શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 | Shravan Tirth Darshan Yojana 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Shravan Tirth Darshan Yojana Gujarat | Shravan Tirth Darshan Yojana In Gujarati | Gujarat Shravan Tirth Darshan Yojana

Contents hide

Shravan Tirth Darshan Yojana 2024 : મિત્રો, દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન તેમાંય ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં  રાજ્યના પવિત્ર અને લોકપ્રિય સ્થળોએ યાત્રા કરવાની ઘેલછા રાખતા હોય છે. પરંતુ,વૃદ્ધાવસ્થામાં પૈસાની તંગી તથા  અન્ય પર નિર્ભરતા લીધે ઘણા લોકો તિર્થદર્શનની ઈચ્છા પુરી કરી શકતા નથી. આ બાબતને ધ્યાને રાખીને ગુજરાતના વરિષ્ઠ નાગરિકોને રાજયના લોકપ્રિય યાત્રધામોના દર્શન તથા પ્રવાસ કરવા  કરવા માટે સરકાર દ્વારા તા. 01/05/2017 થી Shravan Tirth Darshan Yojana અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ રાજ્યના વરિષ્ઠ નાગરિકોને પોતાના મનપસંદના તિર્થ સ્થાનોની યાત્રા કરી શકે તે માટે બસ ભાડામાં 75% રકમની સહાય કરવામાં આવે છે. મિત્રો, આ આર્ટિકલમાં આજે શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ કેવી રીતે મળશે? અરજી કરવાની પ્રક્રિયા વિશે વિગતે માહિતી મેળવીશું, તો ચલો કંઈક નવું જાણીએ.

Shravan Tirth Darshan Yojana

Bullet Point of Shravan Tirth Darshan Yojana 

યોજનાનું નામ શ્રવણ તીર્થ દર્શન યોજના
સંબંધિત સરકારી વિભાગ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
યોજનાની શરૂઆત તા. 01/05/2017
કોને લાભ મળશે 60 વર્ષ કે તેથી વધુ વયના રાજ્યના વરિષ્ઠ નાગરિકોને.
મળનાર લાભ લોકપ્રિય યાત્રાધામોના દર્શન માટે મુસાફરીમાં બસ ભાડામાં 75% રકમની સહાય અને ઉચ્ચક સહાય.
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન અથવા ઓફલાઈન
ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ yatradham.gujarat.gov.in

શ્રવણ તીર્થ દર્શન યોજના યોજનાનો હેતું

ભારતના પૈરાણિક પાત્રોમાં શ્રવણના પાત્રનું અનોખું મહત્વ છે. જેને આધારે આજના યુગમાં માતા-પિતાના શ્રવણ બનવા માટે સરકાર દ્વારા માતા-પિતાને પવિત્ર યાત્રાધામોના દર્શન કરાવવા માટે એક અવસર આપે છે. આ યોજના મારફતે સરકારી બસમાં સિનિયર સિટિજન લોકોને ઓછા ખર્ચે યાત્રા-પ્રવાસ કરાવી શકો. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા વર્ષ 2017 માં શ્રવણ તીર્થ દર્શન યોજના શરૂ કરવામાં આવી હતી.જે અંતર્ગત રાજ્યના વરિષ્ઠ નાગરિકોને રાજ્યની અંદર તીર્થયાત્રા કરવા માટે બસ ભાડામાં સહાય અને પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ મળનાર લાભ.

  • આ યોજના હેઠળ જે નાગરિકોની ઉંમર 60 કે તેથી વધુ છે તેવા ગુજરાતના લોકોને યાત્રાધામના દર્શન માટે બસભાડામાં 75% રકમની સહાય આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો જ્યારે તેઓ મુસાફરી કરે છે ત્યારે તેમની સાથે 60 વર્ષથી નીચે ઉંમરના એક સહાયક લઈ શકે છે.
  • જેમાં ગુજરાત એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીનીબસ (નોન એ.સી.)નું ભાડું અથવા ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછું હોય તેની 75% રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે.

નોંધ- પહેલા આ યોજના હેઠળ બસ ભાડામાં 50% સહાય મળતી હતી તા. 02/08/2022 થી આ સહાય વધારીને 75% રકમ કરવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેવા માટે ક્યા ડોક્યુમેન્ટ જોઈશે.

આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 27 યાત્રાળુઓનું ગૃપ બનાવીને યાત્રા કરવાની હોય છે. જેમા દરેક યાત્રાળુંના નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • આધાર કાર્ડની સ્વ પ્રમાણિત નકલ.
  • કાયમી રહેઠાણના પુરાવો.
  • મોબાઇલ નંબર

Shravan Tirth Darshan Yojana 2024નો લાભ લેવા લાભાર્થીની પાત્રતા.

