સૂર્યશક્તિ કિસાન યોજના 2024 | Surya shakti Kisan Yojana Gujarat 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Suryashakti Kisan Yojana | SuryaShakti Kisan Yojana | Surya Shakti Kisan Yojana Gujarat | Suryashakti Kisan Yojana Apply Online

Surya shakti Kisan Yojana Gujarat 2024: મિત્રો, ખેડૂતને પાક ઉત્પાદન તથા ઓજારો ખરીદી માટે સબસિડી આપતી સરકારની ઘણી યોજનાઓ અમલમાં છે. ખેડૂતને ખેતરમાં પિયત માટે વીજળીની જરૂર પડતી હોય છે. ખેડૂતને પુરતા સમય માટે વીજળી મળી રહે  અને બીજી વધારાની આવક ઉભી થાય તે માટે સૂર્યશક્તિ કિસાન યોજના  હેઠળ ખેતરમાં સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. જેનાથી ખેડૂતને 24 કલાક વીજળી મળી શકશે. આજના આર્ટિકલ Surya shakti Kisan Yojana Gujarat 2024 હેઠળ સોલાર પેનલ લગાવવા તથા તેનાથી મળતી વીજળી દ્વારા વધારાની આવક કેવી રીતે મેળવી શકાય? તે માટે વિગતે માહિતી મેળવીશું.

Surya shakti Kisan Yojana Gujarat 2024

Bullet Point of Surya shakti Kisan Yojana Gujarat 2024

યોજનાનું નામ સૂર્યશક્તિ કિસાન યોજના 2024
યોજનાનો ઉદ્દેશ ખેડૂતને મફત વીજળી મળે તે માટે
લાભાર્થીની પાત્રતા ગુજરાતના તમામ ખેડૂત
અરજી કેવી રીતે કરવી ઓફલાઈન
ઓફિસિયલ વેબસાઈટ www.gprd.in

સૂર્યશક્તિ કિસાન યોજના 2024 વિશે જાણો.

ખેડૂતને ખેતી માટેના ખર્ચમાં ધટાડો થાય અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી શકે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં ખેડૂતોને સાધન સહાય યોજના, ટેક્ટર ખરીદવા સબસિડી યોજના તથા પશુપાલન સહાય જેવી યોજનાઓ મુખ્ય છે.

સૂર્યશક્તિ કિસાન યોજના મારફતે ખેડૂતોને ઓછા ખર્ચે આજીવન સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ થાય તે માટે સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પાદન માટેની યોજના અમલમાં મુકવામાં આવી છે. SKY Yojana હેઠળ અરજદાર ખેડૂત UGVCL, PGVCL જેવી સ્થાનિક વીજ વીતરણ કંપની સહાયતાથી પોતાના ખેતરમાં જ સોલાર પેનલ લગાવીને આજીવન મફત વીજળી મેળવી શકે તથા વધારાની વીજળી વેચીને આવક ઉભી કરી શકે છે.

સૂર્યશક્તિ કિસાન યોજના 2024નો ઉદ્દેશ

ખેડૂતને ઓછા ખર્ચે વધુ આજીવન મફત વીજળી મળે તે માટે સરકાર દ્વારા તાજેતરમાં Surya shakti Kisan Yojana Gujarat 2024 અમલમાં મુકવામાં આવે છે. જેના ઉદ્દેશ્યો નીચે મુજબ છે

  • ખેડૂતને સિંચાઈ માટે આજીવન મફત વીજળી મળી રહેશે.
  • ઓછા ખર્ચે વીજળી મળશે.
  • ખેતરમાં સોલાર પેનલ લગાવીને વધારાની વીજળી સરકારને વેચીને આવક મેળવી શકે છે.

વધુ જાણોઃ- 

મધમાખી પાલન યોજના 2024 થી કરો આજીવન કમાણી

બાગાયતી યોજનાઓ 2024 ના લાભો.

Surya shakti Kisan Yojana Gujarat 2024માં મળવાપાત્ર સબસિડી

  • ખેડૂતને પોતાના ખેતરમાં સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરવાની હોય છે. જેનાથી ખેડૂતને પોતાની જરૂરિયાની સિંચાઈ માટેની વીજળી મળી રહેશે.
  • સોલાર પેનલ લગાવવા માટે કુલ ખર્ચના 60% રકમ સરકાર દ્વારા સબસીડી આપવામાં આવશે અને 30% લોન આપવામાં આવશે. અને 5% જેટલો ખર્ચ ખેડૂતને શીરે રહેશે.
  • ખેડૂતને પોતાના વપરાશથી વધુની વીજળી ગ્રીડમાં જમા કરાવીને સરકાર દ્વારા વધારાની આવક મેળવી શકશે.
  • વીજ કંપની દ્વારા રૂા. 50 /પ્રતિ યુનિટ ના ભાવે વીજળી ખરીદવામાં આવશે.

સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • આ યોજના હેઠળ ખેડૂતને સિંચાઈ માટે દિવસની 12 કલાક વીજળી મળશે.
  • ખેડૂતને વીજ વપરાશનો ખર્ચ ઓછો થશે પરિણામે ખેડૂતની આર્થિક પરિસ્થિમાં સુધારો થશે.
  • પ્રથમ 7 વર્ષ સુધી સોલાર પેનલના મરામતનો કોઈપણ ખર્ચ ખેડૂતને કરવાનો નથી એજન્સી ખર્ચ ભોગવશે.
  • જે ખેડૂતને ખેતરમાં Off Grid સોલાર કનેક્શન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે નહી.
  • સોલાર પેનલ મારફતે ઉત્પન્ન થયેલ વધારાની વીજળી કંપની દ્વારા ખરીદાશે અને ખેડૂતને વધારાની આવક થશે.
  • સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળના પ્રોજેક્ટમાં ખર્ચના 60% સબસિડી મળવાપાત્ર રહેશે.
  • ખેતરમાં પાક માટે V System નો ઉપયોગ કરી શકાશે અને તેના માટે સરકાર દ્વારા મફત વિમો પણ આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ હાલ બોર/કુવામાં ઉતારેલ એસી મોટર બદલવાની જરૂર હોતી નથી.

સૂર્યશક્તિ કિસાન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતને નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • લાભાર્થી ખેડૂતનું આધાર કાર્ડ
  • છેલ્લા લાઈટબીલની નકલ
  • રહેઠાણનો પુરાવો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • મોબાઈલ નંબર
  • આવકનો દાખલો

જાણવા જેવુ:-

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના સોલર પેનલ લગાવવા મળશે 60% સુધીની સબસિડી.

આઈ ખેડૂત પોર્ટલની તમામ iKhedut Yojana વિશે જાણો.

Surya shakti Kisan Yojana Gujarat 2024 Apply | સૂર્યશક્તિ કિસાન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

  • આ યોજના હેઠળ લાભ લેવા માટે ઈચ્છતા ખેડૂત ભાઈઓને નિયતનમૂનાનું અરજીપત્રક Application form SKY-1 આપવાનું રહે છે.
  • જેમાં ઉપર મુજબના ડોક્યુમેન્ટ જોડીને લાગુ પડતી વીજ વિતરણ કંપની ખાતે જમા કરાવવાનું હોય છે.
  • અરજી સાથે ખેડૂતને હયાત વીજભારના જોડાણ માટેનું બાંહેધરી પત્રક આપવાનું હોય છે.
  • ત્યાર બાદ જરૂરી ખરાઈ કરીને ખેડૂતને SKY Yojana એટલે કે Surya shakti Kisan Yojana 2024 હેઠળ સહાય માટેની મંજૂરી આપવામાં આવે છે.
Surya shakti Kisan Yojana Gujarat online
Image Credit Government Official Website ( www.gprd.in)

Important Links of Surya shakti Kisan Yojana Gujarat 2024

ઓફિસિયલ વેબસાઈટ

 Click Here

અરજીપત્રક

Click Here

Home Page

Click Here

Conclusion

ખેડૂતને ખેતરમાં મફત વીજળી સાથે વધારાની વીજળી વેચીને કમાણી કરી આપતી યોજના એટલે Surya shakti Kisan Yojana Gujarat 2024. આ યોજનામાં ખેડૂત પોતાના ખેતરમાં સોલાર પેનલ લગાવીને વીજળી મેળવી શકે છે સાથે સાથે 60% જેટલી સબસિડી પણ મળવાપાત્ર થશે. જેથી ખેડૂતને રાહતના દરે સોલાર પેેેનલ લગાવી શકાશે. સુર્યશક્તિ કિસાન યોજનામાં જોડવા માટે જરૂરી પ્રોસેસની વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો આપને અરજીફોર્મ ભરવા તથા અન્ય કોઈ વધારાની જાણકારી જોઈતી હોય તો નજીકની વીજ વિતરણ કંપનીની ઓફિસ (GEB ની કચેરી) ખાતે સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) Suryashakti Kisan Yojana 2024 નો લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની છે?

સૂર્યશક્તિ કિસાન યોજનામાં જોડાવા માટે અરજદાર ખેડૂત દ્વારા નિયત અરજીપત્ર ભરીને નજીકની વીજ કંપની ખાતે જમા કરાવવાનું હોય છે.

(2) Surya shakti Kisan Yojana Gujarat 2024 હેઠળ ખેડૂતને કેટલી રકમ ભરવાની હોય છે?

આ યોજના હેઠળ કુલ ખર્ચના ખેડૂતને 5% રકમ ભરવાની હોય છે અને 30%  રકમની ઓછા વ્યાજની લોન કરાવવાની હોય છે. અને પ્રોજેક્ટ ખર્ચના આશરે 60% રકમની સબસિડી આપવામાં આવશે.

(3) સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેડૂતને કેટલા કલાક વીજળી આપવામાં આવશે?

આ યોજના હેઠળ ખેડૂતને દિવસ દરમ્યાન આશરે 12 કલાક વીજળી આપવામાં આવશે.

Leave a comment