જાણવા જેવુ: ભારતના નાગરીકોને સ્વાસ્થ્ય કલ્યાણ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. દેશના ગરીબ તથા મધ્યમવર્ગીય પરીવારોના કોઈ સભ્ય બિમાર પડે તો પરિવાર પર મોટી આફત આવી પડે છે. ઘણા પરિવારો મોધીં સારવાર અને મોંધી દવાઓને કારણે પાયમાલ બને છે. દેશવાસીઓને સસ્તી દવાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક જિલ્લા તાલુકામાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. જન ઓષધિ કેન્દ્ર શરૂ કરનારને તમામ દવાઓ પર 20% જેટલો નફો થાય છે. જન ઓષધિ કેન્દ્ર શરૂ કરી રોજગારી મેળવવા માટે Pradhan Mantri Jan Aushadhi Kendra Apply Online ક્યાં કરવી અને તેના માટે શું જરૂરિયાત ધ્યાને રાખવી? જેવા મુદ્દાઓ પર વિગતે માહિતી મેળવીશું.
Important Points of Pradhan Mantri Jan Aushadhi Kendra Apply
આર્ટિકલનો વિષય | પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા માટે |
લાભાર્થીની પાત્રતા | દેશના તમામ નાગરિક અરજી કરી શકશે. |
જન ઔષધિ શરૂ કરવાનો ઉદ્દેશ | યુવા વર્ગને રોજગારી તથા લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ પુરું પાડવી. |
મળવાપાત્ર સહાય | ₹ 5.00 લાખથી ₹ 7.00 સુધીની નાણાકીય સહાય |
અરજી ક્યાં કરવી | http://janaushadhi.gov.in/ પર ઓનલાઈન અરજી |
હેલ્પલાઈન નં. | 18001808080 |
પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર વિશે જાણો.
ભારતના વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાના જિલ્લા કે તાલુકામાં જન ઔષધિ કેન્દ્ર શરૂ કરીને રોજગાર મેળવવા માટે સોનેરી તક પુરી પાડે છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 25,000 સુધી વધારવા માટેનું અભિયાન શરૂ કરેલ છે. જેથી દરેક જિલ્લામાં અને તાલુકામાં પણ જન ઔષધિ કેન્દ્ર શરૂ થશે. જન ઐાષધિ કેન્દ્ર શરૂ કરવા માટે http://janaushadhi.gov.in/ ઓફિસિયલ વેબસાઈટ પર Pradhan Mantri Jan Aushadhi Kendra Apply શરૂ કરવામાં આવેલ છે. આવા કેન્દ્રોથી ગરીબ પરિવારોને બજાર ભાવ કરતા 50 થી 90% જેટલી સસ્તી દવાઓ આપવામાં આવે છે. જેનાથી મધ્યમવર્ગીય પરીવારોને ઘણો ફાયદો થાય છે.
પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોની જરૂરિયાત.
આખા વિશ્વમાં ભારત દેશ દવાઓના ઉત્પાદનમાં ટોચનું સ્થાન ધરાવે છે. ભારતમાં બનતી દવાઓ બ્રાન્ડેડ અને બ્રાન્ડેડ જનરીક ટાઈપની હોય છે જે પ્રમાણમાં મોંધી પણ હોય છે. જ્યારે જનરિક દવાઓ સસ્તી અને અને ગુણવતામાં બ્રાંડેડ દવાઓ જેવી હોય છે. આ દવાઓ ગરીબ અને મધ્મમ વર્ગીય પરિવારોને 50% થી 90% સુધીની રાહત દરે મળી રહે તથા ગરીબ પરીવારોને સસ્તી અને ગુણવત્તાવાળી દવાઓ મળી રહે તે માટે જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે.
pradhan mantri jan aushadhi Kendra ખોલવા માટે પાત્રતાના ધોરણો.
જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવા માટે અરજદારો માટે નીચે મુજબની લાયકાત નિયત કરવામાં આવેલ છે.
