હાલના MGVCL લાઈટબીલ રકમ અને ઓનલાઈન બીલ ભરવાની પ્રોસેસ | MGVCL Bill Download Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

How To Download MGVCL Bill | MGVCL Complaint | MGVCL Bill Download Pdf | MGVCL Online Bill Payment | લાઈટ બિલ ચેક| MGVCL Bill Check

MGVCL Bill Download Online : મિત્રો દરેક ઘર કે ઓફિસ વીજ વપરાશનું બીલ દર બે મહિને ઓફલાઈન મીટર વાંચનને આધારે આપવામાં આવે છે. પરંતુ અમુક સંજોગોવશ આપને ઓફલાઈન બીલ નથી મળતું કે લાઈટબીલ ખોવાઈ જવાના કિસ્સામાં આપને ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે, આજના ટેકનોલોજીના યુગમાં મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ (MGVCL) દ્વારા આપને ઓનલાઈન MGVCL Bill Download કરવાની સુવિધા આપવામાં આવે છે. સાથે સાથે Online Light Bill Payment પણ કરી શકો છો. મિત્રો, આ આર્ટિકલમાં આજે આપણે MGVCL Online Bill કેવી રીતે ડાઉનલોડ કરવું? હાલનું લાઈટ બીલ ચેક કેવી રીતે કરવું? MGVCL Online Bill Payment  વિશે વિગતે માહિતી મેળવીશુ. તો ચાલો કંઈક નવું જાણીએ.

MGVCL Bill Download

Bullet Point of MGVCL Bill Download

આર્ટિકલનો વિષય MGVCL Bill Download
સંબંધિત વીજ કંપની Madhya Gujarat Vij Company Limited  (MGVCL)
કાર્યક્ષેત્ર આણંદ સર્કલ,બરોડા સીટી સર્કલ,બરોડા સર્કલ.,ગોધરા સર્કલ.,નડીયાદ સર્કલ.
ઓફિશિયલ વેબસાઇટ www. mgvcl.com
હેડ ઓફિસનું સરનામું રેડક્રોસ રોડ, વડોદરા
હેલ્પલાઈન નંબર 1800 233 2670

19124

MGVCL વિશે જાણો.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીડેટ તથા ગુજરાત ઈલેક્ટ્રિકસિટી બોર્ડ (જી.ઈ.બી) ના નેજા હેઠળ Madhya Gujarat Vij Company Limited  (MGVCL) ની સ્થાપના 1 April 2005 ના રોજ થયેલ. જે સમગ્ર મધ્ય ગુજરાત ઝોનને વીજ પુરવઠો સપ્લાય કરવાનું કાર્ય કરે છે. MGVCL ની વહીવટી તથા ક્ષેત્રિય કચેરી રેડ ક્રોસ વડોદરા ખાતે કાર્યરત છે.

MGVCL હેઠળ નીચે મુજબની સર્કલ ઓફિસ (મુખ્ય ઓફિસ)ના કાર્યક્ષેત્રનો સમાવેશ થાય છે.

 • આણંદ સર્કલ
 • નડીયાદ સર્કલ
 • બરોડા સીટી સર્કલ
 • બરોડા સર્કલ

વીજ ઉત્પાદન અને વિતરણ કરતી કંપનીઓની વિગત.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીડેટ તથા ગુજરાત ઈલેક્ટ્રિકસિટી બોર્ડ (જી.ઈ.બી) દ્વારા ગુજરાત જેવા મોટા રાજ્યમાં વીજ પુરવઠા નિયંત્રણ અને વીજ વપરાશની પ્રણાલીને આયોજનબધ્ધ કાર્યાંવંત કરી શકાય તે માટે રાજયના ચાર ઝોન બનાવી નીચે મુજબની ઝોન મુજબની વીજ કંપનીઓ કાર્યરત છે.

ક્રમ કંપનીઓનું નામ
1 UGVCL   (ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ)
2 MGVCL  (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)
3 DGVCL  (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)
4 PGVCL  (પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)
5 ટોરેન્ટ પાવર લીમીટેડ
6 અદાણી પાવર લીમીટેડ

MGVCL દ્વારા અપાતી સેવાઓની માહિતી.

મધ્ય ગુજરાતમાં વીજ પુરવઠો તથા વીજ નિયંત્રણનું કાર્ય કરતી વીજ કંપનીઓમાં PGVCL  (ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ)નું મહત્વનું સ્થાન છે. MGVCL દ્વારા વીજ વિતરણની સાથે-સાથે નીચે મુજબની સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે.