  • માત્ર વરિષ્ઠ નાગરિકોને જ આ યોજના હેઠળ લાભો મેળવવા માટે પાત્ર ગણવામાં આવશે, એટલે કે અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ અરજી કરવા માટે ઉમેદવાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ
  • પતિ અને પત્નિ બંને સાથે યાત્રા કરતા હોય તો પતિ અથવા પત્નિ બંનેમાંથી કોઈ એકની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • એક વ્યક્તિને દર વર્ષે એક નાણાકીય વર્ષમાં એકવાર લાભ મળશે. એટલે કે દરેક નાણાકીય વર્ષમાં એકવાર આ યોજનાનો લાભ મળશે. બીજીવાર પ્રવાસના આયોજન માટે તે પછીના નાણાકીય વર્ષમાં લાભ મળશે.
  • સમુહના દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે એક એક દિવસના જમવાના ₹ 50/- અને રહેવાના ₹ 50/- એક કુલ એક દિવસના ₹ 100/- ઉચ્ચક સહાય આપવામાં આવશે. વધુમાં વધુ યાત્રી દીઠ ₹ 300/- સહાય આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ અરજદારની કોઈ આવક મર્યાદા નક્કિ કરવામાં આવી નથી.

વધુ જાણોઃ- 

હવે મોબાઈલથી આયુષ્યમાન કાર્ડ Pdf ડાઉનલોડ કરવાની સરળ રીત

કોરોનામાં અનાથ થયેલ દીકરીને ₹ 2 લાખ લગ્ન સહાય યોજના

શ્રવણ તીર્થ દર્શન યોજનાના નિયમો અને જોગવાઈઓ

કોઈપણ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે લભાર્થીઓ  તે યોજના સંબંધિત અમુક પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા જરૂરી છે. તેવી જ રીતે  શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ લાભ મેળવવા માટે નીચે મુજબની નિયમોની જોગવાઈઓ કરવામાં આવી છે.

  • આ યોજના હેઠળ, રાજ્યના માત્ર વરિષ્ઠ નાગરિકો, જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે, તેમને રાજ્યની અંદરના તમામ લોકપ્રિય તીર્થ સ્થાનોની યાત્રા કરાવવામાં આવશે.
  • લાભાર્થી વરિષ્ઠ નાગરિકોને રાજ્યની અંદર ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા સંચાલિત નોન-એસી સુપરબસ, મિની બસ, સ્લીપર બસ દ્વારા મુસાફરી કરતા લાભાર્થી વરિષ્ઠ યાત્રાળુઓને મુસાફરીના ખર્ચના 75% રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.
  • શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ઓછામાં ઓછા 27 વ્યક્તિઓના સમુહની અરજી માન્ય ગણવા ઠરાવવામાં આવે છે. વ્યક્તિગત અરજી માન્ય ગણવામાં આવતી નથી. એટલે કે ઓછામાં ઓછા 27 જણના જુથ/સમુહને યાત્રાધામના દર્શન કરાવામાં આવશે. જેમાં એક વ્યક્તિ ગૃપ લીડર તરીકેની જવાબદારી સંભાળશે.
  • Shravan Tirth Darshan Yojana  હેઠળ સુધારો કરીને તીર્થ યાત્રા માટેનો સમયગાળો ત્રણ રાત અને ત્રણ દિવસ (72 કલાક) કરવામાં આવ્યો છે.

નોંધઃ- અગાઉ તીર્થ યાત્રા માટેનો સમયગાળો બે રાત્રી અને ત્રણ દિવસ (60 કલાક)  હતો.

Gujarat Shravan Tirth Darshan Yojana 2024 હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ લાભ લેવા માટે અરજદાર દ્વારા ઓનલાઈન  અથવા  ઓફલાઈન અરજી કરવાની રહેશે.

જાણવા જેેેેેેવુંઃ- 

પશુપાલન માટે લોન  1,00,000/- ની સહાય.

પીએમ વિશ્વકર્મા યોજના 2024 મેળવો ₹ 3,00,000/-સુધીની લોન

ઓફલાઈન અરજીની પ્રક્રિયા.

  • ઓફલાઈન અરજી યાત્રા શરૂ કર્યાના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા કરવાની રહેશે.
  • શ્રવણ તીર્થદર્શન યોજનાની લોકપ્રિયતા વધારવા માટે યાત્રા અંગેની અરજીઓ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ એસ.ટી. ડેપો ખાતે ડેપો મેનેજર દ્વારા સ્વીકારવા ઠરાવવામાં આવે છે અને જરૂરી ચકાસણી કરીને મંજૂરી આપવામાં આવે છે.
  • આ ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસો અથવા માન્ય ખાનગી ટ્રાવેલ્સની બસો મારફતે પ્રવાસ માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે.
  • પ્રવાસ પૂર્ણ થયા બાદ આ અંગેની સંપૂર્ણ વિગતો સાથે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સંબંધિત ડેપો મેનેજર દ્વારા મોકલી આપવામાં આવે છે.

અરજીપત્રક ડાઉનલોડ કરો.

ઓનલાઈન અરજીની પ્રક્રિયા.

