કુટુંબના કમાઉ વ્યક્તિના અવસાનમાં મળશે સહાય સંકટ મોચન યોજના 2024 | Sankat Mochan Yojana 2024 |

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મરણોત્તર સહાય યોજના | Sankat Mochan Yojana Form Gujarat Pdf Download | સંકટ મોચન યોજના ફોર્મ pdf | Sankat Mochan Yojana Form Gujarat pdf | અંત્યેષ્ઠી સહાય યોજના |National Family Benefit Scheme | Sankat Mochan Yojana Documents  | રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

જાણવા જેવુુ, મિત્રો, સરકાર દ્વારા બાળકના જન્મથી લઈને વૃદ્ધ વ્યક્તિઓના મૃત્યુ સુધી કોઈને કોઈ યોજના હેઠળ સમાજના નબળા વર્ગોને સહાય આપવામાં આવે છે. દીકરીના જન્મ માટે વહાલી દીકરી યોજના, દીકરીના ભણતર માટે શાળાઓમાં સ્કોલરશીપ, લગ્ન માટે કુંવરબાઈનું મામેરુ યોજના , સમાજિક તથા સ્વરોજગાર માટે e Samaj Kalyan Portal, વગેરે જેવી યોજનાઓ કાર્યરત છે. મિત્રો આજે આ આર્ટિકલમાં ગરીબ વર્ગના કુટુંબમાં કોઈ સ્વજનનું મૃત્યુ થતા માથે આફત આવી પડે છે. પરંતુ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંચાલિત Sankat Mochan Yojana માં અચાનક આવી પડેલ દુખમાં સહારો આપવા ₹ 20,000/-ની સહાય આપવામાં આવે છે.

જે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો જે BPL હેઠળ આવે છે તેવા તમામ કુટુંબોને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.સંકટ મોચન યોજના હેઠળ અરજી ક્યાં કરવી? કેટલા સમય મર્યાદામાં અરજી કરવી? સહાય કેવી રીતે ચુકવાશે? વગેરે જેવી બાબતે વિગતે ચર્ચા કરીશું. આ આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી. કંઈક નવું જાણવા મળશે.

Sankat Mochan Yojana

Important Points of Sankat Mochan Yojana

યોજનાનું નામ સંકટ મોચન યોજના/ મરણોત્તર સહાય યોજના
સંબંધિત સરકારી વિભાગ સમાજ સુરક્ષા વિભાગ.
લાભાર્થી વર્ગ 0 થી 20 નો સ્કોર BPL લાભાર્થી.
અરજી કરવાની સમયમર્યાદા મુત્યુ પામનાર વ્યક્તિના મૃત્યુ પછી 2 વર્ષમાં વારસદારે અરજી કરવી.
મળનાર સહાય. ₹ 20,000/- એક વખત.
અરજી ફોર્મ ક્યાંથી મળશે.? સંબંધિત તાલુકા મામલતદારશ્રીની કચેરી
ઓનલાઈન એપ્લીકેશનની વેબસાઈટ Digital Gujarat Portal

સંકટ મોચન યોજના વિશે જાણો.

સમાજના નબળા અને ગરીબ પરિવારના મોભીનું મૃત્યુ થતા આવી પડેલ આફતનો સહારો બનવા સરકાર દ્વારા Sankat Mochan Yojana મારફતે આર્થિક મદદ કરવામાં આવે છે. જેના કારણે સ્વજનના પરિવારને આર્થિક રાહત મળે છે. પરિવારને વ્યાજખોરીથી બચાવવા સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા BPL કુટુંબનો કમાઉ વ્યક્તિ અવસાન પામે તો સંકટ મોચન યોજના હેઠળ  મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારને સહાય આપવામાં આવે છે. સંકટ મોચન યોજનાને મરણોત્તર સહાય યોજના કે અંત્યેષ્ઠી સહાય યોજના પણ કહે છે.

Sankat Mochan Yojana નો ઉદ્દેશ

સંકટ મોચન યોજના દ્વારા સમાજના ગરીબ પરિવારો જેઓની ગરીબી રેખા હેઠળ સમાવેશ થયેલ હોય એટલે કે BPL  પરિવારના કુટુંબીજનોના કુદરતી અથવા અકસ્માતે  મૃત્યુના કિસ્સામાં એકવાર  ₹ 20,000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. પરિવારને સંકટની ધડીમાં સહાય રૂપ થવા  સંકટ મોચન યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

વારસદારને મળવાપાત્ર સહાય.

