કેવી હશે પ્રધાનમંત્રી આવાસ યોજના 2024ની ડિઝાઈન, કારપેટ એરિયાનું માપ, વિસ્તાર | Pm Awas Yojana 2024 Ahmedabad

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pm Awas Yojana 2024 Ahmedabad  : મિત્રો, પ્રધાન મંત્રી આવાસ યોજના 2024 હેઠળ ગુજરાતમાં શહેરી વિસ્તારમાં સામાન્ય નાગરિકને આર્થિક રીતે પોષાય તેવું ઘર મળી રહે તે માટે અમદાવાદ વિસ્તારમાં આવાસ યોજના 2024 માટે ફોર્મ ભરવાના શરૂ થયા છે. જેમાં હાલ નરોડા મૂઠીયા, હંસપુરા, તથા ગોતા જેવા વિસ્તારોમાં કુલ-1055 જેટલા અવાસો ફાળવવા માટે તા.15/03/2024 થી ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2024ની અંતર્ગત જુદા-જુદા વિસ્તારોમાં જે અવાસ બનાવવામાં આવનાર છે. જેની ડીઝાઈન, નકશા તથા અંદરના માળખાની સાઈઝ જાહેર કરાઈ છે. મિત્રો આજના અર્ટિકલ Pm Awas Yojana 2024 Ahmedabad  હેઠળ બિલ્ડીંગ ડીઝાઈન અને સ્ટ્રકચર વિશે વિગતે માહિતી મેળવીશું.

Pm Awas Yojana 2024 Ahmedabad

Bullet Point of Pm Awas Yojana 2024 Ahmedabad

આર્ટીકલનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 મકાન ડિઝાઈન
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ તા.15/03/2024 થી તા.13/05/2024
કયા વિસ્તારમાં આવાસ ફળવાશે નરોડા મૂઠીયા, હંસપુરા, તથા ગોતા જેવા કુલ-1055 જેટલા અવાસો
અવાસોની ફાળવણી પ્રક્રિયા ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા
ઓફિસિલય વેબસાઈટ https://ahmedabadcity.gov.in/

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 શહેરી 

પ્રધાનમત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં વસતા લોકો માટે પોતાના ઘરનું મકાન મળી રહે તે માટે કુલ-1055 અવાસો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. Pm Awas Yojana 2024 Ahmedabad હેઠળ જુદા-જુદા વિસ્તારોમાં અવાસોની બાંધકામની પ્રક્રિયા હાલ કાર્યરત છે. નાગરિકોને  આ યોજના હેઠળ કુલ ₹  5.50 લાખમાં આવાસની ફળવણી કરવામાં આવશે. તાજેતરમાં ગાંધીનગરમાં ગુડા આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. હાલ અમદાવાદના ત્રણ વિસ્તારમાં  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ બનશે.

(1) નરોડા મૂઠીયામાં કુલ- 400 EWS Awas

(2) નરોડા હંસપુરા ખાતે -255 તથા

(3) જગતપુર ,ગોતા રોડ ખાતે કુલ- 400 EWS Awas ફાળવાશે.

જેની ડીઝાઈન, સ્ટ્રક્ચર અને મકાનની અંદરના કિચન, બેટરૂમ, ટોઈલેટ અને ડ્રોઈંગ રૂમની સાઈઝ અને ડીઝાઈન વિશે માહિતગાર થઈશું.

Pm Awas Yojana 2024 Ahmedabad Hanspura | નરોડા હંસપુરા ખાતે આવાસ યોજનાની ડિઝાઈન

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં હંસપુરા ખાતે નીચે ઈમેજમાં દર્શાવેલ ડીઝાઈનનું બિલ્ડીંગ બનાવવામાં આવશે. જેમાં કુલ- આવાસોની સંખ્યા- 255 રહેશે. જેનું સરનામું નીચે મુજબ છે.