  • ઓનલાઈન અરજી કરવા માટે જુથના ગૃપ લીડર દ્વારા ઓનલાઈન અરજી થઈ શકશે. આપ નીચેના સ્ટેપ અનુસરીને ઓનલાઈન અરજી કરી શકો છો.
  • અરજદારે સૌ પ્રથમ yatradham.gujarat.gov.in સર્ચ કરીને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ  ‘‘Booking for Shravan Tirth Darshan’’  પર ક્લિક કરવાનું રહેશે.
Shravan Tirth Darshan Yojana Website
Image Credit Government Official Website (https://yatradham.gujarat.gov.in/)
  • ત્યાર બાદ અરજદારનું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેમાં અરજદારનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈ.ડી, સરનામાના વિગતો નાંખીને પાસવર્ડ બનાવવાનો રહેશે. અને સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
Shravan Tirth Darshan Yojana Registration
Image Credit Government Official Website (https://yatradham.gujarat.gov.in/)
  • પછી Online Application પર ક્લિક કરીને યુઝર આઈ.ડી અને પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ મેનુંબારમાં ‘‘New Application’’ પર ક્લિક કરવાનું રહેશે.
Shravan Tirth Darshan Yojana Login
Image Credit Government Official Website (https://yatradham.gujarat.gov.in/)
  • જેમાં અરજદારનો આધાર નંબર ,સરનામું જિલ્લો તથા તાલુકાની વિગત, મોબાઈલ નંબર, યાત્રા કરવાની તારીખ, યાત્રા કરવાના સ્થળોની વિગતો નાંખીને અરજી સેવ કરવાની રહેશે.
Shravan Tirth Darshan Yojana Application
Image Credit Government Official Website (https://yatradham.gujarat.gov.in/)
  • ત્યાર બાદ આગળના સ્ટેપમાં Add Pilgrim માં જુથના તમામ યાત્રાળુંઓની વિગત ભરવાની રહેશે.
  • જેમાં યાત્રાળુંનું નામ , આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને સરનામાની વિગતો નાંખીને વિગતો Save કરવાની રહેશે.
Shravan Tirth Darshan Yojana Sumbition
Image Credit Government Official Website (https://yatradham.gujarat.gov.in/)
  • પછી ઓનલાઈન કરેલ અરજીને View પર ક્લિક કરીને, નાંખેલ વિગતોની ખરાઈ કરી લેવાની રહેશે.ત્યાર બાદ બોક્ષ પર ક્લિક કરીને અરજીને Submit કરવાની રહેશે.
  • અરજીની વિગતો અરજદારના ઈ-મેલ આઈ.ડી પર મોકલવામાં આવશે.

Important Links of Shravan Tirth Darshan Yojana 2024 

ગુજરાત યાત્રાધામની વેબસાઈટ માટે.

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Shravan Tirth Darshan Yojana  GR માટે.

Click Here

ઓફલાઈન અરજીપત્રક ડાઉનલોડ કરવા માટે.

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વરિષ્ઠ નાગરિકોને ગુજરાતના તમામ લોકપ્રિય ધાર્મિક સ્થળોની યાત્રા માટે પ્રોત્સાહિત કરવાનો છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ Shravan Tirth Darshan Yojana  અંતર્ગત લાભાર્થી વરિષ્ઠ નાગરિકો દ્વારા રાજ્યમાં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો 75% પ્રવાસ ખર્ચ ગુજરાત સરકાર પોતે ભોગવે છે. આ સાથે શ્રવણ તીર્થ દર્શન યોજના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને તથા સ્થાનિક પ્રવાસનને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. આપને આ યોજના અંગે બસ બુકીંગ કે અન્ય માહિતીની જરૂર હોય તો આપના નજીકના વિભાગીય એસ.ટી કચેરીની ઓફિસ ખાતે સંપર્ક કરવાનું સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) શું પતિ અને પત્નિ બંનેની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જરૂરી છે?

જવાબ- ના, પતિ અથવા પત્નિ બંનેમાંથી કોઈએકની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ

(2) Shravan Tirth Darshan Yojana 2024 હેઠળ કેટલા સમયનો પ્રવાસ કરી શકાય છે?

જવાબ-આ યોજના હેઠળ ત્રણ રાત્રી અને ત્રણ દિવસ એમ કુલ 72 કલાકની મર્યાદામાં પ્રવાસ કરી શકાય છે.

(3) Shravan Tirth Darshan Yojana હેઠળ વ્યક્તિગત અરજી થઈ શકશે?

જવાબ-ના, આ યોજના હેઠળ 27 વ્યકિતઓનું જુથ બનશે. જેમાંથી એક લીડર ગૃપવતી અરજી કરે છે.

(4) આ યોજના હેઠળ કેટલી શકાય મળવાપાત્ર છે?

જવાબ-Shravan Tirth Darshan Yojana હેઠળ એસ.ટીની સુપર બસ, સ્લિપર કોચ(નોન એ.સી)નું ભાડું અથવા ખાનગી બસ ભાડે રાખેલ હોય તો ખાનગી બસનું ભાડું બંનેમાંથી જે ઓછું હોય તેની વધુમાં વધું 75% રકમ સહાય મળશે.

(5) યાત્રાધામના પ્રવાસ સ્થળો કોણ નક્કિ કરશે?

જવાબ-જે ગૃપને યાત્રા કરવાની તે યાત્રાધામના પ્રવાસ સ્થળો નક્કિ કરશે. જે અરજીમાં દર્શાવવાના રહેશે.

Leave a comment