Primary Secondary Scholarship Exam 2024 : મિત્રો, જે વિદ્યાર્થીઓ હાલ સરકારી કે પ્રાઈવેટ શાળામાં ધોરણ-6 માં અને ધોરણ-9 માં અભ્યાસ કરે છે જેવા વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા આગળ અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવનાર છે. આ યોજના હેઠળ સ્કોલરશીપ મેળવવા માટે Primary Secondary Scholarship Exam 2024 Gujarat ની કસોટી આપવાની રહેશે. આજના આર્ટિકલમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા? અભ્યાસક્રમ અને પરીક્ષાના ગુણભાર વિશે વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Primary Secondary Scholarship Exam 2024 Gujarat
આર્ટિકલનો વિષય | પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 |
કયા ધોરણના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે? | સરકારી તેમજ ખાનગી શાળામાં અભ્યાસ કરતા ધોરણ-6 ના વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે અને ધોરણ-9 ના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ માટે. |
ઓનલાઈન અરજી ક્યાં કરવી? | https://sebexam.org/ વેબસાઈટ પર |
અરજી કરવાનો સમયગાળો | તા.01/03/2024 થી તા.11/03/2024 |
પરીક્ષાની તારીખ | તા.28/04/2024 |
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વિશે જાણો.
ગુજરાતમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય કે ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી રહે તે માટે આ યોજના હેઠળ વાલીની કોઈપણ આવક મર્યાદા ધ્યાને લેવામાં નથી આવી. વિદ્યાર્થીને સ્કોલરશીપ મેળવવા માટે Primary Secondary Scholarship Exam 2024 Gujarat હેઠળ લેવામાં આવનાર કસોટી પાસ કરવાની રહેશે. જેમાં ઉત્તિર્ણ થયેથી વિદ્યાર્થીને આગળના ધોરણથી સ્કોલરશીપ ચાલુ કરવામાં આવશે.
Primary Secondary Scholarship Exam 2024 Gujarat કોણ આપી શકશે.
તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જે અન્વયે તા.01/03/2024 થી તા.11/03/2024 થી ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઈન અરજી માટે ઉમેદવારની લાયકાત નીચે મુજબની છે.
Primary Scholarship Exam 2024 Gujarat | પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે
- જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-6 માં સરકારી પ્રાથમિક શાળાઓ, નગરપાલીકા, મહાનગર પલિકા કે જિલ્લા પંચાયત જેવી લોકલ બોડીની શાળાઓ, ગ્રાંટેટ અને નોન ગ્રાંટેડ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે પરીક્ષા આપી શકશે.
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ધોરણ- 5 માં ઓછામાં ઓછા 50% માર્કસ મેળવેલ હોવા જોઈએ અથવા સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
Secondary Scholarship Exam 2024 Gujarat | માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે
- જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-9 માં સરકારી પ્રાથમિક શાળાઓ, નગરપાલીકા, મહાનગર પલિકા કે જિલ્લા પંચાયત જેવી લોકલ બોડીની શાળાઓ, ગ્રાંટેટ અને નોન ગ્રાંટેડ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે પરીક્ષા આપી શકશે.
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ધોરણ- 8 માં ઓછામાં ઓછા 50% માર્કસ મેળવેલ હોવા જોઈએ અથવા સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ
Primary Secondary Scholarship Exam 2024 Gujarat માટે તા.28/04/2024 ના રોજ પરીક્ષા લેવામાં આવનાર છે. જેનો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબનો છે.
Primary Scholarship Exam 2024 Syllabus | પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અભ્યાસક્રમ
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે ધોરણ-1 થી 5 સુધીના અભ્યસક્રમમાં ભાષા, સામાન્ય જ્ઞાન, ગણીત અને વિજ્ઞાનના વિષયોને અનુરૂપ રહેશે.
Secondary Scholarship Exam 2024 Syllabus | માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અભ્યાસક્રમ
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે ધોરણ-6 થી 8 સુધીના અભ્યસક્રમમાં ભાષા, સામાન્ય જ્ઞાન, ગણીત અને વિજ્ઞાનના વિષયોને અનુરૂપ રહેશે.
વધુ જાણો:-
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 વિદ્યાર્થીઓ મળશે દર વર્ષે 12000 ચાર વર્ષ સુધી.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2024 ધોરણ-6 થી 12 માટે દરવર્ષે સ્કોલરશીપ.