ફેઝ નં. 15 ,ટી.પી. 121,નરોડા  હંસપુરા, કઠવાડા એફ.પી. 129, રોયલ -ટી જોઈસ 5 ની પાછળ, મારુતી વે બ્રિજની સામે, નરોડ, દહેગામ રોડ અમદાવાદ- 382330

Pm Awas Yojana 2024 Ahmedabad Hanspura
Image Credit Government Official Website (https://ahmedabadcity.gov.in/)

મકાનનો અંદરનો વિસ્તારનું માપ નીચે મુજબનું રહેશે.

નરોડા હંસપુરા આવાસ યોજના હેડળ આવાસનો કારપેટ વિસ્તાર
જગ્યા કારપેટ વિસ્તાર (ચોરસ મીટરમાં)
લિવિંગ રૂમ 9.98
કોમન ટોઈલેટ 1.75
બેડ રૂમ 6.24
માસ્ટર બેડરૂમ 7.98
એટેચ ટાઈલેટ 1.88
રસોડું 5.59
વોશ એરિયા 2.19
પુજા/સ્ટોર રૂમ 0.52
પેસેજ વિસ્તાર 1.90
કુલ- વિસ્તાર 38.00 ચોરસ.મીટર

નોંધ- ઉપર દર્શાવેલ માપ EWS Awas Yojana  Brocher માંથી લેવામાં આવ્યા છે.

Pm Awas Yojana 2024 Ahmedabad Naroda Muthiya | નરોડા મૂઠિયા ખાતે આવાસ યોજનાની ડિઝાઈન

નરોડા મૂઠીયા ખાતે કુલ 400 જેટલા આવાસ બનાવામાં આવનાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નીચે મુજબની ડીઝાઈનનું બિલ્ડીંગ બનાવવામાં આવનાર છે. જે અંશત: ફેરફારને પાત્ર હોઈ શકે છે.

Pm Awas Yojana 2024 Ahmedabad Naroda
Image Credit Government Official Website (https://ahmedabadcity.gov.in/)

નરોડા મૂઠીયા ખાતે નિર્માણ પામનાર આવાસ યોજનાનું સરનામું નીચે મુજબ છે.

ટી.પી. 71, મૂઠીયા એફ.પી 50, સુયાસ વિલાની ગલીમાં, રિંગ રોડ પાસે, નરોડા-દહેગામ રોડ, અમદાવાદ- 382330, કુલ અવાસ- 400

નરોડા મૂઠીયા અમદાવાદ આવાસ યોજના હેડળ આવાસનો કારપેટ વિસ્તાર
જગ્યા કારપેટ વિસ્તાર (ચોરસ મીટરમાં)
લિવિંગ રૂમ 11.67
કોમન ટોઈલેટ 1.75
બેડ રૂમ 6.37
માસ્ટર બેડરૂમ 8.25
એટેચ ટાઈલેટ 1.79
રસોડું 5.17
વોશ એરિયા 1.77
પુજા/સ્ટોર રૂમ 0.38
પેસેજ વિસ્તાર 0.83
કુલ- વિસ્તાર 38.00 ચોરસ.મીટર

નોંધ- ઉપર દર્શાવેલ માપ EWS Awas Yojana  Brocher માંથી લેવામાં આવ્યા છે.

વધુ જાણો:- 

ગુડા ગાંધીનગર પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 EWS ડ્રો લીસ્ટ

ડૉ.આંબેડકર આવાસ યોજના 2024 હેઠળ મળશે 1,20,000/- ની સહાય.

Pm Awas Yojana 2024 Ahmedabad  Gota | ગોતા ખાતે આવાસ યોજનાની ડિઝાઈન

આ યોજના હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ-400 જેટલા આવાસ બનાવામાં આવનાર છે.જેની ડીઝાઈન નીચે મુજબની રહેશે. જે અંશત: ફેરફારને પાત્ર હોઈ શકે છે.

Pm Awas Yojana 2024 Ahmedabad Gota
Image Credit Government Official Website (https://ahmedabadcity.gov.in/)

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગોતા ખાતે ટી.પી 33 ગોતા એફ.પી. 118, જગતપુરા ગોતા રોડ, સ્વસ્તિક સ્કાય લાર્કની સામે, અમદાવાદ- 382481 માં કુલ- 400 અવાસ બનશે. જેના મકાનનો કારપેટ વિસ્તાર નીચે મુજબનો રહેશે.