- અરજદારને ઓછામાં ઓછી 120 ચોરસ ફુટ જેટલી જગ્યા ધરાવતી દુકાન હોવી જોઈએ.
- જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા માટે ફાર્માશિસ્ટ (બી.ફાર્મ/ડી.ફાર્મ) ની ઉપલબ્ધતા હોવી અનિવાર્ય છે.
- શહેરમાં બે જન ઔષધિ કેન્દ્રો વચ્ચે 1 કિલોમિટર જેટલું અંતર રાખવાનું રહેશે.
- પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવા માટે લાયકાત ધરાવતા કોઈપણ વ્યક્તિ,મહિલા સહાસિક, સંસ્થા, NGO, મેડીકલ કોલેજ, સરકારી હોસ્પિટલ, કે સહકારી સંસ્થા pradhan mantri jan aushadhi kendra apply કરી શકાશે.
વધુુ જાણોઃ-
પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024
પીએમ કિસાન યોજના નવા ખેડૂત રજીસ્ટ્રેશન પ્રોસેસ 2024
pradhan mantri jan aushadhi Kendra માટે નાણાકીય સહાય
જન ઔષધિ કેન્દ્રો શરુ કરવા અને યુવાનોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા લાભાર્થીઓને નીચે મુજબની સહાય કરવામાં આવે છે.
- અરજી મંજૂર થયેથી અરજદારને ₹ 5.00 લાખની નાણાકીય સહાય આપવામાં આવે છે.
- આ સહાયતા ઔષધિ કેન્દ્ર દ્વારા મહીનાની ખરીદીના 15% કે ₹ 15,000/- સુધી દર મહિને સહાયતા આપવામાં આવશે.
- આ યોજના હેઠળ એસ.સી/એસ.ટીના અરજદાર, મહિલા ઉદ્યોગ સહાસિક, દિવ્યાંગ અરજદાર, ભૂતપુર્વ સૈનિક, ઉત્તર-પૂર્વિય રાજ્યો, હિમાલયન પર્વતિય વિસ્તાર માટેના અરજદારોને ₹ 2.00 લાખ વધારાની સહાય આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટેના ધારા ધોરણો
- પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા માટે અરજદારને ઓછામાં ઓછી 120 ચોરસ ફુટ પોતાની ખુદની દુકાન હોવી જોઈએ અથવા આવી દુકાન ભાડે રાખેલ હોવી જોઈએ.
- ફાર્માસિસ્ટનું પ્રમાણપત્ર અરજીપત્રક સાથે જ જોડવાનું રહેશે.
- મહિલા સાહસિક, દિવ્યાંગ વ્યક્તિ, એસ.સી/એસ.ટી વર્ગના ઉમેદવારો, ભૂતપૂર્વ સૈનિક, દ્વારા અરજી કરવામાં આવે તો તેની સાબિતિ માટે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- Pradhan Mantri Jan Aushadhi Kendra Apply માટે ₹ 5,000/- નોન રિફંડેબલ ફી ચુકવવાની રહેશે. દિવ્યાંગ વ્યક્તિ,મહિલા સાહસિક, એસ.સી/એસ.ટી વર્ગના ઉમેદવારો, ભૂતપૂર્વ સૈનિક, હિમાલય પર્વતિય વિસ્તારના ઉમેદવારોને ઓનલાઈન અરજી ફીમાં મુક્તિ મેળવવા માટે, અરજદારને સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- 10 લાખથી વધુ વસ્તીવાળા જિલ્લાઓમાં નવું ઔષધિ કેન્દ્ર શરૂ કરવા માટે બે કેન્દ્રો વચ્ચે 1 કિ.મીનું અંતર હોવું જોઈએ.
- 10 લાખથી ઓછી વસ્તીવાળા જિલ્લાઓમાં નવું ઔષધિ કેન્દ્ર શરૂ કરવા માટે બે કેન્દ્રો વચ્ચે 1.5 કિ.મીનું અંતર હોવું જોઈએ.
દવાઓનું વિતરણ વ્યવસ્થા.