 • સોલાર પેનલની પ્રોજેક્ટની સેવાઓ.
 • સુર્ય ગુજરાત- સુર્ય ઉર્જા રુફટોપ યોજના ગુજરાત.
 • સુર્ય શક્તિ કિસાન યોજના.
 • કસ્ટમર કેર સેન્ટરની સુવિધા.
 • વીજ બચત માટેના ઉપાય.
 • ઉર્જા અર્બન જ્યોતિ અભિયાન.
 • ઉર્જા મિત્ર એપ્લિકેશન.
 • કુમ કુમ યોજના (કિશાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન યોજના- ગુજરાત)
 • પાવર કાપને લગતા સમય અને તારીખની SMS દ્વારા જાણની સુવિધા
 • MGVCL Bill Download કરવાની તેમજ ઓનલાઈન વીજ બીલ ભરવાની સુવિધા.
 • કુટીર જ્યોતિ યોજનાનો અમલ.
 • ભરેલ બીલનું Payment Status Check ની સુવિધા.
 • SMS સેવા માટે મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈ.ડી અપડેટની સુવિધા.
 • મફત વીજ મીટર ચકાસણીની સુવિધા
 • નવા વીજ જોડાણ માટે ઓનલાઈન અરજીની સુવિધા.
 • ફોન કોલ દ્વારા ફરિયાદ નોંધાવાની સુવિધા.

How To Download MGVCL Bill | MGVCL Bill Download Pdf

મિત્રો, MGVCL દ્વારા વીજ કર્મચારી દ્વારા રહેણાંક વિસ્તાર ,ઓફિસ, કે ખાનગી ક્ષેત્રે રૂબરૂ મીટર વાંચન કરીને ઓનલાઈન લાઈટબીલ આપવામાં આવે છે. પરંતુ સંજોગોવશ ઓફલાઈન બીલ મળે નહી કે ખોવાઈ જાય તો પણ તમે. આપના લાઈટબીલની રકમ જાણી શકો છો. જે માટે MGVCL દ્વારા MGVCL Bill Download ની સુવિધા આપવામાં આવે છે. આપ નીચે દર્શાવેલ Step By Step ની માહિતી અનુસરીને ઘરે બેઠા કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા આપના ગ્રાહક નંબર (Costomer Number) દ્વારા પણ MGVCL Bill Download કરી શકો છો.

Step -1 Visit MGVCL Website

 • સૈા પ્રથમ આપે ઓનલાઈન ગુગલ પર mgvcl.com ટાઈપ કરવાનું રહેશે.
 • નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ આપને ‘‘Know Your Billing Details’’ જેના દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી લોગીન કરીને બીલની વિગતો જાણી શકાશે.
 • ‘‘Pay Bills (Energy) Online’’  પર ક્લિક કરવાનું રહેશે જેના દ્વારા આપ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા વગર બીલની વિગતો ડાઉલલોડ કરી શકો છો અને ઓનલાઈન બીલ પણ ભરી શકો છો.
MGVCL Bill Download pay Bill
Image Credit Government Official Website (https://www.mgvcl.com/)

Step -2  Select Option

 • ત્યાર બાદ આગળના પેજમાં બીલ ભરવાની વિગતો વાળું પેજ ઓપન થશે. જે વાંચીને સૌથી નીચે આવેલ Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ નીચે દર્શાવેલ  મુજબ આપને જુદા-જુદા ઓનલાઈન માધ્યમો દ્વારા MGVCL Bill Download કરવા તથા ભરવા માટેના વિકલ્પો બતાવશે.
 • આપે Quick Payment through Billdesk/Paytm પર ક્લિક કરવાનું રહેશે.

Step -3 Fill Consumer Number

 • ત્યાર બાદ Quick Payment નું પેજ ઓપન થશે જેમાં આપનો 5 આંકડાનો કે 11 આંકડાનો ‘‘Consumer Number’’ નાંખવાનો રહેશે.
 • ત્યાર બાદ ઈમેજમાં દર્શવેલ કોડ નાંખીને Check Consumer Number પર ક્લિક કરવાનું રહેશે.
MGVCL Bill Download Consumer number
Image Credit Government Official Website (https://www.mgvcl.com/)

Step –4 MGVCL Bill Details

 • ત્યાર બાદ આપને નીચે ઈમેજ મુજબની બીલની વિગતો દેખાશે. જેમાં ગ્રાહકનું નામ, ગ્રાહક નંબર, છેલ્લે ભરેલ બીલની વિગત, તાજેતરના બિલની વિગત તથા બીલની તારીખ જોઈ શકશો.
 • ત્યાર બાદ આપ Bill Desk ક્લિક કરવાથી MGVCL Online Bill Payment કરી શકશો.
MGVCL Bill Download details
Image Credit Government Official Website (https://www.mgvcl.com/)

MGVCL Bill  Payment Status Check કેવી રીતે કરવું.

આપે નીચેના સ્ટેપ અનુસરીને Bill  Payment Status Check  કરી શકો છો.

