરજી મંગાવવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબની છે.

ફેઝ નં.

જગ્યાનું નામ

આવાસોની સંખ્યા યોજનાનો કોડ
15 ટી.પી 121 નરોડા હંસપુરા કઠવાડાઠા એફ.પી 129 , મારુતિ વે બ્રિજ સામે, નરોડા-દહેગામ રોડ, અમદાવાદ

255

EWS-78

17 ટી.પી 71 મુઠીયા એફ.પી 50, , નરોડા-દહેગામ રોડ, રિંગ રોડ અમદાવાદ

400

EWS-80

29 ટી.પી. 33 ગોતા એફ.પી 118, જગતપુર ગોતા અમદાવાદ

400

EWS-81

Total

1055

 

Pradhan Mantri Awas Yojana Ahmedabad New Scheme ની વિશેષતાઓ

સરકાર દ્વારા નાગરીકોને વધુ સુવિધા યુકત આવાસો મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ હોય છે .PM Awas Yojana Ahmedabad 2024 હેઠળ અમદાવાદમાં ગોતા વિસ્તાર, હંસપુરા અને નરોડા મુઠીયા વિસ્તારમાં નીચે મુજબની સુવિધાવાળા આવાસોની ફાળવણી કરવામાં આવશે.

  • ભુકંપ પ્રતિરોધક બાંધકામ
  • આકર્ષક એલિવેશન
  • સોલાર પેનલ સુવિધા
  • વિટ્રીફાઈટ ટાઈલ્સ ફ્લોરિંગ
  • આવાસના મુખ્ય દરવાજો બંને બાજે લેમિનેશન ફલશ શીટના ડોર
  • પાવડર કોટેડ એલ્યુમિનીયમ ગ્લાસની સ્લાઈડીંગ બારીઓ
  • પેવર બ્લોકનું પાર્કીંગ
  • આર.સી.સી રસ્તા, લીફ્ટ, સ્ટ્રીટ લાઈ, અને પી.એન.જી કનેક્શન.

આવી સુવિધા યુક્ત આવાસની કિંમત ફક્ત ₹  5.50 લાખ+ ₹ 50,000/- મેઈન્ટેનન્સ ખર્ચ થશે.

EWS Awas Yojana Ahmedabad 2024 Document| પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ

અમદાવાદ જિલ્લા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ તા.15/03/2024 થી તા.13/05/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જે માટે નીચે મુજબના ડોક્યેન્ટની જરૂરીયાત રહેશે.

  • કુટુંબના તમામ સભ્યોના આધારકાર્ડ.
  • ઓળખાણનો પુરાવો (પાનકાર્ડ અથવા ચૂંટણીકાર્ડની નકલ કે અધારકાર્ડની કોપી)
  • અરજદાર ભાડે રહેતા હોય તે કિસ્સામાં ભાડા કરાર
  • કુટુંબની સંયુક્ત વાર્ષિક આવકનો દાખલો (3,00,000/-સુધીનો)
  • અરજદાર પિતાના મકાનમાં રહેતા હોય તો તે બાબતનું સોગંધનામું.
  • નિયત નમૂનાનું બાંહેધરી પત્ર સામેલ રાખવાનું રહેશે
  • અરજદારના રેશનકાર્ડ/ડ્રાઈવીંગ લાઈસન્સ /ની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની સ્વ પ્રમાણિત નકલ.
  • હાલમાં જ્યાં રહેતા હોય તે મકાનું લાઇટ બીલ અથવા મ્યુનિસીપલ વેરા પાવતી અથવા પંચાયત વેરા બીલ
  • અરજદારના બેંક એકાઉન્ટનો કેન્સલ કરેલ ચેક
  • હાલના મકાનનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે.
  • દિવ્યાંગ અરજદારે દિવ્યાંગતનાનું માન્ય સિવિલ સર્જન ડોક્ટરનું પ્રમાણપત્ર. (40% કે તેથી વધુ દિવ્યાંગતા માટે)

વધુ જાણો:- 

પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ સાણંદ ટી.પી સ્કીમ 2024 નું ડ્રો લિસ્ટ.