કસોટીનું માળખું
કસોટીનો પ્રકાર | અભ્યસક્રમના ધોરણ | પ્રશ્નો | ગુણ | સમય |
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા | ધોરણ-1 થી 5 | 100 | 100 | 180 |
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા | ધોરણ-6 થી 8 | 100 | 100 |
Primary Secondary Scholarship Exam 2024 Gujarat Online Application | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 માટે શિક્ષણ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://sebexam.org/ પરથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જેની છેલ્લી તારીખ 11/03/2024 છે.નીચે જણાવેલ પ્રોસેસથી સરળતાથી ઓનલાઈન અરજી કરી શકશો.
- સૌ પ્રથમ ઓનલાઈન https://sebexam.org/ ટાઈપ કરીને શિક્ષણ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- ત્યાર બાદ હોમમેનું પર આવેલા “Apply Online” પર ક્લિક કરવાનું રહેશે.
- જો આપ ધોરણ-6 માં અભ્યાસ કરતા હોવ તો Primary Scholarship Exam (For Standard VI) ના સામે આવેલ Apply બટન પર ક્લિક કરવાનું રહેશે અને ધોરણ-9 માં અભ્યાસ કરતા હોવ તો Secondary Scholarship Exam (For Standard IX) ના સામે આવેલ Apply બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી આગળ નવું પેજ ખુલશે જેમાં વિદ્યાર્થીનો ડાયસ નંબરમાં 18 (અઢાર) અંકનો આધાર ડાયસ નંબર નાંખીને Submit પર ક્લિક કરવાનું રહેશે.
- પછી આગળ ખુલેલા ફોર્મમાં પાછલા ધોરણના પરીણામને અધારે બધી વિગતો ભરવાની રહેશે.
- ત્યાર બાદ બાંહેધરી પત્રક વાંચીને તેના ક્લિક કરીને Save પર ક્લિક કરવાનું રહેશે.જે વિદ્યાર્થીનો ‘‘Application Number’’ આપવામાં આવશે. જે સાચવીને રાખવાનો રહેશે.
- આગળના સ્ટેપમાં ‘‘Application Confirm’’ કરવાની પ્રોસેસ પુરી કરવાની રહેશે.
- જેથી આપને Confirmation Number આપવામાં આવશે જેના અધારે અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
- ત્યાર બાદ આગળ ફિ ભરવાની પ્રોસેસ પુરી કરીને ‘‘e-Receipt’’ મેળવી લેવાની રહેશે.
નોંધ- સરકારી શાળાઓ , મોડેલ સ્કુલ, લોકલ બોડીની શાળાઓ, તથા ટ્રાઈબલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી ભરવાની રહેશે નહી.
જાણવા જેવું:-
₹ 2 લાખની લોન સાથે 80,000ની સબસિડી મહિલા સ્વાવલંબન યોજના
નમો સરસ્વતી યોજના 2024 વિદ્યાર્થીને મળશે કુલ ₹25,000/-
Important Links of Primary Secondary Scholarship Exam 2024 Gujarat
ઓફિસિયલ વેબસાઈટ | |
ઓનલાઈન અરજી કરવા માટે | |
Home Page |
Conclusion
મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 માટેની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાના તા.11/03/2024 સુધી ચાલુ છે. લેવામાં આવનાર કસોટીમાં પાસ થયેથી વિદ્યાર્થીને આગળના અભ્યાસ માટે સ્કોલરશીપ રૂપે આર્થિક સહાય કરવામાં કરવામાં આવે છે.આજના આર્ટિકલ Primary Secondary Scholarship Exam 2024 Gujarat માં ઓનલાઈન ફોર્મ ભરવા, તથા અભ્યાસક્રમ વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવી છે. આપને ફોર્મ ભરવા બાબતે કોઈ તકલીફ હોય તો વેબસાઈટ પર દર્શાવેલા (079) 232 48461 પર ફોન કરવા સુચન છે.
FAQ
(1) પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 માટે ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરાશે?
Primary Secondary Scholarship Exam 2024 Gujarat માટે તા.01/03/2024 થી તા.11/03/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે.
(2) Primary Secondary Scholarship Exam 2024 Gujarat માટે પરીક્ષા તારીખ કઈ છે?
તા.28/04/2024 ના રોજ Primary Secondary Scholarship Exam લેવામાં આવશે.
(3) પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 માટે ફોર્મ કોણ ભરી શકશે?
સરકારી કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 માટે હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ-6 માં અભ્યાસ કરે છે તે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 માટે હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ-9 માં અભ્યાસ કરે છે તે આગળના ધોરણ માટે શિષ્ટવૃત્તિ મેળવવા ફોર્મ ભરી શકશે.