જે પરિવારો ગરીબી રેખા નીચે જીવે છે. અને ગરીબી રેખાનો સ્કોર 0 થી 20 ની વચ્ચે છે. જેવા પરિવારને નિયામકશ્રી સમાજ સુરક્ષા દ્વારા  કુટુંબીજનનું મૃત્યુ થતા કાયદેસરના વારસદારને ₹ 20,000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. સંકટ મોચન યોજનાના લાભાર્થી પણ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લઈ શકે છે.

Sankat Mochan Yojana 2024 નિયમો અને શરતો.

સરકારશ્રી દ્વારા નક્કી થયેલ ધારા ધોરણો મુજબ 20,000/-  ચુકવણી કરવામાં આવે છે.જેના નિયમો અને શરતો નીચે મુજબની છે.

 • મુત્યુ પામનાર વ્યક્તિ સ્ત્રી કે પુરૂષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. 18 વર્ષથી ઓછી ઉંમરના પરિવારના સ્વજનના મૃત્યુના કિસ્સામાં સહાય મળવાપાત્ર નથી.
 • સહાય મેળવવા માટે નિયત સમય મર્યાદામાં મામલતદારશ્રીની કચેરી ખાતે આધાર પુુુુુરાવા સાથે અરજી કરવાની રહેશે.
 • ગરીબ પરિવારમાં ગરીબી રેખાનો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોય તે પરિવારોને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે.
 • પરિવારમાં મૃત્યુ થયેલ વ્યક્તિ મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પુરૂષ) હોવા જોઈએ.
 • સ્વજનના મૃત્યુ પછીના 2 વર્ષના સમયગાળામાં વારસદારે અરજી કરવાની રહેશે.

મરણોત્તર સહાય યોજના કોને સહાય મળે?

પરિવારમાં મુખ્ય કમાઉ વ્યક્તિનું મૃત્યુ થયા તેના કાયદેસરના વારસદારને ₹ 20,000/-  ની એક વખતની સહાય મળે છે. જેમાં પતિ કે પત્નિ અથવા મોટો પુત્ર વારસદાર તરીકે અરજી કરી શકે છે. અરજીની ખરાઈ થયા બાદ વારસદારના બેંક ખાતામાં સીધી સહાય જમા કરવામાં આવે છે.

Sankat Mochan Yojana Documents | અરજીપત્રક સાથે જરૂરી ડોક્યુમેન્ટ.

સંકટ મોચન સહાય યોજના એટલે કે National Family Benefit Scheme  હેઠળ લાભ લેવા માટે અરજદારે  સંબંધિત મામલતદારશ્રીની કચેરી ખાતે અરજી કરવાની હોય છે. જેથી  અરજી સાથે નીચેે મુજબના ડોકયુમેન્ટ એટેચ કરવાના રહેશે.

 • જે વ્યક્તિ સ્ત્રી કે પુરૂષનું અવસાન થયુ છે તેનું મરણપ્રમાણપત્ર.
 • અવસાન પામેલ વ્યક્તિનો ઉમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર, સ્કુલ લિવિંગ શર્ટી LC, આધારકાર્ડ પૈકી કોઈ એક)
 • રેશનકાર્ડની નકલ.
 • વારસદારનું આધારકાર્ડની નકલ.
 • BPL યાદી એટલે કે ગરીબી રેખાની યાદીમાં નામ હોવાનું પ્રમાણપત્ર. ( 0 થી 20 નો  સ્કોર)
 • વારસદારના બેંક પાસબુકની નકલ.
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

વધુ જાણો:- 

પાલક માતા પિતા યોજના

ગંગા સ્વરૂપા આર્થિક  સહાય યોજના 

સંકટ મોચન સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી 

સ્વજનના મૃત્યુ બાદ પરિવારના કાયદેસરના અરજદાર દ્વારા અરજીપત્રક સાથે સંબંધિત ડોક્યુમેન્ટ સાથે રાખીને નીચે મુજબની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.

 • ગ્રામ્ય ક્રક્ષાએ ગામ પંચાયતના  ઈ-ગ્રામ સેન્ટર ખાતેના VCE મારફતે ઓનલાઈન કરી કરી શકાશે.
 • શહેરી વિસ્તારના અરજદારોએ તાલુકા જનસેવા કેન્દ્ર કે મામલતદારશ્રીની કચેરી ખાતેથી ઓનલાઈન અરજી કરી શકાશે.

નોંધ- ઓનલાઈન અરજી કરવા માટે ગામ પંચાયત ખાતે VCE અને મામલતદારશ્રીની કચેરી ખાતે Digital Gujarat Portal નું સરકારી લોગીન આઈડી ફાળવેલ હોય છે. જેના મારફતે ઓનલાઈન અરજી કરી શકાય છે.