 • સો પ્રથમ ઓનલાઈન www. mgvcl.com વેબસાઈટ પર જવુ.
 • ત્યાર બાદ Know Your Billing Details  પર ક્લિક કરવુ.
 • પછીના સ્ટેપમાં Pay Bills (Energy) Online પર ક્લિક કરીને Billdesk/Paytm પર ક્લિક કરવુ.
 • ત્યાર બાદ Check Paytm Transaction Status પર ક્લિક કરવું.
 •  ત્યાર બાદ આગળના પેજમાં MGVCL સિલેક્ટ કરવાનું રહેશે.
 • પછી  ઓનલાઈન પેમેન્ટ કર્યાનો Order Id નંબર નાંખી સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ આપ ભરેલ લાઈટબીલની વિગત તારીખ સહીત ઓનલાઈન ચકાસી શકશો.

વધુ જાણોઃ- 

UGVCL નું બીલ ડાઉનલોડ કરો.

Sanman Portal Gujarat વિશે જાણો.

MGVCL Official Android App 

મિત્રો, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકોને તમામ સેવાઓ ઓનલાઈન મોબાઈલ માફરતે મળી રહે તે માટે મોબાઈલ એપ બનાવવામાં આવી છે. જેમાં નીચે મુજબની સુવિધાઓ આંગણીના ટેરવે મેળવી શકો છો.

 • MGVCL Bill Download કરી શકો છો.
 • છેલ્લા 6 ભરાયેલ લાઈટબીલની વિગતો ચેક કરી શકો છો.
 • તાજેતરના બીલની વિગતો જોઈ શકો છો.
 • હાલનું બીલ ઓનલાઈન એપ મારફતે ભરી શકો છો.
 • પાવર કાપ બાબતે ઓનલાઈન ગ્રાહક ફરિયાદ કરવાની સુવિધા.
 • વીજચોરીની માહિતી આપી શકો.
 • વીજ સુરક્ષા બાબતેની જાણકારી મેળવી શકો છો.

MGVCL Complaint

Madhya Gujarat Vij Company Limited   દ્વારા ગ્રાહકોને વીજ પુરવઠા બાબતે કોઈપણ ફરિયાદ હોય અથવા MGVCL Bill Light Download કરવા કે ઓનલાઈન પેેેમેન્ટ કરવા બાબતે ફરિયાદ કરવાની હોય તો ટોલ ફ્રી નંબર પર  ફોન મારફતે ફરિયાદ નોંધાવી શકો છો.

 1. 1800 233 2670
 2. 19124

જાણવા જેવું:- 

SBI મુદ્રા લોન 50,000/- માટે અરજી પ્રોસેસ

પી.એમ. વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના 2024

Important Link of MGVCL Bill Download

MGVCL ઓફિશિયલ વેબસાઈટ

 Click Here

MGVCL Bill Check

Click Here

MGVCL Bill Payment Status

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, આ આર્ટિકલમાં MGVCL Bill Download તથા MGVCL Online Bill Payment ની વિગતો જાણવા સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેના મારફતે આપ ઘરે બેઠા પોતાના તાજેતરની લાઈટ બીલની વિગતો ઓનલાઈન  ચકાસી શકો છો તથા ઓનલાઈન પેમેન્ટ પર કરી શકો છો. આપને વીજ પુરવઠા તે વીજ કાપ બાબતે કોઈ સમસ્યા હોય તો MGVCL ના હેલ્પલાઈન નંબર 1800 233 2670 અને 19124 પર કોલ કરીને વિગતો મેળવી શકો છે. આપને વીજકાપની આગાઉથી કંપની દ્વારા સુચના મળી રહે તે માટે આપનો મોબાઈલ નંબર તથા ઈ-મેલ આઈ.ડીની ઓનલાઈન કે MGVCL ની ઓફિસ ખાતે ઓફલાઈન નોંધણી કરાવવાનું સૂચન છે.

FAQ

(1) MGVCL ના કાર્યક્ષેત્રમાં કઈ સર્કલ ઓફિસોનો સમાવેશ થાય છે?

MGVCL હસ્તક આણંદ સર્કલ, બરોડા સીટી સર્કલ, બરોડા સર્કલ, ગોધરા સર્કલ, નડીયાદ સર્કલનો સમાવેશ થાય છે.

(2) MGVCL Contact Number જણાવશો.

1800 233 2670 અને 19124  ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

(3) MGVCL ની મુખ્ય ઓફિસનું સરનામુ જણાવો.

સરદાર પટેલ વિદ્યુત ભવન, રેડ ક્રોસ, વડોદરા પીન નં. 390007

(4) શું MGVCL App દ્વારા ઓનલાઈન લાઈટબીલ ભરી શકાય છે?

હા, આપ ગુગલ પ્લે સ્ટોરમાંથી MGVCL App ડાઉનલોડ કરીને ઓનલાઈન MGVCL Bill Download  કરી શકો તથા બીલ ભરી પણ  શકો છો.

Leave a comment