SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan | મુદ્રા લોન લેવા માટે અરજી પ્રોસેસ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan : સરકાર દ્વારા નાના વ્યવસાયકારોને પ્રોત્સાહન આપવા તથા દેશના નાગરિક પોતાના ધંધા તથા વ્યાવસાય માટે મૂડીની જરૂરીયાતને પહોંચી વળવા ઈ- મુદ્રા લોન આપવામાં આવે છે. જેમાં જરૂરિયાત મંદ લોકોને કોઈ ધંધા વ્યવસાય માટે ઉંચા વ્યાજે બીજા નાણા ધીરનાર પાસેથી પૈસા ના લેવા પડે તે માટે ઘણી જ સરળ પ્રોસેસથી SBI દ્વારા ₹ 50,000/-ની લોન આપવામાં આવે છે. ઈ મુદ્રા લોન દેશની કોઈપણ બેંક માફતે મેળવી શકાય છે. મિત્રો, આજના SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan આર્ટિકલમાં લોન મેળવવા માટે શું પ્રોસેસ કરવી અને ક્યાં ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તેના વિશે વિગતે માહિતી મેળવીશું.

SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan

Bullet Point of SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan

આર્ટિકલનો વિષય મુદ્રા લોન લેવા માટે અરજી પ્રોસેસ
ઈ-મુદ્રા લોન કોને મળશે દેશના 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને
મળવાપાત્ર લોન નાના વેપારી માટે ₹ 50,000/- થી ₹ 1,00,000/- સુધીની લોન
અરજી ક્યાં કરવી SBI બેંકની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે
ઓફિસિયલ વેબસાઇટ https://emudra.bank.sbi/

ઈ-મુદ્રા લોન 2024 વિશે જાણો.

ઈ-મુદ્રા લોનનો મુખ્ય ઉદ્દેશ નાના વ્યવસાયકારોને પ્રોત્સાહન આપવા તથા તેઓને આર્થિક રીતે નાણાકીય મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઈ-મુદ્રા લોનની અગત્યની બાબત છે કે અરજદારને લોનની પ્રક્રિયા માટે રૂબરૂ બેંકમાં જવાની જરૂર પડતી નથી. અરજદારના આધારકાર્ડ અને બેંક ખાતાનંબરના અધારે ઘણી સરળતાથી ઓનલાઈન લોન માટે અરજી કરી શકાય છે. અને ₹ 50,000/- સુધીની લોન આપના ખાતામાં ટ્રાન્ફર કરવામાં આવે છે. SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan હેઠળ લોન મળ્યા પછી 50,000 ની પરત ચુકવણી બાદ લાભાર્થીને વધુ લોન મળવાપાત્ર થાય છે.

મુદ્રા લોન માટે લાભાર્થીની પાત્રતા.

  • ઈ-મુદ્રા લોન દેશના દરેક નાગરિકને મળવાપાત્ર થશે.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને કોઈને કોઈ વ્યવસાયમાં રોકાયેલ હોવા જોઈએ
  • જે નાગરિકો નાના વ્યવસાયમાં રોકાયેલ છે કે અથવા પોતાની કોઈ દુકાન કે લારી ચાલવે છે. તેઓને ઘણી સરળતાથી લોન મળી શકશે.

SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan કોને મળશે.

ઈ-મુદ્રા લોન નીચે મુજબની પાત્રતા ધરાવતા નાગરિકોને મળવાપાત્ર થશે.

  • નાના ધંધાર્થીઓને
  • કારીગરોને
  • દરજીકામ, કરીયાણાની દૂકાન ચલાવનાર, વાહન ગેરેજ ચલાવાનાર જેવા નાના ધંધા વાળાઓને
  • ફળ અને શાકભાજીની લારી ચલાવનાર ફેરિયાઓને
  • નાના દુકાનદારને
  • તથા જે નાગરિક કોઈને કોઈ વ્યવસાય સાથે જોડાયેલ છે તેવા દરેક લોકોને આ યોજના હેઠળ લોન મળશે.

SBI e Mudra Loan 2024 હેઠળ મળવાપાત્ર લોન         

ઈ-મુદ્રા લોન નાના વ્યવસાયકાર થી લઈને મોટા ધંધાદારીઓ માટે માટે તેઓને જરૂરિયાત મુજબની નાણાકીય સહાય લોન સ્વરૂપે આપવામાં આવે છે. SBI e Mudra Loan 2024 ને જુદી-જુદી ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે.

શિશું ઈ-મુદ્રા લોન | shishu e mudra Loan

  • શિશું ઈ-મુદ્રા લોન નાના ધંધાર્થીઓને આપવામાં આવે છે. જેઓને પોતાના નવા વ્યાવસાયની શરૂઆત કરેલી છે. તેઓને આ શ્રેણી હેઠળ લોન મળવાપાત્ર થશે.
  • શિશું મુદ્રા લોનમાં ₹ 50,000/- થી શરૂ કરીને ₹ 1,00,000/- સુધીની લોન આપવામાં આવે છે.
  • બેંકમાં લોન પરત કરવાનો સમયગાળો 1 વર્ષનો હોય છે.