Sankat Mochan Yojana digital gujarat
Image Credit Government Website www.digitalgujarat.gov.in

સંકટ મોચન યોજના ફોર્મ pdf | Sankat Mochan Yojana Form Gujarat Pdf Download

Sankat Mochan Yojana  એટલે કે મરણોત્તર સહાય યોજના હેઠળ સહાય મેળવવા સરકારશ્રી દ્વારા નિયત થયેલ અરજીપત્રકમાં બધા ડોક્યુમેન્ટ સાથે રાખીને VCE ને કે જનસેવા કેન્દ્ર ખાતે અરજી આપવાની રહે છે. નિયત થયેલ અરજીપત્રક નીચેની જગ્યાએથી મળી શકશે.

 • જનસેવા કેન્દ્ર
 • પ્રાંત કચેરી
 • મામલતદારશ્રીની કચેરી
 • કલેકટરશ્રીની કચેરી સમાજસુરક્ષા શાખા.
 • ગ્રામ પંચાયત ઈ-ગ્રામ સેન્ટર ખાતે.

નીચે  આપેલ લીંક દ્વારા તમે વિનામુલ્ય ડાયરેક્ટ અરજીપત્રક ડાઉનલોડ કરી શકો છે.

સંકટ મોચન યોજના ફોર્મ pdf Download

સહાયની ચુકવણી કેવી રીતે કરવામાં આવશે?

વારસદાર દ્વારા અરજી કર્યા બાદ તાલુકા મામલતદારશ્રી દ્વારા અરજીપત્રકની ચકાસણી થાય છે. અને મળવાપાત્ર સહાય નિયમોનુસાર મંજૂર કરવામાં આવે છે. લાભાર્થીની સહાય મંજૂર થયેથી સહાય મંજૂરીનો હુકમ આપવામાં આવે છે. જેને આધારે સહાય ચુકવાશે જેથી સાચવીને રાખવાનો રહે છે.  નિયામકશ્રી સમાજ સુરક્ષા દ્વારા વારસદારના બેંક ખાતામાં સીધી DBT દ્વારા સહાય ચુકવામાં આવે છે.

જાણવા જેવુ:- 

નિરાધાર વૃદ્ધ સહાય યોજના 

વહાલી દીકરી યોજના

Important Links

ઓફિસિયલ વેબસાઈટ

અહીં ક્લીક કરો.

અરજીપત્રક ડાઉનલોડ કરવા

અહીં ક્લીક કરો.

HOME PAGE

અહીં ક્લીક કરો.

Conclusion

સરકાર દ્વારા ગરીબ પરિવારના કમાઉ મોભીના મુત્યુ થવાથી આવી પડેલ આફતમાં આસરારૂપ સહાય આપવા Sankat Mochan Yojana સંકટ મોચન યોજના અમલમાં મુકેલ છે. જેમાં ગરીબ કુટુંબના કમાઉ વ્યક્તિના કિસ્સામાં વારસદારને ₹ 20,000/-ની સહાય આપવામાં આવે છે.  આ આર્ટિકલમાં Sankat Mochan Yojana વિશે વિગતે સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ યોજનાની સહાય બાબતે કે અરજી બાબતે કોઈ સમસ્યા હોય તો આપ મામલતદારશ્રીની કચેરી ખાતેના જનસેવા કેન્દ્ર ખાતેથી માર્ગદર્શન મેળવી શકો છો.

FAQ

(1) સંકટ મોચન યોજના હેઠળ સહાય કોણ મંજૂર કરે છે?

તાલુકા મામલતદારશ્રી Sankat Mochan Yojana હેઠળ સહાય મંજૂર કરે છે.

(2) આ યોજના હેઠળ કેટલી સમયમર્યાદામાં અરજી કરવાની હોય  છે.

સ્વજનના મૃત્યુ પછીના 2 વર્ષના સમયગાળામાં અરજી કરવાની રહેશે.

(3) Sankat Mochan Yojana હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે.?

Sankat Mochan Yojana હેઠળ કાયદેસરના વારસદારને 20,000/-   સહાય એક વખત મળવાપાત્ર છે.

(4) સંકટ મોચન યોજના હેઠળનો લામ મળ્યા બાદ અન્ય કોઈ યોજનનો લાભ મળી શકે?

હા, પતિના મૃત્યુ થતા સંકટ મોચન યોજના સહાયની સાથે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય યોજના) નો મળી શકશે.

Leave a comment