કેન્દ્ર સરકાર દ્વારા નિતિ નિયમો મુજબના મુખ્યત્વે સુરત, ચેન્નાઈ અને ગુવાહાટી ખાતે દવા સંગ્રહ માટેના કુલ-૩ મુખ્ય ગોડાઉન કાર્યરત છે. તેના સિવાય પણ ૩૬ જેટલી ડીસ્ટીબ્યુટરની પણ નિમણુંક કરવામાં આવેલ છે. જેઓના મારફતે દેશભરના જન ઔષધિ કેન્દ્રો ખાતે દવાઓનો જથ્થો મોકલવામાં આવે છે. સમગ્ર દવા વિતરણ પ્રણાલી ઓનલાઈન સોફટવેર દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેથી કોઈ સ્થળે દવાના જથ્થાની કમી ના રહે અને કેન્દ્ર ખાતે પુરતો દવાનો જથ્થો પણ ઉપલબ્ધ રહે છે.
જાણવા જેવું:-
સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ યોજના
વ્હાલી દીકરી યોજના દીકરીને મળશે ₹ 1,10,000/- ની રકમ
pradhan mantri jan aushadhi kendra apply online
પ્રધાન મંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે લાયકાત ધરાવતા અરજદારોએ http://janaushadhi.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે માટે સરળ સમજૂતી નીચે મુજબ આપવામાં આવી છે.
- અરજદારે સૌ પ્રથમ www.janaushadhi.gov.in ટાઈપ કરીએ ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- જેથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની વેબસાઈટ ઓપન થશે.
- જેમાં પ્રધાન મંત્રી જન આરોગ્ય કેન્દ્રોની સંપુર્ણ ગાઈડલાઇન વાંચ્યા બાદ Pradhan Mantri Jan Aushadhi Kendra Apply કરવા માટે ‘‘Click Here To Apply’’ પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન માટેની આગળની પ્રોસેસ કર્યા બાદ Pradhan Mantri Jan Aushadhi Kendra Apply કરવાનું રહેશે.
- ત્યાર બાદ અરજદારે ઓનલાઈન અરજીમાં માંગ્યા મુજબના જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ વગેરે અપલોડ કરી, નિયત ફીની ચુકવણી કરીને અરજી સબમીટ કરવાની રહેશે.
Important Links of Pradhan Mantri Jan Aushadhi Kendra Apply
ઓનલાઈન અરજી કરવા | |
પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા માટેની ગાઈડલાઈન | |
Home Page |
Conclusion
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સસ્તા ભાવની ગુણવત્તાવાળી દવાઓ મળી રહે અને યુવા વર્ગને રોજગારી મળી રહે તે માટે પ્રધાન મંત્રી જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા માટે સરકાર દ્વારા ₹ 7.00 લાખ જેટલી સહાય પણ આપવામાં આવે છે. મિત્રો આ આર્ટિકલમાં Pradhan Mantri Jan Aushadhi Kendra Apply માટેની વિગતે માહિતી આપવામાં આવી છે. જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા માટે કોઈ પ્રશ્ન હોય તો 18001808080 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવવા સુચન છે.
FAQ
(1) શુંં હું પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર કેવી રીતે ખોલી શકું?
હા,સરકારશ્રી દ્વારા જાહેરાત થયેથી નિયત લાયકાત ધરાવતા અરજદાર ઓફિસિયલ વેબસાઈટ પર અરજી કરીને મંજૂરી મળ્યેથી જન ઔષધિ કેન્દ્ર શરૂ કરી શકે છે.
(2) Pradhan Mantri Jan Aushadhi Kendra Apply Website?
www.janaushadhi.gov.in પર જન ઔષધિ કેન્દ્ર માટે ઓનલાઈન અરજી કરી શકશો.
(3) પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર માટે ઓનલાઈન અરજી કર્યા બાદ સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું?
અરજદારની ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ ઓફિસિયલ વેબસાઈટ પરથી અથવા 18001808080 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ઓનલાઈન અરજીનું સ્ટે્ટસ જાણી શકાય છે.