કિશોર ઈ-મુદ્રા લોન | Kishor e mudra Loan

  • કિશોર ઈ-મુદ્રા લોન નાના તથા મધ્યમ વર્ગના વ્યવસાયકારોને આપવામાં આવે છે.
  • ધંધાદારીઓ જે પોતાનો વ્યવસાય વધારવા માંગે છે. અને જેઓને નાણાકીય જરૂરીયાત છે તેઓને આ કેટેગરી હેઠળ લોન મળવાપાત્ર થશે.
  • કિશોર ઈ-મુદ્રા લોન ₹ 50,000/- થી શરૂ કરીને ₹ 5,00,000/- સુધીની લોન આપવામાં આવે
  • બેંકમાં લોન પરત કરવાનો સમયગાળો 3 વર્ષ સુધીનો હોય છે.

તરુણ ઈ-મુદ્રા લોન | Tarun e mudra Loan

  • જે ધંધાર્થીઓને પોતાનો વ્યાવસાય મોટા પ્રમાણમાં વધારવાનો છે. અને વધુ નાણાકીય જરૂરિયાત છે. તેઓને આ કેટેગરી હેઠળ મુદ્રા લોન આપવામાં આવશે.
  • તરુણ ઇમુદ્રા લોન હેઠળ ₹ 5,00,000/- થી વધુ લોન આપવામાં આવે છે.
  • બેંકમાં લોન પરત કરવાનો સમયગાળો 5 વર્ષ સુધીનો હોય છે.

SBI e Mudra Loan 2024 Apply Online

 

SBI e Mudra Loan  Apply Online 50,000 Document

  • SBI બેંકમાં ખાતુ હોવું જરૂરી છે.
  • અરજદારનું આધારકાર્ડ
  • પોતાના ધંધા/વ્યવસાયની જાણકારી
  • બેંક ખાતાનું છેલ્લા 6 મહિનાનું સ્ટેટમેન્ટ (કિશોર અને તરૂણ લોન માટે)
  • આધારસાથે લીંક કરેલ મોબાઈલ નંબર

વધુ જાણો:- 

પ્રધાનમંત્રી વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના ₹ 15,000/-ની ટુલકીટ.

રોજગાર માટે મળશે ₹ 10.00 લાખની લોન

SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan

મુદ્રા લોન લેવા માટે અરજી પ્રોસેસ SBI ની ઓફિસિયલ વેબસાઈટ https://emudra.bank.sbi/ પરથી કરી શકાશે. અહિં આપને ઘણી સરળ રીતથી અરજી પ્રોસેસ જણાવામાં આવશે.

અરજદારે સૌ પ્રથમ https://emudra.bank.sbi/ ટાઈપ કરીને ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

SBI e Mudra Loan 2024 Apply Online 50000
Image Credit Government Official Website (https://emudra.bank.sbi/)
  • જેમાં મોબાઈલ નંબર અને Captcha નાંખીને મોબાઈલ Verify પર ક્લિક કરવાનું રહેશે. જેથી મોબાઇલ એક OTP આવશે. જે નાંખવાનો રહેશે.
  • ત્યાર બાદ લાભાર્થીનો આધાર નંબર નાંખી વેરીફાઈ કરવાનું રહેશે.
  • આગળના સ્ટેપમાં સ્ટેટ બેંકનો ચાલુ ખાતા નંબર નાંખવાનો રહેશે. અને છેલ્લે આપને કેટલી લોનની જરૂરિયાત છે તેમાં 50,000 લખવાનું રહેશે.
  • ત્યાર બાદ છેલ્લે Proceed પર ક્લિક કરવાનું રહેશે.
  • માંગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે.

SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan મેળવવા  ઓનલાઈન અરજી કર્યા બાદ માહિતીને આધારે જરૂરી ચકાસણી કરીને લોન મંજૂરી બાબતેનો SMS મોબાઈલમાં મોકલવામાં આવશે. અને જો બેંક દ્વારા જરૂરી દસ્તાવેજો માંગવામાં આવે તો તે જરૂરી ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે. દસ્તાવેજોની ચકાસણી બાદ આપના ખાતામાં ₹ 50,000/-ની લોનની રકમ ટ્રાન્ફર કરવામાં આવશે.

જાણવા જેેેેેેવું:-

મેળવો ₹ 3,00,000/-સુધીની લોન પીએમ વિશ્વકર્મા યોજના 2024

મહિલા સ્વાવલંબન યોજના ₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી

Important Links of SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan

SBI ની ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, સરકાર દ્વારા નાના વ્યવસાયને પ્રોત્સાહન આપવા તથા તેઓની નાણાકીય જરૂરીયાતને પુરી કરવા ઘણા ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે. જેમાં SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan હેઠળ ઓનલાઈન અરજી કરીને સરળતાથી લોન મેળવી શકે છે.

FAQ

(1) SBI e Mudra Loan 2024 Apply Online 50000 Loan  માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની?

ઈ મુદ્રા લોન હેઠળ સ્ટેટ બેંકની ઓફિસિયલ વેબસાઇટ https://emudra.bank.sbi/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

(2) નાના ધંધાદારીઓને કેટલી લોન મળવાપાત્ર થશે.

આ યોજના હેઠળ નાના ધંધાર્થીઓને પહેલા ₹ 50,000/- ની બાદમાં નિયમિત ચુકવણી થયેથી ₹ 1,00,000/- સુધીની લોન મળશે.

(3) પીએમ ઈ-મુદ્રા લોન કેટલા સમયમાં પરત ચુકવણી કરવાની હોય છે?

અરજદારે લોન મેળવ્યા બાદ 12 થી 60 મહિનામાં લોનની રકમને અધારે પરત ચુકવણી કરવાની હોય છે.

Leave a comment