ગુડા ગાંધીનગર પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 EWS ડ્રો લીસ્ટ

Ahmedabad Auda Awas Yojana Online Apply

પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 માટે કુલ- 1055 અવાસોની ફાળવણી માટે તા.15/03/2024 થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિસિયલ વેબસાઈટ  પર ઓનલાઈન ફોર્મ ભરવાના થશે. જેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • અરજદારે સૌ પ્રથમ ahmedabadcity.gov.in ટાઈપ કરીને ahmedabadcity awas yojana ની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ હોમ પેેજ પર આવેલ  ‘‘EWS Application Form’’  લખેલ પર ક્લિક કરવાનું રહેશે.
EWS Awas Yojana Ahmedabad
Image Credit Government Official Website (https://ahmedabadcity.gov.in/)
  • ત્યાર બાદ  અમદાવાદ આવાસ યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે.
  • જેમાં સૌ પ્રથમ લાભાર્થીની કેટેગરી પસંદ  કરીને,  ફોર્મ દર્શાવેલ તમામ સુચના વાંચીને અંગ્રેજીમાં માંગ્યા મુજબની વિગતો જેવી કે નામ, સરનામું, આવકની વિગતો ભરવાની રહેશે.
EWS Awas Yojana Ahmedabad 2024 Online Form
Image Credit Government Official Website (https://ahmedabadcity.gov.in/)
  • ત્યારબાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ pdf માં અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ડીપોઝીટની રકમ ઓનલાઈન ભરવાની રહેશે.
  • છેલ્લે અરજી Save કરીને Submit Applictaion પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ અરજીની પ્રિન્ટ કાઢીને ડ્રોની પ્રોસેસ સુધી સાચવી રાખવાની રહેશે.

EWS Awas Yojana Ahmedabad 2024 Online Apply

જાણવા જેવું:-

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ લિસ્ટ 2024 તમારા ગામના લાભાર્થીનું નામ ચેક કરો.

ઐડા અમદાવાદ આવાસ યોજના ફોર્મ ભરવાની માહિતી

Important Links of EWS Awas Yojana Ahmedabad 2024

અમદાવાદ સીટી ઓફિસિયલ વેબસાઈટ

Click here

પ્રધાનમંત્રી આવાસ યોજના લિંક

Click here

Home page

Click here

Conclusion

દરેક નાગરીકો સુવિધા યુક્ત આવાસ કિફાયત દરે મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે.જેમાં લાભાર્થીને EWS-II પ્રકારના સુવિધાયુક્ત આવાસો ફક્ત ₹  5.50 લાખમાં ફાળવવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદ જિલ્લામાં નરોડા મુઠીયા, ગોતા વિસ્તાર તથા હંસપુરા જેવા વિસ્તારમાં કુલ- 1055 આવાસો ફાળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે. મિત્રો આજના આર્ટિકલ EWS Awas Yojana Ahmedabad 2024 માં આવાસ યોજના માટેની વિગતો તથા ઓનલાઈન અરજીની પ્રોસેસ માટે વિગતે માહિતી આપવામાં આવી છે. આપને આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવા કે ઔડાની કચેરી ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 હેઠળ અમદાવાદના ક્યા વિસ્તારોમાં આવાસ માટે ફોર્મ ભરાય છે?

EWS Awas Yojana Ahmedabad 2024 હેઠળ અમદાવાદના હંસપુરા, નરોડા મુઠીયા અને ગોતા જેવા રહેણાંક વિસ્તારોમાં કુલ- 1055 આવાસ માટે ફોર્મ ભરવાના ચાલુ છે.

(2) EWS Awas Yojana Ahmedabad 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો ક્યો છે?

આ યોજના હેઠળ અમદાવાદ આવાસ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પરથી તા.15/03/2024 થી તા.13/05/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે.

(3) Ahmedabad city ews awas yojana ની કિંમત કેટલી છે?

EWS Awas Yojana Ahmedabad 2024 હેઠળ લાભાર્થીને રાહત દરની ફક્ત ₹  5.50 લાખની કિંમતમાં પોતાનું આવાસ મળી શકે છે.

Disclaimer આ લેખમાં આપેલ માહિતી અરજદારને સામાન્ય સમજ મળી રહે તે માટે આપવામાં આવી છે. આ બાબતે આખરી વિગતો ઓફિસિયલ વેબસાઈટની આખરી ગણાશે. જે ધ્યાને લેવા વિનંતી.

Leave a comment