ગોતા અમદાવાદ આવાસ યોજના હેડળ આવાસનો કારપેટ વિસ્તાર
જગ્યા કારપેટ વિસ્તાર (ચોરસ મીટરમાં)
લિવિંગ રૂમ 10.42
કોમન ટોઈલેટ 2.12
બેડ રૂમ 4.91
માસ્ટર બેડરૂમ 8.35
એટેચ ટાઈલેટ 1.73
રસોડું 8.89
વોશ એરિયા 1.61
કુલ- વિસ્તાર 38.03ચોરસ. મીટર

નોંધ- ઉપર દર્શાવેલ માપ EWS Awas Yojana  Brocher માંથી લેવામાં આવ્યા છે.

જાણવા જેવું:- 

પ્રધાનમંત્રી આવાસ ગ્રામિણ યોજના લિસ્ટ 2024 જાહેર, ગામના લાભાર્થીઓનું નામ ચેક કરો.

પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024 માટે ડોક્યુમેન્ટ, નિયમો અને શરતો, તથા અનામતની વિગત.

PM Awas Yojana 2024 Online Apply | પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ ઓનલાઈન અરજી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઓનલાઈન અરજી પ્રક્રિયા હાલ ચાલુ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.13/05/2024 છે. જેથી રસ ધરાવતા અરજદાર ઉપરની ડીઝાઈન તથા પ્લાનવાળું ₹  5.50 લાખમાં + મેન્ટેનન્સ ચાર્જ 50,000/- ભરીને પોતાનું મકાન વસાવી શકે છે. આવાસની રકમ ભરવા માટે બેંક લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. આપ નીચે દર્શાવેલ લીંક પરથી ઓનલાઈન અરજી પ્રક્રિયા તથા નિયમો અને શરતો વિશે વિગતે માહિતી મેળવી શકો છો.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે વિગતવાર માહિતી માટે અહિં ક્લિક કરો. 

Important Links of PM Awas Yojana 2024 Ahmedabad

આવાસ યોજનાની ઓફિસિલય વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, અમદાવાદ ખાતે પોતાનું આવાસ મેળવવાનો આ સુવર્ણ અવસર છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આપ ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખીને કાળજીપુર્વક ઓનલાઈન અરજી ફોર્મ ભરવા સૂચન છે. બધા જ ડોક્યુમેન્ટ ઓરીઝનલ સ્ક્રેન કરીને અપલોડ કરવાના છે. ઝેરોક્ષ નઈ ચાલે. આ લેખમાં PM Awas Yojana 2024 Ahmedabad  માં મકાનની ડિઝાઈન કેવી હોય છે? તેના વિશે વિસ્તારપુર્વક માહિતી આપવામાં આવી છે.વધુ કોઈ જાણકારી જોઈતી હોય તો અમદાવાદ મહાનગર પાલિકા ખાતે સંપર્ક કરવા વિનંતી છે.

FAQ

(1) પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો કયો છે?

Pm Awas Yojana 2024 Ahmedabad   માટે તા.15/03/2024 થી તા.13/05/2024 સુધી ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.

(2) ઓનલાઈન અરજી કરતી વખતે કેટલી ડીપોઝીટ ભરવાની હોય છે.

અરજદારે ઓનલાઈન અરજી કરતી વખતે ₹ 7,500/- પરત મળવાપાત્ર ડીપોઝીટ ભરવાની હોય છે.

(3) ઓનલાઈન અરજી કર્યા બાદ અવાસની ફાળવણી કેવી રીતે કરવામાં આવશે?

ઓનલાઈન અરજી બાદ સંપુર્ણ વિગતો ભરેલી અરજીઓ માન્ય રાખીને, નિયત તારીખે ઓનલાઈન કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવશે.

Leave a comment